પ્રેમ - નફરત - ૭૫ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ - નફરત - ૭૫

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૭૫

રચનાએ સહજ રીતે કહેલી વાતથી આરવ અવાચક થઈ ગયો હતો. એ કોઈ સવાલ પણ પૂછી ના શક્યો. રચનાએ જે વિચાર રજૂ કર્યો હતો એ એની કલ્પના બહારનો હતો. આરવને થયું કે આ વિચાર પરિવારમાં કેવું ઘમાસાણ સર્જી શકે છે એની રચનાને કદાચ કલ્પના નહીં હોય. કંપનીને વધુ મોટી બનાવવાના ધ્યેય સાથે નવા મોબાઈલ લોન્ચ કરવામાં આવી રહ્યા હતા ત્યારે રચના બે ભાગ કરવાની વાત કરી રહી હતી. રચનાએ રજૂ કરેલા બે ભાગના વિચારમાં પોતે અને રચનાની સામે બાકીનો પરિવાર હશે એનો અંદાજ આવી ગયો હતો.

આરવ ખુરસીને બાજુ પર ખસેડીને સામેની ખુરસીમાં બેઠેલી રચના પાસે ગયો અને એના બંને ખભા પર પોતાના બંને હાથથી એના શરીરને હચમચાવતા બોલ્યો:રચના, તને ખ્યાલ છે તું શું કહી રહી છે? કંપનીને એક મોટું સ્વરૂપ આપવાને બદલે તું એને બે ભાગમાં વહેંચવા કહી રહી છે? આવો વિચાર તને આવ્યો જ કઈ રીતે? તેં પરિવારની એક્તા અને કંપનીની પ્રતિષ્ઠાનો વિચાર કર્યો જ નથી કે શું?’

આરવના ચહેરા પર દેખાતા પરિવારના ભયનો રચનાને ખ્યાલ આવી ગયો હતો. આરવ મોટો આઘાત અનુભવશે એનો એને અંદાજ હતો. એ મનોમન એમ વિચારીને મુસ્કુરાઈ કે સારી વાત એ છે કે આરવને પોતાના ઈરાદાનો ખ્યાલ આવી ગયો છે. એને ગળે વાત ઉતારવાનું જ બાકી રહ્યું છે. રચના પોતાની ખુરસીમાંથી ઊભી થઈ અને એને પોતાના હાથથી ખેંચીને એની ખુરસીમાં બેસાડતા બોલી:આમ ઉત્તેજીત ના થઈ જઈશ. આ બહુ મોટી વાત નથી. આખા દેશમાં નાની- મોટી કંપનીઓમાં આવા પરિવર્તન થતાં રહે છે. અને હું જે કારણથી કહી રહી છું એને પહેલાં તારે સમજવું પડશે. પછી તું પહેલાં નક્કી કરજે અને પછી આપણાં પરિવાર સમક્ષ વાત મુકજે...

રચના, હું તારી વાત સમજી ગયો છું. તું આપણી કંપનીને બે અલગ નામથી અલગ મેનેજમેન્ટથી ચલાવવાની વાત કરી રહી છે. હું અને તું એક રીતે આપણો ભાગ લઈને અલગ થઈ જઈએ એમ તારું કહેવું છે. આ વિચાર મારા પિતા લખમલભાઈની હયાતીમાં વિચારવાની હિંમત હું કરી શકું એમ નથી...આરવ હતાશ સ્વરે બોલ્યો.

આરવ, મારી વાત શાંતિથી સાંભળ...કહી એ એની બાજુમાં બેસી ગઈ અને આગળ બોલી:તને મારા પર વિશ્વાસ છે ને? હું અભિમાન કરતી નથી પણ તું અને તારો પરિવાર એ વાત સ્વીકારશો ને? કે મેં દરેક નિર્ણય કંપનીના હિતમાં જ લીધા છે. આજે આપણી 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીના શેરના ભાવ સતત વધતા જોવા મળી રહ્યા છે. આપણો બિઝનેસ સારો એવો વધ્યો છે. આપણી કંપનીની પ્રતિષ્ઠા વધી છે. આ સંજોગોમાં હું કંપનીને નુકસાન થાય એવું કેવી રીતે વિચારી શકું?’

જો એવું ના હોય તો આ બે ભાગ કરવાની વાત ભૂલી જા. આપણે એના વિશે ચર્ચા જ કરવી નથી. હું નથી ઇચ્છતો કે આ વિચારની વાત આ ઓફિસની બહાર જાય. આરવ કરગરતો હોય એમ કહેવા લાગ્યો.

આરવ, હું લોકોને દેખાય એવી રીતે કંપનીને બે ભાગમાં વહેંચવાનું કહી રહી નથી. હું કાગળ પર કંપનીના બે ભાગ કરવાનું કહી રહી છું. આમ કરવાથી અંદરખાને આપણી બે કંપની ગણાશે. એકપણ ગ્રાહકને એનો અંદાજ આવશે નહીં. નાના વેપારીઓ ટેક્સ બચાવવા અને બીજા લાભ લેવા થોડા વર્ષો પછી દુકાનના કે પેઢીના નામ બદલી નાખે છે કે પ્રોપરાઇટર બદલી નાખે છે. બસ આપણે એમ જ કરવાનું છે. આમ કરવાથી આપણી બે કંપની ઊભી થશે અને નફો વધી જશે. જે પ્રગતિ આપણે બે વર્ષમાં કરવાના છે એ છ મહિનામાં કરીશું... રચનાએ શાંતિથી કહ્યું.

આરવ ચૂપ થઈને એની વાત સાંભળી રહ્યા પછી વિચાર કરવા લાગ્યો. ત્યારે રચનાને થયું કે તીર નિશાન પર લાગી રહ્યું છે.

ક્રમશ: