Stree Hruday - 6 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી હદય - 6. શોએબ ની યુદ્ધ નીતિ

યુદ્ધ ની રાત્રે

હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાથી શોએબ સહિત બધા સૈનિકો જખમી હાલતમાં હતા, પરંતુ બે જ વધુ ગંભીર હતા . ચારે તરફ તેમની જ શોધખોળ હાથ ચાલુ હતી. અફઘાન અને પાકિસ્તાની એમ બને બાજુ ના સૈનિકો શોએબ અને તેની ટીમ ને શોધતા હતા પણ કુલ કેટલા સૈનિકો પ્લેન ક્રેશ માં છે તે માત્ર અફઘાન સૈનિકો ને જ ખબર હતી. પાકિસ્તાની સૈનિકો એ પોતાના અધિકૃત વિસ્તારમાં ચોકી બનાવી લીધી હતી. તેમના વિસ્તારમાંથી થતાં કોલ ઉપર અને અન્ય ગતિવિધિ ઉપર પણ તેમની નજર હતી પરંતુ એક વાત એ થઈ કે શોએબ અને તેની ટીમ કંદહાર ના જંગલ નજીક એક કબીલા માં દાખલ થઈ ગયા જેથી ત્યાં તેમની જાન બચી ગઈ , કબીલા ના લોકો આમ તો આ યુદ્ધ ની પરિસ્થિતિ ઘણા ગભરાયેલા હતા પરંતુ બધા સૈનિકો ની જખમી હાલત જોઈ તેઓ મદદ માટે તૈયાર થઈ ગયા.

કબીલા ના લોકો ને કોઈ દેશ ,સરહદ કે સૈનિકો સાથે મતલબ ન હતો તેઓ માત્ર પોતાનું નાચ ગાન કરી ને ગુજરાન ચલાવતા હતા. પણ છેલ્લા કેટલાક મહિના થી ચાલતી આ અવર જવર થી તેઓ એટલું તો જાણતા હતા કે કઈક
ખતરનાક ઈરાદાઓ સાથે દુશ્મન આગળ વધી રહ્યો છે.પરંતુ શોએબ ની નેક વાતો અને સત્ય વાત જાણી તેઓ એ આ જખમી સૈનિકો ની ઘણી મદદ કરી. પાકિસ્તાની સૈનિકો થી પણ તેમણે બચાવ્યા, પરંતુ હવે ખતરો એ હતો કે પોતાના દેશ ને પોતાની લોકેશન ની જાણકરી કઈ રીતે આપવી , કારણ કે કોઈ પણ દેશ ની એજેન્સી સાથે નો કોન્ટેક્ટ એટલે પોતાની અને આ કબીલા ના લોકો ની જાન ને ખતરો.

આથી શોએબ એ જાણી જોઈ ને કોઈ ઍજેન્સી ને જાણ ન કરતા સકીના ને કોન્ટેક્ટ કરવાનું વિચાર્યું અને સકીના તેના ઈરાદાઓ ઉપર બરોબર ખરી ઉતરી હતી. દેશ માં થનારા હ્મલા ની વાત પણ કબીલા ના લોકો પાસેથી જ સૈનિકો ની હાલ ચાલ ને આધારે શોએબ ને મળી હતી. પણ હવે જ્યારે તે અહી કબીલા ના લોકો વચ્ચે સુરક્ષિત હતો ત્યારે હજી કઈક પરાક્રમ કરી દુશ્મનો ને પાર ઉતારી પોતાના વતન જવા માંગતો હતો અને તેની ટીમ આમાં સંપૂર્ણ રીતે તેની સાથે હતી.

શોએબ એ વેશ પલટો કરી કબીલા ના લોકો વચ્ચે કોઈ હ્મલો કરવાનો સુરક્ષિત મોકો ન મળે ત્યાં સુધી રેહવાનું વિચાર્યું, તે ત્યાં બોર્ડર ની આસપાસ થતી ચીની પાકિસ્તાની સૈનિકો ની અવરજવર ઉપર નજર રાખવા લાગ્યો, તેમનો ઈરાદો ઘણો શંકાસ્પદ હતો ,સૈનિકો ની સંખ્યા પણ ઘણી હતી. પરંતુ તેને પોતાના સૈનિકો ના જાન ની પણ ફિકર હતી પણ કોઈ સૈનિક શોએબ ને એકલો મૂકી જવા માંગતા ન હતા. વળી જખમી સૈનિકો નો ઈલાજ પણ હજી ચાલુ હતો.

દુશ્મન સૈનિકો પણ આ જ સૈનિકો ની શોધ માં હતા , આખરે કાબુલ તેમના હાથ માંથી ગયું હતું અને કંદહાર નો અધિકૃત હિસ્સો કેટલો સમય તેમના પાસે રેહશે તે નક્કી ન હતું, તેઓ પણ સરકાર પાસે થી આ સૈનિકો ના બદલે પોતાના મકશદો પૂરા કરાવવા માંગતા હતા. આથી હવે તેઓ પોતાની ચોકી મારફતે ઘણા સતર્ક હતા નજરો રાખી રહ્યા હતા.

આ બાજુ ચોવીસ કલાક વીત્યા પછી સકીના ને મિસ્ટર ઐયર સાથે વાત કરવાનો મોકો મળ્યો , પરંતુ એ પણ માત્ર એટલી વાત જાણવા કે હજી સૈનિકો ની કઈ જાણ મળી કે નહિ, કારણ કે દુશ્મનોના ઇરાદા ઘણા ખતરનાક જણાતા હતા . પણ અત્યારે માત્ર એટલી વાત પણ રાહત વાળી હતી કે દુશ્મનો ને હાથ પણ શોએબ અને તેની ટીમ લાગી નથી કારણ કે દુશ્મનો સૈનિકો ના બદલે શું માંગી શકે તેની જાણ બધાને મહદંશે હતી . આ સિવાય સકીના એ બે દિવસ પછી અબુ સાહેબ ની કોઈ ખાસ વ્યક્તિ સાથે થનારી મીટીંગ ની પણ જાણ કરી જે તેના ઘર માં ખુફિયા થવાની હતી.

" સકીના, મને તો મામલો ઘણો ગંભીર લાગે છે.

આ બાજુ સકીના કોડવર્ડ માં વાત કરતી હતી આથી કહે છે

ચાચા , હું દુઆ કરું છું અને કાલે દરગાહ પર જઈ ને ફૂલ ચડાવી દઈશ , ચિંતા ન કરો ચાચી જાન ને કઈ નહિ થાય.

એનો અર્થ એ હતો કે ( મારી નજર સતત બધા ઉપર છે. કાલે મોકો મળતા તેની ઓફિસ માં પણ દાખલ થઈ જઈશ અને દેશ ની શાન આ મ્ જ કાયમ રહેશે....)

બસ હવે તો સકીના ને આ ખુફિયા મીટીંગ નો ઇન્તજાર હતો હજી શું ખતરો પોતાના દેશ ઉપર છે?? તે જાણવા.....બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED