અબુ સાહેબ ના ઘરમાં લોકલ પોલીસ ની તપાસ નો દિવસ....
અબુ સાહેબ ના ઘરમાં આજે તપાસ માટે લોકલ પોલીસ આવેલી હતી જે નરગીસ ની મોતની સૌ કોઈ પાસેથી જાણકારી મેળવી રહી હતી અને બધાની પૂછતાજ કરી રહી હતિ આ માટે બેગમ સાહેબા ને પણ હોલમાં લાવવામાં આવ્યા હતા સકીના ઘડી ભેર માટે તો બેગ સાહેબા ને તાકી રહી કારણ કે તે નરગીસના મોતનું કારણ અને ખૂની એમ બને ને જાણતા હતા પણ આ પેરાલાઇસિસ ની અસર ને કારણે ન તે બોલી શકતા હતા કે ન કોઈ હલચલ કરી શકતા હતા, આથી સકીના ને તેની ચિંતા ન હતી પણ રહીમ કાકા ની તપાસ પુર જોશમાં ચાલી રહી હતી આથી સકીના માટે બધી બાજુ થી જોખમ વધતું હતું.
પોલીસ ની તપાસ કઈ ખાસ ચાલી નહિ પણ રહીમ કાકા ને બેગમ સાહેબા ના હાવભાવ માં કોઈ શંકા થઈ આવી હતી આથી તે એમ હાથ મૂકે તેમ ન હતા પણ બેગમ સાહેબા કશું બોલી શકવાની તૈયારી માં ન હતા આથી સકીના હાશકારો અનુભવી બેગમ સાહેબા ને લઇ રૂમમાં આગળ વધી પણ તેને અમર એ ફરી રોકી,
સકીના બધું ઠીક છે ને ..??
હા જી બિલકુલ
નહિ , તું ઘણી ચિંતા માં હોઈ તેવુ લાગી રહ્યુ છે
હા બસ બેગમ સાહેબા ની તબિયત ને અને તેમના રિપોર્ટ ને લઇ ને ચિંતા માં છું, આ તબિયત માં નરગીસ ની મૌત નો સદમો છે શું તેમને આ પૂછતાછ થી દુર ન રાખી શકાય ? ? જ્યાં સુધી તે જવાબ આપવા સ્થિર ન થાય ?
પણ સકીના બેગમ સાહેબા કઈક જાણતા હોઈ શકે , કદાચ તે જાણતા હોય નરગીસ સાથે તે રાત્રે શું થયું ? પણ સદમા ને કારણે તે બોલી શકતા નથી. જોકે તું પણ ઘરે જ હતી ને તે રાત્રે ? તને કઈ એવું લાગ્યું ? તે કેમ ઘરની બહાર ગઈ ??
સકીના અમર ની પૂછતાછ થી આવક થઈ જાય છે શું કેહવુ ?શું શંકા નો કાટો તેની ઉપર આવી ગયો હતો ?? એકવાર માટે તો સકીનાની આંખ ની આગળ અંધારું છવાઈ ગયું નરગીસ ની મોત અને તે રાતનો હાદશો તેની સામે તરવા લાગ્યા તેણે તરત જ અમર ના કહેતા જણાવ્યું કે તે બેગમ શાહેબા ને લઈને પાછળના ગાર્ડનમાં હતી આથી નરગીસ અહીં ઘરમાં શું કરી રહી હતી તેની તેને કઈ ખબર નથી.
હજી તો અમર અને સકીના કંઈક વાત કરી જ રહ્યા છે કે રહીમ કાકા ફરી તે પોલીસ કોન્સ્ટેબલને લઈને સકીના પાસે આવે છે અને રહીમ કાકા પોલીસ કોન્સ્ટેબલને જણાવે છે કે તે રાત્રે અહીં ઘરમાં સકીના પણ હતી. કદાચ એમ બની શકે કે બેગમ સાહેબા ને કઈ ખબર ન હોય પરંતુ સકીના ઘણા સમયથી આ ઘરના રહે છે આથી કદાચ તેને કોઈ જુદુ અનુભવ્યું હોય....
રહીમ કાકાને એ તો નક્કી થઈ ગયું હતું કે બેગમ સાહેબ આ નરગીસ ની મોતને લઈને કંઇક તો જાણે છે પરંતુ તે કંઈ બોલી શકતા નથી આથી હવે શક સકીના ઉપર જ હતો તેને કંઈ જ ખબર ના હોય તે વિશ્વાસ કરવો અઘરો સાબિત થતો હતો આથી સકીના પણ હવે થોડી મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી.
પોલીસ કોન્સ્ટેબલ હવે સકીના સાથે પોતાની પૂછતાછ આગળ વધારે છે, રહીમ કાકાની નજર સતત બેગમ સાહેબા અને સકીના ઉપર ફરતી હતી તે એ જ જાણવા માંગતા હતા કે ખરેખર બેગમ સાહેબ ને નરગીસ ની મોતનું કારણ ખબર છે કે નહીં ??
" આપા શું તમે કઈ તે રાત્રે જોયું હતું ? "
" જી, નહીં "
" શું નરગીસ ને કોઈ મળવા ઘરમાં આવ્યું હતું ?? અથવા તો શું નરગીસ એ એવું કઈ જણાવ્યું હતું કે તે કોઈને મળવા બહાર જઈ રહી છે ? "
" ના ભાઈજાન હું તો અહીં માત્ર બેગમ સાહેબા ની તીમારદારી વાસ્તે છું ઘરના કોઈ પણ સભ્ય સાથે મારે વધુ કોઈ વાતચીત થતી નથી , અને નરગીસ સાથે પણ કોઈ વાત થતી ન હતી. માત્ર બેગમ સાહેબા ને લઈને ક્યારેક કોઈ ચર્ચા થઈ હોય , આ સિવાય નરગીસ વધુ કંઈ બોલતી નહીં .તે દિવસે પણ તે ઘરમાં ચોક્કસ હતી પણ તે ક્યાંય જવાની હતી કે કોઈને મળવાની હતી તેના વિશે તેણે મને કશું જણાવ્યું નથી કે ન હું કંઈ પણ જાણું છું. આમ પણ તે વધુ સમય પોતાના રૂમમાં જ વિતાવતી હતી. "
જોકે નરગીસ વિશે ઘરના દરેક સભ્યોનો આવો જ કંઈક અભિપ્રાય રહ્યો હતો તે આ ઘરમાં રહેતી તો હતી પરંતુ તેની અવરજવર કે તેના કાર્યો ઉપર વધુ કોઈને કશી ખબર ન હતી. વળી જ્યારથી બેગમ સાહેબા બીમાર પડ્યા હતા અને સકીના તેમની તીમારદારી વાસ્તે ઘરમાં આવી હતી ત્યારથી તો નરગીસ ને વધુ કોઈ કામ સિવાય જો તું પણ ન હતું. સકીનાના આ જવાબથી પોલીસ તો જતી રહે છે પરંતુ રહીમ કાકા નો શક ફરી સકીના ઉપર ગાઢ થતો જાય છે.