Andhari Raatna Ochhaya - 17 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૧૭)

ગતાંકથી.....


થોડીવાર બાદ પેલો ઠીંગણો માણસ બોલ્યો : " આજે રાત્રે તમે અહીં આવવાના છો એમ મેં ધાર્યું નહોતું."
પ્રશાંતે જોયું કે મંયક થડકતા અવાજે કંઈ કહેવા જાય છે દરમિયાન ચાંઉ ચાંઉ ફરીથી ઉતાવળા પગલે ડ્રોઈંગ રૂમ રૂમમાં આવ્યો. ઉશ્કેરાટથી તેનું મોઢું વિકૃત બની ગયું છે.તે તરત જ પહેલાં ઠીંગણા માણસની પાસે જઈને તેના કાનમાં કંઈક અગત્યની વાત કરવા લાગ્યો.
ઈશ્વરે પ્રશાંતને એક ખાસ ગુણ સમર્પ્યો હતો ;તેની શ્રવણેન્દ્રિય આશ્ચર્યકારક કામ કરતી . કુતરા જેમ સૂંઘવાની શક્તિ માટે પ્રખ્યાત છે તેમ પ્રશાંત શ્રવણેન્દ્રિયના આશ્ચર્યકારક વપરાશ માટે જાણીતો હતો. જે અવાજ સામાન્ય રીતે માણસ સાંભળી ન શકે તે પ્રશાંત સારી રીતે સાંભળી શકતો હતો.

આશ્ચર્યકારક શ્રવણેન્દ્રિયને લીધે પ્રશાંત સાંભળી ગયો કે ચાંઉ ચાંઉ કહે છે : " મેઈલ ...આવ્યો છે. તેને શો જવાબ આપવો?"
વાયર
ઈ-મેઈલ !પ્રશાંત તો દંગ બની ગયો. ઈ-મેઈલમાં શું આવ્યું હશે?આ લોકોને શું કામ પડ્યું હશે ?
ચાંઉ ચાંઉ ની વાત સાંભળી પહેલાં ઠીંગણો માણસ ઉભો થયો .મયંક સામે જોઈ બોલ્યો : "મારે તમારી સાથે ખાનગી વાતચીત કરવી છે." મયંક આજ્ઞાંકિત છોકરાની માફક તેની પાછળ રૂમની બહાર ચાલ્યો ગયો.
હવે રૂમમાં એકલો બેઠો બેઠો પ્રશાંત આકાશ- પાતાળની વાતો વિચારવા લાગ્યો. પોતે ક્યાં આવા ભયાનક ભુતિયા મકાનમાં આવી ચડ્યો એ જ સમજાતું નથી કદાચ દિવાકર આ મકાનમાં નહીં હોય તો! શત્રુના પંજામાં સપડાયને કદાચ આ ભયંકર કિલ્લામાં કેદ થવાનો પ્રસંગ આવશે તો ! હવે તો અહીં થી બહાર નીકળવાનો મોકો મળે તો ગંગા નાહ્યા.
પોકેટમાં રિવોલ્વર છે એ વાત યાદ આવતા તેને કંઈક શાતા વળી.
એ જોડીદાર છે ત્યાં સુધી તો એકલ-દોકલ માણસ તેનું કંઈ કરી શકવાના નથી. પિસ્તોલ તપાસવા માટે પોકેટમાં હાથ નાખ્યો.
પરંતુ આ શું ગન ગઈ ક્યાં? પ્રશાંતે બધા જ પોકેટ ફંફોસ્યા.પરંતુ ગન નો તો કોઈ પત્તો જ ન મળે! કોઈ ચાલાકી વાપરી ગેમ રમી ગયું કે શું ? નક્કી કોઈ રિવોલ્વર ઉઠાવી જ ગયું!
થોડીવાર પછી મને ફરીથી મયંક ડ્રોઈંગ રૂમમાં આવ્યો તેને જોતાં જ લાગતું હતું કે ભાઈ સાહેબ કોઈનાથી બહુ જ ડરી ગયા લાગે છે.
આ તરફથી રિવોલ્વર ગુમ થવાથી પ્રશાંત મરવા જેવો થઈ ગયો હતો. છતાં તે નાટક કરવા ખાતર બોલ્યો : " યાર, હવે તો મને એ રૂપસુંદરી ના દર્શન કરાવ."
મયંક તેના તરફ મશ્કરીભયૉ અવાજે બોલ્યો : " અરે ગધેડા, એ છોકરી તો મારી છે !તારે તેમાં શું લેવાદેવા ! તું હમણાં ને હમણાં અહીંથી ચાલ્યો જા નહીં તો હું તારું માથું ફાડી નાખીશ."
મયંક અત્યારે જેવો હતો એવો છતો થયો હતો. પરંતુ પ્રશાંત તેનાથી વિસ્મય પામ્યો નહીં કે ગભરાયો નહિં.એક મૂર્ખ ની માફક તે અભિનય કરી રહ્યો હતો તે જ ભૂમિકા ભજવતો તે ગળગળા અવાજે બોલ્યો : "અરે ભાઈ, આ તો તમે અન્યાય કર્યો કહેવાય .મને અહીં સુધી લાવ્યા કહ્યું કે ખૂબસૂરત રૂપસુંદરી બતાવીશ અને હવે કહો છો કે પાછો જતો રહું! પરંતુ મયંકભાઈ આ શું વાજબી વાત કહેવાય?"
પરંતુ મને તો ભાન ભૂલ્યા ની પેઠે એકદમ બરાડા પાડી બોલ્યો : "ચાલ્યો જા .હમણાં જ. હમણાં ને હમણાં જ રવાના થઈ જા."
"મયંક !"
નિર્દોષ જણાતા ,મૂર્ખ જણાતા , પ્રશાંતના મોઢામાંથી મેઘગજૅના જેવા દૃઢ સ્વરે પોતાનું નામ સાંભળી મયંક ખરેખર ચમક્યો.તેના મોંઢા પર વિસ્મયની સાથે ભયની રેખાઓ ફૂટી નીકળી. તેણે જોયું કે ચારિત્રહીન ,બુદ્ધિહીન ,મૂર્ખ યુવકને બદલે ત્યારે તેની સમક્ષ એકદમ જુદો જ યુવક ઊભો છે. તેની બંને આંખોમાં સાહસ ને રોદ્રતાનો પ્રકાશ ઝળહળે છે. તેના શરીરમાં દૅઢતા ની નિશાનીઓ ઠેરઠેર જણાઈ આવે છે.

અગાઉની જેમ જ ગર્વભર્યા અવાજે પ્રશાંત બોલ્યો :" તું નવાઈ પામે છે! બરાબર !પ્રસંગ એવો છે આટલી જલ્દી હૂં મારી જાતને પ્રગટ કરવાનો ન હતો ;પરંતુ તારી શયતાનિયત હવે હું વધારે વાર ચલાવી શકું તેમ નથી .હવે તો કદાચ તો તું સમજી જ ગયો હોઈશ કે હું અહીં તારા મદદ કરવાના ઈરાદા થી ત આવ્યો નથી. લંપટ, ચારિત્રહીન , રાક્ષસી આત્મા !આવી ભોળી ને સજ્જન છોકરી ની ઈજ્જત બચાવવા માટે સમગ્ર દેશમાં મારા જેવા ઘણાં માણસ હયાત છે .એ વાત બરાબર ધ્યાનમાં રાખજે! તારા ધંધાને લીધે તું કદાચ અનેક ડિટેક્ટીવોના સંપર્ક માં આવ્યો હોઈશ પરંતુ હું એક ડિટેક્ટિવ હોઈ શકું છું એ વાત તારા ભેજામાં આવી જ નહીં . કેવો મૂર્ખ ! બેવકૂફ !!તુ એક નંબરનો બદમાશ છે એ વાત હું પહેલા થી જ જાણતો હતો. તું કરચોરી ને દાણચોરી કરે છે તેની સાબિતી મારી પાસે છે. એ સિવાય પણ તારા કેટલા ગોરખધંધા ચાલે છે ને કેટલા હલકટ કામમાં તું જોડાયા છે એ વાત જાણવા ખાતર જ હું અહીં આવ્યો છું.
પ્રશાંત બોલતો અટક્યો એટલે તરત જ મયંક જુસ્સાથી બોલી ઉઠયો : હવે તો એ જાણવા, જણાવવાનું તારે સ્વર્ગમાં જઈને !તું અહીંથી જીવતો જાય ત્તો બીજાને બધું જણાવીશ ને ?"

