અંધારી રાતના ઓછાયા (ભાગ- ૧૨) Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધારી રાતના ઓછાયા (ભાગ- ૧૨)

ગતાંકથી.....


તેણે મયંક પાસે આવીને કહ્યું : "કેમ માખી જાળમાં બરાબરની સપડાય ગઈ છે ને ?"
મયંકે એકદમ ખુશ થઈને કહ્યું : "નક્કી ! જૂલીએ તેને બરાબર કબ્જે કર્યો છે."

હવે આગળ.......

પેલા બુરખાધારી માણસે કહ્યું : " હિમાંશુ તો જાળમાં ન ફસાયો. તેણે છેવટની ઘડીએ હોસ્પિટલમાં આવવાની ના પાડી. મને લાગે છે તેને કોઈએ ત્યાં ન આવવા સમજાવ્યું હશે .તેને કોણે અટકાવ્યો હશે એ મારા જાણવામાં આવ્યું છે ."
બુરખાધારીના આ શબ્દોથી ચમકી મયંકે કહ્યું : "આપ શું એમ ધારો છો કે હું......"
" ના ,ના , તમારા પર મને જરીક પણ શંકા જતી નથી. સોનાક્ષી સાથે તમે જે વતૅન કર્યુ છે તેથી હું તમારા પર ગુસ્સે જરૂર થયો છું એ વાત સાચી, પરંતુ આ બાબતમાં મને તમારા પર જરાપણ શંકા નથી. સારું, પણ હિમાંશુ ને હોસ્પિટલમાં આવતો કોણે અટકાવ્યો એ જાણો છો ?"
"ના."
"મને લાગે છે કે એ વિશ્વનાથ બાબુ ના નવા ડ્રાઇવર નું જ કામ છે."
"શું વાત કરો છો?"
"હા ,તેના ઉપર મને પહેલેથી જ શક જાય છે મને એવી ખબર પણ મળી છે કે તે કોઈ મોટર ડ્રાઇવર છે જ નહીં. કદાચ પોલીસ નો માણસ પણ હોઈ શકે .પણ આટલી ખબર મળી છે તો પછી તે આપણી જાળમાંથી છટકી જાય તેમ નથી ચાંઉ ચાંઉ ને મેં તેના પર ચાપતી નજર રાખવાનું કહ્યું છે .પરંતુ હવે બહુ વાર લગાડવી પાલવે તેમ નથી .તેને આ દુનિયામાંથી વિદાય કરી જ દેવો જોઈએ .આ સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. આજે જ હું ચાંઉ ચાંઉને આ અંગે હુકમ આપી દઉં છું અહીંથી ફોન કરીશ તો પણ ચાલશે."
મયંક ગડગડા અવાજે બોલ્યો : "ખૂન કરશો !"
"જરૂર પડયે હું બધું જ કરી શકું છું."
થોડીવારમાં જ ભેદી મહેલમાં ટેલીફોનની ઘંટડી વાગતા ચાંઉ ચાંઉ એ આવી ટેલિફોન ઉપાડ્યો પરંતુ આ વખતે તે જોઈ શક્યો કે નહીં બીજી બાજુએથી દિવાકર પણ ટેલીફોન ઉપાડવા માટે દોડતો આવે છે અને તે ચીનાને જોઈ અંધારામાં છુપાઈ જાય છે
વાતચીત ચાલવા લાગી. ટેલીફોન ના બ્રેકેટ ઉપર જ એક ઝાંખી લાઈટ પડતી હતી તેના અજવાળે દીવાકરને ચિનાનું મોઢું બરાબર દેખાય રહ્યું હતું.વાતચીત ને તેના ચહેરા પરના હાવભાવથી દિવાકર કમકમી ઉઠ્યો . ટેલીફોન પર વાતચીત ના જવાબમાં માથું ધુણાવતા તેના મુખ પર જે અસ્વભાવિક ક્રૂર રેખાઓ દોરાતી જતી હતી તેને જોઈને તેને જોઈને દિવાકર સ્પષ્ટ સમજી ગયો કે આજે તેને કોઈ અગત્યનું કામ સોંપવામાં આવ્યું છે અને ચાંઉ ચાંઉએ તે આનંદથી સ્વીકારી પણ લીધું છે વાતચીત પરથી દિવાકરને સમજાય ગયું કે આજથી બે દિવસમાં એ કામ પતાવી નાખવાનો ચાંઉ ચાંઉએ પોતાના માલિકને વચન આપ્યું છે.


પરંતુ એ હુકમ કોણે આપ્યો ? હુકમ શું હતો? વગેરે પ્રશ્નોનો વિચાર કરતા કરતા દિવાકર પોતાના રૂમમાં આવ્યો.શુ ચાંઉ ચાંઉને તેનો માલિકને મારા પર શંકા ગઈ હશે? કદાચ તેમ હોય તો પણ તેમાં નવાઈ નથી એ લોકો કેટલા હોશિયાર છે. એને મારી સાચી ઓળખાણ જાણવામાં કોઈ વાર લાગે તેમ લાગતું નથી. કદાચ એથી જ કંઈ ખબર મળતા મને માર્ગમાંથી ખસેડવાનો તો હુકમ નહીં હોય ને!
વિચાર કરતા કરતા તેની આંખો સામે બધા જ બનાવોની તાદ્દશ છબી તરવરવા લાગી.ટેલીફોન પર જે મેસેજ આવ્યો હતો તે અવશ્ય પોતાના સંબંધમાં જ હતો એવી તેને ખાતરી થઈ. વાત કરતા કરતા ચાંઉ ચાંઉ ના મોઢા પર જે નિષ્ઠુર ને હિસંક લાગણી તરવરતી હતી તે તેણે સ્પષ્ટ જોઈ હતી. હવે ખાસ સાવચેતીની જરૂર હતી. લાગ મળતા જ એ ચીનો ખૂન કરવા તૈયાર થાય એવો સંભવ હતો. અને કદાચ એવો હુકમ તેને તેના ઉપરીએ આપ્યો હોય એ સંભવિત હતું. દિવાકરના અંતરના ઊંડાણમાંથી કોઈ બોલી રહ્યું હતું કે સાવધાન ! ચાંઉ ચાંઉ ને તારા માટે જ આવો હુકમ મળ્યો છે માટે સાવધાન!!
ભોજનની બાબતમાં તો દિવાકર પહેલેથી સાવચેતી ગ્રહણ કરી લીધી હતી. તે રાતની ઘટના બાદ એ અહીં જમવાનું ટાળતો હતો .આ મકાનથી થોડે દૂર નદી કિનારે આવેલી એક વીશીમા તેમને રોજે જમવાનું રાખ્યું હતું. આ મકાનમાં કોઈ પણ પ્રકારના ભોજનને અડકવાનું પણ તેણે બંધ કર્યું હતું.
ફ્યુચરમાં ચીના સાથે ઝઘડવામાં ઉતરવું જ પડશે એવી તેને ખાતરી પરંતુ એ ઝઘડો કેવી રીતે ઉભો થશે ?એ પિશાચ પ્રકૃતિવાળો ચાંઉ ચાંઉ સામા યુધ્ધમાં તો અવશ્ય ઉભો નહીં જ રહે !ત્યારે શું તે છુપાયને હુમલો કરશે? આ વાત યાદ આવતા જ દિવાકરના શરીરમાં એક ધ્રુજારી છુટી ગઈ .હવેથી પ્રતિક્ષણ એ છૂપા શત્રુથી સાવચેત રહેવાનું છે. તેના મગજમાં ચીનાની પૈશાચિક આકૃતિ તરવરી રહી હતી. સર્વત્ર તેની છાયા તેને ઘેરતી હોય એવું લાગ્યું.પિસ્તોલને હાથમાં રાખી તે આખી રાત જાગતો બેઠો.

બીજા દિવસે સવારમાં.....
સોનાક્ષીને એકાંતમાં જોઈને દિવાકરે કહ્યું : "બહેન , આપની સાથે થોડી જરૂરી વાતચીત કરવાની છે .પરંતુ તે વાત કોઈ નિર્જન સ્થળે કરી શકાય તેમ છે. આપને હું ક્યાં મળું ?"
સોનાક્ષીને એક ડ્રાઇવરને આમ બોલતો જઈ ખૂબ જ નવાઈ લાગી.
થોડીવાર અટક્યા પછી એકદમ વ્યગ્ર કંઠે એ બોલી : "આપ ગેરેજમાં બેસો, હું અડધા કલાકમાં ત્યાં આવી પહોંચું છું."
દિવાકર ધીમે ડગલે ગાડી સાફ કરવા માટે ગેરેજ તરફ ચાલ્યો. સોનાક્ષી પોતાના કહ્યાં પ્રમાણે અડધા કલાકમાં ત્યાં આવી પહોંચી તેને સ્ટુલ પર બેસાડી દિવાકર બારણા આગળ આવી ઊભો .અર્થાત કોઈ એ તરફ આવે તો તેની નજર પડે.

થોડીવાર ચૂપ રહ્યા પછી દિવાકરે એકદમ ગંભીર અવાજે કહ્યું : "હવે વધારે વખત અમુક વાતો હું છુપાવી શકુ તેમ નથી. મારા પોતાના માટેની બે ચાર બાબતો તમને જણાવવાની હવે મારી ફરજ બને છે .આપે મને આ નોકરી આપી ત્યારે મેં મારી ઓળખાણ આપતા જે કંઈ પણ કહ્યું હતું તે બધું જૂઠું હતું."
દિવાકર ના મોઢા પર નજર ફેરવી સોનાક્ષી એ પ્રશ્ન પૂછ્યો : " કઈ વાત આપે મને ખોટી કહી હતી?"
"પહેલી વાત તો એ કે મેં મારું નામ નરેન્દ્ર પાટીલ જણાવ્યું હતું. બીજી વાત એ કે હું મોટર ડ્રાઇવરનો ધંધો કરતો હતો તે."
સોનાક્ષી ધીમેથી બોલી : " મોટર ડ્રાઇવરનો ધંધો કરતા નહીં હો એવો સંદેહ તો મને પહેલેથી જ લાગતો હતો. મેં ઘણા ડ્રાઇવરો જોયા છે. પરંતુ તેમાંના કોઈપણની સાથે આપની પ્રકૃતિ મળતી આવતી નહોતી. આ વાત તો હું બરાબર સમજતી હતી પરંતુ તો પછી આપ કોણ છો એ બાકી રહે છે."
"પહેલા તો હું ખોટું બોલ્યો તે માટે આઈ એમ વેરી વેરી સોરી, તમે મને માફ કરો."
સોનાક્ષી એકદમ મીઠા અવાજે બોલી : "એવું બોલી મને શરમમાં ન મુકો . આપ જે કોઈ હો પરંતુ મને મદદ કરવા માટે જ અહીં બધી મુસીબતો સહન કરી રહ્યા છો એ વાત તો હું કોઈ પણ રીતે ભૂલી શકું તેમ નથી."
દિવાકરે મંદ સ્મિત સાથે કહ્યું : " હું એક ડિટેક્ટિવ છું. જોકે પ્રાઈવેટ ડિટેક્ટિવ નથી , છતાં હાલમાં એ જ મારો બિઝનેસ છે .મારું નામ દિવાકર ."
નામ સાંભળતા જ સોનાક્ષી એકદમ ચમકી ને બોલી : આપ શું એ જ છો જેણે બેનીવાલ ના વાઈફ તુલસીના ખૂનની તપાસ કરી હતી ??"
દિવાકર એકદમ આશ્ચર્ય સાથે બોલ્યો : " આપને આ વાતની ખબર ક્યાંથી !? છાપામાં તો આ વાત પ્રસિદ્ધ થઈ નહોતી.?!"
સોનાક્ષી હસતા ચહેરે કહ્યું : "અમદાવાદવાળા ભુપેન્દ્ર ઉપાધ્યાય ને તો આપ ઓળખતા જ હશો !"
" કયો ભુપેન્દ્ર ? બેનીવાલના ભત્રીજા સુનિલ નો મિત્ર તો નહીં ?"
" હા એ જ. એ મારી કાકી નો દીકરો થાય ! મેં એને મોઢે જ આપની આશ્ચર્યજનક બુદ્ધિ અને શક્તિની વાત જાણી છે."
દિવાકર હસતાં હસતાં બોલ્યો : " એમ કે; ત્યારે તો તમે ભુપેન્દ્રના બહેન થાઓ બરોબર ને? ભુપેન્દ્રને હું મારા સગા ભાઈ જેવો ગણું છું એ પણ મને મોટો ભાઈ માને છે."

સોનાક્ષી એ કહ્યું : " બધું જ હું જાણું છું એ સંબંધ થી તો આજ થી તમે મારા ભાઈ થયા."



હવે આગળ..... ક્રમશઃ