જાનકી - 30 HeemaShree “Radhe" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જાનકી - 30

નિહાન ચાઈ બનવા ગયો.. જાનકી લખી રહી હતી... નિહાન આવ્યો તો જાનકી તેની બાજુમાં આવી ને બેઠી અને બોલી...
"હું વિચારું છું કે કોલેજ ના ફકશન માં હું પણ ભાવ લઉં..."
નિહાન બોલ્યો
" હા તો લે ને એમાં આટલું કેમ વિચારે છે...!? શું કરવું છે તારે.!?"
જાનકી વિચારતાં વિચારતાં બોલી..
" કવિતા પઠન માં ભાગ લેવો છે.. કાલ હરીન મેડમ ને મળી લેશું આપણે.."
નિહાન બોલ્યો ..
"હમમ કાલ મળી લેશું... તે વિચાર્યું છે કે તું કંઈ કવિતા વાંચીશ...!?"
"હજુ અધૂરું છે બધું..કાલ મેડમ ને મળીયે ત્યારે બધું ખબર પડે શું કરવું તે.... " જાનકી નિહાન બેડ પર પાછળ સરખું બેસતા બોલી....
નિહાન બાજુમાં પડેલ ડાયરી હાથ માં લઈ ને જાનકી ના ખોળા માં માથું રાખી ને લંબાવતા બોલ્યો...
" Jaana, આમાં શું લખતી હતી તું હમણાં વાંચી ને સંભળાવ..."
જાનકી કહ્યું "હમણાં લખતી હતી એ...?!"
નિહાન બોલ્યો "હા, હમણાં લખ્યું તે..."
જાનકી ડાયરી હાથ માં લઈ ને લાસ્ટ માં લખેલ પનું ખોલ્યું... એક હાથ માં ડાયરી પકડેલ હતી અને બીજો હાથ નિહાન ના માંથા માં ફેરવતી ફેરવતી બોલી....

" એક જ સ્પર્શ માં તો મને પોતાની બનવાની તાકાત ધરાવે છે તું...
તારી અકથીત વાતો માં પણ મને મૂંઝવી દે એમ છે તું...
હોઠ થી મૌન રહી ને નજર માં હાજર વાર પોતાની નજીક ખેંચી લે છે તું...
તારા પ્રેમના ઉલ્લેખ કરવાની કળા માં મને ચકીત કરી દે એમ છે તું...
વાસ્તવિક નહીં પણ મનોમન માં આલિંગન માં તો મને પ્રેમ થી પલાળી દે એમ છે તું...
મારા માટે પ્રેમ ની શોધ તથા વ્યાખ્યા નો અંત છે તું...
જીવનના આ મોહમાં તારો આજીવન સંગાથ,
માણી શકું એવું મારું પ્રિય પ્રેમપાત્ર છે તું..."


નિહાન ને એક એક લીટી અને એક એક શબ્દ માં જાનકી નો પોતાના પ્રત્યે નો પ્રેમ છલકાતો દેખાઈ રહ્યો હતો... નિહાન જાનકી નો ચેહરો દેખાય એમ સુધી સૂતો હતો, પણ આ સાંભળી ને જાનકી તરફ પડખું ફરી ગયો જાનકી ના પેટ ને પોતાના બન્ને હાથ થી ટાઈટ પકડી લે છે જાણે જાનકી ને પોતાની અંદર સમાવી લેવી છે કે પોતાને તેની સાથે એક થઈ જવું છે... નિહાન પાછળ થી જાનકી ને જરા પોતાના તરફ નીચે જૂકાવી ને જાનકી ના કપાળ પર કિસ કરે છે... જાનકી ની આંખ બંધ થઈ ગઈ, નિહાન ના ગરમ શ્વાસ તેને અડી રહ્યા હતા.. તે ગરમ શ્વાસ જાનકી ને ગરમ કરી રહ્યા હતા... નિહાન હવે ધીરે થી જાનકી ના ગુલાબી હોઠ પર કિસ કરે છે, હવે જાનકી પણ પોતાને રોકી શકી ન હતી તે પણ નિહાન નો પૂરો સાથ આપે છે... નિહાન નો હાથ પાછળ થી જાનકી ના ટોપ ની અંદર તેના વાંસા ને સેહલવી રહ્યો હતો, ધીરે ધીરે બંન્ને એક બીજા ની વધુ ને વધુ નજીક આવે છે, બંન્ને માંથી કોઈ પણ આજ પોતાની જાત ને રોકવા માંગતા ન હતા, નિહાન માટે આ પેહલા જ અનુભવ હતો તે પોતાના પર નો કાબુ ગુમાવતા જરા વધારે જ ઉતેજીત થઈ જાય છે, જાનકી માટે એ સમય બધું થોડું પીળાદાયક હતું પણ જાનકી ને પીળા માં પણ એક અલગ જ પ્રેમ ની અનુભૂતિ થઈ રહી હતી પણ જાનકી ના એક જરા ઊંડા અવાજ થી નિહાન જરા હોશ માં આવે છે તે જાનકી ની આંખ માં જરા દિલગીરી વ્યક્ત કરતા નજર મિલાવે છે.. જાનકી તેની એ આંખ ને પોતાના હાથ વડે બંધ કરવા માંગતી હતી પણ તેના બંન્ને હાથ નિહાન ની પકડ માં હતા... તેથી જાનકી પોતાની જ આંખ બંધ કરી ને આ પળ ને પોતાની અંદર મેહસૂસ કરવા લાગી.. થોડી વાર માં બંન્ને એક થઈ જાય છે... નિહાન જાનકી ની બાજુ માં તેને જકડી ને આલિંગન માં રાખી ને સૂતો હતો... બંન્ને માટે આ એક એવો સમય હતો કે જેને બંન્ને આમ જ રોકી લેવા માંગતા હતા... માનસિક રીતે તો કયાર ના એક બીજા ના થઈ ગયેલ બંન્ને આજ પેહલી વાર શારીરિક રીતે એક થયા હતા... આજ થી પેહલા માત્ર કપાળ અને હોઠ પર કિસ જ કરી હતી બંન્ને એ... આજ થી બંન્ને એ સંપૂર્ણ પણે એક બીજા ને સોંપી દીધા હતા... થોડી વાર આમ જ એક બીજા સાથે એક બીજા ની બાહો માં સમય પસાર કર્યો.....


રેટ કરો અને રિવ્યુ આપો

Asha Dave

Asha Dave 1 માસ પહેલા

Urmila Patel

Urmila Patel 2 માસ પહેલા

Bhakti Sayta

Bhakti Sayta 2 માસ પહેલા

Dipti Patel

Dipti Patel 2 માસ પહેલા

Khyati Pathak

Khyati Pathak 2 માસ પહેલા