પ્રશાંત નિર્ભયતા થી બોલ્યો : મયંક તારી વાતોથી હું કંઈ ડરતો નથી તારા આવી ડંફાસ થી હું કંઈ ડરીને ભાગી જાવ તેમ નથી. બધા જ ડરને જીતી હું આજે તારી સમક્ષ ઉભો છું. તારાથી થાય એ કરી લે જા! હું તો જીવતો છુટીશ પણ તે સાથે પહેલી છોકરીને પણ તારા પંજામાંથી છોડાવીશ."
મયંક અટ્ટહાસ્ય કરી વિકૃત અવાજ કરવા લાગ્યો. પ્રશાંત કહેવા લાગ્યો : દિવાકર નું નામ સાંભળ્યું છે ? નથી સાંભળ્યું! એ તારા જેવા બદમાશોનો યમ છે. તે અહીં ડ્રાઇવરનું કામ કરે છે તેણે મને બધી વાત કહી છે. તું એમ ન માનતો કે હું કંઈ જાણતો નથી. મેં તેને વચન આપ્યું છે કે એક દિવસ તો નક્કી જ હું તારું ખૂન કરવાનો છું. શા માટે ?મારા મિત્ર બિહારીનું તે ખૂન કર્યું છે તેનું વેર વાળવા માટે મારા સળવળી રહ્યાં છે .હવે તું સમજી શક્યો હોઈશ કદાચ કે હું શા માટે છાયાની માફક તારી પાછળ પડ્યો હતો.!"

માયકાંગલો મયંક પ્રશાંતના આ શબ્દો સાંભળી બીકથી વ્યાકુળ બની ગયો. તેના મુખમંડળ પર ભયની રેખાઓ સ્પષ્ટ જણાવવા લાગી .
બરાબર આ સમયે જ મોટા અવાજે એ રૂમમાં એક બંધ બારણું ઉઘડી ગયો અને એ રસ્તે થઈ અને એક બુરખાધારી માણસે પ્રવેશ કર્યો.

*****************
આ તરફ સહેજ ભાનમાં આવતા દિવાકર ધીમે ધીમે ઉઠી ઉભો થયો .તેના માથા પર અકસ્માત ના ઘા પડવાથી તે બેભાન બની ગયો હતો. ભાનમાં આવતા તેની નજર તેના ઘવાયેલા હાથ પર પડી .હજુ પણ તેમાંથી થોડું થોડું લોહી વહેતું હતું. ખિસ્સામાંથી રૂમાલ કાઢી તેને તે ઘા પર બાંધી દીધો. ત્યારબાદ તે છૂપા સ્થાનમાંથી બહાર નીકળવાની તૈયારી કરવા લાગ્યો .તેણે ખૂણામાં પડેલી પેટી પર નજર નાખી. હજુ તેના કાણામાંથી બહાર નીકળેલા ભાલા લાઈટ ના પ્રકાશમાં ઝળહળી ને લુચ્ચું હાસ્ય કરી રહ્યા હોય એમ ચમકી જ રહ્યાં હતા. આ બે ભાલામાંથી એક પણ જો તેના શરીરમાં ઘુસી ગયું હોત તો તેના તો રામ જ રમી ગયા હોત. દુશ્મનને મારવાની ચતુરાઈ ભરી વ્યવસ્થા આ લોકોએ કરી છે.
ખૂબ જ ઉતાવળે પગલે તે એ રૂમમાંથી બહાર નીકળ્યો. સુરંગમાં થઈ ઉપર આવ્યો ઉપર આવતી વેળા લાઈટ બંધ કરવાનું તે ભૂલ્યો નહીં કેવળ છુપા ઓરડામાં લાઈટ હતી એ એમની એમ ચાલુ રાખી.
ગેરેજમાં કોઈ નહોતું બારણા જેમના તેમ બંધ હતા .તે અંધારામાં છુપાતો છુપાતો પોતાના રૂમમાં આવ્યો અગાસી પર આવ્યા પછી પોતાના રૂમમાં ગયા પહેલા તેણે વિચાર કર્યો કે સોનાક્ષી સુરક્ષિત છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ.
તે ધીમે પગલે સોનાક્ષીના બેડરૂમ પાસે ગયો બારણા બંધ હતા. તેના પર ધીમેથી ટકરા મારતા જ અંદરથી જવાબ ન મળ્યો.દિવાકરે ફરી થી ટકોરા મારતા ડરતા ડરતા સોનાક્ષી એ કહ્યું: "કોણ છે?"
દિવાકરે કહ્યું : "એ તો હું દિવાકર,બારણું ખોલવાની જરૂર નથી .બસ તમે ઠીક છો ને?એ જ જોવા માટે આવ્યો હતો.સોનાક્ષી કંઈ બોલે એ પહેલાં જ કોઈ ના આવવાનો અણસાર આવતા જ દિવાકર પોતાના રૂમ તરફ ઉતાવળે પગલે ચાલ્યો ગયો.

શું સોનાક્ષી ઠીક હશે?
દિવાકર કેમ ઝડપથી જતો રહ્યો હશે? કોણ આવ્યું હશે ત્યાં? આ બધા જ સવાલોના જવાબ મેળવવા માટે વાંચો વાતૉનો આગળ નો ભાગ ...
ક્રમશઃ........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED