Stree Hruday - 14 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી હદય - 14. રહીમ કાકાનો શક

હજી તો સકીના ખુફિયા ઓફિસ માંથી બહાર નીકળવાનું વિચારી જ રહી હતી કે કોઈના પગરખાં નો અવાજ તેને ઓફિસ ની દિશા તરફ આવતો સંભળાયો, અત્યારે સકીના ને ગમે તેમ કરી બહાર નીકળવાનું હતું, તે ઉતાવળે બહાર નીકળી પણ ઉતાવળ માં તેના થી ઓફિસ નું તાળું બરાબર લાગ્યું નહી અને તે ખુલ્લું રહી ગયું, સકીના ને ભાગવાનો સમય પણ મળ્યો નહિ અને તે ત્યાં મૂકેલા મોટા પૂતળાં ની પાછળ બેસી ગઈ , તે આવનાર વ્યક્તિ બીજું કોઈ નહિ પણ રહીમ કાકા જ હતા.

રહીમ કાકા અબુ સાહેબ ના વફાદાર અને ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ હતા. તેઓ આ ઘટના પરથી કોઈના આ ખુફિયા ઓફિસ માં આવવાના અંદેશા લગાવી ચૂક્યા હતા, તેમણે તરત જ ઘરના કેમેરા ની તપાસ ચાલુ કરી, પણ સકીના ની હેકિંગ ના લીધે તે ઘરમાં દાખલ થઈ ત્યાં થી લઈને કુલ 20 મિનિટ સુધી ની રેકોર્ડિંગ તેમાં ન હતી. સકીના પણ ચપળ રીતે ઘર ની બહાર નીકળી ફરી પાછી દાવત માં શામેલ થઇ ગઇ.

આ બાજુ રહીમ કાકા બધી તપાસ કરી ચૂક્યા હતા. પણ હજી સુધી તેમને કઈ હાથ લાગ્યું ન હતું, તેઓ ઘરના દરેક કેમેરા , ઓરડા અને કિંમતી વસ્તુઓ પણ તપાસી ચૂક્યા હતા પણ બધા કેમેરા માં તેજ સમય દરમિયાન નું રેકોર્ડિંગ ન હતું આથી હવે એ તો નક્કી હતું કે કોઈ ખરેખર આ ખુફિયા ઓફિસ સુધી આવ્યું હતું પણ કોણ ??

તેમણે આ જાણ તરત જ પરત આવેલા અમર ને કરી , અમર પણ આ સાંભળી થોડો મૂંઝવણ માં મુકાયો , તેણે પણ ઘરના કેમેરા ની વારંવાર તપાસ કરી,દરવાજા ઓ ની તપાસ કરી . સકીના આ બધું પોતાના ઓડિયો બગ ને લીધે સાંભળી રહી હતી.અમર એ તો સમજી જ ગયો કે ઘરમાં ચોરી ના કોઈ અંદેષા દેખાતા નથી પણ છતાં આવનાર ચોર માત્ર ખુફિયા ઓફિસ સુધી જ આવ્યું હતું એટલે કે કઈક તો એવું અહી ખુફિયા ઓફિસ માં હતું જ, જે માટે કોઈ અહી આવ્યું હતું .વળી તેને આજ ના ઘર ના દરેક સભ્યો ના શેડ્યુલ વિશે ની જાણકારી પણ હતી કે આજે ઘરમાં રહીમ કાકા સિવાય કોઈ હાજર નથી .

આ બાજુ રહીમ કાકા ને એક ખુફિયા બેટરી થી ચાલતા કેમેરા ની યાદ આવી , જે ખુફિયા ઓફિસ ના નીચેના એક ભાગ તરફ લગાડવામાં આવ્યો હતો. આ કેમેરો ઘરના કોઈ સિસ્ટમ થી ચાલતો ન હતો આથી તેમાં કદાચ કોઈ જાણકારી મળી શકે, તેમણે કેમેરો કોમ્પ્યુટર સાથે જોડ્યો , જેમાં કોઈ બુરખા વાળી મહિલા ની અડધી છબી નઝર આવતી હતી. આ કેમેરો ટેબલ ના નીચેના ભાગ માં હોવાથી, આ નકાબ વાળી મહિલા ની માત્ર પગ ની ચાલ જ દેખાતી હતી. આ પરથી નક્કી કરવું ઘણું અઘરું હતું કે આ કોણ હોઈ શકે ? પણ સાબૂત તો મળી ચૂક્યા હતા કે આ કોઈ જાસૂસ મહિલા જ છે જે ચોરી ના ઇરાદા થી ઘરમાં દાખલ થઈ નથી. આથી થોડી તપાસ તો સરળ બની શકતી હતી.

દાવત ખતમ થતાં મહિલાઓ ઘરમાં પાછી ફરે છે, પોલીસ ની અવર જવર જોઈને તે પણ થોડી વિચલિત થઈ જાય છે અમર અને રહીમ કાકા પોલીસ ને પોતાના સ્ટેટમેન્ટ આપી રહ્યા હતા. તરત જ ઘરની સેક્યુરિટી પણ સખત કરવામાં આવે છે, આ બધું જોતાં એ તો નક્કી થઈ ગયું હતું કે સકીના ને હવે આગળ ના કદમ ઘણા સાવચેતી પૂર્વક રાખવા પડશે. અને એક વાત હજી એ પણ હતી જે સકીના બરાબર સમજી ગઈ હતી કે કઈક તો એવું આ ઘરમાં થઈ જ રહ્યું છે જેથી આટલા સખ્તાઈ પૂર્વક ના કદમ ઉઠાવાની જરૂર દેખાઈ છે.

સકીના બેગમ સાહેબ ને લઇ ને અંદર જાય છે તેના પગ માં દીવાલ ઓળંગવાને લીધે વાગી ગયું હતું તકલીફ એટલી હતી કે તે રડી પણ શકતી ન હતી અને તે કોઈ ને આ જણાવી પણ શકતી ન હતી. છતાં તેની ચાલ માં થોડો ફરક આવી ચૂક્યો હતો. જખમ તાજા હોવા ને લીધે ચાલવા થી તેને તકલીફ થતી હતી અને આ તકલીફ ના કારણે લોહી બંધ થતું ન હતું. શું રહીમ કાકા કે અમર ની નઝર તેના ઉપર પડશે ખરી ?? શું આ જખમ સકીના ની બીજી કોઈ તકલીફ તો વધારી નહિ દે ??


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED