સકીનાને જે ખુફિયા ઓફિસમાંથી હથિયારો થી ભરેલા કબાટો, પૈસાના લોકરો અને ડોક્યુમેન્ટો મળ્યા હતા તે એ સાબિત કરતા હતા કે બોર્ડર ઉપર થયેલો હુમલો પોતાના જ દેશમાં તોફાન કરાવવાના ઈરાદા થી થયેલો છે. સકીના જેમ જેમ પોતાના મકસદ માં આગળ વધતી હતી તેમ તેમ તેની મુશ્કેલી પણ વધતી જતી હતી. રહીમ કાકા ની સખત પેહરી તેના ઉપર હતી. દરગાહ સુધી પણ રહીમ કાકા તલાશી લેવા તેની પાછળ પાછળ આવ્યા હતાં, જોકે સકીના એ બરાબર જાણતી હતી કે આવું કઈક થશે જ આથી તે પોતાની બાજી કેમ મારવી તે બરાબર જાણતી હતી. બને જના ઘડી ના છઠ્ઠા ભાગ માં ત્યાંથી ગાયબ થઈ ગયા.
સકીના દરગાહ માં તો આવી પણ ત્યાંથી ક્યાં ગાયબ થઈ તે રહીમ કાકા ને પણ સમજાયું નહિ આથી ઘણી વાર રાહ જોયા પછી અને દરગાહ ના બહાર ચક્કર લગાવ્યા પછી રહીમ કાકા ઘરે પરત આવી ગયા , અને સકીના ની ગેરહાજરી માં તેમના સમાન ની પણ તલાશી લીધી, પરંતુ તેમના હાથ કઈ લાગ્યું નહિ , ઘરના લોકો કે લાહોર હોસ્પિટલ થી પણ તેમને સકીના વિશે કોઈ શંકા સ્પદ માહિતી મળી ન હતી , આથી હવે તેઓ પોતાના શક ઉપર પણ શંકા કરવા લાગ્યા , તેઓ હજી સકીના ના ઓરડા માંથી બહાર નીકળી જ રહ્યા હતા કે નરગીસ તેમને સકીના ના ઓરડા ની તલાશી લેતા જોઈ ગઈ, આમ જ રહીમ કાકા આવું કરે નહિ આથી નરગીસ એ તો સમજી ગઈ કે મારી જેમ રહીમ કાકા ને પણ સકીના ઉપર કોઈ શંકા ગઈ હોવી જોઈએ.
સકીના ની હરકતો નરગીસ ને પેહલે દિવસ થી થોડી શંકા સ્પદ લાગતી હતી. આખરે સકીના તેને પેહલા દિવસ થી ગમતી ન હતી. રાત્રે ઘરમાં આટા મારવા ,ઘરના લોકો ઉપર નઝર રાખવી, એકલા એકલા બોલવું, જોકે તે એ જાણતી ન હતી કે સકીના પોતાના બોસ સાથે આ રીતે વાતો કરે છે, પણ આ બધી હરકતો તેને સકીના ઉપર વધુ શંકા કરવા મજબૂર કરતી હતી. રહીમ કાકા નો શક સકીના ઉપર થી ઉતરી ગયો હતો પરંતુ નરગીસ ની નઝર સકીના ઉપર વધુ ગાઢ થઈ ગઇ હતી. તેનો ઇરાદો સકીના ને ચોર સાબિત કરી ઘરમાંથી હાકી કાઢવાનો હતો.
આજની રાત પણ સકીના માટે દરેક રાતો ની જેમ ઊંઘ વગર ની હતી. દિવસ તો ગમે તેમ નીકળી જતો પણ રાત શોએબ ની ચિંતા માં ઊંઘવા દેતી ન હતી, હજી કોઈપણ બાજુ થી શોએબ ની કોઈ ખબર ન હતી ,શોએબ વિશે બસ મિસ્ટર ઐયર એટલું જ જણાવી શક્યા હતા કે શોએબ સહી સલામત છે ,પણ ક્યાં છે ને તે શું કરવાનો છે તે કોઈ જાણતું ન હતું. શોએબ સાથે વિતાવેલી પળો સકીના ની આંખ માં આંશુ લાવી દેતી , દરેક પળ સકીના ના માથે મોત નો ખતરો હતો, તેના દરેક કાર્યો એટલા જોખમી હતા કે તે પોતે પણ તડપી ઉઠતી બધા ની નજર થી બચતા બચતા ....
જોકે એક વાત એવી હતી જે યાદ આવતા જ તે જોશ માં આવી હતી, હિંમત તેના માં ક્યાંથી ભરાઈ જતી તે એ પોતે પણ સમજી શકતી ન હતી અને તે છે તેનો દેશ પ્રેમ ,અને ખાસ તો ભારત માં ની ઈજ્જત બચાવવાની જવાબદારી જે તેને પોતાના શરીર અને મન માં એક અગ્નિ ની માફક જ્વાળા પ્રજ્વલિત કરી દેતી. બસ આ જ જઝબો તેને ઝિંદા રેહવા માટે કાફી હતો . હજી તો તે કઈ વિચારી રહી હતી ત્યાં જ તેના ખંભે ફરી એક હાથ આવ્યો , પણ આ વખતે આ હાથ નરગીસ નો ન હતો પરંતુ અમર નો હતો. બને આટલા દિવસ માં એટલા દોસ્ત તો બની ગયા હતા કે આ રીતે મળી ને વાતો કરી શકે.
અમર ને સકીના ની આંખ માં એક દર્દ દેખાઈ આવતું , તે જેટલી શાંત દેખાઈ આવતી તેટલું જ તેની અંદર ઘમાસાણ ચાલે છે તે અમર સમજી જતો. પણ ક્યારેય તેણે આ પૂછવાની હિંમત કરી ન હતી આખરે તે ક્યાં હક થી પૂછે ? તેની સાદગી , તેની સેવા ,તેની બંદગી, તેનું કામ, તેની સમજદારી બધું જ અમર ને પસંદ આવવા લાગ્યું હતું. ચોરી છુપે તેની નજર સકીના ઉપર જ રહેતી. એક નાદાન ,એક માસૂમ છોકરી તેને સકીના માં નઝર આવતી. ઘરના દરેક સભ્યો સાથે તે એ રીતે હળી મળી ગઈ હતી કે જાણે તે આ ઘર ની જ સભ્ય ન હોઈ, શું આ અમર નો પ્રેમ હતો સકીના માટે ....?? શું તે મુક્કમલ છે ખરો ?? શું સકીના એ જાણી શક્શે ખરી ??છે.