"જાનકી"
"જાનકી"
આમ બસ તે યુવાન તેનું નામ બોલી ને તેની તરફ એક એક ડગલું આગળ વધી રહ્યો હતો... તે યુવાન તેના છોકરા ને જોઈ ને બોલ્યો
"યુગ, જાનકી જોને આંખ નથી ખોલતી તું બોલાવ ને..."
તેની સાથે તેની આંખો તેને પૂત્ર યુગ ને બેબસ થઈ ને જોઈ રહી હતી...
યુગ તેના પપ્પા ને સંભાળવા ની નાકામ કોશિશ કરી રહ્યો હતો... જોકે સાચી વાત તો એ હતી કે તે પોતે પણ એ જ પીડા ને અનુભવી રહ્યો હતો...
થોડી વાર રૂમ માં આવી જ સાવ અસામાન્ય આવી શાંતિ રહી... અચાનક રૂમ નો દરવાજો ખૂલ્યો, ઇન્સ્પેક્ટર અનંત જે નામી ઇન્સ્પેટર હતાં બરોડા ના જેને લગભગ ઓળખાણ ની જરૂર પણ નહિ હતી, તે અંદર આવ્યાં...
તેમને તે યુવાન ની સામે જોઈ ને થોડું સવાલીયા અંદાજ માં પૂછયું..
" મિસ્ટર, વેદ અહુજા આપ જ છો.?"
તેમના અવાજ થી તે યુવાન જેનું નામ વેદ અહુજા હતું, જે જાનકી અહુજા ના હસબન્ડ હતાં તેમની અને તેમના દીકરા યુગ ની નજર તે પાવરફુલ ઓરા ધરાવતાં ઈન્સ્પેટર પર પડી.. સવાલ ના જવાબ માં માત્ર તેમનું માથું હા ના ઈશારા માં હલાવી ને જવાબ આપ્યો...
આટલી વાર માં રૂમ નો દરવાજો ફરી એકવાર ખુલ્યો, ડોકટર નિકુંજ અંદર આવ્યાં, તેમણે જણાવ્યું કે જાનકી ને ચેકઅપ માટે બીજા રૂમ માં લઈ જવાની છે.. નર્સ ડોકટર નિકુંજ ના ઈશારા ની રાહ જોતી જતી કે સર હા પડે પછી તે સ્ટેચર ને બીજા રૂમ માં લઈ જવામાં આવે... ડોક્ટર એ એક નજર ત્યાં ઉભેલા દરેક વ્યક્તિ પર ફેરવી ને નર્સ ને જાનકી ને લઈ જવા માટે કહ્યું...
હવે વેદ થી પૂછ્યા વગર રહેવું નહિ...
" ડોક્ટર, જાનકી ને કેટલુંક લાગ્યું છે..? તે ક્યારે ઠીક થશે..? આપ આ ક્યાં ચેકઅપ કરાવી રહ્યાં છોવ...? "
આવાં અનેક સવાલ જે તેની આંખો પણ લગાતાર પૂછી રહી હતી.
ડોક્ટર કહ્યું,
" તેમને આમ તો જમણી બાજુ વધુ ઈજા થઈ છે, અને એક ઊંડો ઘા તેમના માંથા પર પણ દેખાયો છે... તેથી જ અમે તેમનું ચેકઅપ કરવા જઈ રહ્યું છીએ, ઘણાં કેસ માં સામાન્ય દેખાતા ઘા પણ મગજ પર અસર કરી જાય છે...બાકી તો તે હોશ માં આવે પછી બીજા ચેકઅપ થશે... હમણાં તો હું આ ચેકઅપ કરી આપને મળું"
આટલું બોલી ડોકટર નિકુંજ તેમની વચ્ચે થી રજા લઈ ને જવા બીજી તરફ ફરી ગયો...
હવે ઈન્સ્પેટર અનંત બોલ્યા
" મિસ્ટર વેદ આપની વાઇફ નું એકસીડન્ટ થયું તે ઘટના માં એમને કોઈ સાજિશ લાગી નથી રહી... આપને કોઈ પર કોઈ શંકા ખરા આ બાબતે...? તમને લાગે છે કે કોઈ આપની વાઇફ ને કોઈ ઈજા પોહચડવા માંગતું હોય..?"
વેદ બોહુ ધીમા અવાજે બોલ્યો
" ના, અમારી કોઈ સાથે કંઈ દુશ્મની કે જગડા ના કારણે આ ઘટના બની હોય એવું નથી લાગતું... મને કોઈ પર શંકા નથી.."
અનંત હાથ માં રાખલે વસ્તુ વેદ ની સામે રજૂ કરતાં કરતાં ફરી બોલ્યા...
" આ પર્સ અમને ગાડી માંથી મળ્યું છે, અને એક આ ડાયરી સાથે એક panda પણ હતું પણ તે અહીં રૂમ માં જ છે , આ બધું સાંભળી લ્યો... અને કંઈ પણ જરૂર લાગે તો અમને જાણ કરજો... અમારા થી બનતી આપની બધી મદદ કરવા માં આવશે..."
વેદ તેની સામે આભાર વ્યક્ત કરતા બોલ્યો
" હા , જરૂર.."
આ સાથે ઇન્સ્પેક્ટર અનંત ત્યાં થી જાય છે... અને વેદ તેના કીધાં પ્રમાણે તેનું પર્સ અને ડાયરી સાચવે છે અને તે રૂમ માં પડેલા panda તરફ આગળ વધ્યો panda ને હાથ માં લઈ ને ભરી મન સાથે તેની સામે જોઈ રહ્યો હતો, જાનકી ને ભલે કોઈ કિંમતી વસ્તુ, કોઈ જરૂરી ચીજ સાથે લઈ જવાની ભૂલાય જશે પણ આ panda ને નહીં ભૂલે... આજ આટલું મોટું એક્સિડન્ટ થયું, ત્યારે પણ આ panda તેની સાથે હતો......
તે યુગ ની સામે જોઈ ને તે panda આપતા કહે છે...
" યુગ આ લે , આ panda આને સરખું સાફ કરાવી ને કાલ સાથે લઈ આવજે... જાનકી આંખ ખોલી ને પેલા તેના panda ને જ માંગશે... ખબર નહીં એવું તો શું છે આમા.... "
યુગ માત્ર હા માં માથું હલાવે છે ...અને panda ને પોતાના હાથ માં લઈ લે છે...