અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૧૮) Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૧૮)


ગતાંકથી....

દિવાકરે કહ્યું : "એ તો હું દિવાકર,બારણું ખોલવાની જરૂર નથી .બસ તમે ઠીક છો ને?એ જ જોવા માટે આવ્યો હતો.સોનાક્ષી કંઈ બોલે એ પહેલાં જ કોઈ ના આવવાનો અણસાર આવતા જ દિવાકર પોતાના રૂમ તરફ ઉતાવળે પગલે ચાલ્યો ગયો.

હવે આગળ.....


પોતાના રૂમ સુધી પહોંચે એ પહેલા જ કોઈનો પગરવ સંભળાતા તે ફરી પાછા પગલે સોનાક્ષીના રૂમ તરફ પાછો વળ્યો. ફરી બારણું ખખડાવતા સોનાક્ષી સમજી ગઈ કે આ દિવાકર જ છે.તેણે કહ્યું : "કોણ? ભાઈ તમે ?, કંઈ સાંભળ્યું કે ?"
"શું "
"થોડીવાર પહેલા આપણા ગાર્ડનમાં કોઈ કાર આવી છે ! એમાં કોણ આવ્યું ?"
આ સમાચાર સાંભળીને દિવાકર ચમક્યો. કારમાં આટલી રાત્રે ચાંઉ ચાંઉ સિવાય બીજું કોણ આવે .તેમ હોય તો તે પોતાની ટોળી સાથે આવ્યો હશે.
તેણે સોનાક્ષીને કહ્યું : "એ તો કોણ જાણે, કદાચ ચાંઉ ચાંઉ પાછો ફર્યો હોય. ગમે તે હોય તેની કંઈપણ પરવા કરતા નહીં સોનાક્ષી બહેન સાંભળો છો કે ?"
"શું "

જો કદાચ કોઈ પણ બનાવ બને કે તમે મુશ્કેલીમાં પડો તો બૂમ પાડજો. હું તમારી બૂમ સાંભળતા જ દોડ્યો આવીશ ; સમજ્યા? કોઈ જ પ્રકારના ડર રાખવાની જરૂર નથી.?

"હા,હા ..જી."

"પરંતુ મને વિશ્વાસ છે કે એવું કંઈ બનશે નહીં તમે નિશ્ચિંત બની સુઇ જાવ. હું પણ જાઉં છું .મારા રૂમમાં જઈ સુઈ જાઉં છું ."
"ભાઈ, એક બીજી વાત કહું ?"
"એમાં પુછવાનું શું નિશ્ર્ચિંત થઈને બોલો ,શી વાત છે ?"
"આ મકાનમાં હવે મારું મન લાગતું નથી આવતી કાલે જ હું પપ્પાને કહી આ મકાનમાંથી ચાલી જવાની છું."

દિવાકર સમજી ગયો કે સોનાક્ષી ખૂબ જ ડરી ગઈ છે.
તેમણે સ્મિત કરતા કહ્યું : "કાલની વાત કાલ !આજે તો સુઈ જાઓ. હું જાઉં છું."

સોનાક્ષીના રૂમ પાસેથી લાંબો વરંડો પસાર કરી દિવાકર પોતાના રૂમ પાસે આવી પહોંચ્યા પરંતુ ધીમા પગલે ચાલતા અચાનક તે સ્થિર થઈ બહાર જ ઉભો રહી ગયો.
કોણ જાણે ! કોઈ ઉશ્કેરાયેલા કંઠે વાતચીત કરતું ન હોય એવો આભાસ થતો હતો.

ચાંઉ ચાંઉ કોઈને કંઈ અગત્યની વાત કહેતો હોય તેવું તેને લાગ્યું. કોની સાથે એ વાત કરતો હશે ? કદાચ ડૉ. મિશ્રા સાથે !અથવા તેના કોઈ ડોન કે ગેંગ ના આગેવાન સાથે.
દિવાકર હવે કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વગર પોતાના રૂમ તરફ દોડ્યો. ઓરડામાં જઈ ફટાફટ બારણું બંધ કરી દીધું. આ બધા જ બનાવો એટલા જલ્દી બનતા જતા હતા કે આજે રાત્રે જ બધી બાબતનો ખુલાસો કદાચ થઈ જાય તેમ તેને લાગ્યું .ચાંઉ ચાંઉ અને તેના ટોળીના બદમાશો આજે રાત્રે જ પોતાના પર હુમલો કરશે તેઓ તેને ભાસ થયો અને તેમ કરવા માટે તેઓ ટોળા બંધ અત્યારે આવી પહોંચ્યા હશે એવું તેણે અનુમાન કર્યું.
પરંતુ આ રૂમમાં જ જો તે મારા પર હુમલો કરે તો એ ક્યાં રસ્તે આવશે? જાળીમાં થઈને કદાચ આવે ખરા !તેણે જાળી સજ્જડ રીતે અંદરથી બંધ કરી દીધી.
દરવાજાને બંધ કરી તેણે અંદરથી ચાવી ફેરવી પરંતુ તેમ છતાં તે બારણા ની બીજી ચાવી ચાંઉ ચાંઉ પાસે છે એ વાત તો એ સારી રીતે જાણતો હતો.તેને ખાતરી થઈ ગઈ કે અવશ્ય તેઓ આ રસ્તે જ અંદર આવશે.
આવવા દો !રિવોલ્વર માં પાંચ બુલેટ તો છે પાંચ-સાતને તો હું જમીનદોસ્ત કરી જ શકીશ. ત્યારબાદ જે થવાનું હશે તે થશે રિવોલ્વર યાદ આવતા તેને દિલમાં શાંતિ વળી. આ તેના બેસ્ટ ફ્રેન્ડે તેને ભૂતકાળમાં પુષ્કળ મદદ આપી છે અને આ વખતે પણ આપશે એવી તેને ખાતરી હતી પરંતુ રિવોલ્વર બહાર કાઢવા માટે જેવો તે પોકેટમાં હાથ નાખવા જાય છે તેઓ તે ચમક્યો !

રિવોલ્વર ક્યાં? !?પોકેટ ખાલી હતા . બધા જ પોકેટમાં રિવોલ્વર ના કોઈ જ નિશાન ન હતા.દિવાકર ક્ષોભ અને દુઃખથી આર્તનાદ કરી ઉઠ્યો ! રિવોલ્વર ગુમ થઈ ગઈ હતી.
કદાચ પહેલા છુપા ઓરડામાં પડી ગઈ હશે. પગ લથડતાં જમીન પર પડ્યો તે જ વખતે તેના પોકેટમાંથી રિવોલ્વર દૂર જઈ પડી હતી? બહાર આવતી વખતે તેના પર તેની નજર પડી નહોતી.
પરંતુ હવે શું કરવું !આનો કોઈ જ ઉકેલ ન હતો. તેને ખાલી હાથે જ દુશ્મન સામે લડવાનું હતું પરંતુ ખાલી હાથે શું પોતે જીતી શકશે ખરો ?

બહુ દૂર આવેલા કોઈ એક ટાવરની ઘડિયાળમાં બાર ના ટકોરા થયા દિવાકર હવે પોતાના બેડ પર સુવડાવી તૈયારી કરવા લાગ્યો. ઓશિકાને ચાદર વડે તેણે કોઈ સુતેલા માણસની અસલ નકલ તૈયાર કરી; ત્યારબાદ તે પોતે ઓરડાના ખૂણામાં ખુરશી રાખી તેના પર બેસી ગયો. લાઈટ બંધ કરી નાખી હોવાથી ચોમેર ઊંડો અંધકાર છવાઈ રહ્યો હતો.
ત્યાં બેઠા બેઠા તેણે વિચાર આવ્યો કે આ રૂમ કરતાં ગેરેજમાં બેસું તો વધારે સારું રહેશે પણ હવે અહીંથી ગેરેજમાં જઈ શકાય તેમ છે કે નહીં, અર્થાત કે ગેરેજ પાસે દુશ્મનનો કોઈ માણસ છે કે નહીં તે જાણવા માટે દિવાકર બારી પાસે આવી ઉભો રહ્યો. બારી પાસે આવતા જ તેણે સાંભળ્યું કે આજુબાજુમાં ક્યાંક કમ્પ્યૂટર જેવા કોઈ યંત્રનો અવાજ આવતો હોય તેવું લાગતું હતું.સાચે જ એવો કોઈ અવાજ આવે છે કે એનો ભ્રમ છે એ બાબત ની ખાતરી કરવા તે કાન સરવા કરીને સાંભળવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેને શંકા તો હતી જ કે આ ભેદી મકાનમાં કોઈક સંદેશાવાહક યંત્ર તો અવશ્ય હોય તેવું લાગતુ હતું.નક્કી આ મકાનના કોઈ ભાગમાં કોઈક યંત્રનું મથક આવેલું હોય એવું તેમને લાગ્યું.
અવાજ ગેરેજના ઉપરના ભાગમાંથી આવતો હોવાથી દિવાકર નવાઈ પામ્યો ત્યાં વળી શેનો અવાજ ને ઇન્ટરનેટ મારફત શા સમાચાર આવ્યા છે એ કામ કોણ કરતું હશે?
આ વિચારથી તેનું મગજ એકદમ તપી ગયું તેને ખાતરી થઈ ગઈ કે જે દુશ્મનોની પાછળ તે પડ્યો છે તે દુશ્મનો કંઈ જેવા તેવા નથી તેઓની ગેંગ ખૂબ મોટી છે. તેમજ તેઓની કામ કરવાની સ્ટાઇલ પણ બુદ્ધિ પૂર્વકની છે. સામાન્ય ચોર -ડાકુ કંઈ ઇન્ટરનેટ થી કામકાજ ચલાવે નહીં .
અવાજ આવતો બંધ થયો .ત્યારબાદ તરત જ બહાર કોઈના પગલાનો અવાજ સંભળાયો. કોણ જાણે બારણા પાસે કોઈ આવીને ઊભું રહ્યું .દિવાકર ઉતાવળા પગલે બારણાની પાછળના ખૂણામાં જઈ ભરાયો. તેમના મનમાં ભારે જ ઉશ્કેરાટ ને ગુસ્સો છવાઈ રહ્યો હતો. શરીરની માંસપેશીઓ ગુસ્સામાં તંગ બની જતી હતી.

ખૂબ જ સાવચેતી પૂર્વક એકદમ ધીમેથી કોઈક બારણું ઉઘાડી અંદર આવ્યું. અંધકારમાં પણ દિવાકર સ્પષ્ટ સમજી ગયો કે અંદર આવનાર ચાંઉ ચાંઉ જ છે.
ધીમા ને દબાતા પગલે ધીમે ધીમે તે આગંતુક બેડ તરફ આવ્યો બગલમાં રહેલી એક છરી કાઢી અને બેડ પર કૂદી પડ્યો અને ધારદાર છરી પથારી પર ની પહેલી નકલી મનુષ્યમૂર્તિની છાતીમાં ખોસી દીધી. ક્રોધ થી ઉશ્કેરાયેલા દિવાકર થી શાંત રહેવાયું નહી. બેડ પર વાંકા વળેલા એ ચીની કીડા પર એ અચાનક જ વાઘની માફક ત્રાટક્યો. આવા અણધાર્યા હુમલા માટે ચાંઉ ચાંઉ તૈયાર નહોતો. તેમણે ચીની ભાષામાં કંઈક અસ્પષ્ટ ઉચ્ચાર કરી ડાબા હાથમાંથી છરી ઉંચી ઉપાડી દિવાકર તો એના માટે તૈયાર જ હતો તેમણે એક જ ક્ષણમાં તેનો ડાબા હાથ પકડી લીધો અને છરી છોડાવવા માટે તેના કાંડાને જોરથી મચકોડ્યું . પીડા થવાથી ચાંઉ ચાંઉ કંઈક અસ્પષ્ટ બબડાટ કરતો ઊંધો ફરી ગયો પરંતુ તેથી કોઈ પરિણામ આવ્યું નહીં દીવાકર બમણા જોરથી તેના હાથને મરડવા લાગ્યો. થોડીવારમાં જ ચાંઉ ચાંઉ હાથમાં દુખાવાથી આર્તનાદ કરવા લાગ્યો તે સાથે ઝણઝણાટી કરતી છરી જમીન પર સરકી પડી. દિવાકર ખડખડાટ હસતો બોલ્યો :" હવે આપણે બન્ને સરખા ,ચીની કીડા હવે તું મારા હાથમાંથી બચી શકીશ નહીં......

શું થશે હવે ? કોણ જીતશે? બન્ને વચ્ચે ફરી યુધ્ધ થશે કે ચાંઉ ચાંઉ છટકી જશે? ‌‌ જાણવાં માટે વાંચો આગળ નો ભાગ........
ક્રમશઃ...........