Andhari Raatna Ochhaya - 23 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૩)


ગતાંકથી...
તેના રૂમ પાસે આવી સોનાક્ષીએ જોયું કે દિવાકરના રૂમનું બારણું અડધું ખુલેલું છે.રૂમમાં એકદમ અંધારું વ્યાપેલું છે.રૂમમાં જતા તેણે ધીમેથી અવાજ કર્યો : "ભાઈ, છો કે ? "
જવાબ ન મળવાથી તેને હાથ લંબાવી સ્વીચ ચાલુ કરી લાઈટના પ્રકાશમાં તેણે જે કંઈ જોયું તેનાથી તેનું શરીર કંપવા લાગ્યું .તેની આંખો ખુલ્લી ને ખુલ્લી જ રહી ગઈ ને એની ચીસ ગળામાં જ રૂંધાય ગઈ.....
એવું તો શું જોયું સોનાક્ષી એ...???


હવે આગળ....

બેડરૂમમાં બધું જ વેરવિખેર હાલતમાં હતું. બેડરૂમ ની આ સ્થિતિ અરે !!!બેડ નો એક ખૂણો લોહીથી તરબોળ થઈ રહ્યો છે ! આખા રૂમમાં જીવસટોસટની લડાઈની નિશાનીઓ મોજુદ છે. આ લોહીયાળ દ્રશ્ય જોઈ સોનાક્ષીનું માથું ભમવા લાગ્યું. તેણે જો પોતાના શરીરને પાસેની દીવાલ સાથે ટેકવી રાખ્યું ન હોત તો અવશ્ય ત્યાં જ ઢગલો થઈ પડત.
અચાનક જ તેની પાછળ કંઈક અવાજ થયો .એણે મોં ફેરવી પાછળ જોયું તો જોતા જ તે ફિક્કી પડી ગઈ. તેની સામે એકદમ લુચ્ચું હાસ્ય કરતા ડૉ.ચમિશ્રા ઉભા છે તેની બંને આંખો વિચિત્ર રીતે ઝળકી રહી છે ; બારણા પાસે એકદમ દ્રઢતાપૂર્વક ચાંઉ ચાંઉ ઉભો છે.

ડૉ.મિશ્રાએ શાંત અવાજે કહ્યું : " તુ આટલી ડરે છે શું ? ઓહહહ...સો સોરી રીઅલી !!!
તારે ડરવું પડ્યું એ જાણીને હું દિલગીર છું !બસ હવે આજની રાત જ તારે અહીં ગાળવાની છે .આવતીકાલે કદાચ વિશ્વનાથ બાબુ આ મકાન છોડી જશે એવી હું તને ખાત્રી આપું છું ."
ડૉ. મિશ્રાને આજે અચાનક પોતાને "તું " કહી સંબોધતા જોઈ સોનાક્ષીના શરીરમાં ગુસ્સો છવાઈ ગયો !કેટલો ઉદ્ધત માણસ છે!" તમે " કહેતા શું તેના જીભને કાંટા વાગતા હશે ?
તેને ક્રોધિત સ્વરે કહ્યું : " આપની જૂઠ્ઠી વાતો આપની પાસે જ રાખો. એવી વાતો મને સંભળાવવાનો પ્રયત્ન કરશો નહીં.તમારી આવી જૂઠ્ઠી વાતો થી હું ફોસલાવાની નથી હું જાણું છું કે તમે જુગારી છો, હું જાણું છું કે તમે ખુની...."
ક્રોધ અને તિરસ્કારથી સોનાક્ષી નો અવાજ બંધ પડી ગયો.
મંદ સ્મિત કરી ડૉ.મિશ્રા બોલ્યો : " મને લાગે છે કે પપ્પાની માંદગી ને લીધે જ તે તારું મગજ ગુમાવ્યું છે તેમ ન હોય તો ઘરના ડૉક્ટર ને કોઈ આવા શબ્દો તો ન સંભળાવે ! મને લાગે છે તારે પણ દવાની જરૂર છે .હું એક દવા આપું છું. તે ખાઈ જા, એટલે તારું મગજ શાંત થશે."
" હું કદી તમારી મેડિસિન નહિ ખાઉં.."
"પરંતુ તારે તે લેવી જ પડશે. જો નહીં લે તો તારા હિતેચ્છુ તરીકે મારે તને તે પરાણે ખવડાવી પડશે.ચાંઉ ચાંઉ..."
હુકમ થતાં જ ચાંઉ ચાંઉએ પોતાની વજ્રમુઠી વડે સોનાક્ષીના બંને હાથ પકડ્યા .તેને ઉપાડી ને ધક્કો મારીને બેડ પર સુડાવવામાં આવી. ડૉક્ટરે પોતાના પોકેટમાંથી એક પ્રવાહી પદાર્થની બોટલ કાઢી અને સોનાક્ષીના મોંમાં પરાણે એ પ્રવાહી રેડી દીધું. સોનાક્ષી એ ઘણા ધમપછાડા કર્યા પણ તે ખુદને બચાવી શકી નહીં.ભારે મહેનતે એમાંની થોડી દવા તેણે બહાર કાઢી છતાં એ દવાનો થોડો ભાગ અનિચ્છા છતાં તેના પેટમાં ગયો.

દવાની ગંધ એકદમ મનોરમ્ય હતી. તેનો સ્વાદ પણ મીઠો હતો. જરાક ચાખ્યા પછી તે વધારે લેવાની ઈચ્છા થાય તેવી એ દવા હતી .સોનાક્ષીની જીભથી ગળા સુધી એ દવાનો સ્વાદ લાગી રહ્યો. તેને લાગ્યું કે હજી એ દવા પીવાની મળે તો ખુશી ખુશી એ પી જાઉં.

દવા પીવડાવ્યા પછી ડૉક્ટરે ચાંઉ ચાંઉને કંઈક હુકમ આપ્યો. સોનાક્ષી ને લાગ્યું કે એ શબ્દો ખૂબ દૂર દૂર સુધી હવામાં ઉડી રહ્યા છે.
ચાંઉ ચાંઉ તેનો હાથ છોડી ઊભો થયો .સોનાક્ષીનું આખું શરીર ધીરે ધીરે અચેત બનતું જતું હતું .તેણે આંખો ખોલી સામે જોયું દિવાલો જાણે દૂર દૂર સરતી જાય છે. થોડીવાર માટે ઊંડી ઊંઘમાં અચેતન થઈ પડી.
સોનાક્ષીને પુરેપુરી બેભાન દશામાં જોઈ ડૉ.મિશ્રા ચાંઉ ચાંઉ સાથે રૂમની બહાર આવ્યા. બહાર આવ્યા બાદ તેને રૂમના બારણા ને બહારથી ચાવ લોક કરી દીધો ને ચાવી પોતાના પોકેટમાં નાખી. તેણે ચીનાને ન કહ્યું : તારે હાલમાં આ મકાન છોડીને જવાનું નથી.સોનાક્ષીની નાની કારમાં પહેલા બે નોકર માંથી એક ને મોકલી દે .એકને હું મારી સાથે લઈ જઈશ.તુ ત્યાં સુધી મયંક પર ચાંપતી નજર રાખજે.જો તે ભાગવાનો પ્રયત્ન કરે કે આપણને નુકસાન થાય તેવી કોઈ હરકત કરે તો તેને સજા આપવામાં પાછું વળીને જોતો નહીં. ત્યાં થી હું પાછો ફર્યો બાદ પેલા પોલીસનો માણસ (ડ્રાઇવર) અને તેના ફ્રેન્ડની તપાસ કરીશું.એ ઘવાયેલા સ્થિતિમાં અહીં જ ક્યાંક પડ્યો હશે.મારા આવ્યા બાદ એને ઠેકાણે પાડીને જ આપણે અહીં થી રવાના થઈશું."
ચાંઉ ચાંઉ એ કહ્યું : "એ માણસ તો કદાચ અત્યાર સુધીમાં પતિ પણ ગયો હશે. નહિતર ક્યાંક બેભાન થઈ પડ્યો હશે. બબ્બે વાર મારી છરી તેના શરીર પર ફરી વળી છે."

ડૉ.મિશ્રાએ કહ્યું : "મયંક પહેલા ઓરડામાં છે. તું તેની પાસે જઈ બેસ."
મયંક ડ્રોઈંગ રૂમમાં આવેલા એક સોફા ઉપર બેઠો બેઠો પોતાની મૂર્ખામી ઉપર નકામો ગુસ્સો ઠાલવતો હતો. છેવટે શું તે પ્રશાંત આગળ બની ગયો તેની સમક્ષ મૂર્ખ બનતા પહેલા તે મરી કેમ ન ગયો?
ડૉ. મિશ્રા ઉપર તો તે ભારે ગુસ્સે થયો હતો ! ઉશ્કેરાયને મયંક મનોમન બબડી ઉઠ્યો : "ડૉ. મિશ્રા થી મારે આટલું શા માટે ડરવું ! એ શું કંઈ મોટો ડોન છે,એટલો બધો સવૅ શક્તિમાન છે કે મારે તેના પગ ચાટતા જવું ,?"
ભારે ઉશ્કેરાટ સાથે તે આવા વિચારો કરતો હતો ત્યાં ચાંઉ ચાંઉ તેની પાસે આવીને ઉભો રહ્યો.
મયંક એ પીળા કીડાને બહુ જ ધિક્કારતો હતો.પરંતુ તેનો ભય પણ લાગતો હતો.ચાંઉ ચાંઉ જેટલો તાકતવર હતો એટલો જ ચાલાક ને ઘાતકી પણ હતો.તેની સામે પોતાની કોઈપણ પ્રકારની હોશિયારી ચાલે તેમ ન હતી.પરંતુ સોનાક્ષી અત્યારે ક્યાં છે એ વાત તો તેને અત્યારે જાણવી જ હતી. ડૉક્ટર અને ચીનાની ગેરહાજરીમાં તે સોનાક્ષીના રૂમમાં જોઈ આવ્યો હતો. રૂમનું બારણું તો ખુલ્લું હતું, પરંતુ અંદર સોનાક્ષી નહોતી! ત્યારે તે ગઈ ક્યાં ? ચાંઉ ચાંઉ અવશ્ય જ આ વાત જાણતો હશે.
તેણે ધીમેથી પુછ્યું : " ચાંઉ ચાંઉ સોનાક્ષી ક્યાં છે ?"
ચાંઉ ચાંઉ ને ખબર હતી કે મયંક તેને નફરત કરે છે ને જ્યારે પણ મોકો મળે ત્યારે ગાળો દે છે;તેથી તે મયંકને પોતાનો દુશ્મન ગણતો હતો. મયંક નો પ્રશ્ન સાંભળી તેણે વિકૃત અવાજે કહ્યું : "તેઓ ગાઢ નિંદ્રામાં છે! એકદમ ગાઢ નિંદ્રામાં પોઢ્યા છે !અને જો તું વધારે કંઈ ચાલાકી બતાવવા જઈશ તો..... તને પણ...."
મયંક એકદમ ઉશ્કેરાય જઈ મોટા અવાજે બોલ્યો : "એનો અર્થ એ જ કે ડૉક્ટરે અને તે સાથે મળીને એમને ખૂબ હેરાન કરીને કે દુઃખ આપીને બેભાન બનાવ્યા છે. બોલ શું કર્યું છે એની સાથે ??"
ચાંઉ ચાંઉ એકદમ સખત અવાજે બોલ્યો : "ગમે તે કયુૅં હોય એનાથી તને શું મતલબ છે ? હું તને પહેલા જ કહી દઉં છું . તારે આટલા મોટા અવાજે બોલવાની કોઈ જરૂર નથી અને તને અત્યારથી સાવચેત કરી દઉં છું કે જો મને પીળો કીડો કહ્યું કે બીજી કાંઇ ગાળો આપી છે તો તુ જોઈ લેજે.તારા જીવની પરવા કરીને પછી જે બોલવું હોય તે બોલજે."
ગુસ્સાથી મયંક નું માથું ફરવા લાગ્યું તેના મગજની નસો ખેંચાવા લાગી અને તેમના સ્નાયુઓ તંગ બન્યા તે આજુબાજુના સંજોગો ને સ્થળ ભૂલી ગયો અને બરાડા પાડી બોલી ઉઠ્યો : " કહીશ ,કહીશ જ,એકવાર નહીં સો વાર કહીશ .પીળો કીડો છે તું ! ,ચીની પીડો ! કીડો ....કીડો કીડો... તું..."
તેનું બોલવાનું પૂરું થાય એ પહેલાં જ ચાંઉ ચાંઉએ કૂદકો મારી બે હાથે તેનું ગળું પકડ્યું. ડાબા હાથે તેની કમરમાંથી છરો કાઢી અને જોરથી મયંકની છાતીમાં ભોંકી દીધો.
શું મંયક બચી જશે?
ચાંઉ ચાંઉ ત્યાંથી ભાગી જશે?
આગળ હજુ ઘણા રહસ્યો છે . શું થશે એ જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ.......
ક્રમશઃ..........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED