Stree Hruday - 17 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી હદય - 17. સકીના નું કવચ

સકીના ની સાદગી , તેની સેવા ,તેની બંદગી, તેનું કામ, તેની સમજદારી બધું જ અમર ને પસંદ આવવા લાગ્યું હતું. ચોરી છુપે તેની નજર સકીના ઉપર જ રહેતી. એક નાદાન ,એક માસૂમ છોકરી તેને સકીના માં નઝર આવતી. ઘરના દરેક સભ્યો સાથે તે એ રીતે હળી મળી ગઈ હતી કે જાણે તે આ ઘર ની જ સભ્ય ન હોઈ. સકીના ને પણ અમર ના જઝબાત નઝર આવતા. આખરે એક જાસૂસ સૈનિક હતી તે , તેનામાં ચપળતા અને એક સ્ત્રી તરીકે જાગૃતતા સહજ હતી . એક મિત્ર તરીકે અમર ખૂબ સારો હતો. ઘણી વખત તે પણ એવી કેટલીક વાતો જણાવી દે તો જે તેણે કોઈને પણ કહી ના હોઈ .બસ એક પાક મિત્રતા અમર અને સકીના વચ્ચે ગોઠવાવા લાગી હતી.

રાત્રિ ના શાંત વાતાવરણ માં બન્ને જરુખે ઊભા કુદરત અને જિંદગી વિશે આધ્યાત્મિક વાતો કરી રહ્યા હતા, દુર એક બાજુ ઊભી નરગીસ આ જોઈ કઈક બીજું જ વિચારી રહી હતી. આમ, તો અમર શાદી શુદા હતો પણ તેની પત્ની એ ન હતી જે તે ઈચ્છતો હતો. તેની પસંદ સપના માં જોવા મળતી નહીં , તેની આ શાદી એક રાજનૈતિક સંબંધ હતો. જોકે હમેશા થી અમર ને એમ જ લાગતું કે અબુ સાહેબ એ તેની જિંદગી ના ફેંસલા પોતાના ફાયદા ના આધારે જ લીધા છે, હમેશા થી તે એક શતરંજ નો પ્યાદો રહ્યો છે , દરેક ચાલ માં આગળ પણ બીજા ના ઈશારા ઉપર.

અમર ને આ રાજનીતિ , યુદ્ધ અને હથિયારો ની ભાષા સમજ માં ન આવતી. તે પોતાની માં શાહેદા ની માફક એક સિમ્પલ અને નોર્મલ જિંદગી ઈચ્છતો હતો પણ તે એક રાજનૈતિક અને મહત્વકાંક્ષી પિતા ની ઓલાદ ને ક્યાંથી મળે... ? પરંતુ ઇબ્રાહિમ હમેશા થી પોતાના પિતાં ના જેવો જ હતો, ક્રૂર અને નિર્દયી. કોઈ ની જાન કે જિંદગી તેની માટે પોતાના ઇરાદા કરતા વધુ મહત્વની ન હતી. સકીના ને પણ થોડી આ વાત પેલેથી જ ખબર હતી. આથી જ સકીના અમર તરફ નેક ઇરાદા થી જોતી કારણ કે તે જાણતી હોય કે અમર કોઈ ચાલ કે ઇરાદા થી તેની સાથે વાતો કરતો કે મળતો નથી પરંતુ તે એક નેક ઇન્સાન છે અને કદાચ ભવિષ્યમાં તેનો સાથ આપે તે વો પણ....

સકીના ઘણી જ મૂંઝવણ માં હતી, પણ અમર સાથે ચર્ચા કર્યા પછી તે ઘણી હળવી થઈ ગઈ હતી, પોતાને શું કરવું તેની તેને સ્પષ્ટતા થઈ ગઈ હતી. સકીના ને હવે બધું સમજાવવા લાગ્યું હતું. ખુફિયા ઓફિસ માંથી મળેલા કેટલાક નકશા તેને તે જ રાત્રે જેનિલ ને મોકલ્યા આ સાથે જોન બર્ગ સાથે ની અબુ સાહેબ ની મીટીંગ ની પણ જાણ કરી, જેથી તેને જાણકારી કઢાવવી સરળ બને.

સકીના એ જે નકશાઓ જેનીલ ને મોકલ્યા હતા તેના ઉપર એનાલીસિસ કામ ચાલુ થઈ ગયું, પાકિસ્તાન કેટલીક પોસ્ટ ઉપર કબજો કરવાના ઈરાદા કરી રહ્યું હતુ,યુદ્ધ ના અણસાર સ્પષ્ટ દેખાતા હતા. આ માટે ના પ્લેન અને જરૂરી હથિયારો પણ તૈયાર હતા. આ બધા ઇરાદા લેફ્ટેન્ટ જનરલ અબુ ખાવેદ્ ના જ હતા પણ તે આ ઇરાદા ત્યારે પૂરા કરવા માંગતો હતો જ્યારે તે અત્યારના પ્રધાન એહમદ ને હટાવી પોતે તેની ખુરશી હસિલ કરે , જેથી તે એક દેશ પ્રેમી અને દુનિયા માટે ખતરનાક નેતા સાબિત થઈ શકે, હવે આ બધુ સકીના ધીરે ધીરે સમજવા લાગી હતી.

આ બાજુ નરગીસ ની નઝર સતત સકીના ઉપર હતી .તે કેટલાક સબૂતો એકઠા પણ કરી ચૂકી હતી. સકીના ની આ બધી હરકતો તેને અજીબ લાગતી હતી. તે એટલું તો સમજવા લાગી હતી કે સકીના કઈક ખતરનાક ઈરાદાઓ ધરાવે છે, અને હવે ખાતરી પૂર્વક ના સાબૂત મેળવી તેને રંગે હાથ પકડવા માંગતી હતિ. તેણે બીજે જ દિવસે સવારે સકીના ની ગેરહાજરી માં તેના સમાન ની તપાસી લેવા ચાહી, અને આ વખતે તે ખાલી હાથ નીકળી નહિ, તેને સકીના ના સમાન માં કેટલાક એવા ઉપકરણો મળી આવ્યા જે તેણે ક્યારેક અબુ સાહેબ કે ઇબ્રાહિમ સાહેબ ના હાથ માં જોયા હતા. વળી નરગીસ ને સકીના પાસેથી ચાકુ અને ગન પણ મળી આવ્યા આ ઘટના એ સાબિત કરતી હતી કે સકીના કોઈ નર્સ નથી પણ કઈક બીજા જ ઇરાદા થી તે આ ઘરમાં દાખલ થઈ છે.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED