Stree Hruday - 31 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી હદય - 31. સપના સાથે દોસ્તી

સકીના સહી સલામત છે તે જાણીને શોએબ સહિત મિસ્ટર ઐયર પણ રાહત અનુભવી રહ્યા હતા કારણકે સકીના એ દેશ માટે અને પોતાના જવાનોની સલામતી માટે જે જોખમ ઉઠાવ્યું હતું અને આટલા દિવસની અંદર જે જાણકારીઓ તેને શોધી હતી તે ઘણી જ અગત્યની સાબિત થઈ હતી તેથી પોતાના સાથીની જાનને આ રીતે ખતરામાં મૂકવી યોગ્ય ન હતી અને એક એવા દેશભક્તને આમ કુરબાનીએ ચઢવા દેવું એ તો ખૂબ જ દુઃખદ કહેવાય ..

સકીના આમ બહાર નીકળીને અત્યારના હાલાત પ્રમાણે કોઈ મદદ માગી શકતી ન હતી પરંતુ હવે તેની ટીમ એવા હાલાત ઉભા કરવાની હતી કે જેના લીધે સકીના ની મદદ પણ થઈ શકે અને તેના ઉપર કોઈ શંકાઓ પણ ન જાય.

મિસ્ટર અૈયરની ટીમ દ્વારા સતત સાઉદી ની મીટીંગ સાથે જોડાયેલા તમામ લોકોનું મોનિટરિંગ થતું હતું શોએબ પણ સાઉદી પહોંચી ચૂક્યો હતો અને પોતાના કામમાં લાગી ગયો હતો તેમનું મકસદ માત્ર દુશ્મનોની ફંડિંગ રોકવાનું જ ન હતું પરંતુ આ બધા ખતરાઓ સાથે જોડાયેલા તે વ્યક્તિ વિશે પણ જાણકારી કઢાવવાનું હતું જે ના કારણે દેશમાં આંતકવાદી પ્રવૃત્તિઓ વધતી જતી હતી. પોતાના પ્લેન પ્રમાણે હવે સકીનાનું કામ પણ ચાલુ થઈ ગયું હતું. તે ઈચ્છતી હતી કે રહીમ કાકા નો શક પણ તેના ઉપરથી હટી જાય અને તેના હાથે જ સપનાનો પર્દાફાશ થાય જેના કારણે બંને કામ સરળ થઈ જાય પરંતુ એ પહેલા બ્રિગેડિયર જમાલના ઇરાદાઓ જાણવા જરૂરી હતા અને જેના માટે જરૂરી હતું સાઉદીની મીટીંગ સફળતાપૂર્વક પૂર્ણ થાય.

એક વાત એ સ્પષ્ટ થઈ ગઈ હતી કે બેગમ સાહેબા ની તબિયત અબુ સાહેબને વ્યસ્ત રાખવા માટે જ ખરાબ કરવામાં આવી રહી હતી પરંતુ કંદહાર બોર્ડર ઉપર જે રીતે દુશ્મનની હાર થઈ હતી તેમાં સંપૂર્ણ બહાદુરી દેશના જવાનોની જ હતી પરંતુ આ સાથે અબુ સાહેબનું ધ્યાન પણ ભટકાવવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. અમી ની તબિયત લથડતા તેઓ પોતાનું કામ મૂકી ઝડપથી મુલતાન પરત આવ્યા હતા. પરંતુ શું માત્ર આટલું જ કામ કરવાનું હતું તે હજી સકીના ને જાણવાનું બાકી હતું ?

પોલીસ તપાસ પછી રહીમ કાકાએ સતત નજર સકીના ઉપર ગોઠવી રાખી હતી એ સકીના બરાબર જાણતી હતી . અને આ બાબતનું ધ્યાન રાખીને તેણે એવી કોઈ જ હરકત કરી ન હતી જેથી તેના ઉપર શક વધુ મજબૂત બને આટલા દિવસ અંદર કોઈ જ હરકત ન દેખાતા રહીમ કાકા ની સકીના ઉપર ની પકડ હવે થોડી ઢીલી થવા લાગી હતી. આ બીજી વખત હતું કે જેમાં તેમણે સકીના ઉપર શક કરવું એક સમય વેડફવા જેવું લાગ્યું હતું છતાં તે રાત્રે નરગીસ સાથે શું થયું તે જાણવા તેઓ ઘણા જ આતુર હતા

હવે જ્યારે સકીના ઉપરની પકડ ઢીલી થઈ ગઈ હતી ત્યારે તેણે સૌ પહેલું કામ તો એ જ કર્યું કે તે રાત્રિ એ જ સપના નો પોશાક પહેરીને રહીમ કાકાની નજરમાં આવે તે રીતે તે દવાઓ ફરીથી તે જ ખાડામાં છુપાવી દીધી, જ્યાંથી તેણે પોતાના સાથી દ્વારા બહાર કાઢી હતી રહીમ કાકાની નજરમાં સકીના આ કામ સપના બની ને જ કરી રહી હતી, સપના અડધી રાત્રે બગીચાના લોનમાં શું દાટી રહી છે તે જાણવા રહીમ કાકા સકીના ની જેમ જ આતુર થઈ ગયા.

આ ઘટના તે રાત્રિની માફક જ ફરી વાર રીપીટ થઈ રહી હતી પરંતુ કિરદાર ની થોડી અદલા બદલી થઈ ગઈ હતી. સપનાની જગ્યાએ અત્યારે સકીના તે કામ કરી રહી હતી અને સકીના ની જગ્યાએ નજર રાખનાર વ્યક્તિ રહીમ કાકા હતા. સકિના નું પહેલું પાયદાન સફળ થઈ ચૂક્યું હતું. તે જાણતી હતી કે રહીમ કાકા સમય જોઈને ચોક્કસ આ ખાડો ખોદીને અંદર શું દત્યું છે તે જોશે અને તેની તપાસ પણ કરશે.

જોકે આ ઘટના તો સત્ય જ હતી સપનાએ જે કંઈ કામ કર્યા હતા તે માત્ર હવે બધાની નજરમાં આવવાના હતા. એક બાજુ બ્રિગેડિયર જમાલ સાઉદીમાં પોતાની મીટીંગ ને પાર ઉતારવાના હતા ત્યારે અહીં સપના ના ઇરાદાઓ બધાની સમક્ષ આવવાના હતા. પરંતુ શું સકીના પોતાના મકસદમાં પાર ઉતારશે ખરી શું તે જે કરવા જઈ રહી છે તે સફળ થશે ? શું સપના ના અને બ્રિગેડિયર જમાલના ઇરાદાદાઓ પરથી મિશનના રૂપરેખાઓ અને પરિસ્થિતિઓ બદલશે ખરી....???


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED