Stree Hruday - 2 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી હદય - 2. જીત મોહબ્બત ની

હેલો...

સકીના.....


હું __________ શો એબ ...

શોએબ નો અવાજ સકીના માટે રાહત નો હતો, એક સુકુન હતું , એક ઠંડી લેહરખી એ ઘણા સમય પછી જાણે દરવાજે દસ્તક દીધી હતી. શોએબ ના અવાજે સકીના ના દીલ ના ધડકનો તેજ કરી દીધા. જે કંઈ આશંકાઓથી મન ઘેરાયેલું હતું તે હવે શાંત થઈ ગયું હતું. પરંતુ શોએબ ના અવાજમાં એક પીડા સ્પષ્ટ સંભળાતી હતી એ પરથી સકીનાને હજી કંઈક દુર્ઘટનાની શંકા થઈ આવી. સામે છેડે શોએબ પાસે વધુ સમય ન હતો તેણે તરત જ પોતાની વાત કરવા ચાહી.

હેલો, સકીના મારી વાત ધ્યાન થી સંભાળ!

શોએબ તમે કેમ છો? કઈ બાજુ છો ? તમે સલામત તો છો ને

હા, સકીના હું સલામત છું બસ મારું એક કામ કર, આ એક મેસેજ હાઈ કમાન્ડ સુધી પહોંચાડવાનો છે અને ખાસ તો મિસ્ટર ઐય્યર ., આપણા દેશમાં 26 જાન્યુઆરીએ જે બ્રાઝિલ થી ચીફ ગેસ્ટ આવવાના છે તેમની સાથે કંઈ થવાનું છે અને તે માટે કામ પણ ચાલુ થઈ ગયું છે

ઓકે શોએબ પણ આની પાછળ કોણ છે અને તેમનો શું ......
.
.
.
.
કટ

હેલો....


હેલો.....શો એબ.....

હજી તો સકીના કઈ પૂછે તે પહેલા જ ફોન કટ થઈ જાય છે શોએબ ના અવાજ પરથી સકીના ને એ તો નક્કી થઈ જાય છે કે શોએબ અત્યારે સલામત છે પણ વધુ સમય માટે નહીં. વળી દેશ ઉપર પણ ખતરો છે બ્રાઝિલ થી આવનારા આ મિનિસ્ટર એક શાંતિ દૂત બનીને વૈશ્વિક શાંતિ માટે અહી આવી રહ્યા છે આથી તેમની સલામતી ખૂબ જ જરૂરી છે સકીના તરત જ ફોન લઈને દિલ્હીના હાઈ કમાન્ડ ઓફિસ રો તરફ જાય છે

રો માં દાખલ થતાં જ આગળની હરોળમાં બેઠેલા ઓફિસરો ઊભા થઈ જાય છે,અને તેને સેલ્યુટ કરે છે. સકીના એક સમયની રો ની ખાસ એજન્ટ હતી. એક નીડર અને બહાદુર ઓફિસર હતી તે તરત જ મિસ્ટર ઐયર ના ઓફિસ તરફ આગળ વધે છે સકીનાને જોતા જ રોના હેડ ઓફિસર મિસ્ટર ઐયરને સોયબ ના સમાચાર નો અંદાજો આવી જાય છે સકીના તરત જ તેનો ફોન મિસ્ટર ઐયરના હાથમાં આપે છે અને આવેલા નંબરના તપાસની રિક્વેસ્ટ કરે છે

આ સાથે સકીના શોએબ દ્વારા આપવામાં આવેલો ખાસ મેસેજ પણ મિસ્ટર ઐયર ને કહીને સંભળાવે છે પરંતુ શોએબ અત્યારે ક્યાં છે અને આ ખતરનાક મિશનનું મુખ્ય વ્યક્તિ કોણ છે તેની તપાસ કરવાની પ્રથમ અને તત્કાલીત જરૂરિયાત હતી, મિસ્ટર ઐયર તરત જ જેનીલ પાસે તપાસ ચાલુ કરાવે છે પાકિસ્તાનની ધમકીથી ભારત સરકાર સચેત તો થઈ ગઈ હતી આ સાથે તેમણે પોતાના તમામ વિભાગો માં શક્ય તેટલા એલર્ટ પણ ચાલુ કરી દીધા હતા. પરંતુ પાકિસ્તાન એક્ઝેટલી શું કરવાનું છે અને ક્યાં???.... આ સાથે તેને કઈ રીતે રોકવું તે માટે બધી જ જાણકારી ખૂબ જરૂરી હતી.

શોએબ દ્વારા અપાયેલા મેસેજ થી ઇન્ફોર્મેશન ટીમ પોતાનું કામ આગળ વધારે છે હવે તેમને તપાસ માટે એક ચોક્કસ મેસેજ મળી ગયો હતો પરંતુ હજી બોર્ડર પર અટકાયેલા તેમના સૈનિકોની જાન ખતરામાં જ હતી તેમને કઈ રીતે બચાવવા અને સહી સલામત પાછા લાવવા એક મોટી જવાબદારીનું કામ હતું.

શોએબ એક બહાદુર ઓફિસરની સાથે સકીનાનો શોહર પણ હતો આથી સકીના એક બહાદુર ઓફિસર અને જાબાજ પત્ની તરીકે આ મિશનમાં પર્સનલી જોડાવા માંગતી હતી તેની ઈચ્છા એટલી પ્રબળ હતી કે મિસ્ટર ઐયર તેને ના પાડી શક્યા નહિ. આથી મિશન ના મુખ્ય સહાયક ઓફિસર નો તેને ચાર્જ સોંપવામાં આવ્યો. વળી ,સકીના ના કામ માં મિસ્ટર ઐયર ને કોઈ શંકા પણ ન હતી. પરંતુ આ બધા માટે પી. એમ ની પરવાનગી જરૂરી હતી.

મિસ્ટર ઐયર તરત જ આવેલા કોલની લોકેશન અને મેસેજ ની જાણકારી લઇ પીએમના ઓફિસ તરફ જવા નીકળે છે આ સાથે તે સુરક્ષા સલાહકારની પણ મદદ માંગે છે શોએબ ના એક મેસેજથી અને ખાસ તો સકીના ની સુજબુજ થી દેશને એક મોટા ખતરા થી બચવા માટેનો સમય મળી જાય છે.

સુરક્ષા મંત્રી અને પીએમ દ્વારા તરત જ મિસ્ટર ઐયર ને આ મિશન નો ચાર્જ સોંપવામાં આવે છે અને ચીફ ગેસ્ટ ના પ્રોગ્રામ ની બ્લુ પ્રિન્ટ આપવામાં આવે છે, તેમની પ્રથમ જવાબદારી તો પોતાના સૈનિકોને પરત લાવવાની હતી અને પછી 26 જાન્યુઆરીએ થનારા આ હમલાની અટકાયત. પરંતુ આ માટે ની જાણકારીઓ અધૂરી હતી .આ માટે તરત જ પાકિસ્તાનમાં રહેલા પોતાના એજન્ટોને હોશિયાર કરવામાં આવ્યા અને તપાસ ચાલુ કરવાનું કહ્યું જેથી એ ખબર પડી શકે કે આ મિશન નો મુખ્ય ખેલાડી કોણ છે પરંતુ પાકિસ્તાન માં અત્યારે યુદ્ધનો માહોલ હતો આથી અત્યારે પોતાના એજન્ટોને એક્ટિવ કરવા એટલે તેમની જાન ને ખતરો.... તેમના તમામ સહાયકો અત્યારે નિસહાય હતા. આથી આ કાર્ય એટલું સરળ ન હતું.

મિસ્ટર ઐયર ને બોર્ડર પાર ની તમામ વિગતો તાત્કાલીત ધોરણે જોતી હતી પણ કઈ રીતે ....??
બીજા રસપ્રદ વિકલ્પો