ક્ષમાસ્વરૂપ મસીહા ઈશુ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્ષમાસ્વરૂપ મસીહા ઈશુ



ક્ષમા સ્વરૂપ મસીહા ઈશુ

બાઇબલના નવા કરારમાં માથ્થી, માર્ક અને લૂકે ઇસુની ખાસ નોંધેલી એક વાત છે, ‘જો કોઇ મારો અનુયાયી થવા માગતો હોય, તો તેણે પોતાનો ત્યાગ કરવો જોઇશે અને પોતાનો ક્રોસ ઉપાડી મારી પાછળ આવવું જૉઇશે. ગુડ ફ્રાઇડેના દિવસે ઇસુ ખ્રિસ્ત ક્રોસ પર મૃત્યુને વર્યા છે અને ક્રોસ ખ્રિસ્તી ધર્મનું ખાસ નિશાન છે.

રોમન લોકોમાં ક્રોસ પર લટકાવીને મારી નાખનાર ગુનેગારોના ગુનાના ઉલ્લેખનું પાટિયું ક્રોસ પર લટકાવવાનો રિવાજ હતો. ઇસુના ક્રોસ પર લટકેલા ચાર અક્ષરોના પાટિયામાં ઇસુની વધશિક્ષાનું કારણ સમાયેલું છે. સૂબા પિલાતે ફરમાવ્યા મુજબ ઇસુનો ગુનો એટલે ઇસુ યહૂદીઓના રાજા હતા, એટલે તેમણે ક્રોસ પર પાટિયું લખાવડાવેલું: નાઝરેથનો ઇસુ યહૂદીઓનો રાજા.યહૂદીઓના રાજા તરીકે નાઝરેથના ઇસુને ક્રોસ પર મારી નાખવાનો હુકમ કરનાર રોમન સૂબા પોન્તિયસ પિલાત બરાબર જાણતા હતા અને માથ્થીએ નોંઘ્યું પણ છે કે લોકોએ કેવળ અદેખાઇને લીધે જ ઇસુને હવાલે કર્યા હતા.છતાં પિલાતે લોકોની બીકે ઇસુને કોરડા મરાવી ક્રોસે ચડાવવા માટે સોંપી દીધા.ઇસુ પોતાના જીવન વિશે પોતાના શિષ્યોને કહે છે, ‘પિતા મારા ઉપર પ્રેમ રાખે છે, કારણ, હું મારું જીવન અર્પી દઉં છું, અર્પી દઉં છું ખરો, પણ પાછું મેળવવા માટે, કોઇ એને મારી પાસેથી લઇ લેતું નથી, પણ હું જ એને મારી મેળે આપી દઉં છું. મને એને છોડી દેવાની સત્તા છે, તેમ એને પાછું લેવાની પણ સત્તા છે. આ આજ્ઞા મને મારા પિતા તરફથી મળેલી છે.

ઈસાઈ ધર્મ અનુસાર ઈસા મસીહ પરમેશ્વરના પુત્ર હતા. તેમને મૃત્યુદંડ એટલા માટે આપવામાં આવ્યો કારણ કે તે અજ્ઞાનતાના અંધકારને દૂર કરવા લોકોને શિક્ષિત અને જાગૃત કરી રહ્યા હતા. તે સમયે યહૂદિઓના કટ્ટરપંથી તેમનો વિરોધ કરી રહ્યા હતા. કટ્ટરપંથીઓએ રોમન ગવર્નરને ઈશુની ફરીયાદ કરી અને તેના મનમાં ભય જાગ્યો કે યહૂદીઓ ક્રાંતિ ન કરે. એટલા માટે તેણે ઈશુને ક્રોસ પર લટકાવી અને મારી નાખવાનો આદેશ આપ્યો. જો કે ઈશુએ પોતાના હત્યારાઓની ઉપેક્ષા કરતા પ્રાર્થના કરી કે ઈશ્વર તેમને ક્ષમા કરે કારણ કે તેઓ જાણતા નથી કે તે શું કરી રહ્યા છે.

ગુડ ફ્રાઇડેના દિવસે ઇશ્વરી યોજનામાં ઇસુ પોતે જ ક્રોસ પર પોતાનું જીવન અર્પી દે છે. ઇસુને ક્રોસ તરફ દોરી જનાર એક જ બાબત છે: ઇસુનો માણસ પ્રત્યેનો પ્રેમ! ઇસુનો મારા-તમારા પ્રત્યેનો પ્રેમ. ઇશ્વર પિતાના પ્રેમથી પ્રેરાઇને માણસમાત્ર પ્રત્યેના પ્રેમથી ઇસુ એ ક્રોસને ભેટયો છે. ક્રોસ પરના મૃત્યુને ભેટવાનો ઇસુનો પ્રેમ અનાદિ પ્રેમ છે, સનાતન પ્રેમ છે, અનંત કે અંત વિનાનો પ્રેમ છે, એટલે ખ્રિસ્તી લોકો માને છે કે ઇસુના ક્રોસને ભેટતા પ્રેમમાંથી કોઇ માણસ બાકાત નથી.

ગુડ ફ્રાઇડેના દિવસે ક્રોસ પર મરી જઇને ત્રીજે દિવસે પુનરુત્થાન પામેલા ઇસુ જાણે ઘોષણા કરે છે કે મૃત્યુમાં ખરેખર જીવન છે. ગુડ ફ્રાઇડે ખરેખર ઇશ્વરી શકિતનો દિવસ છે. ક્રોસ ઇશ્વરી પ્રેમ-વિજયનું પ્રતીક છે. ઈસાઈ માન્યતાઓ અનુસાર પવિત્ર ગુરુવારની સાંજે ભોજન બાદ કોઈ ઉત્સવ નથી થતા. આ સમય ઈસ્ટરની અવધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહે છે. આ દિવસો દરમિયાન પૂજા સ્થળ ખાલી રહે છે. આ દિવસો દરમિયાન પૂજા ઘરમાં ક્રોસ, મીણબત્તી, વસ્ત્ર કંઈ જ પણ ચઢતું નથી. આ ઉપરાંત જળના પાત્ર પણ ખાલી કરી દેવામાં આવે છે. માનવામાં આવે છે કે ઈશુને ક્રોસ પર લટકાવાયા હતા તે દિવસ શુક્રવાર હતો ત્યારથી આ દિવસને ગુડ ફ્રાઈડ કહેવામાં આવે છે. ક્રોસ પર લટકાવાયાના ત્રણ દિવસ બાદ એટલે કે રવિવારએ ઈસા મસીહ ફરી જીવિત થયા હતા. આ દિવસની ખુશી તરીકે ઈસ્ટર રવિવારની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને ઈસ્ટર સંડે કહેવામાં આવે છે.

ઈસાઈ ધર્મ માટે ગુડ ફ્રાઈડેનુ વિશેષ મહત્વ રાખે છે. અનેક લોકો આ બલિદાન માટે ઈસા મસીહની કૃતજ્ઞતા વ્યક્ત કરતા 40 દિવસ સુધી ઉપવાસ રાખે છે. જેને 'લેંટ' કહેવામાં આવે છે તો કોઈ ફક્ત શુક્રવારના દિવસે ઉપવાસ કરીને પ્રેયર(પ્રાર્થના) કરે છે. આ દિવસ પ્રભુ ઈશુના ઉપદેશો અને તેમની શિક્ષાઓ અને વચનોને ફક્ત યાદ કરવાનો જ દિવસ નથી પણ તેને અમલમાં લાવવા માટે પ્રેરિત થવાનો દિવસ છે. સલીબ પર લટકતા ઈસએ જે અંતિમ વાત કહી હતી, એ તેમને ક્ષમાની શક્તિની અનન્ય મિસાલ છે. સલીબ પર લટકાવ્યા પછી મૃત્યુ પહેલા તેમના માર્મિક અને હ્રદયગ્રાહી શબ્દ હતા - 'હે ઈશ્વર તેમને ક્ષમા કરો, કારણ કે તેઓ નથી જાણતા કે તેઓ શુ કરી રહ્યા છે.'

જે ક્રોસ પર ઈસુને 'ક્રુસીફાઈ' કરવામાં આવ્યાં હતાં તેના પ્રતીકના રૂપમાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સ્વરૂપ લાકડીનો એક પાટ ગિરિજાઘરમાં રાખવામાં આવે છે.ઈસુના શિષ્યો એક એક કરીને તેને આવીને ચુમે છે.ત્યાર બાદ બપોરના ત્રણ વાગ્યા સુધી સર્વિસ કરવામાં આવે છે. સર્વિસમાં ખ્રિસ્તી સિદ્ધાંતો (ચાર ગોસ્પેલ્સ) માંથી કોઈ પણ એકનું પઠન કરે છે.ત્યાર બાદ સમારોહમાં પ્રવચન, ધ્યાન અને પ્રાર્થના કરવામાં આવે છે. આ દરમિયાન શ્રદ્ધાળુ પ્રભુ ઈસુ દ્વારા ત્રણ કલાક સુધી ક્રોસ પર ભોગવેલી પીડાને યાદ કરે છે.ત્યાર બાદ અડધી રાત્રે સામાન્ય કમ્યુનિયન સર્વિસ થાય છે.ઘણી જગ્યાએ તો કાળા વસ્ત્રો પહેરીને શ્રદ્ધાળુઓ ઈશુની છબી લઈને માતમ મનાવતાં એક ચાલવાનો સમારોહ કાઢે છે અને પ્રતિકાત્મક અંતિમ સંસ્કાર પણ કરવામાં આવે છે.ગુડ ફ્રાઈડે પ્રાયશ્ચિત અને પ્રાર્થનાનો દિવસ છે તેથી આ દિવસે ગિરજાઘરોમાં બેલ વગાડવામાં આવતી.નથી.

આ દિવસે ઈશુએ ધરતી પર વધી રહેલ અત્યાચાર અને પાપ માટે બલિદાન આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. અમાનવીય યાતનાઓ સહન કરતા માનવતા માટે પોતાના પ્રાણ ત્યજી દીધા હતા. તેથી ગુડ ફ્રાઈડેને હોલી ફ્રાઈડે, ગ્રેટ ફ્રાઈડે, બ્લેક ફ્રાઈડે પણ કહે છે.ક્ષમા અને પ્રેમની કરુણા મૂર્તિ ઈશુને વંદન.