સોહમ કોફી પીતો પીતો નેનતારાનેજ જોઇ રહેલો. હોઠેથી કોફી અને નજરોથી નૈનતારાને પીતો હતો. નૈનતારાની નજર લેપટોપ પર પડી એણે સ્ક્રીનપર જોયેલી ડીટેઇલ્સ ડેટા વગેરે વાંચ્યા અને ખુશીથી ઉછળી પડી... આવેશમાંજ એ સોહમને વળગીને એનાં ગાલ પર ચૂમી ભરીને કહ્યું “વાહ સર.. મારી જે નોટ્સ હતી એમાંથી તમે શું રીપોર્ટ બનાવી દીધો છે સર મને લાગે છે વાધવા સર પણ આશ્ચર્ય અને આનંદથી ચોંકી જશે. 6 મહિનાની જગ્યાએ તમે તો 6 દિવસમાં કામ પાર પાડી દીધું વાહ... “
સોહમ તો નૈનતારાનાં આવાં પ્રેમાળ રીએક્શનથી એકદમ હોબતાઇ ગયો એને ગાલ પર મળેલ ચુંબનથી આનંદ થયેલો એણે સ્વસ્થ થતાં કહ્યું “અરે આ હજી રીપોર્ટ અધૂરો છે રાત્રી સુધીમાં પુરો કરીશ ફીનીશીંગ આપીશ એનાંથી થનારો ફાયદો સમય અને મહીનાઓ સાથે ગણત્રી કરીને બનાવીશ અને નૈનતારા તારી એક વિગત નોટ મને ખૂબ ગમી એની ગણત્રીમાં મેં આપણાં કંપનીની કામગીરી મૂકી આપણને તો ફાયદો છે જ પણ ક્લાયન્ટ પણ ખુશ થઇ જશે એને પણ એટલો ફાયદો છે.”
નૈનતારા હજી એકસાઇટેડ હતી એની આંખો આનંદ અને આશ્ચર્યથી પહોળી થઇ ગઇ હતી.. એ સોહમની ચેરનાં હેન્ડલ પરજ બેસી ગઇ હવે એ સોહમની સાવ નજીક હતી એ સોહમને સ્ક્રીન પર સ્કેલથી ડેટા બતાવીને એનું એનાલીસીસ કરીને સમજી રહી હતી.
સોહમ પણ નૈનતારાની આવી સાવ નજદીકી એન્જોય કરી રહેલો એને નૈનતારાનાં શ્વાસ, એનાં તનની સુગંધ બધુ આકર્ષીત કરી રહેલું નૈનતારા સ્ક્રીન પર જોવામાં બીઝી હતી એ સોહમને બધુ બતાવી રહી હતી કે એણે કેટલું ડીટેઇલમાં બધુ કેલ્કયુલેટ કર્યુ છે.
હવે નૈનતારાની નજર સોહમ પર પડી.. એ સોહમની બરાબર બાજુમાં હતી સોહમ એનાં ગૌર ચહેરાનેજ જોઇ રહેલો. નૈનતારાએ સોહમની નજરમાં નજર પરોવી બંન્ને જણાને કોઇક અગમ્ય પ્રેમનો નશો ચઢી રહેલો બંન્નેમાં ઉન્માદ વેગ પકડી રહેલો.. ત્યાં...
*************
ચર્ચગેટ સ્ટેશનની નજીક આવેલી નાની રેસ્ટોરામાં ઓફીસથી છૂટીને ચંડાળ ચોકડી ભેગી થઇ હતી એમાં શાનવી, તરનેજા, ડિસોઝા ને આસી. એકાઉન્ટ પવાર બસ ખોટ શ્રીનિવાસની હતી. બધાં ટેબલ પર ગોઠવાયા અને ચાર ચા ને મસ્કાબનનો ઓર્ડર આપ્યો.
પવારે કહ્યું “મારું મસ્કાબન નહીં હું તો વડાપાંઉ લઈશ ઘણો સમય થયો અહીં વડાપાંઉ ખાધે. સરસ આવે છે”. શાન્વીએ કહ્યું “તારી વાત સાચી છે મસ્કાબન તરનેજા ને ડીસોઝાને માફ્ક આવશે” એમ કહીને કટાક્ષમાં હસી.
તરનેજા થોડું અકળાઇને બોલ્યો “અહીં એકબીજાને ટોન્ટ મારવા ભેગા થયાં છીએ ? જે વાત કરવાની છે એ કરો. મને તો મસ્કાબનજ ફાવશે.”
ડીસોઝાએ કહ્યું “મને પણ... આખો વખત ફ્રાય કરેલુ ખાવાની મજા નથી”. શાનવીએ કહ્યું “હમણાંથી એટલે કે જયારથી નૈનતારા આવી છે ઓફીસમાં કામ કરવું અઘરૂ થઇ ગયું છે સાલી બોસની ચમચી ને ચાંપલી છે.”
તરનેજાએ હસતાં હસતાં કહ્યું “કામ કયું કરે છે તું કે તને અઘરૂ પડે છે ?” બધાં આ સાંભળી હસી પડ્યાં. શાનવીએ કહ્યું “પહેલાં કેટલું બિન્દાસ આપણી મરજી પ્રમાણે કામ કરતાં. શ્રીનિવાસ સર ખૂબ સારાં હતાં.”
ડીસોઝાએ કહ્યું “તારાં માટે સાચેજ સારાં હતાં. તને ખૂબ સાચવતા, મીટીંગનાં બહાને ફાઇવસ્ટાર હોટલમાં પાર્ટીઓ... તમે બંન્ને એકબીજાને ખૂબ સાચવી લેતાં પછી અત્યારે કામ કરવું અઘરૂજ પડે ને...”
ડીસોઝાએ આગળ કહ્યું “તરનેજા પહેલાં આપણે દર બીજે દિવસે ફાઇવ સ્ટારના ખર્ચા ચોપડે લેવાં પડતાં હવે એ બધો ખર્ચજ બંધ થઇ ગયો. હવે જાણે સ્કૂલમાં ભણવાં આવતાં હોઇએ એવું લાગે છે.”
તરનેજાએ કહ્યું “નૈનતારા આવી ત્યારથી બધુજ બંધ થઇ ગયું.” ડીસોઝા સામે ગંદો ઇશારો કરી બોલ્યો “આ પણ ત્યારથી ડ્રાય થઇ ગયો છે. પણ કંપની માટે નૈનતારા અને સોહમની જોડી સાચું કામ કરે છે.”
શાનવીએ કહ્યું “હવે બરોબર સાચું બોલ્યો તું.... કંપની માટે જોડી નહીં.. એ બંન્નેની જોડીજ છે પેલી નૈનતારા આખો વખત સોહમની સામે ચાળા કરે છે એનો ડોળોજ સોહમ પર હોય છે. કોઇનાં કોઇ બહાને એને વ્હાલી થવાનો મોકો શોધતી હોય છે સાલી એક નંબરની......”
શાન્વી આગળ બોલે પહેલાં ડીસોઝાએ કહ્યું “શાનવી એ ગમે તેવી હોય પણ કામ ખૂબ કરે છે મહેનતું છે વળી દેખાવમાં રૂપ રૂપનો અંબાર.. સાલી ફટાકડી છે.”
શાનવી અર્ધી ઇર્ષ્યાથી બળી ગઇ બોલી “તને તો બધી રૂપરૂપનાં અંબાર જેવીજ લાગે છે એ સોહમને લટ્ટુ બનાવીને મોટો શિકાર કરવાજ આવી છે જોને અત્યારે આપણને બધાને ઘરે મોકલી દીધાં અને બેઊ જણાં ઓવરટાઇમનાં બહાને ખબર નહીં શું શું કરતાં હશે ?”
તરનેજા કહે “આવો ચાન્સ મળે કોણ છોડે ? ઉપરથી એકસટ્રા એલાઉન્સ અને સેલેરી મળશે. બંન્ને નસીબબાળા છે.” શાનવી કહે “નસીબવાળા નહીં મને તો કોઇક બીજોજ વ્હેમ છે. આ સોહમ અચાનક મેનેજર બની જાય ? આટ આટલી સાહેબી એમજ મળી જાય ? જરૂર એ કોઇ કાળી વિદ્યાવાળા અઘોરીને સાંધીનેજ આવું કરી રહ્યો છે એનો પ્રભાવ છે ત્યાં સુધી પછી એ ને આ નૈનતારા બંન્નેનાં ઘોળા દિવસે તારાં જોવાનો વખત આવવાનો છે.”
પવારે કહ્યું “અહીં આવીને એલોકોની કુથલી જ કરવાની છે કે આગળ આપણે શું પ્લાન કરવો જોઇએ એનો વિચાર કરવાનો છે ?’
તરનેજાએ કહ્યું “હું અને શાનવી આ કંપનીમાં સૌથી સીનીયર અને બોસનાં વિશ્વાસુ છીએ છતાં અત્યારે અમારી કિંમત નથી બધો મોટો આધાર સોહમ અને નૈનતારા થઇ ગયાં છે.”
પવારે કહ્યું “તમે સીનીયર છો પણ કંપનીમાં એટલાં પૈસા બનાવ્યા છે મોજ કરી છે બંન્ને જણાએ જો સોહમ કોઇ શક્તિથી રક્ષાયેલો હશે તો તમે કશું કરી નહીં શકો. મારુ માનો તો હું એક..”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-76