Kantala ne Karo Unlock books and stories free download online pdf in Gujarati

કંટાળા ને કરો અનલૉક


કંટાળાને કરીએ અનલોક

શાળાઓ બંધ થઈ જતા શરૂઆતમાં બાળકોને રમવા કુદવા અને ઘરમાં રહી મોજમસ્તી કરવાની ખૂબ મજા આવી હતી.પણ 3 કે 4 માસ જેટલું ઘરમાં રહ્યાં ત્યારે તેમણે ટીવી, મોબાઈલ અને ગેમની દુનિયામાં ખોવાઈ જઈ પોતાની માનસિક સ્થિતિ કમજોર કરી નાખી. આ સમયમાં બાળકો બસ ઘરમાં જ પુરાયેલા રહેતા હતા. તેમની મિત્રો, શિક્ષકો સાથેનો વાર્તલાભ અને મેળાપણાનો અનુભવ ખોટવાયો તેથી લોકડાઉનમાં બાળકોની માનસિક સ્થિતિ પર માઠી અસર પડી હતી.

બાળકો ઘરમાં જ રહીને ખોરાક આરોગતા અને આરામ કરતા કોઈ પણ કાર્ય માટે આળસુ અને નીરસ બની ગયા હતા. બાળકો tv, મોબાઈલ અને ગેમની દુમિયામાં જતા રહેતા બેચેન બન્યા હતા.બાળકોને મુક્ત વાતાવરણ મળે તો સારો વિકાસ થઈ શકે એવું તબીબોનું માનવું છે.બાળક એક છોડ જેવું છે જેને ઉછેરો તે રીતે ઉછરે ત્યારે જેમ મુક્ત વાતાવરણમાં કોઈ પણ જીવ સારી વૃદ્ધિ પામે..

લોકડાઉનની લઈ બાળકોની માનસિકતા પર પડેલી અસર સુધારવા વાલીઓએ તેમનું tv અને મોબાઈલ નું એક ટાઈમ ટેબલ નક્કી કરવું જોઈએ,તેમને હળવો, પૌષ્ટિક ખોરાક અને પૂરતી ઊંઘ આપવી જોઈએ.. સાથે જ તેમને ધ્યાન યોગા અને કસરત સાથે મનોરંજન અને શિક્ષણ આપી શકાય છે,જેથી મુક્ત મને તંદુરત બની, બાળકો પોતાની જાતે જ પોતાનો સારો વિકાસ કરી શકે છે.

મોબાઈલ અને ટીવી નહોતા ત્યારે બાળકો માં બુધ્ધિબળ, ચપળતા, નિર્ણાયક શક્તિનો ઉપયોગ થાય તેવી દેશી રમતો રમતા હતા. જો કે રમતોના નામ અત્યારના બાળકોએ સાંભળ્યા પણ નહીં હોય! ત્યારે વેકેશનના સમયે વાલીઓએ પોતાના બાળપણમાં રમેલી રમતોને તાજા કરવાનો શ્રેષ્ઠ સમય છે. વિસરાતી જતી રમતો યાદ કરીએ તો રમતો એવી છે કે જે ઘરમાં, અગાશી કે કમ્પાઉન્ડમાં વાલીઓ તેના બાળકો સાથે રમી શકે છે: ઈસ્ટોબાજી,અંતાક્ષરી,લખોટી,ચોપાટ,સાપસીડી,ભમરડા,ગીલ્લી,પત્તાઓનોબ્રીજ,કેરમ, સતોડીયું,ભમરડા વગેરે.

જેમાં ઘરના સભ્યો સાથે મળીને બેઠા બેઠા રમી શકાય એવી રમતો વિષે ચાલો થોડું જાણીએ :

*અમદાવાદબાજી અથવા ઈસ્ટો : જેમાં એક ખાલી કાગળ અથવા લાકડા પર ચોક અથવા પેનથી પાંચ-પાંચ ખાના દોરવાના હોય છે. જેમાં ચાર લોકો રમી શકે છે. ચારેયના અલગ-અલગ ખાના હોય છે જેમાં તેની કૂકરી મૂકવાની હોય છે. કોડીથી રમત રમવાની હોય છે. રમત લુડો જેવી હોય છે.

વડીલો દ્વારા આવી રમતો બાળકોને સમજાવી,પોતાની બાળપણની યાદો પણ તાજી કરી શકે :

*પત્તાનો કે વાસણનો મહેલ :

*પત્તાની વિવિધ રમતો હવે તો સહુ જાણે છે, પણ આબાલવૃધ્ધ સહુને ગમે તેવી રમત પત્તાનો મહેલ છે.જે બાળકોને વધુ સમય પ્રવૃત રાખે છે... રીતે વાટકા અને ગ્લાસનો મહેલ પણ બનાવી શકાય. જેમાં બાળકોની એકાગ્રતા પણ વધે છે.

*કેપ્ટન કેપ્ટન Sign બદલ:

રમતમાં પણ બાળકની સજાગતા વિકસે છે.થોડા લોકો બેસીને રમત રમે.એક વ્યક્તિ કેપ્ટન બને. જે કોઈ sign કરે એવી sign અન્યએ પણ કરવાની - જેમકે કેપ્ટન માથા પર હાથ મુકે તો અન્ય પણ માથા પર હાથ મુકે. કેપ્ટન તાલી પડે તો અન્ય પણ તાલી પડે..કેપ્ટન સામે જોઈ જેવી sign કરે એવી sign કરે અને સાથે સાથે બોલે: "કેપ્ટન કેપ્ટન sign બદલ.."કેપ્ટન જેવી sign કરવામાં કોઈ ભૂલ કરે (કેપ્ટને sign બદલી હોય છતાં કોઈનું ધ્યાન રહ્યું હોય) તો આઉટ ગણાય...

પંખી ઉડે:

આરમતમાંગમ્મત સાથે બાળકોની સજાગતા વિકસિત થાય છે. નાના બાળકોને આમાં મજા આવે.જો કે મોટેરા ને પણ સરસ ગમ્મત થાય:

થોડા બાળકોની સામે એક બાળક રહે. બાળક એમ બોલે: "પંખી ઉડે..". અહીં તે કોઈ પણ પંખીનું નામ બોલે - જેમકે કાગડો, પોપટ, મોર, ચકલી વિ. - એટલે કે, "મોર ઉડે...", “ચકલી ઉડે..." વિ.સામે ઉભેલા બાળકો હાથથી પંખી ઉડતું હોય એવી sign કરે - હાથ ઉપર નીચે હલાવે.

જો બાળક કોઈ પ્રાણીનું નામ બોલે - જેમકે "ગાય ઉડે...", "કુતરું ઉડે...", "ઘોડો ઉડે..." વિ. તો સામે ઉભેલા બાળકોએ ઉડવાની sign નહિ કરવાની. જો કોઈ બાળક આવી sign કરે તો આઉટ ગણાય. આમ બાળકની સજાગતા ઉપરાંત પંખી/પ્રાણીઓ વિશેની એની સમજ વિકસે.

*રુમાલદાવ/ ધમાલ ધોકો:

*ઓછી જગ્યામાં પણ રમી શકાય એવી (મેદાની) રમતમાં વર્તુળમાં સહુ બેસે ને એક રૂમાલ લઈ એક વ્યક્તિ ગોળ ફરતે ફરે,ને ચૂપચાપ કોઈ એક વ્યક્તિની પાછળ રૂમાલ મૂકી દે, જેની પાછળ રૂમાલ હોય વ્યક્તિ દોડીને પહેલી રૂમાલ વ્યક્તિને પકડે પકડાઈ જાય પછીદોડવાનો વારો બદલાય. તે વ્યક્તિ બેસી જાય નેપછીદોડવાનો વારો બદલાય. તે વ્યક્તિ બેસી જાય ને હવે પકડનાર વ્યક્તિનો દાવ આવે.

*આવરે કાગડા કઢી પીવા..મારામાં કાંકરી ખૂંચે છે….

જે બાળક દાવ આપે તેને પાછળ ફરીને એકથી નક્કી કરેલ સંખ્યા સુધી ગીનતી કરવાની હોય છે, એટલામાં તેનાંથી થોડા દૂર બેઠેલા બીજા બાળકો અડધી પલાઠી વાળી પોતાના એક ઘૂંટણવાળી તેમાં હથેળી ઊંધીકરી રાખે,કોઈ એક માં એક કાંકરી છુપાવેલી હોય ત્યારે બધા એકસાથે બોલે છે આવરે કાગડા કઢી પીવા..મારામાં કાંકરી ખૂંચે છે એટલે દાવ આપનારે પોતાના ઈમેજિનેશનથી કોના હાથમાં કૂકરી છે તે શોધવાની રહે છે. શોધવાના 3 ચાન્સ મળે,જો એમાંથી જેના માં કાંકરી હોય પકડાઈ જાય તો એના પર દાવ આવે ને પકડાય તો દાવ લેનારને કઈ પણ સજા મળે અથવા તેનો દાવ ચાલુ રહે.

*બારાક્ષરી આધારિત રમત :

શબ્દ ભંડોળ વધવા સાથે ગમ્મત જ્ઞાનની રમતમાં દરેક ખેલાડી એક અક્ષર પસંદ કરશે અને તે દરેક શબ્દનો પહેલો અક્ષર હશે જેનો દરેક ખેલાડીએ શોધ કરવો પડશે.જેના કેટલાક વિકલ્પોમાં છોકરીનું નામ, છોકરનું નામ, ફળો, દેશો, પક્ષી,પ્રાણીઓ શહેર વગેરે જેટલું ઉમેરવું હોય એટલુ ઉમેરી શકાય છે.

ઉપરાંત બીજી એક રમતમાં શબ્દ આધારિત અંતાક્ષરી પણ રમી શકાય.

વાંચન વિકસાવતી રમતો અને વાર્તા કથન:

જેમાં કોઈ એક વ્યક્તિ ઉમર આધારિત પુસ્તક કે વાર્તા વાંચે અને બાકીના સાંભળે અથવા એ વિષે ચર્ચા કરે, પોતાના મંતવ્યો લખે ....

ચોર ચિઠ્ઠીઃ ચોર ચિઠ્ઠી પણ ચાર વ્યક્તિ રમી શકે છે જેમાં વજીરના ૮૦૦, ચોરના ૦, રાજાના ૧૦૦ અને સિપાહીના ૫૦૦ પોઈન્ટ હોય છે. ચિઠ્ઠી ઉછાળ્યા બાદ જેને વજીર આવે તેને સામેના ત્રણ ખેલાડીઓ કહે છે વજીર-વજીર કહો અમારા ત્રણેયમાંથી ચોર કોણ? જો ચોર શોધી ના શકે તો તેને ઝીરો પોઈન્ટ મળે છે. આ રમત કોઈપણ ઉંમરના લોકો રમી શકે છે.

આ ઉપરાંત, પગથિયા, સતોડિયુ, ખો ખો, લંગડી ,લખોટી જેવી આં ગણામાં રમી શકાય તેવી રમતો રમીને સમય વિતાવી શકાય,જેમાં બુધ્ધિબળ, ચપળતા અને જજમેન્ટનો ઉપયોગ થાય તેવી આ રમતો બાળકના સમય વિતાવવા સાથે વિકાસ માટે ઉત્તમ છે.

લોક ડાઉનમાં બેઠાડુ જીવન થવા સાથે સતત અવનવું ખાવાની ટેવ પણ ઘણાને પડી ગઈ હતી.અને છે.તો ક્યારેક મનની પરિસ્થિતિને કારણે ડર કે ચિંતા પણ હોય આવા સમયે શારીરિક સાથે માનસિક સ્વસ્થતા પણ જરૂરી છે:

નિયમિત ધ્યાન, યોગાસન, પ્રાણાયામ અને કસરતને જરૂરથી રોજના સમય પત્રકમાં સામેલ કરવા જોઈએ.

બાળક,કિશોર અને યુવાન કે વડીલ દરેક માટે વય જૂથ અનુસાર આ 4 બાબતો જરૂરથી અપનાવવી....

સૂર્ય નમસ્કાર : નિયમિત કરવાથી એક થી શરૂ કરી, ધીમે ધીમે વધારતા જવું તબીબની સલાહ અનુસાર જે તે વ્યક્તિએ પોતાને અનુરૂપ હોય એ મુજબ કરવાથી ઘણો ફાયદો થાય છે.

આસનો :મંડૂકઆસન, પવન મુક્તાસન,મરકટાસન,તાડાસન,પશ્ચિમોતાનાસન,સર્વાંગાસન રોજ કરવા જરૂરી છે.

તો પ્રાણાયામમાં દરરોજ સવારે કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભ્રામરી, પ્રણવ નાદ નિયમિત કરવાથી માનસિક તણાવ ઘટાડવામાં ખૂબ ફાયદો થાય છે.

મુક્ત હાસ્ય અને ખુશી :

હાલમાં તો હાસ્ય ક્લબ ખોલવામાં આવે છે. હાસ્ય અને ખુશી મન સાથે શરીરને તંદુરસ્ત રાખવાનું સહુથી અગત્યનું ભાથું ગણાય છે. જીવનમાં તે નિયમિત અપનાવીએ અને હમેશ આટલું ગણગણીએ:

આઓ ખુદા સે હમ દુવા માંગે, જિંદગી જીને કી અદા માંગે,

અપની ખાતિર તો બહોત કુછ માંગા,આઓ આજ સબ કે લિયે ખુશિયા બાંટે!

તો ચાલો વિસરાતી જતી રમતો દ્વારા કંટાળાને કરીએ અનલોક અને ફૂર્સતની પળોને ભરપુર માણીએ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED