Stree Hruday - 4 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી હદય - 4. મિશન આઝાદ

સકીના લાહોર ની હોસ્પિટલ પોહચી કામે લાગી ગઈ, તેની પાસે માત્ર ચાર કલાક હતા, બધી તૈયારીઓ કરવા માટે કારણ કે આજે જૂમેરાત હતી અને અબુ ખાવેદ ના અમી આજે જ પોતાના રૂટિન ચેક અપ માટે આવવાના હતા. રિપોર્ટ ની સમજ અને બીજી અન્ય બેઝિક સમજ તેની માટે ખૂબ જરૂરી હતી કારણ કે તે જેના ઘર માં જઈ રહી હતી ત્યાં શંકા કે ભૂલ નું પરિણામ મૌત હતું. એક સૈનિક અને લશ્કરી દળ નો નેતા ,જેની પાસે થી સકીના ને બધી જાણકારી કઢાવવાની હતી. ઘણું અઘરું હતું આ ...પણ સકીના ઘણી જ બહાદુરી દેખાડી રહી હતી. પોતાના શોહર અને દેશ માટે....

પ્લેન મુજબ અબુ ખાવેદ્ ના અમી ની રાહ જ જોવાઈ રહી હતી. પણ કોણ જાણે આજે તે હજી આવ્યા ન હતા. એક તો ઓછો સમય અને વળી જો આજે આ દર્દી ન આવે તો આઠ દિવસ બીજા કાઢવા પડે ... ઘણો સમય વિતી ગયો ,નિયત સમય કરતાં પણ મોડું થઈ ગયું પણ હજી અમી આવ્યા ન હતા. આથી સકીના એ અબુ ખાવેદ ના ઘરે ફોન લગાડવાનું વિચાર્યું, તેણે તરત જ હોસ્પિટલ ના ફોન માંથી ફોન લગાડ્યો,

સલામ , મોહતરબા...

જી કોન??

આપા હું લાહોર હોસ્પિટલ થી બોલું છું, આજે બેગમ સાહેબા ની અપોઈમેન્ટ હતી પણ તે હજી સુધી પોહચ્યા નથી. તો યાદ કરવા કોલ કરેલો છે ..

જી આજે તો તે નહિ આવી શકે....

જી કેમ ??

જી બેગમ સાહેબા ઘણા બીમાર છે , બિસ્તર પર છે તબિયત નાજુક છે.

ફોન કટ થઈ જાય છે અને સકીના ત્યાં જ મુંજાઈ બેસે છે. તેના મિશન માટે બેગમ સાહેબા નું ઝિંદા રેહવુ ઘણું જરૂરી હતું. પણ આ શું તે તો આ પેહલા જ બીમાર પડી ગયા . બગડતા હાલત જોઈને ડોક્ટર તરત જ અબુ ખાવેદ ના ઘરે મુલતાન જવા સકીના ને લઈ ને નીકળે છે. સકીના નું તે ઘર માં દાખલ થવું ખૂબ જરૂરી હતું અને તે બેગમ સાહેબા વગર શક્ય ન હતું.

અવારનવાર સારવાર માટે બેગમ સાહેબા અને ડોક્ટરની મુલાકાત થતી હતી આથી અબુ ખાવેદ ના પરિવાર સાથે ડોક્ટરના સારા એવા જાન પહેચાન હતા તે તરત જ મુલતાન પહોંચી જાય છે થોડો સમય આમતેમ પસાર કર્યા પછી તે અબુ ખાવેદના ઘરે પહોંચે છે

ઘરમાં ખરેખર વિપરીત પરિસ્થિતિ હતી કુટુંબીજનો અને ઘરના દરેક સભ્યો હાજર હતા બેગમ સાહેબાની પરિસ્થિતિ ગંભીર જણાતી હતી તેમને સાચે જ ગંભીર હૃદય નો હુમલો આવ્યો હતો અચાનક જ લાહોર થી ડોક્ટર ને આવેલા જોઈને અબુ ખાવેદ અને તેમના પત્ની થોડી રાહત અનુભવે છે પરિસ્થિતિ એ રીતની હતી કે બેગમ સાહેબા ને લાહોર સુધી પહોંચાડવા પણ અઘરા હતા. ડોક્ટર તરત જ બેગમ સાહેબા ની તિમાર દારીમાં લાગી જાય છે હૃદય રોગનો હુમલો ઘણો તીવ્ર હતો. આથી અમી ની તબિયત ઘણી નાજુક હતી.

મુલતાન ના આવેલા તબીબે પણ લાહોર ના ડોકટર ને જોઈ ને થોડી રાહત અનુભવી હતી કારણ કે અબુ સાહેબ ને નારાજ કરવા એટલે મૌત ને દાવત આપવી અને અમી ની હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી. ઘણા સમય થી લાહોર ના ડોકટર પાસે અમી ની સારવાર ચાલતી હતી આથી આ ડોકટર તેમના સ્વભાવ, ટેવ અને આહાર વિશે બધું જાણતા હતા. થોડી વાર પછી ડોકટર સાહેબ રૂમ માંથી બહાર આવે છે, તે થોડા અસ્વસ્થ દેખાઈ છે.

ડોક્ટર સાહેબ કઈ તો કયો ? અમી ને કેમ છે.? તે ઠીક છે ને ??

અબુ સાહેબ , હા ,અત્યારે થોડી રાહત માં છે પણ ....

પણ શું સાહેબ ?? તમે જણાવો જે હોય તે

અબુ સાહેબ આપા ની તબિયત બગડવાનું કારણ તેમનો વધુ તેલ મસાલા વાળો આહાર છે. તેમને સખત પરેજ ની જરૂર છે.કસરત ની જરૂર છે.અને ખાસ તો શાંતિ રાખવા માટે બંદગી ની જરૂર છે.

ડોક્ટર સાહેબ , હું સમજુ છું પણ તમે તો જાણો જ છો ને કે અમી સાહેદા ( અબુ ખાવેદ ના પત્ની ) ની કોઈ વાત સાંભળતા જ નથી. આથી તેમને સમજાવવું અઘરું છે.

એમ ,પણ હવે આ નહિ ચાલે અબુ સાહેબ ,જો આપા આમ જ પોતાનો વજન વધારતા રહ્યા અને તબિયત નું ધ્યાન ન રાખ્યું તો હાલત વધારે બગડી જશે.

હું વાત કરીશ અમી સાથે

બસ વાત કરવાથી કઈ નહિ થાય તમારે કોઈ નર્સ રાખવી જોઈએ જેથી તે તેમનું પૂરો દિવસ ધ્યાન રાખે.

ઓકે મિયા, હું અમી ની સાથે અત્યારે જે નરગીસ રહે છે તે ને સમજાવી દઉં છું.

ઠીક છે તો હું હવે નીકળું છું કઈ હોય તો ખબર કરજો.

અરે એમ કેમ ? મારા ઘરે પધાર્યા છો ને આમ જ થોડી જતા રેહવાઈ.... સાહેદા જમણ તૈયાર કરો ડોકટર સાહેબ અને તેમની સાથી અહી જમશે.

બધા ભોજન માટે ટેબલ પર ગોઠવાઈ છે ,પરંતુ સકીના ને ભોજન ગળા નીચે ઉતર્યું નહિ કારણ કે અમી પાસે પેહલે થી જ એક ખાદીમ ( નર્સ ) હતી તો હવે તે શું કરશે ?? કઈ રીતે અબુ ખાવેદ્ ના ઘરમાં દાખલ થશે ??



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED