સ્ત્રી હદય - 25. યુદ્ધ નીતિ Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી હદય - 25. યુદ્ધ નીતિ

રો ઓફિસ, મિસ્ટર ઐયર ની કેબિન
મોર્નિંગ , 4.00 am

રો ઓફિસ માં ઇન્ટ્રોગેટ પત્યા પછી ના બે દિવસ પછી શોએબ ક્લીન ચીટ થઈ ને મિસ્ટર ઐયર સાથે ચા પીવા બેઠો હતો. શોએબ એક આર્મી ઓફિસર હતો. બોર્ડર ઉપર લડી ને બહાદુરી દેખાડી દુશ્મનને ખાક માં મેળવવાના ઈરાદાઓ ધરાવતો હતો ,અને હવે જ્યારે તે મિશન આઝાદ માટે તે મિસ્ટર ઐયર ને સાથ આપવા અને તેમની સાથે કામ કરવા સિલેક્ટ થયો હતો ત્યારે તેની માથે માત્ર બોર્ડર ની જ નહીં પણ દેશ ની આમ જનતા ની સુરક્ષા ની પણ જવાબદારી હતી.

મિસ્ટર ઐયર હવે કોઇ પણ સમય વેડફવા માંગતા ન હતા. કારણકે તેમની ટીમ સંકટમાં હતી જો હવે સૈનિકોની ઘર વાપસીને કારણે પાકિસ્તાન કોઈ ઠોસ કદમ ઉઠાવે તો એક સાથે બધા જાસૂસ મુશ્કેલીમાં મુકાઈ જાય તેમ હતા. માત્ર સકીના જ અબુ ખાવેદના ઘરમાં ન હતી પરંતુ આ સાથે દરગાહ પાસે રહેલા ફકીર , ફૂલની ચાદર વેચતા એક વેપારી, એક રીક્ષા ચાલક અને એક ફૂટપાથના ફેરિયા બની તેમના માણસો જાસૂસી કરી રહ્યા હતા વળી બ્રિગેડિયર ના ઘરમાં રહેલા મહેબુબભાઇ પણ મોટા હોદ્દેદારોની સાથે જોડાયેલા હતા અને તેઓ પણ મુશ્કેલીમાં મુકાઈ જાય તેમ હતા આથી મિસ્ટર ઐયર ઝડપથી મિશન આઝાદ ની જાણકારી કઢાવી સૌ પહેલા તો ટૂંક સમય માટે ત્યાં પહોંચેલી સકીનાને બહાર કાઢવા માંગતા હતા કારણ કે અત્યારે સૌથી વધુ જોખમ તો તે જ લઈ રહી હતી. હવે શોએબ ની જાણકારી અને તેની યુદ્ધ નીતિ વધુ અગત્યની હતી.

" વાવ શોએબ , બાવીસ દિવસ.....!!! ( મિસ્ટર ઐયર તાળી પાડે છે) બોર્ડર ઉપર વગર હથિયારે પોતાની જાન બચાવી દુશ્મનની આંખની નીચે રહેવું આ કોઈ જાબાજ ઓફિસર જ કરી શકે "

" ના મિસ્ટર , ઐયર એવું કંઈ નથી , મેં એવું કહી પ્રશંસનીય કામ કર્યું નથી . મેં તો બસ દુશ્મનના ઇરાદાઓને નકામ્યાબ બનાવવા માટેની થોડી કોશિશ કરી છે , અને મને એ કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે હું આમાં નિષ્ફળ નીકળ્યો છું"

" નિષ્ફળ ? કઈ રીતે શોએબ ? તારી પાસે જે જાણકારી છે તે કદાચ દુશ્મનને થાર ઉતારવા માટે કાફી છે આ જાણકારી ની મદદથી આપણે દુશ્મનને ઘણી ખરી રીતે હાર અપાવી શકશું . "

" પણ, ..... ઐયર સાહેબ મારો ઈરાદો તો દુશ્મનને તેની જ છાવણીમાં જઈ તેના ઈરાદાઓ નાકામયાબ બનાવવાનો હતો પણ આ કરવાથી માત્ર મારી ટીમ જ નહીં, પરંતુ કબીલાના લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ જાય તેમ હતા કારણ કે તે એક જ લોકો એવા હતા કે જેના ઉપર દુશ્મન સૈનિકો વિશ્વાસ કરતા હતા સરળતાથી તેઓ બોર્ડર પર અને તેની નજીક જઈ શકતા હતા તેમના સહારે જ હું દુશ્મનના ઈરાદાઓ જાણવામાં થોડાક અંશે સફળ રહ્યો છું આથી જો હવે હું કોઈ કદમ ઉઠાવતો તો આ કબીલાના લોકો નું જીવન જોખમમાં મુકાઈ જાય તેમ હતું અને આ તો તેમનો મારા ઉપર કરેલા વિશ્વાસનો વિશ્વાસઘાત સમાન થાય. "

" ના , શોએબ તારે કોઈ પણ જાતનો રીગરેટ કરવાની જરૂર નથી. કારણ કે તે જે કર્યું છે તે સારું જ કર્યું છે આપણે ભલે સૈનિક છીએ દેશની જાન બચાવવા માટે તેની ઉપર મંડરાતા ખતરાને ખતમ કરવો એ આપણી ફરજ છે , અને જેનાથી આપણે કોઈ ફરક પડવો જોઈએ નહીં પરંતુ એ સાથે આપણે એ પણ જોવું જોઈએ કે આ બધામાં નિર્દોષ કોઈપણ વ્યક્તિ કે કુટુંબની બલી ઉતારવી જોઈએ નહીં. તું ખરા અર્થમાં સૈનિક છે સાચો સૈનિક ! જે દેશની અને દેશના લોકોની જાન બચાવનારો છે. "

" મિસ્ટર ઐયર હવે તમે મને મારું કામ જણાવો. હું કઈ રીતે તમારી અને તમારી ટીમની મદદ કરી શકું ? "

ઓકે શોએ, તો હવે તું એ જણાવ કે તે બોર્ડર ઉપર શુ શુ જોયેલું હતું ? ત્યાંની પોઝિશન કઈ રીતની હતી? શું દુશ્મનના ઇરાદાઓ ચોકસાઈ પૂર્વકના છે ખરા ? અને આ પાછળ નો મુખ્ય વ્યક્તિ કોણ છે ? "

"જ્યાં સુધી મેં બોર્ડર ઉપર તૈયારી જોઈ છે ત્યાં સુધી, દુશ્મન ભલે બોર્ડર ઉપર ગતિ વિધિ વધારી રહ્યો હોય ભલેને દેખીતી રીતે તે યુદ્ધની તૈયારીમાં હોય પરંતુ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી દુશ્મન પાસે એટલું ફંડ નથી કે તે સૈનિકોને તેમની જરૂરિયાત પૂરી પાડી શકે અને યુદ્ધ માટે તૈયાર કરી શકે આથી આ માટે તે ફંડની રાહ્મા હોય તેવું મને લાગી રહ્યું હતું."

પણ શોએબ એમ પણ બની શકે કે ખરેખર ફંડ ક્યારે બીજી જગ્યાએ જ લગાડવામાં આવી રહ્યું હોય તેમના ઈરાદાઓ બોર્ડર ઉપર યુદ્ધ ના હોય જ નહીં?