Stree Hruday - 30 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી હદય - 30. મોત ની તલવાર

ડોક્ટર સાહેબ એક જ મિટિંગમાં સકીનાની પરિસ્થિતિ સમજી ગયા હતા તે જાણી ગયા હતા કે રહીમ કાકા ની નજરમાં સકીના આવી ગઈ છે અને આ વખતે આટલી સરળતાથી તે સકીના નો પીછો મૂકશે નહીં જેથી કરીને હવે નરગીસ ની મોતનો કોઈ જિમ્મેદાર વ્યક્તિ શોધવો પડશે અને સકીનાની ઉપરથી આ શકની તલવાર ને હટાવવી પડશે.

જોકે હવે સાઉદી ની મીટીંગ માટે સકીના કોઈ મદદ કરી શકશે નહીં તે નક્કી થઈ ગયું હતું. પરંતુ મિસ્ટર ઐયર ના કહેવા મુજબ આ બધા માટે સકીના ખુદ જ જિમ્મેદાર હતી , કારણ કે આવી તમામ પરિસ્થિતિ માટે તેમણે હમેશા તૈયાર જ રહેવાનું હોય છે અને જરૂર પડે ત્યારે પોતાના જાન ની બલી આપીને પણ પોતાનું મિશન સફળ કરવાનું હોઈ છે કારણ કે અહી કોઈ એક વ્યક્તિ માટે ની વાત નથી પરંતુ સંપૂર્ણ દેશ ના લોકો ના હિત ની વાત છે.

આ માટે હવે એક જ તરીકો દેખાઈ રહ્યો હતો, જે સપના ઉપર જઈને અટકતો હતો. સપના બ્રિગેડિયર જમાલભાઈ ની દીકરી હતી. વળી ડોક્ટરે આપેલા રિપોર્ટ મુજબ બેગમ સાહેબ આની તબિયત તેમને વધુ પડતા ડોઝ આપવાને કારણે બગડી હતી અને આ ડોઝ આપનાર બીજું કોઈ નહીં પરંતુ સપના જ હતી અને તે રાત્રીએ બગીચાના લોનમાં તે આ જ દવાઓ છુપાળી રહી હતી.

જે દવાઓ હવે સકીના ના હાથમાં આવી ચૂકી હતી. આ બધા પાછળ તો એક જ કારણ દેખાઈ રહ્યું હતું અને તે હતું અબુ સાહેબ અને બ્રિગેડિયર જમાલની દોસ્તી હવે દુશ્મની તરફ વળી રહી હતી જોકે સપના અને અમર ના લગ્ન એક રાજનૈતિક સંબંધ હતા. તે સમયે અબુ સાહેબ અને બ્રિગેડિયર જમાલ બને પોતાના આંતરિક ફાયદાઓ જોઈ રહ્યા હતા પરંતુ હવે બંનેના ઈરાદાઓ કંઈક જુદા હોય તેવું આ ઘટના પરથી દેખાઈ રહ્યું હતું.

હજી આ એકમાત્ર વિચાર હતો . આ વિચારને વાસ્તવિક ઘટનામાં ફેરવવાનું બાકી હતું અને તે કઈ રીતે કરવું તે સૌથી વધુ મુશ્કેલ કામ હતું કારણ કે અત્યારે સકીના કોઈની મદદ લઈ શકે તેમ ન હતી હવે જે કરવાનું હતું તે સકીનાને જાતે જ કરવાનું હતું. રહીમ કાકાની આટલી બધી કડક નજર હોવા છતાં સકિનાએ પોતાના આંખ અને કાન બંધ કર્યા ન હતા. કારણકે તે જાણતી હતી કે તેની દરેક પળ ઘણી કીમતી છે. તેને આ બધું જ વિચારી પણ રાખ્યું હતું. આથી તેની નજર સપના ઉપર સતત હતી.

જોકે ડોક્ટર સાહેબના આવવાથી એક કામ એટલું તો સરળ થઈ ગયું હતું કે સકીના ને બ્રિગેડિયર જમાલ ના ઇરાદાઓ વિશે તે જે જાણવા માંગતી હતી તે ખબર પડી ગઈ હતી જોકે તે પોતે જાતે તો એ કરી શકતી ન હતી પરંતુ હવે તે એ જાણી ગઈ હતી કે સાઉદીમાં જમાલ અને કુરેશી કોઈ રિફાઇન્ડરી બિઝનેસમેન સાથે ડીલ કરવાના છે. આ ડીલ ક્યાં મકસદ હેઠળ થઈ રહી છે તેની તપાસ કરવા માટે ટીમ પણ એલર્ટ થઈ ચૂકી છે અને શોએબ પણ વતન પાછો આવી ચૂક્યો છે.

આ બધા સમાચાર સકીના માટે ઘણા રાહત વાળા હતા. આટલા દિવસની અંદર તેને સતત શોએબ ની ચિંતા હતી પરંતુ જ્યારે હવે તે પોતાના વતન સહી સલામત આવી ચૂક્યો છે અને મિશન આઝાદમાં પણ તે સાથે છે તે જાણી સકીના ઘણી જ ખુશ હતી. આ સમાચાર ખરેખર રાહત અપાવે તેવા જ હતા હવે તે નિશ્ચિત હતી શોએબ ને લઈને ...બસ હવે દેશના ખતરા ઉપર ની જ ચિંતા કરવાની બાકી હતી અને તે કામ પણ ઝડપથી પતાવવાનું હતું.

આટલી બધી કડક નજર રાખવા છતાં પણ જે મેસેજ પોતાના દેશ સુધી પોહચાડવાનો હતો તે પહોંચી ગયો હતો આથી સકીના હવે થોડી બે ફિકર થઈને પોતાનું આગળનું કામ કોઈ પણ જાતના ડર વગર પૂર્ણ કરવાની હતી કારણ કે સતત રહીમ કાકા અને કદાચ પોલીસની પણ નજર એ ના ઉપર હોય તેવું સકિના ને લાગી રહ્યું હતું. આથી તેનું ઘરની બહાર જવું અને ખાસ તો પોતાના સાથીને મળવું અને જાણકારીઓ પાસ કરવી અને અન્ય મેળવવી અઘરી થઈ ગઈ હતી તેની પાસે અત્યારે પોતાના સરવિલિયન્સ ના પણ કોઈ સાધન હતા નહીં . વળી ઘરમાં પણ આટલા દિવસની અંદર સંપૂર્ણપણે શાંતિ હતી. અબુ ખાવેદ , ઈબ્રાહિમ કે અમર દ્વારા કોઈ જ પ્રકારની શંકા શિલ ગતિવિધિ થતી ન હતી. આથી હવે કોઈ મોટો ફેરફાર જરૂરી બન્યો હતો. પણ શું તે સકીના થી એકલા હાથે પાર ઉતારવાનો હતો ?


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED