પારકિન્સન્સનો જન્મદિન (કંપવા દિન)  Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

પારકિન્સન્સનો જન્મદિન (કંપવા દિન) 


પારકિન્સન્સનો જન્મદિન (કંપવા દિન)

વર્ષ 1817માં ડૉ. જેમ્સ પાર્કિન્સને સૌપ્રથમ મગજના રોગનાં લક્ષણોની વિસ્તૃત માહિતી આપી હતી તેથી આ રોગને તેમના નામે ઓળખાય છે. પાર્કિન્સોનિઝમ અર્થાત કંપવા નામની બિમારી ની ઓળખ કરનાર વૈજ્ઞાનિક જેમ્સ પારકિન્સન્સ ના જન્મદિન ૧૧ એપ્રિલને દર વર્ષે વર્લ્ડ પાર્કિન્સન્સ ડે તરિકે ઉજવવામાં આવે છે. યુરોપિયન પારકિન્સન્સ ડિસીઝ અસોસિએશન તેમજ પાર્કિન્સન્સ-યુ.કે દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે ૧૧ એપ્રિલ એ વર્લ્ડ પાર્કિન્સન્સ ડે તરિકે ઉજવવામાં આવે છે. જેમા આ બિમારી અંગે જન-જાગૃતી કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

પાર્કિન્સન એટલે કે કંપવા રોગ એ મગજની બીમારી છે જેમાં ડોપામેન્ટની ઉણપ હોય છે. પાર્કિન્સનના કારણે હરવા ફરવાની ગતિ ધીમીપડે છે, સ્નાયુ સખત બને છે અને શરીરમાં ધ્રુજારિ થાય છે. આખા વિશ્વમાં એક કરોડથી વધુ લોકો પાર્કિન્સન રોગથી પીડાય છે અને ભારતમાં પણતેની સંખ્યા સતત વધી રહી છે.જો કે, હવે આ રોગનોસારી રીતે ઉપચાર શક્ય છે. જો તમારા કામના સ્થળે, તમારા ઘરમાં, તમારા પડોશમાં આવા લક્ષણોવાળા કોઈ દર્દી હોય, તો તેને ન્યુરોલોજીસ્ટ અથવા સમકક્ષ આરોગ્યનિષ્ણાત પાસે લઈ જઈ અને તેની સારવાર કરાવી શકાય છે. આ રોગથી બચવા માટે, નિયમિત કસરત અનેસંતુલિત આહાર પણ જરૂરી છે.



૧૭મી સદીમાં વૈજ્ઞાનિક જેમ્સ પારકિન્સન્સએ "ધ્રુજારી સાથેના લકવા પર નિબંધ" લખેલ જેમા તેણે પોતાના ત્રણ દર્દિઓ તેમજ અન્ય ત્રણ રાહદારીઓ ના કંપવા ના લક્ષણો વર્ણવેલ. જેમા તેમણે આ બિમારીના મુખ્ય લક્ષણૉ જેવાકે, સ્નાયુ શક્તિમાં ઘટાડો થવો, અનૈચ્છિક ધૃજારી થવી, હાથને ટેકો આપવા છતા પણ ધ્રુજારી શરુ રહેવી, શરીરનુ આગળ નમવુ, અનિચ્છાએ ચાલમાં ઝડપી ગતી આવવી તેમજ સમય જતા શરિરની સંવેદન શક્તિ તેમજ બુધ્ધીશક્તિમાં ઘટાડો થવો જેવા ચિન્હોનુ પોતાના નિબંધમાં વર્ણન કરેલ. જેના ૬૦ વર્ષ બાદ આ બિમારીનુ "પાર્કિન્સન્સ ડિસીઝ" તરિકે નામકરણ થયુ.



પારકિન્સન્સ ડિસીઝ એ મગજના "ડોપામીન" નામનુ ન્યુરોટ્રાન્સમીટર ઉત્પન્ન કરતા કોષોના નાશ થવાથી કે કોષોની સંખ્યા ઘટવાથી ઉદ્ભવતી બિમારી છે. સમય જતા આ કોષોના નાશની ક્રિયા વધુ વકરે છે. જેથી શરીરનું હલન-ચલન ધીમુ થવુ, હાથ-પગનુ જકડાઇ જવુ કે અનિચ્છાએ કાંપવુ, સમય જતા યાદશક્તિ તેમજ બુદ્ધિશક્તિની ખામી અને વધુ પડતો થાક લાગવો જેવી તકલીફો ઉદ્ભવે છે.હાલના વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર આ બિમારીનો કોઇ નિર્ણાયક ઉપચાર શક્ય નથી. મગજ માં આ બિમારીના લીધે ઘટેલ "ડોપામીન" નામના ન્યુરોટ્રાન્સમીટરનું પ્રમાણ વઘારતી દવાઓ વડે આ બિમારીની સારવાર કરવામાં આવે છે.

વયસ્ક લોકોને આ મૂંઝવતો અને પ્રચલિત આ રોગ છે, જેમાં મગજના ‘સબસ્ટેન્સિયા નાયગ્રા' નામના કોષો કોઈ કારણસર ક્ષતિગ્રસ્ત થઈ નાશ પામતા જાય છે ત્યારે ડોપામિન નામનું મગજનું અગત્યનું જૈવિક રસાયણ બનતું ઓછું થઈ જાય છે. તેનાથી હલન-ચલન ધીમું અને મંદ થઈ જવું, ધ્રુજારી (કંપન), સ્નાયુઓનું કડકપણું વિગેરે લક્ષણો ઉદભવે છે. શરૂઆત મોટે ભાગે શરીરની એકબાજુ એટલે કે જમણા કે ડાબા અંગથી થાય છે. અમુક દર્દીઓમાં આગળ જતા થોડાક વર્ષોમાં તે બન્ને અંગોમાં પ્રસરી જાય છે. .



પાર્કિન્સન્સના લક્ષણો જોઈએ તો, આરામની પળોમાં હાથ-પગની આંગળીઓમાં વિશિષ્ટ પ્રકારની લયબધ્ધ ધ્રુજારી, ચાલતી વખતે હાથનું હલન-ચલન ઓછું થવું, ઐચ્છિક સ્નાયુઓની બધી જ ક્રિયાઓ ઓછી અને ધીમી થવી, હાથ-પગ તથા ચહેરાના સ્નાયુઓ કડક થઈ જવા,અક્ષર નાના થઈ જવા, ચાલ ધીમી પડવી, ચાલતા-ચાલતા સ્થગિત થઈ જવું, યાદદાસ્તમાં ઘટાડો થવો, ડિપ્રેશન આવવું, ખૂબ પરસેવો થવો, શરીરે કળતર થવું, અવાજ ધીમો અને કંટાળાજનક થઈ જવો,ચહેરાના હાવભાવ ઓછા થવા–અદ્રશ્ય થવા, મોઢામાંથી લાળ પડવી, આંખોના ઝપકારા મંદ થવા વિગેરે લક્ષણો જણાય તો ડૉક્ટરને મળીને રોગનું નિદાન કરાવવું જરૂરી બને છે.



આ રોગ ઉંમર વધવાને કારણે થતા મગજના ઘસારા(Wear & tear) સાથે સંકળાયેલો છે. તેના ચોક્કસ કારણો હજી સંપૂર્ણપણે જાણી શકાયા નથી. કેટલીકવાર દવાઓની આડઅસર, માથામાં ઈજાઓ, જૈવિક રસાયણો કે વાયરસથી થતા નુક્સાન કે વારસાગત કારણોથી આ રોગ થાય છે. ઘણાં કિસ્સાઓમાં દર્દી અજાણ કારણોથી પણ આ રોગનો ભોગ બન્યાનું જણાયું છે. ક્યારેક આ રોગ બીજા કોઈ મોટા રોગના ભાગરૂપે પણ થતો જોવા મળે છે. આશરે 500 માંથી એક વ્યક્તિને કંપવા થઈ શકે છે. 60 વર્ષથી વધુ વયના આશરે 1.5% લોકો આ રોગથી પીડાય છે. મગજમાં ડોપામિન નામનું મગજનું રસાયણ ઉત્પન્ન કરનાર 80 ટકા જેટલા કોષો નાશ પામે ત્યારે કંપવાના લક્ષણો દેખાવા લાગે છે. .



આ રોગના નિદાન માટે MRI, Functional MRI ઉપયોગી સાબિત થાય છે. આ કોષોને નાશ પામતા અટકાવવાની કોઈ ચિકિત્સા કે દવા નથી, તેથી તેને જડમૂળ માંથી નાબૂદ કરી શકાતો નથી, પરંતુ નિયમિત દવા, સારવાર કરવાથી તેના ઘણાંબધા લક્ષણો પર મહદઅંશે કાબૂ જરૂર મેળવી શકાય છે. આધુનિક ચિકિત્સા પધ્ધતિ અને યોગ દ્વારા આ રોગમાં રાહત મળી શકે છે.



તબીબી દ્રષ્ટીએ આ રોગને પાંચ અવસ્થામાં વહેચવામાં આવે છે. જેમકે પહેલા તબક્કે શરીરની એક બાજુ ધ્રુજારી કે કડકપણું આવવું, જ્યારે અંતિમ તબક્કામાં દર્દી પથારીવશ હોય છે. પ્રત્યેક તબક્કે દર્દીને કઈ દવા કેટલા પ્રમાણમાં આપવી તે ન્યુરોફિઝિશિયન નક્કી કરે છે. અત્રે ઉલ્લેખનીય છેકે પ્રત્યેક દર્દીની સારવાર અને દવાની માત્રા જુદી જુદી હોય છે. .



પાર્કિન્સન્સ સંબંધિત સર્જરીમાં છેલ્લા બે દાયકાઓમાં ખાસ સંશોધનો થયા છે. કયા પ્રકારની અને કયા સમયે સર્જરી કરવી તેના વિશે પણ નિષ્ણાતોમાં ખાસ સેમિનારો મારફતે ચર્ચાઓ પણ થઈ રહી છે. સામાન્ય રીતે પાર્કિન્સોનિઝમમાં 3 પ્રકારની સર્જરીઝ થઈ શકે છે. જેમકે, અબ્લેશન સર્જરી, ડીપ બ્રૅઈન સ્ટીમ્યુલેશન અને સેલ ટ્રાન્સપ્લાન્ટેશન સર્જરી. .



મેડિકલ તથી સર્જિકલ પ્રકારની સારવાર ઉપરાંત નિયમિત વ્યાયામ, આનંદિત જીવન, સમુહમાં મળવું અને યોગોપચાર કરવો વિગેરે પણ સફળ સારવારના ઉપયોગી પરિબળો છે. ટૂંકમાં પાર્કિન્સન્સ રોગથી હવે ગભરાવાની કોઈ જરૂર નથી. વિશ્વ પાર્કિન્સન્સ દિવસ 11 એપ્રિલે મનાવવામાં આવે છે. પાર્કિન્સન્સ વિશે જાણીએ, તેનાથી ચેતીએ અને અટકાવવા માટે પ્રયત્નશીલ થઈએ.

ચાલો કંપવા રોગના શોધકની યાદમાં આજના દિવસે કોઈ એક કંપતા હાથનો સહારો બનીએ.