Stree Hruday - 26 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી હદય - 26. શોએબ ની ચિંતા

રો ઓફિસ,
મિસ્ટર ઐયર અને શોએબ

શોએબ મિશન આઝાદ માટે મિસ્ટર ઐયર સાથે કામ કરવાનો હતો. બન્ને છેલ્લા દિવસો માં શોએબ એ જોએલા બનાવો ની ચર્ચા કરી આગળ ના મિશન ની તૈયારી કરતા હતા.

" મિસ્ટર ઐયર હવે તમે મને મારું કામ જણાવો. હું કઈ રીતે તમારી અને તમારી ટીમની મદદ કરી શકું ? "

ઓકે શોએબ, તો હવે તું એ જણાવ કે તે બોર્ડર ઉપર શુ શુ જોયેલું હતું ? ત્યાંની પોઝિશન કઈ રીતની હતી? શું દુશ્મનના ઇરાદાઓ ચોકસાઈ પૂર્વકના છે ખરા ? અને આ પાછળ નો મુખ્ય વ્યક્તિ કોણ છે ? "

"જ્યાં સુધી મેં બોર્ડર ઉપર તૈયારી જોઈ છે ત્યાં સુધી, દુશ્મન ભલે બોર્ડર ઉપર ગતિ વિધિ વધારી રહ્યો હોય ભલેને દેખીતી રીતે તે યુદ્ધની તૈયારીમાં હોય પરંતુ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી દુશ્મન પાસે એટલું ફંડ નથી કે તે સૈનિકોને તેમની જરૂરિયાત પૂરી પાડી શકે અને યુદ્ધ માટે તૈયાર કરી શકે આથી આ માટે તે ફંડની રાહ્મા હોય તેવું મને લાગી રહ્યું હતું."

" પણ શોએબ એમ પણ બની શકે કે ખરેખર ફંડ ક્યારે બીજી જગ્યાએ જ લગાડવામાં આવી રહ્યું હોય તેમના ઈરાદાઓ બોર્ડર ઉપર યુદ્ધ ના હોય જ નહીં? "

" ના સર, એવું મને લાગતું નથી કારણ કે ફંડ ન હોવાના કારણે ત્યાંનો જનરલ ખરેખર ચિંતા માં હોઈ તેવું લાગતું હતું, તે સતત કોઈ ની સાથે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, મદદ માંગી રહ્યો હતો ,પણ દેશ ની અંદર ચાલી રહેલા મશાલા ઓ એટલા ગંભીર હતા કે બોર્ડર ઉપર ઉભેલા આ જવાનો ની કોઈ ને ફિકર જ ન હતી. "

" ઓકે શોએબ , જો તું જે કંઈ છે તે પ્રમાણે ચાલી એ તો અત્યારે પાકિસ્તાન કોઈ પણ જાતના યુદ્ધ માટે તૈયાર નથી, વળી મારા ઇન્ટીલેજેન્ટ્સ ની ખબર પણ એ જ છે કે દેશ માં અત્યારે કટોકટી ની પરિસ્થિતિ છે, ચૂંટણી નજીક છે આથી બોર્ડર પર ના જવાનો માટે ફંડ નથી."

" તો સર અત્યારે જ ઓર્ડર આપી દઈએ , જવાનો ને.....કારણ કે દુશ્મન ને મુહ તોડ જવાબ આપવાનો અત્યારે સમય સારો છે. "

ના, શોએબ એમ સામેથી હમ્લો કરવો આપણા દેશ ની શાન નથી. આપણે બસ દુશ્મનના વાર ની રાહ જોશું, પણ તે પેહલા એ જાણીએ કે દુશ્મન ફંડ ક્યાંથી અરેંજ કરવાનું છે,

સર, તમે જે કયો છો તે સાચું છે પણ , હવે આ નવું હિન્દુસ્તાન છે જે કોઈ પણ સૈનિક ની કે દેશ ના નાગરિક ની જાન ને ખતરો બરદાસ્ત કરશે નહિ, અને જ્યાં સુધી રહી ફંડ ની વાત તો પેશાવર થી જે કંટ્રોલ અપાતા હતા તેમાં જ કોઈ મુખ્ય હોવું જોઈએ, કારણ કે કાબુલ હમલા અને કાશ્મીર બોર્ડર ઉપર હ્મલો આ બન્ને માં કોઈ નજીક ની જ કડી છે જે તેમને જોડી રહી છે,

શોએબ , સકીના એ અબુ સાહેબ ની તેના જ ઘરમાં એક ખુફિયા મીટીંગ ની વાત કરી હતી, આ મીટીંગ એક મજલીસ ની આડ માં રાખવામાં આવી હતી , વળી આ સાથે તેમની ખુફિયા ઓફિસ માંથી હથિયારો અને પૈસા ના બંડલો એમ બન્ને મળી આવ્યા હતા, એટલે તેનો અર્થ તો એ છે કે પૈસા તો પાકિસ્તાન પાસે છે અને તે અબુ સાહેબ ના ઘરમાં છે પણ તે એનો ઉપયોગ ક્યાં કરવાનું છે તે શોધવાનું છે.

મિસ્ટર ઐયર પાસેથી સકીના નું નામ સાંભળતા જ શોએબ થોડો ભાવુક થઈ જાય છે, તેની આંખ માં સકીના ની છબી તરવા લાગે છે, તેની ચિંતા સ્વાભાવિક હતી, કારણ કે સકીના જેના ઘરમાં હતી તે અબુ ખાવેદ એક ખતરનાક નિર્દયી માફિયા હતો. તે કેટલાએ આતંકવાદી પાળી ને બેઠો હતો. ઘણા આતંકી હુમલાઓ માં તેનો હાથ હતો, આથી જો તેને સકીના નો એક જાસૂસ હોવાનો અંદાજો આવી જાય તો સકીના નો શું હાલ થશે તે વિચાર આવતા જ કંપારી છુટી જાય તેવી સ્થિતિ હતી. ચિંતાતુર શોએબ ને જોઇને મિસ્ટર ઐયર એ તેમના ખંભે હાથ મૂક્યો, શોએબ પણ પોતાની ચિંતા દેખાડવા ન દેતા પોતાના મિશન ને આગળ વધારવા પોતાની શોધ આગળ વધારવા નું વિચાર્યું,..... પણ શું તે આ અંધારી ગ્લી માંથી પોતાની મંઝિલ સુધી પોહચશે ખરી ???


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED