જાનકી - 9 HeemaShree “Radhe" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જાનકી - 9

નિહાન નિકુંજ ને કહે છે,
" જાનકી ના હાથ ઠંડા પડવા લાગ્યા છે.."
નિકુંજ નિહાન ને છોડી ને જાનકી ની બાજુ માં જાય છે.. તે જાનકી નો હાથ પકડી ને તેને ચેક કરે છે.. અને પછી બાજુ માં પડેલ બીપી માપવા માટે મશીન લઈ ને તેના થી જાનકી ની બીપી ચેક કરે છે..જાનકી નું બીપી લો થઈ ગયું હતું.. નિકુંજ જલ્દી થી તેને ઈન્જેકશન આપે છે.. અને બોલ્યો..
" સારું થયું તેને ખબર પડી ગઈ કે હાથ ઠંડા થઈ રહ્યા હતા.."
નિહાન નિકુંજ ની સામે જોઈ ને જરા ગુસ્સા માં બોલે છે...
" મને ખબર ના પડી હોત તો શું...? અને રાતે જાનકી ને કંઈ થયું તો...? તેને કોણ જાણ કરશે...? જાનકી ની તબિયત રાતે બગડી તો આપણે કેમ ખબર પડશે...?"
નિકુંજ તેને શાંત કરાવતા બોલ્યો...
" ભાઈ, જરા શાંતિ રાખ.. નર્સ અહીં જ રહશે.. અને તે જાનકી ને દર કલાકે કલાકે ચેક કરશે.. કંઈ અલગ લાગશે તો મને કોલ કરશે.. કંઈ નહીં થાય જાનકી ને... પણ, તું હવે ચાલ"
આ સાંભળી નિહાન ત્યાં ઊભી રહેલ નર્સ ની તરફ જોવા લાગ્યો... અને બોલ્યો...
" દર કલાકે કલાકે ચેક કરજો.. અને કંઈ પણ થાય તો કોલ કરજો.."
આ સાંભળી નર્સ ડોકટર સાહેબ તરફ જોવા લાગી..
નિકુંજ તેને ઈશારા માં હા પડવા નું કહી રહ્યો હતો..
તે જોઈ ને નર્સ તરત બોલી,
"હા સર, હું ચેક કરી લઈશ... આપ ચિંતા નહીં કરો.. અને કંઈ લાગશે તો હું ડોકટર સાથે વાત પણ કરી લઈશ..."
નર્સ નો જવાબ સાંભળી ને નિહાન જરા સંતોષ થતો..
પછી તે ત્યાં થી જવા માટે નીકળો.....
નિકુંજ તેને લઈ ને રૂમ ની બહાર આવે છે... ત્યાં થોડી દૂર ચાલતાં તેમને વેદ અને યુગ દેખાય છે.. ચાલતાં ચાલતાં બધાં થોડા નજીક પોહ્ચે છે...
વેદ ડોકટર નિકુંજ ને જોઈ ને બોલ્યો..
" સર, હું અને યુગ જાનકી ને મળી શકીએ...?"
નિકુંજ તેને જવાબ આપે છે..
" હા , જરૂર.. પણ હા તે હજું ભાન માં નથી... પણ આપ તેને મળી શકો છોવ.."
વેદ ની આંખ માં એક અલગ જ ચમક આવી જાય છે.. અને તે થોડું હરખાતાં હરખાતાં બોલ્યો..
" Thank you, સર..."
તેની આંખ ની ચમક નિકુંજ, નિહાન કે યુગ કોઈ થી છુપી ના હતી..
નિકુંજ બોલ્યો..
" Mr. વેદ હમણાં થોડી વાર પેહલા જાનકી ની બીપી લો થઈ ગયું હતું, અમે તેમને ઇન્જેકશન આપ્યું છે... આપ તેને બને તેટલો આરામ કરવા દેજો.. થોડી વાર પછી આપ પણ ઘરે જઈ શકો છોવ અહીં કંઈ કામ એમ પણ નહીં હોય.. સવારે આપણે બદહ ચેકઅપ ફરી થી કરશું... અત્યારે મે નર્સ ને હશે અહીં.. તે ચેક કરશે થોડી થોડી વારે..."
નિકુંજ ની વાત સાંભળી ને વેદ બોલ્યો..
"જાનકી ને ઘણી વાર બીપી લો થઈ જાય છે.. અને રહી વાત મારી.. આરામ કરવા ની તો તે તો હવે જાનકી આંખ ખોલે પછી આરામ મળે એમ છે.."
વેદ ની વાત સાંભળી ને નિહાન ને એવું લાગ્યું કે જાણે કોઈકે તેના મન ની વાત બોલી હોય..
નિકુંજ તેની વાત સાંભળી ને એક પલ માટે નિહાન સામે જોવે છે..
પછી તે ફરી વેદ ને કહે છે..
" તેને સાચવો તમારી તબિયત ઠીક હોવી જરૂરી છે.. માટે આપ પણ પૂરતો આરામ લેજો.., હું જાઉં છું.. કંઈ પણ જરૂર લાગે તો કોલ કરશે મને નર્સ. આપ ચિંતા નહીં કરો..."
વેદ હા માં માથું હલાવ્યું..
નિહાન અને નિકુંજ ત્યાં થી જાય છે...
વેદ યુગ સાથે જાનકી ના રૂમ માં જાય છે ત્યાં જાનકી ને આમ હોસ્પિટલ ના કપડા માં જોઈ ને તેને જરા મન માં વધુ દુઃખ થાય છે... તે તરત જ જાનકી ની પાસે જઈ ને તેનો હાથ પકડી ને બોલ્યો...
"જાનકી , આંખ ખોલ ને.... એક વાર તો જો સામે... તું કહેતી ને તને હંમેશા હું અને યુગ પાસે જોતા હોય તો જો ને અમે બન્ને અહીં જ છીએ તારી બાજુ માં..."
આટલું બોલતા બોલતા તેની આંખ માં આંસુ આવી ગયા.. સામે રહેલ જાનકી નો ચહરો જરા જાખો દેખવા લાગ્યો... ગળા માં ડૂમો આવી ગયો... તેમાં ગળા માંથી એક પણ શબ્દ બોલાય એમ ના હતો... તે માત્ર જાનકી નો હાથ પકડી ને બેઠો હતો...


રેટ કરો અને રિવ્યુ આપો

milind barot

milind barot 2 અઠવાડિયા પહેલા

Jigisha Shah

Jigisha Shah 1 માસ પહેલા

rutvik zazadiya

rutvik zazadiya 2 માસ પહેલા

Bhimji Rabadia

Bhimji Rabadia 2 માસ પહેલા

Pratima Patel

Pratima Patel 3 માસ પહેલા