ઇબાદત દ્વારા આત્મશુદ્ધિનો માસ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

  • નિતુ - પ્રકરણ 31

    નિતુ : ૩૧ (યાદ)નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી...

શ્રેણી
શેયર કરો

ઇબાદત દ્વારા આત્મશુદ્ધિનો માસ

ઈબાદત દ્વારા આત્મશુદ્ધિનો માસ

રમઝાન અથવા રમઝાન (ઉર્દુ - અરબી - ફારસી: رمضان) એ ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે. જે Ramazan, Ramadhan, અથવા Ramathan તરીકે પણ ઓળખાય છે. મુસ્લિમ સમુદાય આ માસને સૌથી પવિત્ર માને છે. ઇતિકાફમાં બેસવું એટલે ગામ અને લોકોની પ્રગતિ અને કલ્યાણ માટે અલ્લાહને પ્રાર્થના કરતી વખતે મૌન ઉપવાસ.મુસ્લિમ લોકો દ્વારા સમગ્ર વિશ્વમાં આ મહિનામાં દિવસના ઉપવાસ ‍(રોજા‌) રાખે છે જે ઇસ્લામિક માન્યતા અનુસાર મહમદ પયગંબરને કુરાનનું પ્રથમ જ્ઞાન થયેલું હોવાથી મનાવાય છે. રોજા ઇસ્લામ ધર્મના પાયાના પાંચ સ્થંભોમાંના એક ગણાય છે. આ મહિનો ૨૯-૩૦ દિવસ લાંબો હોય છે, જે ઇદના ચંદ્રના દેખાવા પર આધારિત છે. ઇસ્લામમાં રમઝાન મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. રમઝાન બાદ ઈદની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ઈદ 22 અથવા 23 એપ્રિલના રોજ મનાવવામાં આવશે, જે ચાંદના દર્શનના આધારે છે.

આ જ મહિનામાં કુરાન નાઝિલનો જન્મ થયો હતો. પૈગંબર હજરત મોહમ્મદ પર આકાશવાણી થઈ હતી અને તેમણે અલ્લાહનો પૈગામ તેમના બંદાઓને જણાવ્યો. આ જ કુરાન છે. રમઝાનની 27મી તારીખે કુરાન મુકમ્મિલ થઈ હતી. કુરાનમાં જ રમઝાન-રોઝાનો ઉલ્લેખ છે. રોઝા ફક્ત ભુખ-તરસની પરિક્ષા નથી પણ અલ્લાહની ઈબાદત પણ છે. જ્યારે કોઈ રોજા કરે છે તો તે સમજે છે કે તે અલ્લાહના આદેશોનું પાલન કરે છે.ઉપવાસને અરબીમાં "સૌમ" કહેવામાં આવે છે, તેથી આ મહિનાને અરબીમાં માહ-એ-સિયામ પણ કહેવામાં આવે છે. ફારસીમાં ઉપવાસને રોજા કહે છે. ઉપવાસ માટે ફારસી શબ્દનો ઉપયોગ ભારતના મુસ્લિમ સમુદાય પર વધુ ફારસી પ્રભાવને કારણે થાય છે. અલ્લાહ કબીર તે સર્વશક્તિમાન ભગવાન છે જે પયગંબર મુહમ્મદને મળ્યા અને તેમને સ્વર્ગ બતાવ્યું.ઉપવાસના દિવસે સૂર્યોદય પહેલા કંઈક ખાવામાં આવે છે જેને સહરી કહેવાય છે. દિવસભર કંઈપણ ખાવું કે પીવું નહીં. સૂર્યાસ્ત પછી સાંજે, ઉપવાસ તોડે જેને ઇફ્તારી કહેવાય છે. ઉપવાસ (રોજા)નો એક ઉદ્દેશ વ્યક્તિની ઇચ્છાઓ (ખાવું, પીવું, ક્રોધ, જાતીય ઇચ્છાઓ) પર કાબુ મેળવવાનો અને અલ્લાહની બંદગી પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાનો પણ છે. રોજા એટલે ફક્ત ખાવુ,પીવું બંધ રાખવુ નહી, પરંતુ એ બધા જ કામોથી રોકાઇ જવું જેનાથી અલ્લાહ રોકે છે.

આ મહિનાની વિશેષતાઓમાં ખાસ કરીને એક મહિના માટે ઉપવાસ,રાત્રે તરાવીહની નમાજ,કુરાનનો પાઠ કરો, ઇતિકાફમાં બેસવું એટલે ગામ અને લોકોની પ્રગતિ અને કલ્યાણ માટે અલ્લાહને પ્રાર્થના કરતી વખતે મૌન ઉપવાસ,જકાત ચૂકવો,દાન,અલ્લાહનો આભાર માનો... વગેરે મુખ્ય ગણવામાં આવે છે તેઓ અલ્લાહનો આભાર માનીને આ મહિનો પસાર થયા પછી શવ્વાલની પહેલી તારીખે ઈદ ઉલ-ફિત્રની ઉજવણી કરે છે.એકંદરે, પુણ્ય કાર્ય કરવાને પ્રાથમિકતા આપવામાં આવે છે. એટલા માટે આ માસને સત્કર્મ અને આરાધનાનો મહિનો એટલે કે પુણ્ય અને આરાધનાનો માસ માનવામાં આવે છે.

મુસ્લિમોની માન્યતા અનુસાર, આ મહિનાની 27મી રાત્રે, શબ-એ-કદર, કુરાનનો પાઠ કરવામાં આવ્યો હતો. એટલા માટે આ મહિનામાં કુરાનનું વધુ વાંચન કરવું પુણ્ય માનવામાં આવે છે. તરાવીહની નમાજમાં આખા મહિના દરમિયાન કુરાનનું પઠન કરવામાં આવે છે. જેના દ્વારા જેઓ કુરાન વાંચતા નથી જાણતા, તેમને ચોક્કસપણે કુરાન સાંભળવાની તક મળે છે.

ઈસ્લામિક કેલેન્ડર મુજબ, દેશભરમાં પવિત્ર રમઝાન માસ વર્ષ ૨૦૨૩ની માર્ચ મહિનાની ૨૪ તારીખ શુક્રવારથી શરૂ થયો છે. આ તે સમય છે જ્યારે સમગ્ર વિશ્વમાં મુસ્લિમો અલ્લાહની પૂજા કરીને એક મહિના માટે ઉપવાસ કરે છે. મુસ્લિમો રમઝાન મહિનામાં ઉપવાસ રાખે છે. સૂર્યોદય પહેલા અમુક ખોરાક, ખજૂર કે અન્ય મનપસંદ વસ્તુ ખાઈ જાય છે જેને સહરી કહે છે. જેમાં સૂર્યાસ્ત થયા બાદ ઈફ્તાર કરવામાં આવે છે.એમ માનવામાં આવે છે કે, સૂર્યના પ્રખર તાપમાં ઉપવાસ કરતા પાપો બળી જાય છે.

આ ઉપરાંત, આ ઉપવાસના બીજા અનેક ફાયદા પણ છે. ચાલો જાણીએ કે, આ ઉપવાસ દરમિયાન સ્વસ્થ રહેવા માટે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ અને કઈ વસ્તુઓનો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. ઉપવાસ દરમિયાન સ્વસ્થ રહેવા માટે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ અને કઈ વસ્તુઓનો ખોરાકમાં સમાવેશ કરવો.

સેહરી દરમિયાન,મુખ્ય ભોજન પહેલા થોડો હળવો ખોરાક ખાસ ફાઈબર અને પ્રોટીનથી ભરપુર હોય એવો બદામ અને બીજ જેવો ખોરાક લીધા પછી, ૩૦ મિનિટના વિરામ બાદ મુખ્ય ભોજન લેવું.જેમાં દહીંનો ખાસ સમાવેશ કરવો. જે એસીડીટી અટકાવે તથા ડીહાઈડ્રેશન થતું રોકવામાં ખુબ મદદ કરે છે.તો આખા દિવસના ઉપવાસ બાદ રાત્રે ઇફતાર સમયે પણ હળવો ખોરાક ધીમે ધીમે લેવો જોઈએ.એકસાથે અને વધુ ખોરાક એકસાથે ન લેવો.ઉપરાંત,ખજુર વિટામીન કે થી ભરપુર હોવા ઉપરાંત ખાસ શરીરના કોષોમાં પ્રવાહી સંગ્રહિત કરતી હોવાથી તરસ ઓછી થાય.ઉપરાંત ગ્લુકોઝનો સ્ત્રોત હોવાથી શક્તિ પણ મળી રહે અને કોપર,સેલેનીયમ,મેગ્નેશિયમ જેવા ભરપુર પોષક તત્વો ઉપવાસમાં શરીરને શક્તિ આપે છે.

રમઝાનમાં યોગ્ય, વૈજ્ઞાનિક પદ્ધ્તથી ઉપવાસ કરવાથી, શરીરમાંથી ક્ષતિગ્રસ્ત કોષો આપોઆપ દુર થાય, પાચનક્રિયા સુધરે,રોગપ્રતિકારક શક્તિ મજબુત થાય,આમ શરીર વધુ સ્વસ્થ અને સુદ્રઢ થતા, ધ્યાન અને પ્રાર્થના માં મન વધુ એકાગ્ર બને છે. રોઝા વિશે પૈગમ્બર સાહેબનું ફરમાન છે કે સર્વ આધા ઈમાન હૈ ઔર રોજા આધા સબ્ર હૈ. આ માસમાં તે વાતનું ધ્યાન રાખવું પડે છે કે તમે કોઈને દગો તો નથી કરી રહ્યાં ને! જુઠ્ઠુ તો નથી બોલી રહ્યાં ને અને કોઈનું નુકશાન તો નથી કરી રહ્યાં ને! જો તમે કોઈની નિંદા કરી રહ્યાં હોય તો તે પણ અપરાધ છે.એ રીતે મનની શુદ્ધિ પણથાય છે. આપણી પોતાની જરૂરિયાતો ઓછી કરવી અને બીજાની જરૂરિયાતો પૂરી કરવાથી આપણાં પાપા ઓછા અને સચ્ચાઈ વધુ થાય. રોઝા આપણને જબતે નફ્સ (આત્મ-નિયંત્રણ) શીખવે છે.

રમઝાનને ભલાઈની મોસમ પણ કહેવામાં આવે છે. હવે તો ઘણા હિંદુ લોકો પણ આ માસમાં અમુક રોઝા રાખે છે, જરૂરિયાત અને મિત્ર વર્તુળમાં ઇફતાર દ્વારા રોઝા છોડાવે છે,જે કોમી એકતાના દર્શન કરાવવા સાથે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ સમજે છે. આમ, શરીર અને મન બંનેને સાફ કરાવતો મહિનો એટલે રમઝાન માસ સહુને શુદ્ધિ મુબારકનો સંદેશ આપે છે.