સ્વસ્થ રહેવાનો મસ્ત ઉપાય - નૃત્ય Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વસ્થ રહેવાનો મસ્ત ઉપાય - નૃત્ય


નૃત્ય એક એવી કલા છે જે માણસના મનને હળવું કરે છે. નૃત્ય એ છે જે રજૂઆત કરનાર તેમજ દર્શકના મનને પ્રસન્ન કરે છે. નૃત્યકાર ક્યારેય એકલો નથી રહેતો તેની સાથે હંમેશા નૃત્ય રહે છે જે તેને બીજાને અને પોતાને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા આપે છે.

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ, આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા 'અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન' દ્વારા યુનેસ્કોનાં સહયોગમાં,૨૯ એપ્રિલનાં રોજ દરેક પ્રકારનાં નૃત્યો માટે મનાવવામાં આવે છે.આ દિવસે મોર્ડર્ન બેલેટના નિર્માતા જીન-જ્યોર્જ નોવરનો જન્મદિવસ છે. જીન-જોર્જ નાવારે નર્તકોને સમાજમાં સન્માન આપવા માટે જાણીતા છે.

આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં મહત્વ પ્રત્યે જાગરુકતા ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને,નૃત્યનું શિક્ષણ આપતી સવલતો ઉભી કરવા માટે મનાવવાનોં છે.નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ એ નૃત્યની વૈશ્વિક ઉજવણી છે, જે UNESCOની પર્ફોર્મિંગ આર્ટ્સની મુખ્ય ભાગીદાર અને આંતરરાષ્ટ્રીય થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (ITI)ની ડાન્સ કમિટી દ્વારા બનાવવામાં આવી છે.

આ દિવસે આખા વિશ્વમાં કેટલીક જગ્યાઓએ નૃત્યના તહેવારની ઉજવણી કરતા હોય છે. અને દર વર્ષે આ દિવસ માટે એક થીમ રાખવામાં આવે છે જેના પર આખું વિશ્વ્ કામ કરતુ હોય છે. આ થીમ UNESCO તેમજ ITIની ભાગીદારીથી નક્કી કરવામાં આવે છે. ભારતમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને નૃત્યના કલાકારો પોતાની કલા દર્શાવતા હોય છે. અને મન મૂકીને આ દિવસની ઉજવણી કરતા હોય છે. આપણા નૃત્યના ફોર્મસને વૈશ્વિક સ્તરે આ દિવસે દર્શાવવામાં આવે છે.

વ્યક્તિઓના ભાવ, કલ્પના, વિચાર કે વાર્તાને વ્યક્ત કરવા અને આનંદ પૂર્વક માણવા માટે સંગીતમય અને તાલબદ્ધ રીતે થતો અંગવિન્યાસ એટલે નૃત્યકલા.ડાન્સ કરતા લોકોનું મગજ એટલે કે મગજ વધુ સક્રિય રીતે કામ કરે છે. ડાન્સ કરનારા લોકોના મગજનો રિએક્શન ટાઈમ ઘણો સારો હોય છે. ડાન્સર્સમાં વિચારવાની ક્ષમતા ખૂબ સારી હોય છે.

તાજેતરના વર્ષોમાં ડાન્સને લઈને ઘણાં સંશોધનો થયાં છે. વિશ્વના તમામ દેશોમાં નૃત્યના વિવિધ તહેવારો પણ ઉજવવામાં આવે છે. મોટેભાગે, નૃત્યને આનંદના પ્રસંગ તરીકે પસંદ કરવામાં આવે છે. ખુશીના પ્રસંગે પોતાની ખુશી વ્યક્ત કરવા માટે કરવામાં આવેલું નૃત્ય સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે.

આ ઉપરાંત નૃત્યના અનેક ફાયદા છે: દુનિયાના મોટાભાગના લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. જો સ્થૂળતા ઘટાડવાની વાત આવે તો મોટાભાગના આરોગ્ય નિષ્ણાતો આજકાલ ડાન્સ કરવાનું કહે છે. ઝુમ્બા, એરોબિક જેવી કસરતો આજકાલ સૌથી વધુ ટ્રેન્ડમાં છે. ડાન્સ કરવાથી ફેટ બર્ન થાય છે સાથે સાથે શરીર લચીલું બને છે. નર્તકોનું માનસિક સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે,યાદશક્તિ ખુબ સારી થાય છે. જો તમારે તમારું સ્ટ્રેસ લેવલ ઓછું કરવું હોય તો તમારે ડાન્સ કરવો જ જોઈએ. સ્ટ્રેસ અને ડિપ્રેશનની બીમારીમાં ડાન્સિંગ ખૂબ જ ફાયદાકારક છે. ડિપ્રેશનને દૂર કરવા માટે ડાન્સ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. નૃત્ય કરવાથી વ્યક્તિની નકારાત્મક લાગણી ઓછી થાય છે.નૃત્ય કરવાથી શરીર લચીલું અને હાડકાં મજબૂત બને છે. જો તમે ઓફિસ જોબ કરો છો તો તમારે તમારા રોજિંદા જીવનમાં ડાન્સનો સમાવેશ કરવો જ જોઈએ. નૃત્ય કરવાથી હાડકા મજબૂત થાય છે અને હાડકાના રોગો દૂર રહે છે. ડાન્સ કરીને શરીરના આખા ભાગને એકસાથે એક્સરસાઇઝ કરી શકાય છે.જો તમારે હૃદયરોગની શક્યતા ઓછી કરવી હોય તો નૃત્ય કરવું જરૂરી છે. કાર્ડિયોવેસ્ક્યુલર રોગના દર્દીઓએ નૃત્ય કરવું જોઈએ. હૃદયરોગના નિષ્ણાતો પણ હૃદયને સ્વસ્થ રાખવા ડાન્સ કરવાની ભલામણ કરે છે. નિષ્ણાતોના મતે, જો તમે સવારની કસરતો કરી શકતા નથી, તો નૃત્ય ખૂબ અસરકારક છે. નૃત્ય કરવાથી હૃદય મજબૂત થાય છે અને હૃદયરોગ પણ મટે છે.જો તમારા પરિવારમાં ડાયાબિટીસના દર્દીઓ છે, તો તમારે તમારા રોજિંદા જીવનમાં નૃત્યનો સમાવેશ કરવો જોઈએ. ડાન્સ કરવાથી તમે સ્થૂળતાનો શિકાર નથી બનતા અને તમારું મેટાબોલિઝમ સારું રહે છે. સારી ચયાપચયને કારણે, ડાયાબિટીસ જેવા રોગો થવાની સંભાવના ઓછી થઈ જાય છે.ડાન્સ કરવાથી શરીરની ઉર્જા વધે છે અને થાક જેવી સમસ્યા દૂર થાય છે. જો તમે હંમેશા થાકેલા હોવ તો તમારે તમારી જીવનશૈલીમાં ડાન્સનો સમાવેશ કરવો જોઈએ. ડાન્સ કરવાથી મગજ સક્રિય રહે છે અને શરીર પણ બમણી ઝડપે કામ કરે છે.

વિવિધ ક્ષેત્રના વિવિધ લોકનૃત્યો જાણીતા છે.દરેક જાતિ,ભાષા કે લોક્શૈલી મુજબ અલગ અલગ લોકનૃત્યો પણ પ્રચલિત છે.તો ચાલો,શરીર અને મનના સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી એવા નૃત્યને સમજીએ.અને આજના દિવસે તો ખાસ થોડું નૃત્ય કરી જ લઈએ.