Heritage Preservation Day books and stories free download online pdf in Gujarati

ધરોહર જતન દિવસ


વિશ્વ ધરોહર દિવસ

વિશ્વની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોને સંરક્ષિત રાખવા માટે યૂનેસ્કો દ્વારા દર વર્ષે 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાનું કારણ એ પણ છે કે તેના માધ્યમથી લોકોને ઐતિહાસિક સ્થળોના મહત્વ વિશે જાણકારી મળી શકે. આ દિવસની ઉજવણી સાથે લોકો સુધી સંદેશ પણ પહોંચે છે કે આપણી ઐતિહાસિક ધરોહરોની સંભાળ રાખવાની પણ જરૂર છે. આ વારસો આપણે આપણા પૂર્વજો એ આપ્યા છે જે આપણા રાષ્ટ્રને સમૃદ્ધ બનાવે છે.વર્ષ ૨૦૨૩ ની થીમ છે HERITAGE CHANGES.જેનો હેતુ છે કે વિશ્વ ધરોહર વિષે જાગૃતિ ફેલાવવી,લોકોમાં તેની જાળવણી તેનો ઈતિહાસ અને તેના મહત્વથી લોકોને માહિતગાર કરવા.

1968માં એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ પ્રથમ વખત વિશ્વભરની પ્રખ્યાત ઇમારતો અને પ્રાકૃતિક સ્થળોની સુરક્ષાનો પ્રસ્તાવ મૂક્યો, જે સ્ટોકહોમમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પસાર કરવામાં આવ્યો.જે બાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટર ની સ્થાપના કરવામાં આવી. તે સમયે, 18 એપ્રીલ 1978 ના રોજ, આ દિવસને વિશ્વ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન વિશ્વની માત્ર 12 જગ્યાઓ જ વિશ્વ સ્મારકોની યાદીમાં શામેલ હતી.જે બાદમાં 18 એપ્રિલ, 1982ના રોજ, ટ્યુનિશિયામાં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સે પ્રથમ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરી હતી. તેના એક વર્ષ બાદ, નવેમ્બર 1983માં, યુનેસ્કોએ મેમોરિયલ ડેને 'વર્લ્ડ હેરિટેજ ડે' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

ઐતિહાસિક સ્થળોનું આંતરરાષ્ટ્રીય મહત્વ પણ હોય છે. આ યાદીમાં એવા સ્થળનો સમાવેશ કરવામાં આવે છે જેને યૂનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત હોય. કોઈ સ્થાન વિશે યૂનેસ્કો માને છે કે માનવ સંસ્કૃતિ માટે તે જરૂરી છે અને તે સ્થાનનું સાંસ્કૃતિક અને ભૌતિક મહત્વ છે તો તેને વિશ્વ ધરોહર તરીકે માન્યતા મળે છે. યૂનેસ્કોની યાદીમાં ખાસ સ્થળ જેવા કે વન ક્ષેત્ર, પર્વત, તળાવ, સ્મારક, ભવન કે શહેરનો સમાવેશ થાય cવર્લ્ડ હેરિટેજ સાઇટ એક એવી જગ્યા છે જે સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા દ્વારા સાંસ્કૃતિક મહત્વ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે. વિશ્વ હેરિટેજ દિવસ આપણી વારસાની સંસ્કૃતિના સંગ્રહ અને જાળવણી કરવાની તક આપે છે જે પ્રાચીન મહત્વ ધરાવે છે.

ધરોહર એ આપણી સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસો છે આપણા નવા રાષ્ટ્રના નિર્માણમાં મદદ કરવા માટે એક ગહન શક્તિ છે. યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટર દ્વારા જણાવ્યા મુજબ હેરિટેજ એ ભૂતકાળનો આપણો વારસો છે, આપણે આજે જેની સાથે જીવીએ છીએ, સાંસ્કૃતિક અને કુદરતી વારસો અમૂલ્ય અને બદલી ન શકાય તેવી સંપત્તિમાં શામેલ છે, ફક્ત દરેક રાષ્ટ્રની જ નહીં, પરંતુ સમગ્ર માનવતાની. વર્લ્ડ હેરિટેજ એ માનવજાતની વહેંચાયેલ સંપત્તિ અને જવાબદારી છે. તેથી, આ મૂલ્યવાન સંપત્તિનું રક્ષણ અને સંરક્ષણ આંતરરાષ્ટ્રીય સમુદાયના સામૂહિક પ્રયત્નોની માંગ કરે છે. આમ, આ વિશેષ દિવસ ઉજવવાથી વારસાની વિવિધતા અને તેના બચાવ અને સંરક્ષણ માટે જરૂરી પ્રયત્નો તરફ ધ્યાન દોરવા માટે લોકોમાં જાગૃતિ લાવવાની તક મળે છે.આ દિવસે હેરીટેજ વોક અને મુલાકત જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.

કચ્છના ખડીરબેટમાં આવેલા 5000 વર્ષથી પણ પ્રાચીન નગર ધોળાવીરાને યુનેસ્કોએ હેરિટેજ સાઈટ જાહેર કરી છે. જે ગુજરાત માટે ગર્વની બાબત છે. રાજ્યમાં અત્યાર સુધી ચાર સ્થાનોને યુનેસ્કો દ્વારા હેરિટેજ સ્થળનું બિરુદ આપવામાં આવ્યું છે. જેમાં અગાઉ અમદાવાદ શહેર, પાટણની રાણકી વાવ અને ચાંપાનેર અને પાવાગઢનો સમાવેશ થાય છે. ગુજરાત પોતાની આગવી ઓળખ અને ખૂબીઓના કારણે ભારત જ નહીં, પરંતુ દુનિયામાં જાણીતું બન્યું છે, અહીંના ખાસ સ્થાનોની મુલાકાત લેવા માટે અન્ય રાજ્યના લોકો જ નહીં, વિદેશીઓ પણ ખૂબ આકર્ષાય છે.

ચાલો ઉપડીએ દોસ્તો કે પરિવાર સાથે કોઈ મસ્ત સ્થળની મુલાકાતે અને જે દ્વારા આનંદ સાથે કુદરતને માણીએ, આપણા સાસ્કૃતિક વારસાથી પરોચિત થઈએ અને ગૌરવ મેળવીએ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED