Otizam Day books and stories free download online pdf in Gujarati

ઓટીઝમ ડે

ઓટીઝમ, જેને “ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (એએસડી)” પણ કહેવાય છે, વિશ્વ ઓટીઝમ (સ્વલીનતા) દિવસ 2 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. જેની શરૂઆત 2007માં થઇ છે. ત્યારથી લઈને અત્યાર સુધી સમગ્ર વિશ્વ ’વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ’ મનાવી રહી છે. આ દિવસે વિશ્વભરમાં સ્વલીનતા એટલે કે ઓટીઝમ રોગ અંગે જાગૃતિ કેળવાય અને જે લોકો તેનાથી પીડિત છે તેમની સારસંભાળ કેમ રાખવી તેને લગતા પુનર્વસનના કાર્યક્રમો યોજવામાં આવે છે. એક અંદાજ મુજબ વિશ્વ 68 બાળકે એક ઓટિસ્ટિક બાળકનો જન્મ થાય છે.
ડીએસએમ -5 (ડાયગ્નોસ્ટિક મેન્યુઅલ વર્ઝન 5) ના પ્રકાશન સાથે ઓટીઝમ ધરાવતા લોકો માટે માત્ર એક ડાયગ્નોસ્ટિક કેટેગરી છે: ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. ઓટિઝમના મુદ્દે ફેલાયેલી ગેરસમજો અથવા તો જાગૃતિના અભાવને લીધે માતા-પિતા લાંબા સમય સુધી મૂંઝવણ અનુભવ્યા કરે છે અને સમાજમાં પોતાનું બાળક નબળું છે, બીકને લીધે તેની સમસ્યાઓ વિશે ખુલીને કોઈની સાથે વાતચીત કરતા નથી અને બાળકનો ઈલાજ શરૂ કરવાનો પાંચ વર્ષની વય પહેલાનો ગોલ્ડન પિરિયડ ગુમાવી દે છે. ઓટીઝમ એ મગજના વિકાસ દરમિયાન થતી તકલીફ છે. ઓટિઝમનું પ્રમાણ છોકરીઓ કરતા છોકરાઓમાં ચાર ગણું વધારે જોવા મળે છે. રિસર્ચ પ્રમાણે દર 37 બોયસ (છોકરાઓ) માં 1 છોકરા ને અને દર 151 ગર્લ્સ(છોકરીઓ) માં 1 છોકરીને ઓટીઝમ નોધાયું છે.
આ વર્ષની થીમ છે:
“Light It Up Blue”
આ દિવસે લોકોને બ્લ્યુ રંગના વસ્ત્રો પહેરવા તથા ઘરોમાં અને ધંધામાં બ્લ્યુ રંગની લાઈટ કરવા સૂચન કરવામાં આવ્યું છે.
ઓટિઝમ ડિસઓર્ડર છે જેમાં સામાજિક પ્રત્યાયનમાં મુશ્કેલી, કૌશલ્ય અને બૌદ્ધિક ક્ષમતાનો અભાવ જોવા મળે છે.તેના લક્ષણો આવા હોય છે : બાળક દોઢ વર્ષનું થઈ જાય તેમ છતાં બોલવાની શરૂઆત ન કરે, રમાડવાથી પણ તે આપણી સામે જોઈને હસે નહીં.દોઢથી બે વર્ષની વય બાદ પણ બાળક માતા-પિતા કે ભાઈ-બહેન કે અન્ય વ્યક્તિ સાથે આંખ ન મિલાવે.લાઈટ કે પ્રકાશ ફેંકતી વસ્તુ સામે તેમજ ગોળ ફરતી ચીજો જેવી કે પંખો, કારના વ્હીલ સામે સતત જોયા કરવુ.બાળક 2થી 4 વર્ષની વય દરમિયાન પણ પોતાની ઉંમરના બાળકો સાથે રમે નહીં. હાથ-આંગળીઓ સતત હલાવ્યા કરે, કુદકા માર્યા કરે, એક જગ્યાએ બેસે નહીં, સતત દોડા-દોડ કરે, હાથમાં વસ્તુ આવે તો ફેંકી દે, તોડી-ફોડી નાંખે.પોતાની આજુ-બાજુની વ્યક્તિના વાળ ખેંચવા, બચકું ભરી દેવું, પોતાનું કપાળ દીવાલ સાથે અફાળવું. એક રમકડાં સાથે લાંબા સમય સુધી એકની એક રીતે રમવું, એકની એક ચીજ ખાવી ગમે અથવા એકનો એક ટીવી કાર્યક્રમ જુવે એવું ક્રિયાઓનું પુનરાવર્તન કરે છે.
બાળકની સતત મોટેથી ચીસો પાડવી, કોઈ વસ્તુ પર ધ્યાન ન આપવું અને સામેવાળી વ્યક્તિ કાંઈ પણ પૂછે કે કહે તો તેનો જવાબ આપવાને બદલે તેની તે વાતને જ તેમની સમક્ષ રિપીટ કરે, કોઈનું બોલેલું સંભાળીને તેવું જ બોલે.
ઓટીઝમના કારણે બાળક સમાજમાં હળી મળી શકતું નથી. જેનાથી તેનો વિકાસ રૂંધાય છે.મોબાઈલ જેવી મનપસંદ વસ્તુ કે રમકડું આપીએ તો કલાકો સુધી એક જગ્યાએ બેસીને તેને જોયા કરવું. .ઘરમાં મીક્સર-ગ્રાઈન્ડર, જ્યુસર, વેક્યુમ ક્લીનર, વાહનના હોર્ન કે કૂકરની સિટી વાગવાનો અવાજ આવે તો ગભરાઈને તુરત હાથ વડે કાનને ઢાંકી દેવા અને મોઢું છુપાવી દેવું.
આ રોગના કોઈ ચોક્કસ કારણો નથી .
સ્વલીનતા કયા કારણોથી થાય છે તે અંગે એકમત નથી તેમજ કોઈ એક ચોક્કસ કારણથી આ ખામી ઉદભવે છે તેવું શોધાયું નથી.ગર્ભસ્થ બાળકના વિકાસમાં આનુવંશિક કારણોથી સ્વલીનતા ઉદ્દભવે છે.જન્મ પહેલા વિકાસમાં કોઈ અવરોધ ઉત્પન્ન થવો કે અપૂરતો ગર્ભનો વિકાસ પણ કારણભૂત હોઈ શકે છે.
કેટલીક દવાઓ, ગર્ભાવસ્થા દરમિયાન લેવામાં આવે છે, ઓટીઝમનું જોખમ વધારી શકે છે.માતાની મોટી ઉમરે ડીલીવરી.જન્મ સમયના કારણો પણ ઘણીવાર જવાબદાર હોઈ છે.
મગજમાં જરૂરી રસાયણોનું અલ્પપ્રમાણ પણ તેના માટે જવાબદાર હોય છે. સામાન્ય રીતે કોઈ એક કારણથી આ ખામી સર્જાય છે તેમ કહેવા કરતા એક કરતા વધુ પરિબળોની સંયુક્ત અસરથી સ્વલીનતાની બીમારી થાય છે તેમ કહેવું વધુ યોગ્ય છે.
ઓટીસ્ટીક પીડિત
બાળકને આ રીતે ઓળખી શકાય "
બાલ્યાવસ્થામાં સામાન્ય બાળકો અને સ્વલીનતા પીડિત બાળકોના વ્યવહાર અને વર્તનમાં તફાવત જણાય છે. જેના આધારે જાણી શકાય
છે કે બાળક સ્વલીનતાથી (ઓટીસ્ટીક) છે.
ઓટીસ્ટીક પીડિત બાળકો કોઈની સાથે નજર મિલાવતા નથી.
સામાન્ય બાળકો અવાજ સાંભળવાથી ખુશ થાય છે . જયારે ઓટીસ્ટીક બાળકો અવાજ પ્રત્યે બેધ્યાન રહે છે, ક્યારેક બહેરા પણ હોય છે.
સામાન્ય બાળકોમાં ધીરે ધીરે ભાષા જ્ઞાન વધે છે. જયારે ઓટીસ્ટીક પીડિત બાળકો બોલવાનું શરુ કરી વચ્ચે અટકી જાય છે પછી વિચિત્ર અવાજો કાઢે છે.
સામાન્ય બાળક માંના દૂર જવાથી કે અજાણ વ્યક્તિના પાસે આવવાથી પરેશાની અનુભવે છે. ઓટીસ્ટીક પીડિત બાળકો માટે કોઈ વ્યક્તિના આવવા જવાથી પરેશાન થતા નથી.સ્વલીનતા ગ્રસિત બાળકો તકલીફ પડવાથી કોઈ પ્રતિક્રિયા દર્શાવતા નથી તેમજ તેનાથી બચવા પ્રયત્ન કરતા નથી.
સામાન્ય બાળકો પરિચિતો સાથે વાત કરે છે અને ખુશ થાય છે. ઓટીસ્ટીક ગ્રસિત બાળકો પ્રયત્નપૂર્વક પણ કોઈની સાથે વાત કરતા નથી અને પોતાનામાં મસ્ત રહે છે.
ઓટીસ્ટીક બાળકો અકારણ અમુક ક્રિયાઓ વારંવાર કરતા જોવા મળે છે. જેમ કે આગળ-પાછળ ચાલવું, હાથ હલાવતા રહેવું.
ઓટીસ્ટીક બાળકો કાલ્પનિક રમતો રમતા નથી. રમકડાથી રમવાની જગ્યાએ તેને સુંઘે કે ચાટે છે.તેમજ આવા બાળકો ફેરફાર સહન નથી કરતા. પોતાની ક્રિયાઓ નિયમાનુસાર કરતા જોવા મળે છે.
તે બાળકો વધુ ચંચળ કે વધુ સુસ્ત રહે છે.
આવા બાળકોમાં કયારેક ખાસ ખાશીયત જોવાય છે. જેમ કે કોઈ એક ઇન્દ્રિય (શ્રવણ. ધ્રાણેન્દ્રીય) વધુ સચેત હોય છે.
ઓટીઝમ ધરાવતા બાળકોને તેમની જરૂરીયાત મુજબ ઓક્યુપેશનલ થેરાપી સારવાર આપવામા આવે તે ખૂબ જરૂરી છે. જેમા સેન્સરી ઇન્ટીગ્રેશન થેરાપી, અપ્લાઇડ બિહેવીઅર એનાલાઇસીસ, કોગ્નીટીવ બિહેવીઅર થેરાપી, જેવી વિવિધ પધ્ધતીઓ દ્વારા બાળકોને સારવાર આપવામાં આવે છે.
આ ખામીમાં ધીરજથી બાળકની સંભાળ જરૂરી છે.
આના માટે કોઈ ખાસ દવા કે ચિકિત્સા હજુ શોધાઈ નથી. સમાજમાં અને કુટુંબમાં પ્રેમ અને હુંફથી બાળકની કાળજી લેવાય તેમ કરવું જોઈએ.
ઓટીઝમ વિશે કેટલીક ગેરમાન્યતાઓ પણ પ્રવર્તે છે જેવીકે
ઓટીઝમ બાળક મંદબુદ્ધિ નથી. આથી તેમને સામાન્ય શાળામાં અભ્યાસ કરાવવો હિતાવહ છે.
ઓટીઝમ કોઈ પુર્વ જન્મનું પરિણામ ગ્રહદશા નાં કારણે ઉદભવતી સ્થિતિ નથી. એક જાગૃત માતાપિતા તરીકે આપણે યોગ્ય સલાહ તથા માર્ગદર્શન દ્વારા તેમની સામાન્યીકારણની દિશામાં આગળ વધવું જોઇએ.
ઓટીઝમ ધરાવતા બાળકને સાથે આંચકી આવતી હોય તો દોરા-ધાગા કરાવવા કરતા તેની યોગ્ય મેડિસિન કરાવવી જોઇએ.
ઓટીઝમ કોઈ બિમારી કે ચેપી રોગ નથી આપના સામાન્ય બાળકને આપના ઓટીસ્ટીક ધરાવતા બાળકને લીધે કોઈ સમસ્યા થઈ શકાશે નહીં.
એક બાળક ઓટીસ્ટિક હોઈ એનો મતલબ એવો નથી કે બીજું બાળક પણ ઓટીસ્ટિક જન્મે.
ઓટીઝમ બાળકો પ્રત્યે કાયમ દયા અને કરુણા દાખવી તેને સમજવાનો પ્રયત્ન કરીએ અને તેની ક્ષમતા ને પિછાણી,કાયમ તેને હાથ અને સાથ આપીએ એ જ આજના દિવસની સાર્થકતા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED