Yes, We Can End TB books and stories free download online pdf in Gujarati

Yes, We Can End TB

વિશ્વ ક્ષય દિન સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૪ માર્ચના દિવસે મનાવવામાં આવે છે. ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં ૨૪ માર્ચના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી ૨૪ માર્ચ ના દિવસે વિશ્વ ક્ષય દિન ઉજવવા માં આવે છે.
ક્ષયનો રોગ બીડી, સિગારેટ, તમાકુ વગેરેના વધુ પડતા સેવનના કારણે થાય છે. આ રોગે આખા વિશ્વને લપેટમાં લીધું છે. ઇ.સ. ૨૦૧૮માં આશરે ૧ કરોડ લોકોને ક્ષયનો ચેપ લાગ્યો હતો અને તેમાંથી ૧૫ લાખ લોકોના મૃત્યુ થયા હતા, જેમાંથી મોટાભાગના લોકો વિકાશશીલ દેશોમાંથી હતા.
આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને આ રોગથી બચાવવા માટે ક્ષયથી પીડાતા રોગીઓને શોધી કાઢી તેમને મફત સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનો છે, જે અંર્તગત નિદાન, સારવાર અને ત્યારપછી સમયાંતરે તપાસ થાય તેવી યોજના વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ઘડી કાઢવામાં આવી છે. ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યમાં પણ અલગ હોસ્પિટલો, મફત સારવાર તેમ જ સ્વતંત્ર ક્ષય નિયંત્રણ બોર્ડ બનાવવું જેવાં પગલાં લઇ આ રોગને નાથવા કમર કસી છે.

ક્ષય રોગને રાજ રોગ પણ કહેવાય છે, જેમાં દર્દીના સારવાર કરનારે પણ ખૂબ સાવચેતી રાખવી પડે છે, નહીંતર તેને પણ આ રોગ થઈ શકે છે.
વર્ષ ૨૦૨૨ માટે આ દિવસની થીમ - "ટીબીને ખતમ કરવા માટે રોકાણ કરો. જીવન બચાવો." છે.
વર્ષ ૨૦૨૩ ની ટીબી દિવસની થીમ છે "Yes, We Can End TB!"
ક્ષયરોગ, જેને ઘાસણી તરીકે પણ ઓળખાય (અંગ્રેજીમાં ટ્યુબરક્યુલોસિસ, TB (TUBERCAL BESILAS) એ દંડાકારના માયકોબેક્ટેરિયા (mycobacteria), સામાન્ય રીતે માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ (Mycobacterium tuberculosis) દ્વારા માનવીમાં થતો સામાન્ય અને ઘણીવાર ઘાતક ચેપી રોગ છે.તેને પ્રાચીન કાળમાં યક્ષ્મા તરીકે જાણીતું હતું. ટ્યુબરક્યુલોસિસ સામાન્ય રીતે ફેફસા પર હુમલો કરતા હોય છે પરંતુ ઘણીવાર શરીરના અન્ય ભાગને પણ નુક્શાન પહોંચાડતા હોય છે. તે હવા દ્વારા ફેલાતો રોગ છે. જ્યારે રોગી વ્યક્તિને ખાંસી ખાય છે, છીંક ખાય છે કે થૂંકે છે ત્યારે આ રોગના બેક્ટેરિયા ફેલાતા હોય છે. માનવીમાં મોટા ભાગના ચેપ બિમારીના ચિહ્નો ના હોય તેવા એસિમ્પટમેટિક અને સુપ્ત હોય છે. સુપ્ત ચેપના દસમાંથી એક કિસ્સો સક્રિય બિમારીમાં પરિણમે છે અને તેની જો સમયસર સારવાર ન કરવામાં આવે તો પચાસ ટકા દર્દીઓની તેમાં મોત થાય છે.
આ રોગના ચિહ્નોમાં લાંબા સમય સુધી ખાંસી, ગળફામાં લોહી પડવું, તાવ, રાત્રે પસીનો વળવો અને વજનમાં ઘટાડો થવા જેવા ચિહ્નોનો સમાવેશ થાય છે. અન્ય અવયવોનો ચેપ ચિહ્નોમાં વધારો કરે છે. રેડિયોલોજી (સામાન્ય રીતે છાતીનો એક્સ-રે), ટ્યુબરક્યુલિન ચામડી પરિક્ષણ, લોહીનું પરિક્ષણ તેમજ માઇક્રોસ્કોપિક તપાસ અને શરીરના સ્ત્રાવોનું માઇક્રોબાયોલોજીકલ કલ્ચરને આધારે આ રોગનું નિદાન થાય છે. આ રોગની સારવાર ઘણી અઘરી છે અને તેમાં લાંબા સમય સુધી વિવિધ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવો પડે છે. દર્દીના સંપર્કમાં આવતા વ્યક્તિઓની પણ જરૂર પડે તો તપાસ કરવી પડે છે.
મલ્ટિ-ડ્રગ-ટ્યુબરક્યુલોસિસમાં બેક્ટેરિયા દ્વારા એન્ટિબાયોટિક સામે પ્રતિકારક શક્તિ કેળવી લેવાની સમસ્યા દિવસે દિવસે વધુ ગંભીર બની રહી છે. ટીબી અટકાવવાનો આધાર સ્ક્રિનીંગ કાર્યક્રમ અને બેસિલસ કાલમેટ-ગ્યુરિન (Bacillus Calmette-Guérin) રસી સાથેના રસીકરણ પર રહેલો છે.

દુનિયાની ત્રીજા ભાગની વસતી એમ. ટ્યુબરક્યુલોસિસ થી પીડાતી હોવાનું માનવામાં આવે છે. અને દર બીજી સેકન્ડે વધુ એક વ્યક્તિને તેનો ચેપ લાગે છે. ટ્યુબરક્યુલોસિસથી બીમાર પડતા દર્દીઓની સંખ્યા દર વર્ષે સ્થિર થઇ રહી છે અથવા ઘટી રહી છે પરંતુ વસતી વધારાને કારણે નવા કેસોની ચોક્કસ સંખ્યા હજુ પણ વધી રહી છે.વિકસિત દેશોમાં ક્ષય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે કારણકે ઇમ્યુનોસપ્રેસિવ ડ્રગ (immunosuppressive drug), પદાર્થોના વધુ પડતા ઉપયોગ અથવા એઇડ્સને કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી છે. સમગ્ર વિશ્વમાં ક્ષયરોગના દર્દીઓની સંખ્યા સમાન નથી. એશિયા અને આફ્રિકાના ઘણા દેશોની 80 ટકા વસતી ટ્યુબરક્યુલિન ટેસ્ટમાં પોઝિટીવ આવે છે જ્યારે અમેરિકાની માત્ર 5-10 ટકા વસતીનો જ ટેસ્ટ પોઝિટિવ આવે છે.
ક્ષય રોગ માટે નવા પરિક્ષણો વિકસાવાઇ રહ્યાં છે જે સસ્તા, ઝડપી અને વધુ ચોક્કસ ટીબી ટેસ્ટિંગ હોવાની આશા છે. તેમાં બેક્ટેરિયલ ડીએનએની ઓળખ માટે પોલિમરેઝ ચેન રિએક્શન એસેનો સમાવેશ થાય છે. ઝડપી અને સસ્તા ડાયગ્નોસ્ટિક ટેસ્ટનો વિકાસ વિકાસશિલ દેશો માટે વધુ મૂલ્યવાન સાબિત થશે.
ક્ષયરોગની અટકાયત અને અંકુશ બે સમાંતર અભિગમ અપનાવે છે. પ્રથમ અભિગમમાં, ક્ષય રોગના દર્દી અને તેના સંપર્કમાં આવતા લોકોને ઓળખવામાં આવે છે અને તેની સારવાર કરવામાં આવે છે. ચેપની ઓળખમાં ઘણીવાર ક્ષય રોગ માટે વધુ જોખમ ધરાવતા સમુદાયોનો સમાવેશ થાય છે. બીજા અભિગમમાં ટીબી સામે રક્ષણ આપવા માટે બાળકોનું રસીકરણ કરવામાં આવે છે. પુખ્ત લોકોને વિશ્વાસપાત્ર રક્ષણ આપી શકે તેવી કોઇ રસી ઉપલબ્ધ નથી. જો કે ઉષ્મકટીબંધીય વિસ્તારો કે જ્યાં માયકોબેક્ટેરિયાની અન્ય જાતનું સ્તર ઊંચું હોય છે ત્યાં નોનટ્યુબરક્યુલોસિસ માયકોબેક્ટેરિયા સાથેનો સંપર્ક ઘણીવાર ક્ષય રોગ સામે રક્ષણ આપે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ક્ષય રોગને 1993માં વૈશ્વિક આરોગ્ય કટોકટી તરીકે જાહેર કર્યો હતો અને સ્ટોપ ટીબી પાર્ટનરશિપ નામની સંસ્થાએ ગ્લોબલ પ્લાન ટુ સ્ટોપ ટ્યુબરક્યુલોસિસ નામનો કાર્યક્રમ વિકસાવ્યો હતો જેણે 2006થી 2015ની વચ્ચે 1.4 કરોડ લોકોને ક્ષય રોગથી બચાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ એક માત્ર માનવીમાં જ જોવા મળતા હોવાથી તેનો નાશ શક્ય છે. આ ઉદેશને અસરકારક રસી દ્વારા મદદ મળશે.
ઘણા દેશો તેમના ક્ષય રોગ અંકુશ કાર્યક્રમના ભાગ રૂપે બેસિલસ કોલમેટ ગ્યુરિન (બીસીજી) રસીનો ઉપયોગ કરે છે તેમાં પણ ખાસ કરીને બાળકોમાં વિશેષ. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ, આ દુનિયાભરમાં મોટે ભાગે વપરાતી રસી છે. 1993માં 172 દેશોના 85 ટકા શિશુઓને બીસીજીની રસી અપાઇ હતી. આ ક્ષય રોગ માટેની સૌપ્રથમ રસી હતી અને તે 1905 અને 1921ની વચ્ચે ફ્રાન્સમાં પેશ્ચર ઇન્સ્ટિટ્યુટ ખાતે વિકસાવાઇ હતી. જો કે બીજા વિશ્વ યુદ્ધ સુધી બીસીજીનું મોટા પાયે રસીકરણ શરૂ કરાયું ન હતું.બાળકોમાં ટીબીના ગંભીર સ્વરૂપો (દાખલા તરીકે મેનિન્જાઇટિસ)ને અટકાવવામાં બીસીજીની રક્ષણાત્મક કાર્યક્ષમતા 80 ટકાથી વધુ છે. યુવકો અને પુખ્ત લોકામાં પલ્મોનરી ટીબી અટકાવવાની તેની રક્ષણાત્મક કાર્યક્ષમતા બદલાતી રહે છે. તે 0થી 80 ટકાની રેન્જમાં છે.

ક્ષય રોગનો સૌથી વધુ વ્યાપ ધરાવતા દક્ષિણ આફ્રિકામાં ત્રણ વર્ષથી નીચેની ઉંમરના દરેક બાળકને બીસીજીની રસી આપવામાં આવે છે. જો કે જ્યાં માયકોબેક્ટેરિયાનો વ્યાપ ઓછો છે ત્યાં બીસીજી ઓછી અસરકારક છે માટે આ દેશોમાં સમગ્ર વસતીને બીસીજીની રસી અપાતી નથી. દાખલા તરીકે અમેરિકામાં ચોક્કસ માપદંડ સંતોષતા હોય તેમના સિવાયના લોકો માટે બીસીજીની રસીની ભલામણ કરવામાં આવતી નથી.


ચાલો, ક્ષયરોગને ઓળખીએ અને જો કોઈને તેના લક્ષણો દેખાય તો તાત્કાલિક, સમયસર અને ધીરજપૂર્વક સારવાર કરાવવી જરૂરી છે.તે સમજાવીએ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED