Andhari Raatna Ochhaya - 13 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા (ભાગ -૧૩)

ગતાંકથી......

દિવાકર હસતાં હસતાં બોલ્યો : " એમ કે; ત્યારે તો તમે ભુપેન્દ્રના બહેન થાઓ બરોબર ને? ભુપેન્દ્રને હું મારા સગા ભાઈ જેવો ગણું છું એ પણ મને મોટો ભાઈ માને છે."

હવે આગળ..

સોનાક્ષી એ કહ્યું : " બધું જ હું જાણું છું એ સંબંધ થી તો આજ થી તમે મારા ભાઈ થયા."
દીવાકર સ્નેહથી બોલ્યો : "તમારા જેવી બહેન પામીને આજે હું ધન્ય થયો. હવે હું તમારો ભાઈ બનવાનો થોડો ઘણો પણ પ્રયત્ન કરી શકું તો બસ થશે. હવે સાંભળો મને એક આઈડિયા આવ્યો છે ને એ માટે મારે તમારી મદદની જરૂર છે. અને તેથી જ મેં તમને અહીં બોલાવ્યા છે."
સોનાક્ષી એ કહ્યું : મારે શું મદદ કરવાની છે? જે પણ જરૂર હોય તે નિ: સંકોચ કહો."
દિવાકર બોલ્યો : " ગઈકાલે રાત્રે કોઈએ ફોન કરીને ચાંઉ ચાંઉ ને અગત્યના હુકમો આપ્યા છે. મને લાગે છે કે હુકમો મારા સંબંધમાં જોવા જોઈએ .મારૂ એવું માનવું છે કે એ લોકોને મારી સાચી ઓળખ થઈ ગઈ છે. અને તેથી તેઓ મારૂ ખૂન કરવાની પેરવી કરી રહ્યા છે."

" શું આ સાચું છે!" સોનાક્ષી થરથર કાંપવા લાગી.
દિવાકર બોલ્યો : " સાંભળો .મારી યુક્તિ તમને કઈ સંભળાવું છું મારે ખાતરીપૂર્વક જાણવું છે કે ચાંઉ ચાંઉ ને મને ખતમ કરવા રોકવામાં આવ્યો છે કે નહીં . આજે રાત્રે જે બાબતનો સંશય દૂર થવો જોઈએ. આજે સાંજે તમે મને કેટલોક જરૂરી સામાન લાવવાનો હુકમ આપજો.. હું જ્યારે ચિનાની પાસે ઉભો હોઉં ત્યારે જ તમારે મને હુકમ આપવો. એટલે એ બાબતની જાણ એમને થાય ને એ પોતાના કામને પાર પાડવા કંઈ ને કંઈ પગલાં લે. ત્યારબાદ હું એ સામાન લાવવા જાવ ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવું કે એ મારી પાછળ બહાર જાય છે કે નહીં !જો તે બહાર જાય અને રસ્તામાં મારા પર હુમલો થાય તો મારો શક સાચો થશે કે હુકમ મારા સંબંધમાં જ હતા .અને મારું અનુમાન ભૂલ ભરેલું નહોતું."

થોડીવાર મૌન રહ્યા બાદ એકદમ ગળગળે અવાજે સોનાક્ષી બોલી : " પરંતુ ભાઈ, એમ કરવાની શું જરૂર છે? આપ અહીં થી ચાલ્યા જાઓ. આ ચિનો ખુબ જ ખતરનાક છે આપને પણ એની ક્યાં ખબર નથી. એ રાક્ષસી ને અતિશય નિષ્ઠુર છે .ના હો ના. ના . તમારે સાંજે ક્યાંય બહાર જવાનું નથી."

દિવાકરે ધીમેથી કહ્યું : "આમ ઉતાવળ કરીને મારો સંકલ્પ શિથિલ ન કરો પ્લીઝ! મુસિબતોથી ડરવાનું હું કદી શીખ્યો જ નથી .વિરાજ તમારો થનારો હસબન્ડ છે. દિવાકર તમારો ભાઈ પછી તમારે ડરવાની કોઈ જ જરૂર નથી.મુસિબત તમારી નજીક આવતા પહેલાં સો વાર વિચાર કરશે.બસ તમારે દ્રઢતા થી મારો સાથ આપવાનો છે.
તે દિવસે સાંજના...
દિવાકર અને સોનાક્ષી પોતાનું કામ પાર પાડવાના સંકલ્પ સાથે રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન ચાંઉ ચાંઉ એ દિવાકરના હાથમાં એક કાગળ આપી કહ્યું : " આ કાગળમાં લખેલી વસ્તુઓની સાહેબ ને બહુ જરૂર છે અત્યારે જ તમે મેડિકલ માં જઈને જલ્દી થી લઈ આવો."
ચીના એ આ બધી જ વસ્તુઓ નજીકની વિકાસ મેડિકલ શોપ માંથી લાવવાની સૂચના કરી જે અહીંથી એકાદ કિલોમીટર જ દૂર હતી.ત્યાં બધી જ વસ્તુઓ મળી રહે તેમ હતી.
લિસ્ટ અને પૈસા દિવાકરના હાથમાં આપીને ચાંઉ ચાંઉ ચાલ્યો ગયો. સોનાક્ષી દિવાકર પાસે આવીને કહ્યું : " શું એ દુષ્ટ માણસે આપણી સવારની વાતો સાંભળી હશે?"
દિવાકરે ગંભીરતાથી કહ્યું : એ તો સંભવ લાગતું નથી. એ જાતે જ આજે મારું ખૂન કરવા તૈયાર થયો છે. પરંતુ હજુ મને પુરી ખાતરી નથી. આજે મારે એ બાબતમાં ખાતરીપૂર્વક ખબર મેળવવી જોઈએ .હવે મોડું કરવું યોગ્ય નથી . થોડીવારમાં બધી જ ખબર પડી જશે તમે ખૂબ હોશિયાર રહેજો. ચિનાને જરા પણ શક ન થવો જોઈએ કે તમે તેની હિલચાલ પર આપણે નજર રાખી રહ્યા છો. જો તેમને શક પડ્યો તો આપણી મહેનત પર પાણી ફરી વળતા વાર નહીં લાગે . હું જાઉં છું !સોનાક્ષી ડર તમારા ચહેરા પર સાફ દેખાય છે.ચિંતા ન કરો ને જરા પણ શક પડે એવું વતૅન ન કરતા , ડરો નહીં મારી પાસે પિસ્તોલ છે અને મારું નિશાન હંમેશા અફર જ હોય છે એ તો તમે જાણો જ છો ! હું જાઉં છું તે હરામખોર ચીનો શું કરે છે તે બરાબર તપાસજો."

લીસ્ટ હાથમાં લઈ ધીમા પગલે દિવાકર બગીચાની બહાર નીકળ્યો .એ એકદમ વેરાનને અવરજવર વગરના રસ્તા વાળા અંધકાર પર અલોપ થઈ ગયો. આ વિસ્તારમાં દિવસે તો મજૂરોની કોલાહલ અહીં અસહ્ય બની રહેતો .પરંતુ રાત્રે ગામડા કરતા પણ વધારે નિસ્તબ્ધતા અહીં ફેલાયેલી જતી. રસ્તા ઉપર જતી વખતે એકલદોકલ કાર સિવાય બીજું કંઈ જ નજરે પડતું ન હતું. મેડિકલ એકાદ કિલોમીટર દૂર હતું તે ની પાસે જ બે-ચાર મકાનમાં વસ્તી જેવું હતું. વિશ્વનાથ બાબુના મકાનની આસપાસ ઉજ્જડ મેદાન સિવાય બીજું કંઈ જ નહોતું કે જેની અંદર મોટું મોટું ઘાસ ઉગી નીકળેલું હતું.
ખિસ્સામાંથી પિસ્તોલને મુઠ્ઠીમાં મજબૂત પકડી દિવાકર ધીરે ધીરે ચાલ્યો જતો હતો .ભયંકર ઉશ્કેરાટથી તેના શરીર પર ની રૂંવાટી ઊભી થઈ રહી હતી. તેની ચારે તરફ અંધકાર આજે તો જાણે તેને ભેટવા આવતો હોય તેવું લાગતું હતું. અત્યંત અંધકાર કેમ જાણે તેને ગળી જવા તેની વિશાળ ભુજાઓ ફેલાવી રહ્યો હોય એવું લાગતું હતું. અંધકાર માં દિવાકર વધુ ને વધુ સચેત બની ગયો. થોડેક જ દૂર જઈ એક દિવાલની આડસમાં તે છુપાઈ રહ્યો. એ દીવાલમાં એક નાનું સરખું બાકોરું હતું તેમાંથી તેને એ ભેદી મહેલના મેઈન ગેટ સુધી બધું બરાબર દેખાતું હતું એ બાકોરામાં એકીટશે જોઈ રાખી દિવાકર છુપાઈને ઉભો રહ્યો. એક એક ક્ષણ તેને આજે યુગ જેવડી લાગી રહી હતી.
થોડીવાર પછી દિવાકરને લાગ્યું કે મકાનમાંથી કોઈ માણસ બહાર આવે છે :એક નહીં પણ બે ! એ ઉતાવળે ડગલે પોતાની તરફ આવે છે. દિવાકરે પિસ્તોલ ખીસ્સામાંથી બહાર કાઢી શ્વાસનો પણ અવાજ ન થાય તે રીતે શરીર ટેકવ્યું .બંને જણાં ધીમે ધીમે નજીક આવ્યાં તદ્દન નજીક આવતા દિવાકરે તેમાંના એકને ઓળખ્યો તે ચાંઉ ચાંઉ હતો. બીજો તેનો નોકર હોય તેવું લાગતું હતું.
દિવાકરે સ્પષ્ટ સાંભળ્યું કે બીજો માણસ અડધીઉર્દુ અને અડધી હિન્દી ભાષામાં ચિનાને કહેતો હતો કે, " મેં તેને બરાબર જોયો છે .તે જ્યાં છુપાઈ રહેવાનું કહ્યું હતું ત્યાં જ હું છુપાઈ રહ્યો હતો. એ માણસ મારી પાસેથી જ પસાર થયો એ વાત તો નક્કી જ છે."
ચાંઉ ચાંઉએ કહ્યું : " હજુ જરા વધારે આગળ જઈએ ત્યારબાદ રસ્તાની બાજુએ અંધારામાં જ એની રાહ જોઈશું."
તેઓ ઉતાવળે પગલે દીવાકર પાસેથી પસાર થઈ ગયા. દિવાકરને ને તો વિચાર આવ્યો કે પિસ્તોલની બે ગોળીથી લાવને બંને દુષ્ટોની ખોપરી વીંધી નાખું ! પરંતુ તેથી તેનો મૂળ હેતુ માર્યો જાય તેમ હતું. આથી તે પોતાનો વેગ અને ગુસ્સો સંયમમાં રાખી ઉભો રહ્યો.
બંને નરાધમો ત્યાંથી અદ્રશ્ય થ્યા પછી તે પોતાના છુપા સ્થાનથી નીકળી અંધારામાં છુપાતો છુપાતો પાછો એ ભેદી મહેલમાં આવી પહોંચ્યો .તેનો અનુમાન સાચું પડ્યું છે. ચાંઉ ચાંઉ અને તેનો નોકર પોતાને મારવા માટે જ બહાર નીકળ્યા છે એ વાતની પાક્કી ખાતરી થઈ ગઈ.

એકદમ ડરેલી અને ગમગીન ચહેરે સોનાક્ષી મેઈન ગેટની નજીક જ ઊભી હતી. દિવાકરને જોતા તેની પાસે દોડી ને હાંફતા હાંફતા બોલી : " અરે તમે ઠીક તો છો ને ! તમને કંઈ તકલીફ તો નથી પડી ને ! અરેરે !કેવી ભયંકર ડરમાં મારી આ બધી ક્ષણો પસાર થઈ હતી. તમારા ગયા પછી પાંચ મિનિટમાં જ ચાંઉ ચાંઉ ઘરની બહાર નીકળી ગયો છે.
દિવાકરે હસતા ચહેરે કહ્યું : " હા. એ હું જાણું છે તે એકલો નથી તેની સાથે એક બીજો માણસ પણ છે. એ બંને મારી રાહ જોતા રસ્તા પર ઊભા છે .હવે અંદર ચાલો. મને તો બહુ ભૂખ લાગી છે."
સોનાક્ષીએ કહ્યું : " હા,ચાલો ઝડપથી અંદર આવી જાવ."
તે રાત્રે જમ્યા પછી સોનાક્ષી અને દિવાકર પોતપોતાના રૂમમાં ગયા ત્યાં સુધીમાં ચીનો પાછો ફર્યો ન હતો એ રાત્રે તે પાછો ફર્યો હતો કે નહીં એ વાત પણ દિવાકરના જાણવામાં આવી નહીં.
બીજા દિવસે ટેલિવિઝન પર ન્યુઝ આવ્યા કે ...
છુપી પોલીસ નું રહસ્યમય સંજોગોમાં મોત!

આ રહસ્ય ને જાણવા માટે વાંચો આગળ નો ભાગ......
ક્રમશઃ...........................


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED