અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૨) Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૨)

ગતાંકથી....



થોડાક જ ડગલા આગળ વધ્યો કે તેને પાછળ કે આજુબાજુ માણસોનો પગરવ સંભળાયો.તે ઝડપભેર આગળ વધવા જતો હતો ત્યાં જ ટોચૅ નો પ્રકાશ એના પર પડ્યો ને એક માણસ ગંભીર અવાજે બોલ્યો: "સ્ટોપ,સ્ટોપ,એક ડગલું પણ આગળ વધ્યો તો જીવનો જઈશ."
ચારેતરફ નજર કરતા પ્રશાંત ને લાગ્યું કે પોલીસ તેને ઘેરી વળી છે. તેના પગ ત્યાં જ થંભી ગયા...
હવે આગળ....




ઇન્સ્પેક્ટર પવનસિંહ સાથે તેને થોડી ઘણી ઓળખાણ હતી.તેને જોઈને પવનસિંહ બોલ્યો : આ શું ! મિ.પ્રશાંત ! તમે?"
"ઇન્સ્પેક્ટર પવનસિંહ !"
"મામલો શો છે મિ.પ્રશાંત ?"
પ્રશાંતે કહ્યું : " અહીં હું એક બદમાશ ની તપાસ કરવા આવ્યો છું.દિવાકર મારો ખાસ ફ્રેન્ડ છે !મને લાગે છે કે તે આ મકાનમાં છે ! મને ખાતરી છે કે તે આ મકાનમાં કોઈ રૂમમાં એ કેદ હોય કદાચ ! પરંતુ મને એનો કોઈ જ પત્તો મળતો નથી. "
પવનસિંહએ એકદમ વ્યગ્રતા થી કહ્યું : " તમે કેટલા સમયથી અહીં આવ્યા છો? બીજું શું જાણો છો?"

પ્રશાંતે કહ્યું : "આજે રાત્રે જ અહીં આવ્યો છું.ભારે મુસીબતમાં આવી પડ્યો હતો; દૈવયોગે માંડ માંડ બચ્યો છું.આ મકાનમાં એક ચાંઉ ચાંઉ ને એક બુરખાધારી માણસ છે.તેઓ મારૂં ખૂન કરવા તૈયાર થયા હતા.દિવાકર સિવાય એક યુવતી પણ કદાચ આ મકાનમાં બંદીવાન દશામાં છે.થોડીવાર પહેલા જ એ ચાંઉ ચાંઉ ને બુરખાધારી માણસ એક કારમાં નદીકિનારે ગયા હતા અને એક હોડીમાંથી કેટલાક પેકેટ અહીં લઈને આવ્યા છે...."
પવનસિંહએ એકદમ વ્યગ્રતાથી બોલ્યો : " તેઓને અહીં આવ્યા ને કેટલો સમય થયો?"
" લગભગ વીસેક મિનિટ થઈ હશે."
પવનસિંહએ કહ્યું : "ત્યારે ચાલો આપણે મકાનમાં અંદર જઈએ."
તેઓની સાથે મકાન પર જતાં પ્રશાંતે કહ્યું : " ઇન્સ્પેકટર,હું પહેલા દિવાકર ને શોધવા માગું છું.તેને જોયા વગર મને ચેન પડશે નહીં આપ આપના પોલીસ સાથે અંદર ચાલો."
પવનસિંહએ કહ્યું : " મિ.પ્રશાંત ,આમ ઉતાવળા થાવ નહીં.હવે જ્યારે ઇન્સ્પેક્ટર પવનસિંહ અહીં છે ત્યારે કોઈ જ કામ બાકી રહેશે નહીં પરંતુ ઉતાવળ કરવાથી આપણો મૂળ હેતુ માર્યો જાય તેવું એક પણ કામ ન થવું જોઈએ! આપણે ખુખ જ સાવચેતી પૂર્વક ગુપચુપ રીતે આગળ વધવાનું છે. એ લોકોને જરા સરખી પણ ભણક ન થવી જોઈએ કે આપણે એમના અડ્ડા પર આવી પહોંચ્યા છીએ."
ઇન્સ્પેક્ટર પવનસિંહ ના શબ્દો પ્રશાંત મુંગે મોઢે સાંભળી રહ્યો ખરો, પરંતુ આ વાત તેના અંતરમાં ઊંડી ઉતરી નહીં દિવાકર ને જોયા વગર એનું મન વધું ને વધું ચિંતાતુર બનતું જતું હતું.
થોડીવાર પછી ઇન્સ્પેક્ટર પવનસિંહ એ પ્રશ્ન પૂછ્યો : "મિ.પ્રશાંત ,આપ કઈ રીતે આ લોકોના અડ્ડા પર પહોંચ્યા? મને તમારી વાત જાણવાની કુતુહલતા થાય છે. જો આપને જણાવવામાં કોઈ તકલીફ ન હોય તો....."

" તકલીફ શું એમાં !"
પ્રશાંતે બધી જ હકીકત વિસ્તાર પુવૅક કહી સંભળાવી.તેને કઈ રીતે દિવાકર મારફત આ મકાનની જાણકારી મળી હતી; કેવી રીતે મયંક સાથે ઘનિષ્ઠ મિત્રતા જમાવી ને બધી જ હકીકત જાણ્યા પછી બાદ પોતે મયંક સાથે કેવી રીતે, ને શા માટે અહીં આવી ચઢ્યો હતો તે હકીકત કહેતા તેણે જણાવ્યું કે : "પોતાના ખાસ મિત્ર ના ખૂનમાં મયંક નો હાથ હતો એ વાત માં મને પાકો શક હતો.મયંકને મળ્યા બાદ એક બુરખાધારી માણસને હું વારંવાર જોતો આવ્યો છું એ તેનો ડોન હશે એવો પણ સંદેહ થયો છે.મયંક કેફી પદાર્થ, ડ્રગ્સ વગેરે વસ્તુઓનો વેપાર કરે છે .દારૂ કરતા પણ વધું ખતરનાક પદાથૅ એના અડ્ડા પર મળે છે.આ બાબત પણ મારા જાણવામાં આવી છે."
પવનસિંહએ કહ્યું : "થોડીવાર પહેલા એ લોકો હોડીમાંથી કેટલા પેકેટ લાવ્યા એ આપ જાણો છો?"
પ્રશાંતે કહ્યું : "સંખ્યા તો બરાબર ખબર નથી.તો પણ દસ- બાર થી ઓછા તો નહિ જ હોય.પરંતુ એમાં શું હોય શકે એ તો આપ પણ જાણતા જ હશો ?"
પવનસિંહએ કહ્યું : "હોય તો શું બીજું !કૉકેન,અફીણ, હેરોઈન, ડ્રગ્સ કે ચોરાઉ માલ !
પોલીસ ની જાણ બહાર એક મોટી ટોળી ઘણા સમયથી આવા ધંધા કરે છે.એમને સકંજામાં લેવા પોલીસ ખડા પગે ઓપરેશન ચલાવે છે, પરંતુ આજ સુધી તો તેમાંનું કોઈ પણ પોલીસના હાથ માં આવ્યું નથી.
પ્રશાંતે કહ્યું : " અત્યારે તો એ માલ અને એ બદમાશો આ મકાનમાં જ હશે !"
પવનસિંહએ કહ્યું : "સો ટકા,એ અહીં જ હશે."

એકદમ ધીમા અવાજે વાત કરતાં કરતાં એ લોકો ગાડૅન થી મકાન પાસે આવી પહોંચ્યા.પ્રશાંતે કાર ઊભી રાખવાનો પાર્કિંગ એરિયા બતાવતા કહ્યું : "આ પાર્કિંગ પાસે જ એક મોટો રૂમ છે.એની અંદર થી જ ઉપર ની સીડી આપેલી છે."

ઇન્સ્પેક્ટર પવનસિંહ ઉપર નીચે નજર ફેરવી કહેવા લાગ્યો : "આપણે આગળથી નહીં પણ પાછળના ભાગે થી એન્ટ્રી કરીશું.આપ આમને પાછળની બાજુ લઈ જાઓ."
પ્રશાંત તેઓને પાછળ લઈ ગયો. જે બારીમાંથી તે નીચે કૂદી પડ્યો હતો એ ઉઘાડી બારી તરફ આંગળી કરી તે પવનસિંહને કાંઈ કહેવા જતો હતો તેવામાં તેને બોલતો અટકાવી ઇન્સ્પેક્ટર પવનસિંહ બોલી ઉઠ્યો : "કંઈક જાણીતી સ્મેલ આવે છે !"તે મોં લંબાવી અંધારામાં એ જાણીતી ગંધને યાદ કરવા લાગ્યો.
થોડીવાર પછી પ્રશાંત બોલ્યો : " સ્મેલ એક જાણીતા ખાસ પરફયુૅમ ની આવતી હોય એવું જણાય છે .
પવનસિંહ પોતાના મદદનીશ આસિસ્ટન્ટ શ્રીવાસ્તવ તરફ ફરીને વિસ્મીત અવાજે ધીમેથી બોલ્યો : " શ્રીવાસ્તવ, સાહેબ અહીં આવ્યા હોય એવું લાગે છે !!!"

*****************************

આ તરફ દિવાકરના ગયા પછી બેડરૂમમાં સુતી સુતી સોનાક્ષી અનેક પ્રકારની ચિંતાઓની જાળમાં ગુંચવાતી જતી હતી .
બંધ કરેલા બારણા બહાર પોતાની નજર પડતી નહોતી છતાં તેના મનમાં કોણ જાણે એવું થયા કરતું હતું કે આજે રાત્રે આ મકાનમાં કંઈક અશુભ બનાવ અવશ્ય બનવાનો છે !
એટલામાં જ અચાનક પિસ્તોલ ના બે ત્રણ અવાજ સંભળાયા અવાજ સાંભળી તેના હૃદયની ગતિ થંભી જવા લાગી. તેને લાગ્યું કે પોતાના રૂમના ડોર ને ખોલવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો.
સોનાક્ષી ડરથી બૂમ પાડી ઉઠી.
ગાર્ડનમાં થી પસાર થતાં વખતે પ્રશાંતે આ જ બૂમ સાંભળી હતી અને તેથી ગભરાટમાં પડ્યો હતો.

જેમ જેમ વખત જવા લાગ્યો તેમ તેમ સોનાક્ષી નો ડર વધવા લાગ્યો . કોણે કોને ગોળીએ માર્યો ? દિવાકરને શું દુશ્મનોએ ગોળી થી વિંધી નાખ્યો ? ડરથી સોનાક્ષીનું શરીર ઝાડ પરના પાંદડાની જેમ ધ્રુજવા લાગ્યું. તેમનો કંઠ સુકાઈ ગયો પ્રયત્ન કરવા છતાં તે ફરીથી ચીસ પાડી શકી નહીં. પથારી પર બેઠા બેઠા એને કાન સરવા કર્યા કે ગેરેજ માંથી કોઈ કાર બહાર જાય છે. પરિચિત અવાજ પરથી તે સમજી શકી ગઈ કે મોટી કાર બહાર કાઢવામાં આવી રહી છે.
આટલી રાતે કાર લઇ બહાર કોણ ગયું?એ વાત તો નક્કી જ હતી કે તેના પપ્પા તો નથી જ ગયા .તેના રૂમની બાજુમાં જ પપ્પા નો બેડરૂમ હતો .જેમાં તેઓ અત્યારે સુતા હતા. ત્યાંથી તેમના નસકોરાનો અવાજ બહુ સારી રીતે તે સાંભળી શકતી હતી. ઘણા દિવસો પછી આજે જ તેઓ આવી ગાઢ નિંદ્રા માં પોઢ્યા હતા. તેઓ એટલા ગાઢ નિંદ્રા માં હતા કે દીકરીની ચીસ કે પિસ્તોલ ના અવાજ પણ તેને સંભળાયા નહોતા.
ત્યારે શું કાર ચાંઉ ચાંઉ કે એની ટોળીના કોઈ માણસ લઈને બહાર ગયા હશે ?
થોડીવાર પછી કાર પાછી ફરી ત્યારે તેને વધુ આશ્ચર્ય થયું કે આટલા ટૂંકા સમયમાં તે ક્યાં જઈ આવ્યા ?કદાચ કારમાં ચાંઉ ચાંઉની ટોળી ના બીજા માણસો આવ્યા હોય શકે !!
ભય અને શંકાથી સોનાક્ષી બહાવરી બની ગઈ હતી્. એકાદ નાનો સરખો શબ્દ સાંભળતા પણ તે ડરી જવા લાગી.જરાક અવાજ થતો કે તેને લાગતું કે ઘરમાં કોઈ આવ્યું.
અચાનક જ અગાસીમાં આવેલા એક રૂમની બારી જોરથી ખુલ્લી. ક્યાં રૂમની એ બારી ખુલ્લી હશે ?દિવાકર જે રૂમમાં સુતો છે તે જ બારી કદાચ ખુલી એવું સોનાક્ષીએ અનુમાન કર્યું .
સોનાક્ષી હવે સ્થિર રહી શકી નહીં રૂમમાં એકલા રહેવું તેના માટે અસહ્ય થઈ રહ્યું હતું. આવી સ્થિતિમાં જો થોડીક ક્ષણ વધારે પસાર થશે તો તે પોતે અવશ્ય જ ગાંડી થઈ જશે એવું તેને લાગ્યું.

સોનાક્ષી પોતાના રૂમમાંથી બહાર જવાની તૈયારી કરવા લાગી .ડરતા ડરતા તેણે સાવચેતીથી એકદમ ધીમેથી રૂમનું બારણું ખોલ્યું. ચોતરફ નજર ફેરવી કોઈ નથી એવી ખાતરી કરી લીધા પછી તે દિવાકરના રૂમ તરફ જવા લાગી દિવાકર સાથે હશે તો તેનામાં હિંમત આવશે એવી તેને ખાતરી હતી.
તેના રૂમ પાસે આવી સોનાક્ષીએ જોયું કે દિવાકરના રૂમનું બારણું અડધું ખુલેલું છે.રૂમમાં એકદમ અંધારું વ્યાપેલું છે.રૂમમાં જતા તેણે ધીમેથી અવાજ કર્યો : "ભાઈ, છો કે ? "
જવાબ ન મળવાથી તેને હાથ લંબાવી સ્વીચ ચાલુ કરી લાઈટના પ્રકાશમાં તેણે જે કંઈ જોયું તેનાથી તેનું શરીર કંપવા લાગ્યું .તેની આંખો ખુલ્લી ને ખુલ્લી જ રહી ગઈ ને એની ચીસ ગળામાં જ રૂંધાય ગઈ.....
એવું તો શું જોયું સોનાક્ષી એ...???
જાણવાં માટે વાંચો આગળ નો ભાગ.....
ક્રમશઃ ........