VISHV RANGMANCH DIN books and stories free download online pdf in Gujarati

વિશ્વ રંગમંચ દિન

વિશ્વ રંગભૂમિ દિવસ

કવિ શ્રી ગની દહીવાલાની પંક્તિ આજના દિવસે જરૂર યાદ આવે :

ઉભા છીએ તખ્તાના પીળા પ્રકાશે, ઢળી પડીશું તો અભિનય ગણાશે!!

દર વર્ષે ૨૭ માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવાય છે. વિશ્વ રંગભૂમિ દિવસનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વના સમાજ અને લોકોને રંગભૂમિની સંસ્કૃતિ વિશે જણાવવાનો, રંગભૂમિના વિચારોનું મહત્વ સમજાવવાનો, નાટ્ય સંસ્કૃતિ પ્રત્યે લોકોમાં રસ પેદા કરવાનો અને તેની સાથે સંકળાયેલા લોકોનું સન્માન કરવાનો છે. આ ઉપરાંત, વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીના અન્ય કેટલાક ઉદ્દેશ્યો છે: જેમ કે, વિશ્વભરમાં થિયેટરનો પ્રચાર કરવો, લોકોને રંગભૂમિની જરૂરિયાતો અને મહત્વ વિશે વાકેફ કરવા, થિયેટરનો આનંદ માણવો અને અન્ય લોકો સાથે આ આનંદ વહેંચવો.

વિશ્વ રંગભૂમિ દિવસ 2023 ની થીમ The youth, The next generation, and New artists (યુવાનો, આગામી પેઢી અને નવા કલાકારો) છે, જયારે વિશ્વ થીયેટર દિવસ 2022 ની થીમ થિયેટર એન્ડ એ કલ્ચર ઓફ પીસહતી.ભવિષ્યની યુવા પેઢી કે ઉગતા કલાકારો વિસરાતી જતી રંગભૂમિને જીવંત રાખે અને તે માટે પ્રેરાય,યોગ્ય માર્ગદર્શન મેળવે એ હેતુથી આજના દિવસે વિશેષ કાર્યક્રમો યોજાશે.

નાટક, નૌટંકી, થિયેટર- જે પણ કહીએ, આ બધા મનોરંજનના માધ્યમ છે. ખાસ કરીને ભારતની વાત કરીએ તો પહેલા સિનેમા નહોતા, લોકો પાસે મનોરંજન માટે થિયેટરનો વિકલ્પ હતો. આપણા વડવાઓના સમયથી આજ સુધી આ રંગભૂમિએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

ભગવદ ગોમંડલ ગ્રથનાં આધારે માની શકાય કે પૂર્વ 1280માં ગુજરાતીમાં પહેલું નાટક લખાયું ત્‍યારબાદ 1851માં નર્મદે બુધ્‍ધિવર્ધકનામની સંસ્‍થા શરૂ કરી. એ જ અરસામાં શેકસપિયર કલબની સ્‍થાપના મુંબઇમાં થઇ. આ સમયને ગુજરાતી રંગભૂમિનો ઉદભવ સમય હોવાનું માનવામાં આવે છે. આ એ સમય હતો જ્યારે સ્ત્રી પાત્રો રંગમંચ ઉપર આવતા નહિ તેથી પુરૂષો જ સ્ત્રી પાત્રોનો અભિનય કરતા. એ પછી ધીમે ધીમે રંગમંચનું મહત્વ અને પ્રસિદ્ધિ વધતી ગઈ તેમ તેમાં બદલાવો આવતા રહ્યા.

એવું કહેવાય છે કે ભારતના મહાકવિ કાલિદાસજીએ ભારતના પ્રથમ થિયેટર(નાટયશાળા)માં મેઘદૂતની રચના કરી હતી. ભારતનું પ્રથમ થિયેટર(નાટયશાળા) અંબિકાપુર જિલ્લામાં રામગઢ પર્વત પર સ્થિત છે, જેનું નિર્માણ કવિ કાલિદાસ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતમાં રંગભૂમિનો ઈતિહાસ આજનો નહીં પણ હજારો વર્ષ જૂનો છે. તમે તેની પ્રાચીનતાને એ રીતે સમજી શકો છો કે પુરાણોમાં પણ યમ, યમી અને ઉર્વશીના રૂપમાં રંગભૂમિનો ઉલ્લેખ જોવા મળે છે. તેમના સંવાદોથી પ્રભાવિત થઈને કલાકારોએ નાટકો રચવાનું શરૂ કર્યું. જે પછી નાટકનો વિકાસ થયો અને ભારતીય નાટકને શાસ્ત્રીય સ્વરૂપ આપવાનું કાર્ય ભરતમુનિજીએ કર્યું.
મનોરંજનની દૃષ્ટિએ વિશ્વ રંગભૂમિ દિવસનું સમગ્ર વિશ્વમાં પોતાનું આગવું સ્થાન છે. સમગ્ર વિશ્વમાં થિયેટરને તેની આગવી ઓળખ આપવા માટે, વર્ષ 1961માં, આંતરરાષ્ટ્રીય રંગભૂમિ સંસ્થાએ 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીનો પાયો નાખ્યો હતો. આ દિવસે, વિશ્વના ઘણા દેશોમાં, રંગભૂમિ સાથે સંકળાયેલા કલાકારો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.

1961માં યુનેસ્કો અને યુનિસેફની મિટીંગમાં 145 દેશોએ ભાગ લીધો હતો. જેમાં આપણા ગુજરાતી ચં.ચી.મહેતાએ પણ હાજરી આપી હતી. જેમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીની એમની વિનંતિને માન્ય રાખી 27 માર્ચને રંગભૂમિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

દર વર્ષે ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (I.T.I.) દ્વારા વર્લ્ડ થિયેટર ડે(વિશ્વ રંગભૂમિ દિવસ)ની ઉજવણી માટે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. જેમાં સમગ્ર વિશ્વમાંથી એક રંગભૂમિ કલાકારની પસંદગી કરવામાં આવે છે, જેઓ વિશ્વ રંગભૂમિ દિવસ પર બધાની સામે એક ખાસ સંદેશ મૂકે છે. આ સંદેશ વિશ્વની 50 થી વધુ ભાષાઓમાં અનુવાદિત કરી વિશ્વભરના સમાચાર પત્રોમાં પ્રકાશિત થાય છે.

અત્યારે થિયેટર કે રંગભૂમિ દુનિયાના તમામ રહસ્યો અને ઘટનાઓને આપણી સમક્ષ લાવે છે, જેમાં ઘણી ફિલ્મો, ડોક્યુમેન્ટ્રી, વેબ સિરીઝ અને ટીવી સિરિયલનો સમાવેશ થાય છે. રંગભૂમિ સાચી અને નાટકીય ઘટનાઓને જીવંત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. છેલ્લા 10 વર્ષમાં થિયેટરની એક અલગ ઓળખ ઊભી થઈ છે, જેના કારણે આજે સમાજ રંગભૂમિને ખૂબ માન મળે છે.

આજે ભારતમાં પણ સાયન્સ ફિક્શન પર બનેલી ફિલ્મોનો ભરાવો છે, સાથે જ એવી ઘણી ફિલ્મો છે જે ભારતને વિશ્વ સ્તરે ગર્વ અપાવે છે. જેમાં, 1957માં મધર ઈન્ડિયા’, 1988માં સલામ બોમ્બે’, 2001એવોર્ડ લગાનઅને 2008માં સ્લમડોગ મિલિયોનેરજેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મો ઑસ્કર એવોર્ડ માટે નોમિનેટ થઈ હતી અને એવોર્ડ જીતી ભારતને રંગભૂમિના ક્ષેત્રે ગૌરવ અપાવ્યુ.તો હાલ નાટુ નાટુ ગીતે ઓસ્કારમાં સ્થાન મેળવી ધૂમ મચાવી છે.


હવે તો નાટકોનું આધુનીકરણ થઇ ગયું છે. બદલતા વિશ્વ સાથે તાલ મિલાવતા આધુનીક યુગ હાઇટેક ટેકનોલોજીનો યુગમાં તેમાં મેકઅપ, કેમેરા, લાઇટસ, સાઉન્‍ડ, લેપટોપ, પેનડ્રાઇવ, ટેબલેટ, ર્પોટેબલ હાર્ડડિસ્‍ક, એડીટીંગ વગેરેમાં અલ્‍ટ્રા મોર્ડન ડીઝીટલ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે.

આમ તો અભિનય એટલે રંગમંચ ઉપર આપવાની દરરોજની પરીક્ષા.રંગભૂમિનાં મૂળ વેદ-ઉપનિષદમાં જોવા મળે છે. જે સૃષ્ટિ ઈશ્વરે રચી છે અને એમાં માણસ, અન્ય જીવો અને પ્રકૃતિ શ્વસે છે એનો સર્જનહાર ઈશ્વર આ રંગભૂમિનો સૂત્રધાર છે. આપણે મનુષ્ય તો રંગમંચની કઠપૂતળીઓ સમાન છીએ, જેમની ડોર ઈશ્વરનાં હાથમાં જ છે.

અંતમાં,જિંદગી એક સ્ટેજ છે,જેના પર આપણે સહુ કલાકાર છીએ. ઈશ્વર નામના દિગ્દર્શકે આપણને આપેલ દરેક કિરદાર આપણે નિભાવવાનો છે. રંગમંચના તમામ કલાકારો પોતાને મળતા પાત્રને બખૂબી નિભાવીને અભિનયના ઓજસ પાથરી રંગભૂમિને ઉન્નત કરતા રહે એ જ આજના દિવસે શુભેચ્છાઓ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED