જાનકી અને નિહાન એક બીજા ની અનહદ નજીક આવી ગયા... બેડરૂમ માં એક નીરવ શાંતિ છવાયેલી હતી.. બસ બંન્ને ના શ્વાસ સિવાય કંઈ પણ અવાજ આવી ના રહ્યો હતો.. સાંજે જાનકી ઘરે જતી હતી ત્યારે પણ નિહાન તેને પોતાના થી દૂર જવા દેવા ના માંગતો હતો, જાનકી બેઠી હતી ત્યારે પાછળ થી પકડી ને તેની પાછળ બેઠો હતો... અને બોલ્યો...
"Jaana, તું ઠીક છે ને..!?
જાનકી તેના હાથ પર પોતાના હાથ ની પકડ મજબૂત કરતા બોલી,
"હા, Jaan એક દમ ઠીક છું..."
નિહાન એ તેના માંથા માં કિસ કરી...
જાનકી જરા મસ્તી કરતા ગીત ગાવા લાગી...
"दिन सारा गुजारा तेरो अंगना,
अब जाने दे मुझे मेरे सजना..."
નિહાન સમજતો હતો કે જાનકી ને ઘરે જવા માં મોડું થશે તો પણ તે જાનકી ને પોતાના થી જરા પણ દૂર કરવા માંગતો ન હતો પણ જાનકી નું જવાનું ફરજિયાત હતું તેથી તે જાનકી ને કહે છે..
"જાનકી , આમ જવાનું નહીં હતું આજ... મને એકલો મૂકી ને... "
જાનકી તેને કહે છે..
" આંખ બંધ કરજે તને તારી જાનકી મળી જશે ત્યાં જ..."
થોડી વાર પછી જાનકી ત્યાં થી નીકળે છે...
બીજે દિવસે નિહાન અને જાનકી હરીન મેડમ ને મળવા જવાના હતા જાનકી ને આ ફકસન માં ભાગ લેવો હતો એટલે...તે મેડમ પાસે જઈ ને હજુ કંઈ બોલે તે જ ત્યારે મેડમ બોલ્યા...
" જાનકી હું તને બોલવાની જ હતી.. હું તને એક વિષય પર લેખ લખવા આપવા માંગુ છું... તે વિષય છે "જીવન નું ગણિત".. આ વિષય પર જીવન ની હકીકત વિષે લખવાનું રહશે તારે જે લખવું હોય તે લખી શકે છે.. પછી તારે આ તારા લખેલા લેખ ને પ્રોગ્રામ માં બધાં ની સામે બોલવાનું રહશે..."
જાનકી બોલી...
"મેડમ હું કાવ્ય પઠન માટે નામ લખવા આવી હતી..."
હરીન મેડમ બોલ્યા....
"તેમાં પણ લખવું હોય લખવી દેજે પણ આ તો તારે લખવા નું જ છે..."
જાનકી બોલી...
"હવે તો તેનું કાલ વિચારી ને કહીશ આ વિષય પર હું લખવા તૈયાર છું... પણ મને બધી છૂટ આપવા માં આવશે ને કે હું ગમે તે લખી શકું...!?"
મેડમ તેની સામે એક વાર નજર કરતા બોલ્યા...
" જાનકી તને બધી છૂટ આપવા માં આવી જ છે તું ગમે તે લખી શકે છે... બસ વિષય આ હોવો જોઈએ... આની બહાર નહીં...."
જાનકી એ શું લખવું એ વિચારી લીધું હોય બોલી...
" વિષય આ જ રહશે..."
નિહાન અને જાનકી મેડમ ને મળી ને ક્લાસ માં આવે છે... જાનકી વિચારી રહી હતી કંઈક, એક બુક માં લખ્યું પણ ખરા, પણ પછી પન્નું ફાળી ને ફેંકી દીધું... નિહાન જાનકી જ્યાં બેઠી હતી તેની આગલી બેન્ચ માં જાનકી તરફ મોં કરી ને બેઠો હતો... જાનકી ના ચહેરા પણ એક અલગ જ ભાવ દેખાય રહયો હતો તે આ લેખ નાં કારણે હતો કે અત્યારે તેના થી લખાઈ રહ્યું ના હતું તેનો હતો તે નિહાન સમજવા ની કોશિશ કરી રહ્યો હતો.... આવી જ રીતે જાનકી એ બે ત્રણ વખત લખી ને પાના ને ફાળી નાખ્યાં... નિહાન કંઈક બોલવા જતો હતો... ત્યારે જ જાનકી એ તેને ઈશારા થી અટકાવ્યો કે હમણાં નઈ બોલ્યો....
થોડી વાર પછી જાનકી એ કહ્યું...
" હા , હવે બોલ ત્યારે લખતી હતી તો વચ્ચે ભૂલી જાઉં એટલે રોકી લીધો..." આમ બોલી ને પોતાના બંને હાથ પોતાની આંખ પર રાખી દીધા...
નિહાન તેને આજ નાટક કરતા જોઈ બોલ્યો...
" લેખક ને લખવા માં ભૂલ થાય...." અને જાનકી ના માંથા માં ટપલી મારી... અને બંને હસવા લાગ્યા....
" જાનકી મેડમે આપલે વિષય પર લખતી હતી...!? લખાય ગયું...!?" નિહાન એ પૂછયું...
જાનકી એ કહ્યું "હા, લખાય ગયું બસ થોડા સુધારા વધારા હશે... બાકી થઈ ગયું..."
નિહાન એ કહ્યું "બતાવ..."
જાનકી તેને કહે છે....
" Jaaan તે તું પણ બધાં ની સાથે જ સાંભળ જે ત્યારે ત્યાં જ.... હમણાં નહીં..."
નિહાન એ કહ્યું
" Ok, મેડમ... અમે પણ ત્યારે જ સાંભળસુ..."
જાનકી બોલી..
"નિહાન તું શું પેહરીશ ત્યારે કંઈ વિચાર્યું છે તે... એથનીક વેર માં....!?"
નિહાન બેફિકર થતાં બોલ્યો...
" એ કામ મારું નથી Jaana... તમારું છે... તમે જે કહેશો તે પેહરી લેશું..."
જાનકી એ કહ્યું... " આજ નક્કી કરી લેશું...."
નિહાન હા માં માથું હલાવી છે....