Andhari Raatna Ochhaya - 25 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૫)

ગતાંકથી.....

દેખાવ જોઈ પ્રશાંત ચમક્યો. નક્કી આ તે જ છોકરી છે કે જેના રક્ષણ માટે દિવાકરે બીડું ઝડપ્યું હતું .આ બદમાશ તેને ક્યાં લઈ જાય છે ?તેના ઉપર કૂદી પડી છોકરીને કબજે કરવાનું પ્રશાંતને પણ ઘણું મન થયું પરંતુ અત્યારે તે અશક્ત હતો. તેના હાથ પગમાં તાકાતનું નામ નહોતું ! તે ના છૂટકે મૂંગે મોઢે તે બધું જ અનિમેષ બસ નિહાળવા લાગ્યો.

હવે આગળ.....

બુરખાવાળો અને તેમનો સાથીદાર સોનાક્ષીને લઈને બહાર ગયા નહીં, પરંતુ તેણે સીડીની નીચે અંધારામાં આવેલી દિવાલ પર કંઈક હાથ ફેરવ્યો ને એક છુપો દ્વાર ખૂલ્યો ને તે બન્ને બદમાશ પેલી છોકરીને લઈ ને તે છુપા દ્રાર માં અંદર જતા રહ્યા. તેઓ અંદર ગયા કે તરત જ દ્રાર બંધ થઈ ગયું.
આ ઘટના જોઈને પ્રશાંત એકદમ વિહવળ બની ગયો એ લોકો એ યુવતી ને ક્યાં લઈ ગયા ? એક ક્ષણમાં એને અનુમાન કર્યું કે એ ગુપ્ત માર્ગ કદાચ ગેરેજમાં પડતો હશે. ત્યાંથી તેઓ કારમાં બેસી ભાગી જવાના હશે .પવન સિંહ સાથે મકાન તરફ આવતા તેણે દૂરથી ગેરેજ જોયું હતું

શરીરની બધી શક્તિ એકત્ર કરી ઉઠી તે ઉભો થયો. તેઓને અટકાવવા જોઈએ જો કોઈ પણ રીતે ગેરેજમાં જઈ પહોંચાય તો જીવ ના જોખમે પણે બંને બદમાશોને ભાગી જવા દેવો નહીં એવો તેમણે નિશ્ચય કર્યો .
લથડિયાં ખાતો ડોલતો ડોલતો તે ગાર્ડનમાં થઈ ગેરેજ તરફ ચાલ્યો. આજુબાજુ ,પાસે કે દૂર કયાંય માણસનો પગરવ સંભળાતો નહોતો. પવન સિંહ અને પોલીસ ની એ ટોળી કદાચ પાછળની દિવાલ કૂદી અંદર જઈ પહોંચી હશે.
તે ગાંડાની માફક લથડતા પગલે ગેરેજ પાસે આવી પહોંચ્યો. બારણા ઉઘાડી અંદર જતા જ એક મોટી કાળા રંગની કાર તેની નજરે પડી. તે ઉપરાંત ગેરેજની બહાર મયંક ની રોયલ ગાડી પણ હતી. ગેરેજ ની અંદર ફાંફાં મારતા હથિયારોની એક પેટી મળી આવી. તેમાં એક લોખંડનો ડંડો શોધી કાઢ્યો. એ ડંડો મજબૂત રીતે પકડી તે પહેલા લોકોની રાહ જોતો ઉભો હવે ભલે આવે એ બદમાશો !
પરંતુ આટલી બધી વાર કેમ લાગી એ લોકોને આવતા.?એક ક્ષણ એક ક્ષણ તેને યુગ જેવડી લાગવા માંડી..... મકાનના ઉપરના માળ પર લોકોનો અવાજ સંભળાવવા લાગ્યો.કોઈ તેનું નામ લઇ તેને બોલાવતું હોય તેમ લાગ્યું... પવનસિંહ નો અવાજ લાગતો હતો.

પરંતુ અત્યારે આ પરિસ્થિતિમાં પ્રશાંત જવાબ આપે એવી સ્થિતિમાં નહોતો. એટલામાં જ ગેરેજ ઉપર કોઈના પગલાં સંભળાતા હતા.... બદમાશો કદાચ એ છોકરીને લઈ હમણાં જ નીચે આવવાના હતા.

થોડીવારમાં જ પેલો બુરખાધારી અને તેમનો ડ્રાઇવર સાગરીત સોનાક્ષીને લઈને નીચે આવવા લાગ્યા. ગેરેજ નું બારણું ખુલ્લું જોઈ પેલો બુરખાવાળો ચમક્યો અને તે સાથે જ પ્રશાંત એ પોતાનો લોખંડી ડંડો ગાંડા ની માફક બરાડો પાડી ઊંચો ઉપાડ્યો.
બુરખા વાળા ના સાથે રહેલા ડ્રાઈવરે ગેરેજમાં પ્રવેશ કરતા જ પ્રશાંતને જોયો હતો. તેણે ડાબા હાથે સોનાક્ષીને ખભે લઈ જેવો પ્રશાંત બૂરખાવાળા ને મારવા જાય એ પહેલાં જ તેના મુખ પર એક જ જોરદાર મુક્કો લગાવ્યો.

એક તો પ્રશાંત અશક્ત અને ઘવાયેલો હતો તે ઉપરાંત વળી આવો જબરો આઘાત થવાથી તેનું શરીર એકદમ નીચે જમીન પર તુટીને ઢગલો થઈ પડ્યું.

બુરખાધારી પહેલા તો સહેજ ગભરાયો પરંતુ હવે જાણે કંઈ જ ન બન્યું હોય તેમ પોતાના અનુચરને ઉપરા ઉપરી હુકમો આપવા લાગ્યો .થોડી મિનિટમાં સોનાક્ષી અને પ્રશાંત બંને ને મોટરમાં નાખી પહેલો બદમાશ ડ્રાઈવર ગાડી ચાલુ કરવા લાગ્યો. બુરખાધારી કારમાં બેસી પ્રશાંતના મોંમાં કાપડનો ડુચો ભરાવી દીધો. ડૂચો નાખ્યા પછી તેના હાથમાં હાથ પગ બાંધવા લાગ્યો .
જોતજોતામાં વિશ્વનાથ બાબુની આ કાળી મોટી કાર ધમધમાટ કરતી રાત્રિના ઘોર અંધકારમાં વાયુવેગે દોડવા લાગી.

*******************************

ઘણીવાર સુધી એમ જ પડી રહ્યા પછી દિવાકર ધીમેથી ઉઠ્યો છેલ્લી પોણી કલાક દરમિયાન મકાનમાં જ્યારે અનેક ઉથલપાથલ ના બનાવો બની રહ્યા હતા. ત્યારે દિવાકર ગાર્ડનના એક અંધારા ખૂણામાં પડ્યો પડ્યો શરીરમાં શક્તિ સંચય કરી રહ્યો હોય તેમ પડ્યો હતો. એક તો લોહી વધુ વહી જવાથી શરીરમાં અતિશય દુબૅળતા આવી ગઈ હતી .તેમાં વળી બારીએથી નીચે કુદી પડતા નીચે પરાળ ના કોથળા હોવા છતાં તેનો ડાબો પગ સહેજ મચકોડાયો હતો.અતિશય પીડા ને ઘાવને લીધે તે અતિશય અશક્ત બની ગયો હતો.

આવી દશામાં એક ખૂણામાં પડ્યા પડ્યા તેણે જોયું કે એક માણસ આમતેમ ફરતો ત્યાંથી પસાર થઈ ગયો. ત્યારબાદ થોડીવારમાં વિશ્વનાથ બાબુની કાર બહાર ગઈ, અને થોડીવારમાં પાછી પણ ફરી. દિવાકર આ બધું ભારે હૃદયે જોયા કરતો હતો છતાં હજુ તેને આરામની જરૂર હતી‌.
થોડીવારમાં ગાડી પાછી ફરી. થોડીવાર પછી દિવાકરે અત્યંત વિસ્મય સાથે જોયું કે મેઈનગેટ ના ફાટક પાસે ચાર મનુષ્યની મ આકૃતિઓ દેખાય છે .તેઓ ધીમે પગલે મકાન તરફ આવે છે.
પાંચ-સાત મિનિટ નિ:શબ્દ સ્થિતિમાં વીતી .ત્યારબાદ થોડીવારમાં જ સોનાક્ષીની નાની કાર કોઈ ઉતાવળે મકાનની બહાર લઈને નીકળી ગયું. અને થોડીવાર પછી એક કરતા વધારે માણસો સાથે મોટી કાર પણ મકાનમાંથી બહાર નીકળી અદ્રશ્ય થઈ ગઈ.
કદાચ ડોક્ટર મિશ્રા પોતાની ટોળકી સાથે બહાર ગયો હશે એવી દિવાકરે કલ્પના કરી લીધી.
હવે તે ધીમે ધીમે ઉઠી તે મકાન તરફ જવા લાગ્યો
સોનાક્ષી ક્યાં છે ?
સૌ પહેલા તેને એ બાતમી મેળવવાની જરૂર હતી.
ધીમે ધીમે તે ગેરેજ પાસે જઈને મકાનની પૂર્વ દિશામાં આવી પહોંચ્યો. ગાડી ઊભી રાખવાના વરંડાની પાસે એક લાઈટ ચાલુ હતી તેનો ઝાંખા પ્રકાશ માં ચાલતા એ મકાન તરફ આગળ વધ્યો . ડ્રોઈંગ રૂમમાં કોઈ માણસની વાતચીત સંભળાય રહી હતી એ તરફ ન જતા થોડીવાર પહેલા પ્રશાંત જે બારીમાંથી અંદર ગયો હતો તે માર્ગે તે મકાનમાં ઘૂસ્યો પેલી ગોળ સીડી પર થઈ તે ધીમે ધીમે ઉપર ચડ્યો.
સોનાક્ષીના રૂમ તરફ જતી વખતે એકાએક બાજુના રૂમમાં કોઈના કણસવાનો અવાજ તેના કાન પર અથડાયો તે ક્ષણવાર નિ: શબ્દ બની ઉભો રહ્યો.
આ રૂમમાં કોણ હશે ? ??
આવા દર્દ ભર્યા અવાજ શા માટે કરતું હશે???
ધીરે ધીરે તે બારણા પાસે આવી ઊભો બારણાને જરાક ધક્કો મારતા જ બારણું ખુલી ગયું તેણે અંદર નજર કરી .
અંદરની સ્થિતિ જોઈ તે પગથી માથા સુધી કંપકંપી ઉઠ્યો. ઓરડામાં લોહીની નદી વહેતી હતી એ નદીમાં એક માણસ પડ્યો પડ્યો પીડા થી આર્તનાદ કરી રહ્યો હતો. અસહ્ય પીડાથી કણસી રહ્યો હતો.
આખરે એ કોણ હશે?
અંદર જઈ બરાબર જોતા તેને માલુમ પડ્યું કે આ તો મયંક !!!
ગંભીર રીતે ઘવાયેલો મયંક લોહીયાળ હાલતમાં પડ્યો છે. તેની છાતીમાં પડેલા ઘાવ માંથી લોહીના ફુવારા છૂટી રહ્યા છે.
દિવાકરને જોઈ મયંક એકદમ દયામણા મુખે તેની સામે અનિમેષ જોઈ જ રહ્યો.
દિવાકર તેની પાસે આવી બોલ્યો : "ઓહહહહ...મયંક તારી આ હાલત કોણે કરી ?કેટલું લોહી વહી રહ્યું છે ! કોણે હુમલો કર્યો!?"
મયંક પોતાની ઊંડી ઉતરી ગયેલી આંખો દિવાકર સામે ટેકવી મૂંગા મૂંગા થોડી ક્ષણ જોઈ રહ્યા બાદ ધીમેથી બોલ્યો : " ચાંઉ ચાંઉ !!"
"શું !!??.....એ ચીની કીડો...રાક્ષસ.. બદમાશ.."
"હા એ જ... એ જ પીળો કીડો... રાક્ષસ.."

"છે ક્યાં એ બદમાશ!!??,હું એને છોડીશ નહીં "
સહેજ અટકતા અવાજે મયંક હાથ લંબાવી દિવાકર ને કહેવા લાગ્યો: "આપ અહીં આવ્યા છો તે ઠીક થયું આપને હું કંઈક કહેવા માગું છું." એનો શ્વાસ રૂંધાઇ રહ્યો હતો ને શબ્દો અસ્પષ્ટ બની રહ્યા હતાં....

શું દિવાકર એની વાત સાંભળવા ઉભો રહેશે?
શું એ કોઈ મહત્વની કોઈ વાત જાણતો હશે?
શું એ ખરેખર કંઈ બાતમી આપી શકશે?
સવાલો અનેક છે પરંતુ જવાબ એક જ છે કે વાંચતા રહો આગળનો ભાગ.....
ક્રમશઃ...........


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED