Stree Hruday - 3 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી હદય - 3. વેશપલટો

પાકિસ્તાનમાં અત્યારે યુદ્ધના માહોલને કારણે ખૂબ જ કટોકટીની પરિસ્થિતિ હતી છતાં પણ જેનિલ ને પોતાના સોર્સેસ પરથી એ જાણકારી મળી ગઈ હતી કે કાબુલ ફતેહ માટેની તમામ યુદ્ધની તૈયારીઓ પેશાવરથી જ થઈ રહી હતી.

ચીનના સૈનિકો સાથે ની મીટીંગો, તમામ એજન્ડાઓ અને હથિયારોની તસ્કરી પણ પેશાવરમાં જ થતી હતી એટલે કે અત્યારે આતંકવાદીઓનું મુખ્ય મથક પેશાવર હતું. . જેના લેફ્ટનન્ટ જર્નલ અબુ ખાવેદ હતા. જે એક ખતરનાક સૈનિક ની સાથે દેશ ના ટોચ ના વ્યક્તિ પણ હતા.

અબુ ખાવેદ મુલતાન ના રેહવસી છે અને આ શહેર ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર થી ઘણું નજીક છે. આથી જો તેમના ઘર સુધી પહોંચી જવામાં આવે તો આ મિશન ની જાણકારી પણ આસાનીથી મળી જાય અને તેમના આગળના શું મકશદો છે તે પણ જાણી શકાય.

હવે આ માટે એક જ રસ્તો બચેલો હતો અને તે એ હતો કે સકીનાને એક ઇન્ફોર્મર તરીકે ત્યાં મોકલવામાં આવે અને તે માટે તેને મુલતાન સુધી પહોંચાડવામાં આવે કારણ કે આ જનરલ ત્યાંનો જ રહેવાસી છે આથી તેના ઘરેથી ઘણી જાણકારી મળી શકે તેમ છે. વળી મુલતાન લાહોર અને ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર એમ બંનેની ઘણી નજદીક છે આથી કોઈ વિકટ પરિસ્થિતિમાં સકીના ને ત્યાં થી પરત લાવી પણ સરળ થઈ શકે.

આ મિશન માટે સકીના પહેલેથી જ તૈયાર થઈ હતી. આ મિશનને મિશન આઝાદ નામ આપવામાં આવ્યું અને જેની પ્રથમ ઇન્ચાર્જ એક મહિલા લેડી એટલે કે સકીના હતી. સકીનાને બોર્ડર પાર કરાવવાની ઝડપથી તૈયારીઓ થવા લાગી. સકીના અબુ ખાવેદ ના ઘરે તેની અમ્મીની તીમારદારી ( સારવાર) કરવા માટે એક નર્સ તરીકે જવાની હતી. જે નર્સ લાહોરના જ એક હોસ્પિટલ માંથી મોકલવામાં આવવાની હતી. આ માટે સકીના ની ફેક આઈડી અને તેના રેકોર્ડ હોસ્પિટલ ના કોમ્પ્યુટર ને હેક કરીને નાખી દેવામાં આવ્યા.બીજી ઘણી વિગતો ત્યાં એડ કરવામાં આવી જેથી શંકા ને કોઈ સ્થાન ન રહે.

અબુ ખાવેદના અમી મહિનાના બે જુમેરાત ( ગુરુવાર) લાહોરના આ હોસ્પિટલમાં પોતાના ચેક અપ માટે આવતા હતા. તેમને હૃદયની બીમારી હતી વળી તેમનું લોહી જાડું થતું હતું જેના કારણે તેમને શ્વાસમાં પણ તકલીફ થતી હતી અબુ ખાવેદના ઘરમાં દાખલ થવા વાસ્તે આ એક સારો રસ્તો હતો. જો તેની અમ્મીને હાર્ટ અટેક આવે અને તે બીમાર પડે તો તેને સારવાર માટે તાત્કાલિક સારવાર ની અને કાયમી એક નર્સની પણ જરૂર પડે વળી બીજું અબુ ખાવેદ્ પણ માતાના ખબર અંતર માટે મુલતાન આવી શકે અને તેના પ્લેન વિશે જાણવા માટે આ એક ચોકસાઈપૂર્વક નો રસ્તો હતો.

તમામ તૈયારીઓ ઝડપથી થવા લાગી સકીનાની ટ્રેનિંગ પણ ચાલુ થઈ ગઈ હતી . દવાઓના નોલેજ , બીજી બેઝિક પ્રાથમિક સારવાર અને પોતાની સુરક્ષા ની જરૂરિયાત ની સામગ્રી.... જોકે આ બધામાં એક સરળ વાત એ હતી કે સકીનાને કોઈ જ વેશ પલટા ની જરૂર ન હતી તે ઇન્ડિયન છે કે પાકિસ્તાની તે તેના વેશ પરથી ખબર પડી જતી ન હતી તેની ભાષામાં પણ ઉર્દુ ભાષાનો સારો એવો પ્રાસ મળી આવતો હતો વળી તે ઉર્દુ ભાષા લખી અને વાંચી શકતી હતી . જેના કારણે ભાષાની કોઈ સમસ્યા સર્જાવાની ન હતી.

આ સાથે જેનીલે અબુ ખાવેદની ઘરની રીત ભાત અને અન્ય સભ્યો ની કેટલીક જાણકારીઓ શોધી કાઢી હતી જેના કારણે સકીનાને ત્યાં સમજવું બધું સરળ થઈ જાય.

બે દિવસ પછી સકીના લાહોરની હોસ્પિટલમાં બોર્ડર પાર કરીને પહોંચવાની હતી. ત્યાં તેની સિક્યુરિટી માટે તેના એજન્ટોને પણ જાણકારી અપાઈ ચૂકી હતી જે કટોકટી ની પરિસ્થિતિમાં અને જરૂર પડે કેટલી સુવિધા પૂરી પાડવામાં મદદ કરવાના હતા અને સૌથી વધુ તો તેની મદદ લાહોરના હોસ્પિટલના એક તબીબ કરવાના હતા જે એક ડોક્ટરની સાથે ઇન્ડિયન એજન્ટ પણ હતા. સકીના તેની જ નીચે નર્સ તરીકે જવાની હતી. બધું ઝડપથી ગોઠવાઈ ગયું હતું અને સમય પણ ખૂબ જ ઓછો હતો. સકીના ની માથે માત્ર પોતાના સૈનિકોને પાછા લાવવાની જ નહીં પરંતુ આ ખતરનાક મીશનને નિષ્ફળ બનાવવાની પણ જવાબદારી હતી. આખરે દુશ્મનોનો ઇરાદો સફળ ન થાય અને વિશ્વ શાંતિનો સંદેશ વિશ્વ સુધી વ્યવસ્થિત રીતે પહોંચે તે જોવું ખૂબ જ જરૂરી હતું.આખરે દેશ ની ઈજ્જત હવે તેના હાથ માં હતી.

સકીના રેહમત વિલા ઝરીના ને અને ઘરના અન્ય સભ્યો ને મળવા આવી. મિશન ના એજન્ડા મુજબ તે કોઈને પણ પોતાના મિશન વિશે જણાવી શકતી ન હતી. તે બધા સાથે તે અંતિમ વખત ભેટ કરી રહી હતી અને પોતાનો થોડો સમય પસાર કરી રહી હતી કારણ કે કદાચ આ મિશન દરમિયાન તેની જાન પણ જઈ શકે. ઝરીના ને તો સકીના પીર ની દરગાહ એ ઝ્યારત પર જઈ રહી છે ઘર છોડી ,તે જાણી ઘણો હાશકારો થયો કારણ કે સકીના તેને પસંદ જ ન હતી. પરંતુ ઘરના અન્ય સભ્યો સકીના ને ખૂબ પસંદ કરતા ખાસ તો શોએબ ના અબ્બુ....

બધાં સાથે પ્રેમ થી ભેટી તેણે વિદાઈ લીધી , કદાચ હંમેશ ની માટે.....સકીના ની ખરી કસોટી હવે શરૂ થવાની હતી .દેશ બચાવવાની.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED