વર્ષ ૨૦૨૩માં ‘વિશ્વ હોમિયોપેથી દિવસ’ની ઉજવણી ‘વન હેલ્થ વન ફેમિલી’ની થીમ પર કરાશે.
એલોપેથી, હોમિયોપેથી, આર્યુવેદ, નેચરોપેથી આ તમામ સારવારની પદ્ધતિઓ છે. દરેક પદ્ધતિનું પોતાનું આગવું મહત્વ છે. હાલના સમયમાં એલોપેથી સૌથી વધુ પ્રચલિત છે. પરંતુ એવું નથી કે એલોપેથી સામે અન્ય પદ્ધતિઓ ઓછી છે અથવા તેની અસર ઓછી હોય છે. માત્ર એલોપથી એક ઝડપી કાર્યકારી ઉપચાર છે, તેથી જ લોકો તેનો ઉપયોગ વધુ કરે છે.
હોમિયોપેથી પણ સારવારની એક પદ્ધતિ છે. હોમિયોપેથી ડોકટરો પણ અન્ય પદ્ધતિઓની જેમ સારવાર કરે છે. લોકો તેના પર વિશ્વાસ રાખીને સારવાર કરાવે છે. હોમિયોપેથી દવાઓ ભારતીય બજારમાં મેડિકલ સ્ટોર્સ પર પણ વેચાય છે. 10 એપ્રિલને વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
10 એપ્રિલ ડૉ. ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનીમેનની જન્મજયંતિ છે. તે એક જર્મન ડૉક્ટર હતા. તેમને હોમિયોપેથીના સ્થાપક પણ કહેવામાં આવે છે. આ કારણોસર તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને દર વર્ષે 10મી એપ્રિલને વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવે છે. ડૉકટરો અને જેઓ આ પદ્ધતિ પર વિશ્વાસ કરનારા આ દિવસે ડૉ. હેનિમેનને યાદ કરે છે.૧૪ ભાષાઓનું જ્ઞાન ધરાવતા ડો. સેમ્યુઅલ હેનીમેને (Samuel Hahnemann) વર્ષ ૧૭૯૬માં હોમિયોપેથિક ચિકિત્સાની શોધ કરી હતી. ઍલોપથી અને અને આયુર્વેદ પછી ત્રીજા ક્રમે આવતું વૈકલ્પિક ચિકિત્સાવિજ્ઞાન એટલે હોમિયોપેથી. ૨૦૦ વર્ષ જૂની આ ચિકિત્સા પદ્ધતિમાં દરેક રોગનો ઈલાજ અને રોગને સંપૂર્ણ નાબૂદ કરવાની ક્ષમતા છે. ગ્રીક શબ્દ હોમિયોપેથીમાં હોમિયોસ એટલે સમાન અને પંથોસ એટલે રોગ અથવા રોગના લક્ષણ એવો થાય છે. કોઈ એક ઔષધિ નીરોગી વ્યક્તિ પર જે લક્ષણોનું નિર્માણ કરે ,તેવા જ લક્ષણોથી પીડાતી વ્યક્તિ પર તે ઔષધનો સારવાર માટે ઉપયોગ કરી શકાય. ૧૯મી સદીમાં ભારતમાં આગમન થતાં જ આ સારવાર પદ્ધતિ દેશના મૂળ અને પરંપરામાં પ્રસ્થાપિત થઈ ગઈ. હોમિયોપેથીમાં દરેક વ્યક્તિના માનસિક તેમજ શારીરિક લક્ષણોને પૂછી દરેકની પ્રકૃતિ પ્રમાણે તેની સારવાર કરવામાં આવે છે.
હોમિયો પેથીમાં અનેક રોગોની કરવામાં સારવાર કરવામાં આવે છે.જેમકે બાળકોને સાથે જોડાયેલા રોગો, પ્રસૂતિ અને સ્ત્રીરોગ, સાંધાનો દુઃખાવો, માનસિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓ, લીવરને લગી સમસ્યાઓ, એસિડિટીની સમસ્યા, ચેપી રોગોની સારવાર કરવામાં આવે છે. કોવિડ સમયગાળા દરમિયાન કેન્દ્રીય આયુષ મંત્રાલયે આર્સેનિક આલ્બમનું નામ હતું. તે હોમિયોપેથી દવા છે.
હોમિયોપેથી નિષ્ણાતો કહે છે કે આ પદ્ધતિ દ્વારા સારવાર કરતી વખતે એ જોવામાં આવે છે કે વ્યક્તિની વાસ્તવિક સમસ્યાઓ શું છે? વ્યક્તિની બીમારીને ઓછી જોવામાં આવે છે. આ પદ્ધતિમાં જો 6 લોકો એક રોગથી સંક્રમિત છે તો તમામ 6 લોકોને સમાન પ્રકારની દવાઓ આપવામાં આવશે નહીં. દરેકની દવાઓ અલગ અલગ હોય છે. પરંતુ તે ધ્યાનમાં રાખવું જોઈએ કે હોમિયોપેથીની દવા જાતે ન લો. ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
વિશ્વ હોમિયોપેથી અવેરનેસ ઓર્ગેનાઈઝેશન દ્વારા હોમિયોપેથીની દવાને પ્રોત્સાહન આપવા અને હોમિયોપેથીથી સાજા થયેલા લોકોના અનુભવો શેર કરવા માટે આ દિવસની સ્થાપના કરવામાં આવી હતી. વિશ્વ હોમિયોપેથી દિવસનો પ્રચાર સમગ્ર વિશ્વમાં આયોજિત મફત જાહેર કાર્યક્રમો દ્વારા કરવામાં આવે છે, જેમ કે વ્યાખ્યાનો, સેમિનાર, મીડિયા ઇન્ટરવ્યુ અને મફત અને ઓછા ખર્ચે ક્લિનિકલ ચેક-અપ. હોમિયોપેથીના ઉપયોગ અને તેના ફાયદાઓ વિશે સામાજિક મીડિયા અને મુખ્ય પ્રવાહના મીડિયા પર માહિતી અને પ્રશંસાપત્રો શેર કરવામાં આવે છે. વિશ્વ હોમિયોપેથી દિવસની સત્તાવાર રીતે સ્થાપના વર્ષ 2005માં વર્લ્ડ હોમિયોપેથી અવેરનેસ ઓર્ગેનાઈઝેશન (WHAO) દ્વારા નવી દિલ્હી, ભારતમાં તેની વાર્ષિક કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. WHAO એ એક NGO છે જે સમગ્ર વિશ્વમાં હોમિયોપેથીની સમજ અને ઉપયોગને પ્રોત્સાહન આપે છે.
કોરોનાકાળ દરમિયાન પ્રિ અને પોસ્ટ કોવિડ સારવાર માટે સરકાર દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથીને અપાયેલા પ્રાધાન્ય તેમજ તેના અદ્ભુત પરિણામોને કારણે વિશેષરૂપે લોકો હોમિયોપેથી જેવી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ તરફ વળ્યા છે. કેન્દ્રીય આયુષ મંત્રાલય દ્વારા હોમિયોપેથીને હથિયાર બનાવી ઈમ્યુનિટી બૂસ્ટર એવી આર્સેનિક અલ્બમ-૩૦ને કરોડો લોકો સુધી પહોંચાડી હતી. રાજ્ય સરકારે પણ ૩.૪૮ કરોડ લોકો સુધી આ દવાના ડોઝનું વિતરણ કર્યું હતું.
હાલના સમયમાં માનસિક તાણ, બદલાયેલી જીવનશૈલી, ખોરાકની કુટેવો તેમજ શારીરિક શ્રમના અભાવથી પાચન, શારીરિક શક્તિ અને ઊંઘ સહિત સમગ્ર સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરથી માનવીની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. જેની પ્રતિતિ સમગ્ર વિશ્વએ કોરોનાના વિકટ સમયમાં કરી. હોમિયોપેથિક ચિકિત્સાના અવિશ્વસનીય પરિણામોને કારણે આજે માત્ર દેશમાં જ નહીં, આખા વિશ્વમાં આ પદ્ધતિનો વિશેષરૂપે પ્રસાર અને પ્રચાર થઈ રહ્યો છે. કોઈ પણ જાતની આડઅસર વિના ૪૬૦૦થી વધારે દવાઓ સાથે હોમિયોપેથીની સારવાર સચોટ, વૈજ્ઞાનિક નીતિ-નિયમો અને કુદરતના સિધ્ધાંતોને આધારિત સંપૂર્ણ સલામત, નિરામય ચિકિત્સા પદ્ધતિ છે.
આવા ચિકિત્સા પદ્ધતિના શોધક ડો . હેનીમેન ને જન્મજયંતીએ વંદન.