સ્ત્રી હદય - 29. સકીના નો બચાવ Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી હદય - 29. સકીના નો બચાવ

પોલીસ ત્યાંથી જતી રહે છે પરંતુ રહીમ કાકા નો શક હજી ત્યાંજ અટકી જાય છે. સકીના સમજી ગઈ હતી કે તેને હમણાં ઘણી સાવચેતી રાખવી પડશે અને ખાસ તો બેગમ સાહેબા ઉપર નજર રાખવી પડશે કારણ કે રહીમ કાકા ને કંઈક અંદાજો આવી ગયો છે અને તેની ગેરહાજરીમાં તે બેગમ સાહેબા ને મળવાનો પૂરતો પ્રયત્ન કરશે. સકીના પોતાના તમામ કામ મૂકીને અત્યારે બેગમ સાહેબા ની
ખીદમત માં 24 કલાકની પોતાની હાજરી ગોઠવી દે છે. તે જાણતી હતી કે અત્યારે તેનો ઉઠાવેલો એક પણ ઉતાવળો કદમ તેની જાન ને ખતરામાં મૂકી શકે છે આથી હવે તેને નરગીસ ની મોત માટે કોઈ ચોક્કસ પુરાવા શોધવો જરૂરી બની રહ્યો. જેથી કરીને શંકાની સોય તેના ઉપરથી હટી જાય.

આ સાથે સકિના પોતાની પાસે રહેલા હથિયારો અને તમામ સર્વીલીયન્સ નાબૂદ કરી નાખે છે . જેના કારણે તેનો પોતાની ટીમ સાથે કોઈપણ પ્રકારનો કોન્ટેક્ટ રહેતો નથી તમામ સંપર્કો છૂટી જાય છે.

🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

મિશન સાઉદી ની મીટીંગ,

સાઉદીમાં થનારી ઓઇલ રિફાઇનરી ના બિઝનેસમેન સાથે જમાલભાઈ અને કુરેશી ની ગુપ્ત મીટીંગ ઘણી જ અગત્યની હતી જેના કારણે મિસ્ટર ઐયર દ્વારા તમામ પ્રકારની હાઈલાઈટ કરી દેવામાં આવી હતી આ બધું એટલું બધું ગુપ્ત ચાલી રહ્યું હતું કે વધુને વધુ શંકાઓ ગાઢ થઈ રહી હતી. વળી આ બધા પાછળ કોણ છે તે પણ કદાચ આ મીટીંગ પરથી ખબર પડી જાય આથી આ મીટીંગ દેશ માટે અને દેશ ની બહાર રહેતા તમામ જાસૂસો માટે અગત્યની સાબિત થવાની હતી.

બધું પ્લાનિંગ પ્રમાણે કામ ચાલી રહ્યું હતું પરંતુ હજી સુધી સકીના પાસેથી કોઈ પોઝિટિવ રીપ્લાય આવ્યો ન હતો. શું તે આ મિટિંગના મિશનમાં સાથ આપી રહી છે કે નહીં તે નક્કી ન હતું. શું સકીના કોઈ મુશ્કેલીમાં છે ખરી અને જો હા તો તેને કઈ રીતે બચાવવી અને ત્યાંથી બહાર કાઢવી તે અત્યારે અઘરો મુદ્દો થવાનો હતો.

એક તો મિટિંગની તૈયારી અને સકીનાની ચિંતા બંને એકસાથે વધુ ટેન્શન ઊભા કરતા હતા પાકિસ્તાનમાં રહેલા તમામ એજન્ટોને પણ એલટ કરીને કામ સોંપવામાં આવ્યા હતા. જમાલભાઈ, સપના , મુખ્ય પ્રધાન અને તેમનો સેક્રેટરી કુરેશી ઉપર ઐયરે પોતાના એક એક જાસૂસ ગોઠવી દીધા હતા , જેના કારણે તેઓની દરેક પળની જાણકારી મળી શકે પરંતુ આ બધામાં સકિંના નું કામ ઘણું અગત્યનું હતું. કારણ કે તેને અબુ ખાવેદ અને ઇબ્રાહીમની દરેક પળ ની જાણકારી આપવાની હતી. પરંતુ હજી સુધી તેની સાથે કોઈ કોન્ટેક્ટ થયો ન હતો.

હવે માત્ર એક જ તરીકો હતો કે ડોક્ટર સાહેબ અબુ સાહેબના ઘરમાં દાખલ થઈને ત્યાંની પરિસ્થિતિનો મૂઆફજો કરી આવે અને સકીના સલામત છે તેની તાકીદ કરી આવે, પરંતુ ત્યાં જઈને કોઈ પરિસ્થિતિ બગડે નહીં તે માટે વધુ એક સાથી તેમની સાથે મોકલવામાં આવ્યો જેથી કરીને ત્યાંની કોઈ જોખમી પરિસ્થિતિનું ચોક્કસ સમય રહેતા સંકેત આપી શકાય.

ડોક્ટર સાહેબ બેગમ સાહેબા ની તપાસ કરતા સતત ઘરના લોકો અને ઘરની પરિસ્થિતિનું અવલોકન કરતા જાય છે સકીનાને જોતા તો તે સહી સલામત હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ ઘણાય સમયથી તેના કોઈ કોન્ટેક્ટ ન હતા . કોઈ મેસેજ પણ આ બાજુ પાસ થતો ન હતો, આથી તેઓ પણ સાવચેતી રાખીને સકીના સાથે વાત કરવાનો મોકો શોધી રહ્યા હતા. પણ એકાંત ન મળતા હવે તે બધાની સામે કોડવર્ડ માં પોતાની વાત ચાલુ કરે છે.

" સકિના શું વાત છે ? તમે તો બેગમ સાહેબા ની તીમારદારીમાં એટલા વ્યસ્ત થઈ ગયા છો કે પોતાના સાથે કામ કરતા તમારા સ્ટાફને સાવ ભૂલી જ ગયા છો. મને લાગે છે કે તમને અહીં બધા પાસેથી ઘણો જ પ્રેમ મળે છે પરંતુ શું તમને ઘરની અને પોતાના લોકો ની યાદ જ નથી આવતી , આપા પણ તમારા વિશે પૂછતા હતા સમય રહેતા એક વખત લાહોર પણ તેમની રહેમત આફજી ( મુલાકાત ) માટે આવી જાવ. "

મને પણ ઘર ના લોકો ની ઘણી યાદ આવે છે, પણ હમણાં થી બેગમ સાહેબા ની તબિયત ઘણી નરમગરમ રહે છે, નરગીસ ની મૌત ની તેમના ઉપર ઘણી ગંભીર અસર થઈ છે આથી તેમને મૂકી ને આવતા મને ચિંતાજનક લાગે છે.

સકીના અને ડોકટર સાહેબા આમ તો સામાન્ય વાત કરતા હોય તેવું લાગી રહ્યું હતું , પરંતુ બંને એકબીજાની વાતોનો ભાવાર્થ સમજી ગયા પરંતુ હવે સકીના ને આ બધામાંથી કઈ રીતે બહાર કાઢવી તે હવે અત્યંત જરૂરી વિચારવા નું હતું.