સ્ત્રી હદય - 15. સકીના એક જાસૂસ Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી હદય - 15. સકીના એક જાસૂસ

સકીના ના પગ માં દીવાલ ઓળંગવાને લીધે વાગી ગયું હતું તકલીફ એટલી બધી હતી કે તે રડી પણ શકતી ન હતી અને તે કોઈ ને આ જણાવી શકતી પણ ન હતી. જોકે તે એમ કમજોર પડે તેટલી નબળી તો ન હતી પરંતુ તેની ચાલ માં થોડો ફરક આવી ચૂક્યો હતો. જખમ તાજા હોવા ને લીધે ચાલવા થી તેને તકલીફ થતી હતી અને આ તકલીફ ના કારણે લોહી બંધ થતું ન હતું.

સકીના એ ઘણી સાવચેતી રાખી હતી પરંતુ રહીમ કાકા ની ચકોર નજર થી આ જખમ ને બચાવી શકી નહિ. પણ સકીના તો દાવત માં ગઈ હતી. તો આ જખમ કેમ લાગ્યો ? પોતાનો શક દુર કરવા તેમણે બેગમ સાહેબા ને લઇ ને જતી સકીના ને રોકી , અને આ જખમ વિશે પૂછ્યું , સકીના પણ આના જવાબ માં માત્ર એટલું જ બોલી શકી કે

" દાવત માં કાચ નો ગ્લાસ પગ ઉપર તુટી ગયો છે આથી જખમ છે,ચિંતા ન કરશો કાકા સારું થઈ જશે "

"ઠીક છે ડોકટર સાહેબ ને બતાવવું હોઈ તો કે જો ,જોકે તમે પોતે જ જાણકાર છો આ બધા ના "

"જી કાકા "

રહીમ કાકા અત્યારે તો જતા રહે છે, દેખીતી રીતે તેમણે સકીના ની વાત ઉપર વિશ્વાસ પણ કરી લીધો હોઈ છે પરંતુ આ સત્ય હોતું નથી. રહિમકાકા ને સકીના ઉપર આજની ઘટના ને લીધે એક જાસૂસ હોવાનો શક જાય છે . કારણ કે ઘરમાં એક મહિલા જાસૂસ નું આવવું, અને સકીના ના પગ માં જખમ શંકા અપાવે તેવી વાત હતી છતાં તેમણે આ વાત હજી ઘર માં કોઈને કહી નહિ. તેમણે તરત જ લાહોર હોસ્પિટલ જઈ સકીના વિશે જાણકારી કાઢવાનું પેલું કામ કર્યું અને આ સાથે તેમણે ઘરના દરેક લોકો ને સકીના ના વર્તન વિશે પણ પુછ્યું...

સકીના ને પણ રહીમ કાકા ની વાત માં શંકા નઝર આવી ચૂકી હતી. તેણે પણ પોતાની રીતે થોડીક સતર્કતા રાખવાનું શરૂ કરી દીધું.આ સાથે લાહોર હોસ્પિટલ ના ડોકટર એ પણ સકીના ને રહીમ કાકા ની પૂછતાછ વિશે જણાવ્યું, આથી હવે સકીના માટે આ ખુફિયા ઓફિસની તલાસી ખૂબ અઘરી સાબિત થઈ હતી પરંતુ આ જરૂરી પણ હતું કારણ કે આવો મૂકો તેને ફરી મળે તેમ ન હતો વળી તેણે એ તો વિચાર્યું પણ ન હતું કે આ ઓફિસમાં કોઈ બેટરી કેમેરો પણ હશે પરંતુ તેના નસીબ એટલા સારા હતા કે તેની વ્યવસ્થિત છબી તેમાં સ્પષ્ટ થતી ન હતી.

આથી હવે સકીના એ તરત જ પોતાનું કામ ઝડપથી પૂરું કરવાનું વિચાર્યું , ઓફિસમાંથી મળેલા કેટલાક ડોક્યુમેન્ટ ના કોપી તેને તપાસવાનું શરૂ કર્યું, તેણે જોયું કે કેટલાક જવાનોના લિસ્ટ આગળ માર્ક પણ કરેલા હતા. સકીના ને એ સમજાતું ન હતું કે આ માર્ક કઈ બાબત ના હોઈ શકે ? આ જવાનો ને અન્ય જવાના કરતા કેમ અલગ તારવવામાં આવ્યા છે. તેણે ઘણી બધી તપાસ અને શોધખોળ ચાલુ કરી પણ તેને કઈ મળ્યું નહિ.

અંતે સકિના એ પોતાના બીજા સાથી જે દરગાહની બહાર પહેરવી કરતા હતા તેમની મદદ લેવાનું વિચાર્યું, તેણે માર્ક કરેલા જવાનોના ફોટો બતાવીને જાણકારી કાઢવવા કહ્યું પરંતુ તે સાથી તરત જ આ જવાનોને ઓળખી ગયો,

" સકીના , યુનિફોર્મ પહેરેલા આ ચહેરાઓ જવાનો નથી પરંતુ થોડા દિવસ પહેલા બોર્ડર ઉપર શહીદ થયેલા આતંકવાદીઓ છે. જોકે તે જવાન બનીને જ બોર્ડર ઉપર ગયા હતા.

આનો શું અર્થ ? કેમ જવાન બની ને ?

ખબર નહિ સકીના આ લોકો નો શું ઈરાદો હોઈ !!

મતલબ કે આમની મૌત પેહલે થી જ નક્કી હતી ??

કદાચ !!આ માર્ક જોઈ ને તો એવું જ લાગે છે

મતલબ કે આ બધું પેહલે થી જ પ્લેન હતું ? આ જવાનો ની મૌત કોઈ શહીદી નથી પરંતુ મર્ડર છે. વિચારેલી સાજિશ છે.

સકીના ઘણા વિચારો માં ખોવાઈ જાય છે હથિયારો થી ભરેલા કબાટો, પૈસાના લોકરો અને આ ડોક્યુમેન્ટો એ સાબિત કરતા હતા કે બોર્ડર ઉપર થયેલો હુમલો પોતાના જ દેશમાં તોફાન કરાવવાના ઈરાદા થી થયેલો છે.એટલે કે પોતાની હાર પેહલે થી જ નિશ્ચિત હતી .

અગાઉ થોડા દિવસ પહેલા મળેલી જાણકારી મુજબ અબુ સાહેબ પોતાનું રાજનીતિક દળ બદલવાના છે અને પછી તરત જ તેમની જોન બર્ગ સાથે ખુફિયા મીટીંગ એવું સાબિત કરતા હતા કે અબુ સાહેબ પોતાના જ દેશ માટે કઈક ખતરનાક ઈરાદાઓ ધરાવે છે અને તેમાં બીજા અન્ય દેશોને જોડીને આંતરરાષ્ટ્રીય મસાલાઓ લોકોને દેખાડી રહ્યા છે જેથી કરીને તેનું કામ પણ સરળ થઈ જાય અને લોકોને ખબર પણ ન પડે કે આ બધું કોણ કરી રહ્યું છે.

તો પછી આટલા બધા હથિયારો ની શી જરૂર જો દુશ્મનો ને જીતવા જ દેવાના હોઈ તો ...??