Janki - 29 books and stories free download online pdf in Gujarati

જાનકી - 29

જાનકી અને નિહાન ચાઈ પીતા પીતા વાતો કરી રહ્યા હતા... જાનકી અને નિહાન બંન્ને એક બીજા થી પોતાના પ્રેમ ની એકરાર કર્યો... જાનકી વિચારી રહી હતી કે તેને આ વેદ એ આપેલ છૂટ નો ફાયદો ઉઠાયવો એવું થયું કે પછી આ ફરી કોલેજ આવ્યાં પછી જાનકી પોતાની જાત ને ફરી થી મળી હતી.. પછી ફરી પોતે જ બોલી મારો કે નિહાન બંન્ને માંથી કોઈ પણ વેદ ને કોઈ પણ રીતે નુકસાન નથી પોહચડતાં બસ ફક્ત બંન્ને પોતાના માટે દિવસ માંથી થોડો સમય એક બીજા ને આપતા અને એક બીજા ના મન માં ચાલતા તોફાન ને શાંત કરવા માં બનતા પ્રયત્ન કરતા.. અને એ પણ વાત પેલા જ કરી હતી કે કોલેજ પતે પછી મળવા નું નથી.. જો કંઈ જરૂરી કામ ના હોય તો... એવું પણ ના હતું કે આ સંબંધ એક ટાઈમ પાસ માટે જ છે ખાલી... જાનકી એવું વિચારતી હતી કે કોલેજ પછી નિહાન ની લાઈફ માં ફેરફાર થશે, તે બીજી જગ્યા પર જશે, અને જાનકી સાથે એમ પણ કંઈ ભવિષ્ય નથી નિહાન નું તો તેણે પોતે જ નિહાન ને કહી દીધુ કે અહીં છીએ એટલો ટાઈમ આપણો.. પછી આ યાદ કાયમ આમ સાચવી ને રાખવી છે આજીવન... અને નિહાન પણ સમજતો જ હતો કે જાનકી શું કહેવા માગે છે... તે ખુદ બોલતો કે એક દિવસ તો અલગ થવાનું જ છે, એ તૈયારી રાખવાની જ છે મન અને મગજ બંન્ને માં... એ વાત અલગ હતી કે આ વાત માત્ર જાનકી ની સામે જ બોલતી હતી પોતે જ્યારે એકલો બેસતો ત્યારે તેના વિચાર ભલે આવા જ હતા પણ એવા કે જાનકી વગર કેમ બધું બરાબર થશે...! પણ જાનકી ની સામે આ વાત બોલાઈ એમ ના હતી, જાનકી એમ તો ગમે તેને પોહચી ને પાછી વળે આવી હતી પણ વાત નિહાન ની આવે ત્યારે તે પોતાના દીકરા યુગ કરતા પણ નાની થઈ જતી.. નિહાન મસ્તી માં બોલતો કોઈક વાર કે તું ખરેખર એક છોકરા ની માં છો ને...!? એક દીકરી , એક પત્ની, એક માં, એક વહુ ની સાથે હવે એક પ્રેમિકા નો રોલ વધી ગયો હતો જાનકી માટે....

બસ આમ જ દિવસ નીકળી રહ્યાં હતાં, હમણાં ફેકશન ને હિસાબે કલાસ લેવા માં આવતા ના હતા... તો નિહાન અને જાનકી રોજ થોડી વાર સવારે કોલેજ જઈ પછી કોઈક વાર નિહાન ના ઘરે તો કોઈક વાર ત્યાં ગામ માં આવેલ તળાવ ના કિનારે બેસવા નીકળી જતા... જતા હોય ત્યારે રસ્તા માં નિહાન ઘણી વાર ગીત ગાતો હોય લગભગ તે બધાં લગભગ લવ સોંગ જ હોય.. અને જાનકી તેના ખંભા પર માથું રાખી ને બેઠી હોય તો તેના ચહેરા પર એક અલગ જ સ્માઈલ આવી જાય... જાણે તે પોતાના પર જ ઇતરાતી હોય એવું... જાનકી ને ખબર જ હોય કે નિહાન આ ગીત તેના માટે જ ગાતો હતો નિહાન તેને હેરાન કરવા એમ કહે પણ ખરા કે હું તો ખાલી ગીત ગાઉં છું તને કંઈ નથી કહેતો... જાનકી તેના થી ચિડાવા ના નાટક કરતી... જ્યારે ઘરે જતી તો કાયમ કંઈક ને કંઈક ફેરફાર કરતી જ વસ્તુ ની જગ્યા ફેરવી આવતી.. નિહાન ના કપડા ને છેડછાડ કરતી... રસોડા માં ચાઈ બનાવે ત્યાં પણ કંઈક ને કંઈક નવું લઈ ને રાખતી ના ગમતું ત્યાં થી હટાવતી... નિહાન ને પણ હવે આ ઘર વધુ ગમવા લાગ્યું હતું કેમ કે તેની જાના તેના માટે આ ઘર સજાવી રહી હતી... બાલ્કની માં નવા છોડ લાવી ને લગાવ્યા હતા... એક જુલા ની જગ્યા રાખવી હતી જાનકી એ એમ કહી ને કે આપણે આપણા ઘર માં અહીં એક જૂલો રાખશું... નિહાને પણ માની લીધું... આજ કાલ જાનકી તેની ડાયરી લઈ ને કંઈક લખવા લાગી હતી ખબર નહીં શું લખી રહી હતી....
નિહાન એ તેને પૂછ્યું..
" જાના ચાઈ પીવાની..?"
જાનકી એ ડાયરી માંથી ઊંચું જોયું ને બોલી...
" હા, jaan પણ હું બનાવુ છું.."
નિહાન બોલ્યો
" તું બનાવે કે હું શું ફરક પડવા નો...!? એક જ વાત છે અને એક જ છીએ બંન્ને...તું પીવાની છે કે નહીં એ બોલ ખાલી.."
જાનકી નિહાન ને સાઈડ માંથી પકડી ને બોલી..
"હા બધું એક જ છે તું બનાવ...હું થોડી લઈશ..."
નિહાન ચાઈ બનાવી ને થોડી વાર માં આવે છે...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED