Andhari Raatna Ochhaya - 19 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૧૯)

ગતાંકથી....


દિવાકર બમણા જોરથી તેના હાથને મરડવવા લાગ્યો. થોડીવારમાં જ ચાંઉ ચાંઉ હાથમાં દુખાવાથી આર્તનાદ કરવા લાગ્યો તે સાથે ઝણઝણાટી કરતી છરી જમીન પર સરકી પડી. દિવાકર ખડખડાટ હસતો બોલ્યો :" હવે આપણે બન્ને સરખા ,ચીની કીડા હવે તું મારા હાથમાંથી બચી શકીશ નહીં......

હવે આગળ.....


પરંતુ તેના શબ્દો અધૂરા જ રહ્યા ...હાથ ઉપર તીક્ષ્ણ દાંતનો સ્પર્શ થયો. દિવાકરે પોતાનો હાથ ઝૂંટવીને બંને હાથે ચીના નું ગળું પકડ્યું અને તેને જમીન પર પછડાવાનો પ્રયત્ન કર્યો. પરંતુ માછલી જેમ સરકતા ચીનાને કબજે કરવાનું કામ મુશ્કેલ બની રહ્યું હતું. દિવાકરના હાથમાંથી છટકી ચાંઉ ચાંઉ જમીન પર બેસી ગયો. દિવાકર તેને અંધારામાં પકડી શક્યો નહીં. થોડે દૂર શ્વાસ ચાલતો જાણી તેને લાગ્યું કે ચાંઉ ચાંઉ આમતેમ હાથ ફેરવીને પોતાની છરી શોધી રહ્યો લાગે છે.
કણસવાના ઝીણા અવાજ તરફ નજર કરી ત્યાં જ દિવાકરને એક મનુષ્ય મૂર્તિ ફાંફાં મારતી જણાય .તેણે પોતાનું બધું જ બળ એકત્ર કરી તેના પેટમાં પ્રચંડ લાત મારી. ચાંઉ ચાંઉ ઉભો થવા જતો હતો ત્યાં પ્રચંડ લાત ખાઈને ચતો પાટ જમીનદોસ્ત થઈ ગયો . તરત જ દિવાકર તેના પર કૂદી પડ્યો .ફરીથી એ ભયંકર અંધારામાં બંને કુસ્તી લડવા લાગ્યા . ચાંઉ ચાંઉ જમીન પર પડી હાથ લંબાવી દિવાકર ની આંખમાં આંગળીઓ નાખવાનો પ્રયત્ન કરવા લાગ્યો અને જંગલી વરુની માફક તેના ડાબા હાથ પર બચકા ભરવા લાગ્યો. અત્યારે મરણિયો બની ગયો હતો. હાથની પીડાથી દિવાકર અધિરો બની ગયો હતો. જમણા હાથથી તે ચીના ના મોઢા પર મૂક્કાઓ મારવા લાગ્યો.

હાથની પીડાતી દિવાકર અધીરો બની ગયો હતો .જમણા હાથે તે તેના મોં પર મુક્કાઓ મારવા લાગ્યો, છતાં ચીનાએ તેનો ડાબો હાથ ન જ છોડ્યો તેના તીક્ષ્ણ દાંત દિવાકરના માંસમાં થઈ હાડકામાં પેસવા લાગ્યા ;લોહીની ધારા છૂટી ;અસહ્ય પીડાથી તેનો ડાબો હાથ એકદમ દુબૅળ બની ગયો . વારંવાર મુક્કાઓ માર્યા બાદ દિવાકર પોતાનો હાથના ચાંઉ ચાંઉ ના કબજા માંથી મુક્ત કરી શક્યો ખરો, પણ તેને એટલી બધી પીડા થતી હતી કે, હાથમાંથી એટલું બધું લોહી વહી ગયું હતું કે તેનું માથું ફરવા લાગ્યું.
તે સમજી ગયો કે આ ભયંકર માણસ સાથે લડવું હવે અશક્ય છે હવે તે તેનું ખૂન કરતાં પાછું વાળી જોવાનો નથી. પણ હાલ તો દિવાકર જો તેના ઘાવ પર પાટો બાંધી શકે તો ફરી બમણા જોરથી હુમલો કરી શકે. પરંતુ એટલી તક પણ મળે ક્યાંથી?

બારણા બહાર એક કરતાં વધારે માણસોના પગરવ સંભળાવવા લાગ્યા. કદાચ દુશ્મનોના માણસો આવજા કરી રહ્યા છે. સોનાક્ષી સુરક્ષિત થશે ખરી?

‌‌. ગમે તે રીતે તેણે જીવવું જ જોઈએ આ પ્રમાણે ચાંઉ ચાંઉ સાથે લડાઈ કરી શક્તિ ગુમાવવાથી શું ફાયદો? હાથમાંથી લોહી વહે છે એ લોહી જેમ જેમ બને તેમ જલ્દી બંધ કરવાની જરૂર છે . ચાંઉ ચાંઉ ને હાલ તે પહોંચી વળે એમ નથી .આવી સ્થિતિમાં ભાગવુ એ જ ઉત્તમ છે .
આવો નિશ્ચય કરી દિવાકર ઉભો થયો ચાંઉ ચાંઉ તેના પર ફરીથી હુમલો કરે તે પહેલા જ તે બારી પાસે જઈ પહોંચી, બારી ખોલી તે બહાર કુદી પડ્યો.

******************************

બુરખા વાળો માણસ અને ચાંઉ ચાંઉ ડ્રોઈંગ રૂમ માં આવ્યા ને પ્રશાંત સ્તબ્ધ બની ગયો. મયંકને સારી પેઠે મેથીપાક ખવડાવવાની તેની ઈચ્છા હતી પરંતુ અત્યારે તો ત્રણ લોકોની સામે પોતે એકલો હતો. પ્રશાંત એક ક્ષણ કિંકર્તવ્યમૂઢ બની ગયો.
ચાંઉ ચાંઉ ના હાથમાં એક મોટો છરો હતો. તેનો આગળનો ભાગ લોહી વાળો હતો!
લોહી જોતા જ પ્રશાંત કંપકંપી ઉઠ્યો ! છરી કોના લોહીથી ખરડાયેલી છે ! દિવાકરના લોહીથી તો ખરડાયેલી નહીં હોય ને ! તેને મનોમન વિચાર્યું કે પોતે આ મકાનમાં બંદી બની ગયો છે .ચાંઉ ચાંઉ બારણા વચ્ચે ઊભો છે .તેનાથી થોડી દૂર પેલો બુરખા વાળો માણસ હાથમાં પિસ્તોલ લઈને ઊભો. છે

પ્રશાંતને મૂંગો ઉભેલો જોઈ બુરખાવાળા માણસે મયંક ને પૂછ્યુ : "મયંક ,શું વાત છે? આ છોકરો આટલું બધું ઉશ્કેરાયેલો ને ગુસ્સે થયેલો કેમ લાગે છે?"
મયંકે ઉતાવળા અવાજે કહ્યું : " આ માણસ છુપો જાસુસ છે .અહીં રહેતો ડ્રાઇવર પણ પોલીસ નું માણસ છે.આપે જે કંઈ અનુમાન કર્યું હતું તે સાચું છે તે અહીં તપાસ માટે આવ્યો છે .આ માણસ તેનો ખાસ મિત્ર છે; તેણે મને છેતર્યો છે."
"શું ખરેખર !બધી વાત બરાબર પણ એ માટે તો તું જ જવાબદાર છે. તું જ તોએને અહીં લાવ્યો છે એ વાત કેમ ભૂલી જાય છે !"
બુરખાવાળા માણસે ના મુખ પર ઝેરીલું હાસ્ય છવાતું જતું હતું.

પ્રશાંત ત્વરિત જ નિભૅયતાથી બોલ્યો : "મયંક તદ્દન જુઠ્ઠો છે.. હું કોઈ જ તપાસ માટે અહીં આવ્યો નથી .મને તો મયંક જ અહીં લાવ્યો છે .એ અહીં થી એક છોકરીને ઉઠાવી જવા માટે આવ્યો છે અને મને એ કામમાં મદદ કરવા સાથે લાવ્યો છે."
પ્રશાંત ની વાત સાંભળી ને બુરખાધારી માણસના આંખ માંથી આગ વરસવા લાગી તે મયંક પાસે જઈને ગુસ્સાથી મેઘગજૅના કરતો બોલ્યો: "મયંક......હવે મને તારી બધી જ વાત સમજાય રહી છે.તારી હિંમત દિવસે દિવસે વધતી જાય છે.જયારે મારો પીતો ગયો ત્યારે તારી ખેર નથી.આ હાથમાં રહેલી પિસ્તોલ ની ગોળીઓ ધરબી
દઈશ તો વાર નહીં લાગે.
પ્રશાંતે વિચાર્યું કે આ વાતનો બરાબર લાભ લેવો જોઈએ . ચાંઉ ચાંઉ બેફામ બની ને બુરખાધારી માણસના ઉશ્કેરી રહ્યો હતો ને એ ગુસ્સામાં લાલ-પીળો થતો મયંકને ધમકાવી રહ્યો હતો.જે આ તકનો લાભ ઉઠાવી ન શક્યો તો કાયમ માટે આ મકાનમાં કેદ રહેવું પડે એવી પુરી જ સંભાવના હતી.
હવે તેણે પોતાનું જોર અજમાવ્યું.બારણા પાસે ઊભેલા ચાંઉ ચાંઉ ના ના પેટમાં જોરદાર લાત મારી કે ચોપાટ પડ્યો ને તેને બહાર તરફ દોટ મુકી તે બંને પણ ચીના ને પડતો મુકીને તેની તરફ ભાગ્યા.

એકાએક પાછળ પિસ્તોલ નો અવાજ થયો! એક,બે,ત્રણ ! પરંતુ એ દરમિયાન તો એ સીડી પર થઈ ઉપર ચઢી ગયો ને સામે જ ખુલ્લું બારણું હતું તેમાં અંદર ચાલ્યો ગયો. હવે ઝડપથી આ મકાન છોડવું અનિવાર્ય બની ગયું હતું ઝડપથી બહાર નીકળી પોલીસ ખાતાને જાણ કરવી એવો તેનો ઉદ્દેશ્ય હતો.પરતું અહીં થી બહાર નીકળવાનો રસ્તો પણ તેને ખબર ન હતી.બહાર એક થી વધારે માણસોનો પગરવ સંભળાતા તેને ભય લાગ્યો કે આ લોકો અચુક આ રૂમમાં આવશે જ.

રૂમમાં નજર ફેરવતા એણે જોયું કે બેડ પર બધું વેરવિખેર હતું ને ઓશિકા ની દશા પરથી એણે વિચાર્યું કે નક્કી થોડા સમય પહેલાં જ અહીં ભયાનક યુધ્ધ કે હુમલો થયો લાગે છે.પવન માં આમ તેમ પછડાતી બારી જાણે એને કહી રહી હતી કે બચવા માટે મારામાંથી કુદવા સિવાય કોઈ જ વિકલ્પ નથી.એટલા માં કોઈ રૂમમાં દોડતું આવ્યું ને પ્રશાંતે બારીમાંથી બહાર કુદકો માર્યો.
બારી ની નીચે ઘાસ ને કોથળા પડ્યા હતા.તેના પર પડતા જ પ્રશાંત મનોમન ખુદને નસીબદાર ગણતો ઊભો થયો ને થોડે દુર આવેલા બગીચાની ગીચ ઝાડીમાં ઘુસી ગયો.
આ સ્થળ ખુબ જ અંધારીયુંને અગોચર હતું કે દુશ્મન ત્યાં સુધી સહેલાઈથી પહોંચી શકે તેમ ન હતું.અચાનક તેના પગે કંઈ અથડાતા પ્રશાંતે નીચે વળીને જોયું તો લાકડી જેવું કંઈક હતું જેને હાથમાં લેતાં જ પ્રશાંતને‌ જાણે મધદરિયે ડુબતા ને વહાણ મળ્યા જેવી અનુભુતિ થવા લાગી.તેના જીવને થોડી શાતા મળી.હવે તેને રિવોલ્વર ખોવાય જવાનું દિલગીરી રહી નહીં.
પરંતુ દિવાકર ક્યાં ગયો હશે? શું એ આ મકાનમાં હશે જ નહીં!
પ્રશાંત ને આ વાત યાદ આવતા જ એ ઊંડે વિચારોમાં ડુબી ગયો.

પ્રશાંત ના આ વિચાર નો શો જવાબ હશે?
આખરે દિવાકર આ મકાનમાં જ છે તો અત્યારે ક્યાં છે? કેવી હાલતમાં છે? એ જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ......
ક્રમશઃ.......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED