વહાણવટા દિન Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

વહાણવટા દિન


વહાણવટા દિન

આ દુનિયામાં વહાણની શોધ કયારે થઇ તેના કોઇ ચોકકસ પ્રમાણ ઉપલબ્ધ નથી. પરંતુ તરાપા- હોડી પછી માનવીએ સાગર પાર કરવાના આશયથી છ માસથી વર્ષભર ચાલે તેટલો અનાજ પુરવઠો સંગ્રહી શકાય તેમજ વિદેશોમાંથી વિવિધ ચીજવસ્તુઓ મોટા પ્રમાણમાં વિનીમયના રૂપમાં લાવી શકાય તેવી મોટી હોડી બનાવી જેને પછીથી વહાણ નામ અપાયુ હશે તેવો જાણકારોનો મત છે. આમ વહાણવટા દ્રારા માનવીએ જળ માર્ગે દુનિયાના વિવિધ દેશોની શોધ કરી અન્ય સંસ્કૃતિ સાથે પરિચયમાં આવ્યો. વિશ્વના વિકાસમાં વહાણવટાના યોગદાનનો યાદ રાખવા દર 5મી એપ્રિલે વિશ્વ વહાણવટા દિવસ ઉજવવામાં આવે છે.ઈ.સ. ૧૯૧૯માં 5 એપ્રિલે સિંધિયા સ્ટીમ નેવિગેશનનું પ્રથમ જહાજ બ્રીટીશર એમ.એસ.લોયાસ્તીએ મુંબઈથી લંડન જવા પ્રયાણ કર્યું હતું.ત્યારથી વહાણવટા વિકાસનો યુગ શરુ થયો હતો.અને તેથી ૧૯૬૪ થી વહાણવટા દિન 5 એપ્રિલએ ઉજવાય છે.

ભારતમાં વહાણવટાની લાંબી અને ગૌરવપ્રદ પરંપરા હતી એમ માની શકાય કેમકે આપણા વહાણવટા ઉધોગનો ઉલ્લેખ ધર્મ પુસ્તયક રામાયણમાં છે. જેમાં ભગવાન શ્રીરામ નદી પાર કરવા કેવટની નાંવ (હોડી) નો સહારો લે છે. આ પછી ઋગવેદ, મોર્ય, ગ્રીક,અને મૈત્રી કાલીન યુગમાં વહાણવટાનો વિકાસ થતો ગયો. કૌટિલ્યના અર્થશાસ્રમાં અને ગ્રીક ગ્રંથોમાં પણ દરિયાખેડુ ભારતીયોના વિદેશ સાથેના વ્યાપારનો અને નૌકા બાંધકામનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. આ ઉપરાંત બૌદ્ધ અને જૈન સાહિત્યમાં વસુદેવ, હિન્ડીક, નાભીનંદનો દ્રારા પ્રબંધ કોષ, પ્રબંધ ચિંતામણી, શ્રીપાલ ચરિત, જગડુ ચરિત, શત્રુંજંય મહાત્ય વિગેરે ગ્રંથોમાં વહાણવટાનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. આ ઉપરાંત આપણી સ્થાપત્ય અને ચિત્રકલામાં પણ વહાણવટાનો ઉલ્લેખ થયેલો છે. લોથલમાંથી મળી આવેલ મુદ્રાઓ ઉપર પાંચ હોડીના રેખાંકનોના સૌથી જુના અવશેષો મળી આવ્યા છે. આજ રીતે જાવાના બોરોબુદુરુના મંદિરની દિવાલ ઉપર, આબુ પર્વત ઉપર વસ્તુપાળ અને તેજપાળે બંધાવેલ મંદિરની દિવાલો પર, તિર્થકલ્પમાં વર્ણવેલ શકુનિકા બિહારની આખ્યાયિકોમાં પણ વહાણવટાના શિલ્પો મળી આવ્યા છે.
ચીની પ્રવાસી હયુ એન સંગ અને ઇત્સીંહગ ફાહીયાને ભારતીય વહાણવટા અને વસાહતીઓની કથા તેમના પ્રવાસ વર્ણનોમાં આલેખી છે. વિશ્વ પ્રવાસી ક્રિસ્ટોફર કોલંબસે દરિયાઇ માર્ગે વહાણવટા દ્રારા વિશ્વનો પ્રવાસ કરી આફ્રિકા, વેસ્ટઇન્ડિઝ, અમેરિકા, જેવા દેશોની શોધો કરી હતી.
:
1498માં વાસ્કોકડીગામાએ પૂર્વ આફ્રિકાના બંદરો પર ખંભાત (ગુજરાત) અને હિન્દુકુશના ખલાસીઓને જોયા હોવાનો તેના પ્રવાસ વર્ણનોમાં ઉલ્લેખ છે, તેના કહેવા મુજબ ભારતીય વહાણવટીઓ તારાઓના આધારે દિશા નકકી કરીને પ્રવાસ કરતા હતા. કહેવાય છે કે, વાસ્કો ડી ગામાને કાલીકટનો માર્ગ બતાવનાર કાનજી માલમ નામનો ખારવો આપણો ગુજરાતનો હતો. અકબરના સમયમાં અબુલફઝલ, આઇને અકબરીમાં વહાણ ઉપર કામ કરનાર તેમજ વહાણ ચલાવનાર ચાલકને નાખુદા, માલમ, ટંડેલ, સારંગ, ભંડારી, કરાણી, સુકાની, પીંજરીયો,ગુજમતી, ગોલંદાજ અને ખારવા તરીકે ઓળખ ધરાવતા નામો આપવામાં આવ્યા હતા.

આપણા દેશના વહાણવટીઓ પ્રાચીન કાળથી ઇરાન, ઇરાક, અરબસ્તાન રંગુન (બ્રહ્મ દેશ) કોલંબો (શ્રીલંકા) જાવા સુમાત્રા બોર્નિયો યુરોપ ઇગ્લેન્ડી, આફ્રિકા જેવા દેશો સાથે વ્યાપારથી સંકળાયેલા હતા. એ સમયે દેશમાં મુખ્ય બંદરો કાલીકટ, કલકતા, મુંબઇ, બેંગલોર, મદ્રાસ, કોચીન.
જયારે ગુજરાતમાં સુરત, ભરૂચ, ખંભાત, મુદ્રા દ્રારકા,(ઓખા) પોરબંદર, વેરાવલ, માંડવી જેવા બંદરો પરથી લોકો વિદેશ પ્રવાસે અને વ્યાપાર અર્થે જતા હતા. ત્યારે વહાણના ખલાસીઓ તેમની સંસ્કૃ્તિઓ પ્રમાણે પોતાના પ્રવાસ સફળ બને તે માટે વહાણવટી માતા, વરુડી માતા, શિકોતર માતા સિંધવી માતા તેમજ મંમઇ માતાની પુજા કરી વહાણો ઉપાડતા હતા.

માનવીના વિકાસમાં વહાણવટાએ મોટો ભાગ ભજવ્યો છે. આ પૃથ્વી ઉપર માનવીના જન્મી પછી તેના અસ્તિત્વને ટકાવી રાખવા નદી દ્વારા પીવાનું પાણી અને દરિયા દ્વારા ખોરાક માટે માછલા મળ્યા જે તેના માટે પૂરતાં ન હતા તેને તો નદીને સામે કાંઠે અને દરિયાને પેલે પાર દુનિયાને જોવી હતી આ માટે જરુર હતી.

હોડી કે વહાણની શરૂઆતમાં તેણે તરાપો અને પછી હોડીની શોધ કરી પરંતુ તેનાથી પાણીમાં દૂરને અંતરે જઇ શકાતુ ન હતું. તેનો ઉપયોગ નદી ઓળંગવા કે દરિયાના છીછરા પાણીમાંથી માછલા પકડવા પુરતો હતો.આ પછી વહાણની શોધ દ્રારા વહાણવટાને જીવંત કરીને સમગ્ર વિશ્વનું ભ્રમણ કર્યુ માનવી દરિયાઇ સફરમાં તરાપાથી આગળ વધતાં હોડી, વહાણ (શઢવાળા) એન્જી નવાળા, આગબોટ, અને હવે ડિઝલથી ચાલતા હજારો ટન માલનું તેમજ પેસેન્જરોનું પરિવહન કરતા જંગી જહાજો બનાવી છેલ્લા 3000 વર્ષોમાં અદભુત ક્રાન્તિ સર્જીને સમગ્ર વિશ્વને દરિયાઇ રસ્તાથી જોડીને પરિવહન સસ્તું અને સરળ બનાવવામાં મહત્વવનો ફાળો આપ્યો છે. અને સદાય આપતું રહેશે તેમાં કોઇ શંકા નથી.

વાસકો-દ-ગામા એ ભારતની શોધ નહોતી કરી તે પૂર્વે પણ ગુજરાતમાંથી વહાણો દરિયાપારના પૂર્વ આફ્રિકા, આરબ દેશોમાં પોતાનો વ્યવસાય ચલાવી રહ્યાં હતાં. આવી સાહસિક પ્રજામાં દરિયાખેડુ તરીકે પુરુષોનું વર્ચસ્વ રહ્યું હતું જેમાં કાનજી માલમ હોય કે રામસી માલમ હોય, વહાણના નાખુદા અથવા કૅપ્ટન તરીકે પુરુષો જ હોય.આવી સુવાંગ મૉનોપૉલી તોડી કચ્છની એક બહાદુર દીકરીએ, જેનું નામ કબી કસ્ટા હતું. ભારતનાં આ પ્રથમ વહાણવટી મહિલા કબી કસ્ટા નાખુદાં બન્યાં તેની પાછળ પણ કારણ હતું. પતિ મીઠુ કસ્ટાને એ જમાનાનો રાજરોગ ક્ષય (ટીબી) લાગુ પડતાં તેમણે કબીને પ્રોત્સાહિત કર્યાં.તો દેશના વહાણવટાઉદ્યોગમાં પ્રથમ ભારતીય નારી તરીકે નામના પ્રાપ્ત કરનારા સુમતિ મોરારજીનો જન્મ 13 માર્ચ 1909ના રોજ કચ્છના મુંબઈ આવીને સ્થિર થયેલા કચ્છી ભાટિયા શેઠ મથુરદાસ ગોકુલદાસને ત્યાં થયો હતો.આ સાહસિક નારીઓએ વહાણવ ટાના ઇતિહાસમાં નારીશક્તિ સાથે કચ્છનું નામ પણ રોશન કર્યું છે.

ગુજરાત પાસે સહુથી લાંબો ૧૬૦૦ કિમીનો દરિયા કિનારો છે. ગુજરાતની પ્રજા વ્યાપારવણજમાં તો સાહસિક છે જ પણ સાગરખેડુ તરીકે પણ તેણે આગવી નામના મેળવી છે. પોતાના વિશિષ્ટ ગુણો, સુલેહ અને સમાધાન, સહકાર અને સહિષ્ણુતાને કારણે ગુજરાતી પ્રજા દુનિયામાં વ્યાપાર કરવા માટે સફળ રહી છે.આજના દિવસે દરીયાખેડુને પ્રોત્સાહન, મનોરંજનના કાર્યક્રમો સાથે તેમની સલામતી જાગૃતિસમજના કાર્યક્રમો યોજાય છે, તો દરિયાઈ સેવા દરમ્યાન દુનિયા છોડી ગયેલને યાદ કારી તેમના કુટુંબીજનોને સન્માનિત કારી શકાય. આજના દિને ખલાસીઓના દીકરા દીકરીઓને ઉચ્ચ ટેકનોલોજીવાળું ભણતર નિયમિત મળે તો વહાણવટાની હજુ વધુ પ્રગતિ થાય.