Janki - 7 books and stories free download online pdf in Gujarati

જાનકી - 7

અચાનક કોલેજ માં બેલ વાગી.. લેક્ચર શરૂ થયો... તેના અવાજ થી તે છોકરી એ બારી બહાર થી પોતાની નજર જરા આ તરફ કરી.. તેની આંખો તેના ચેહરા ને વધું સુંદર બનાવી રહી હતી... નાની કરતા જરા મોટી આંખ તે પણ કથ્થાઈ એવી કે આપણે વિચાર આવી જ જાય કે તેના વાળ અને આંખ એક જ કલર ના છે... તેમાં પણ તેને થોડું વધું જ કાજલ કરેલ કે જાણે પોતાને કોઈ ની નજર ના લાગે તેના માટે જ કરેલ હોય એમ... તેનું જરા ભરાવદાર નાક તેમાં એક નાની નથડી... હોઠ ગુલાબી તેમ છતાં તેના પર હલકું એવું લીપબામ લગાવી રાખેલ.. અને જેના વગર આ બધું અધૂરું લાગે તેવી કપાળ પર નાની કાળા કલર ની બિંદી... જે તેના ચેહરા પર કઈક વધુ સારી લાગી રહી હતી... તેને જોઈ ને નિહાન એક પળ માટે પોતાની જગ્યા પર એમ જ ઉભો રહી ગયો... હવે જાનકી ની નજર તેની નજર મળી ત્યારે નિહાન ને ભાન આવ્યું કે તે છોકરી ને જોઈ રહયો હતો... નિહાન શરમીનદગી થી નીચે જોઈ ગયો.. અને બોલ્યો...
" Hi, આ મારી જગ્યા... " આટલું બોલી તે અટકી ગયો..
જાનકી બોલી...
" Ohh, sorry મને ખબર ના હતી..., હું બીજે જતી રહું છું"
નિહાન તેને ત્યાં અટકાવતા બોલ્યો...
" ના, કોઈ વાંધો નહીં.. હું પાછળ બેસી જઈશ..."
જાનકી જરા રહી ને બોલી...
"Thank you..."
નિહાન બરાબર તેની પાછળ વળી બેન્ચ માં બેસી જાય છે... લગભગ એમ કહી શકાય કે નિહાન આખો દિવસ જાનકી ને જોવા માં જ વિતાવ્યો હતો... મન માં કેટલા બધા સવાલ સાથે.... કે આ છે કોણ...? ક્યાં થી આવી...? આવાં અનેક સવાલ....
કોલેજ પૂરી થવા માં એક લેક્ચર બાકી હતો તેની પેલા તે ઘરે જવા માટે નીકળી ગઈ... એટલે તેને છેલ્લે જોવાઈ નહીં...
બીજા દિવસે નિહાન કૉલેજ વેલો આયવો... તેને શારફરોષ મૂવી નું " હોશ વાલો કો ક્યા ખબર બેખુદી ક્યા ચીજ હૈ" તે ગીત માં આમીર ખાન જેવી ફિલિંગ આવતી હતી...
બસ ત્યારે જ જાનકી આવે છે આજ તે જરા ઉતાવળે તેની પાસે થી ક્લાસ માં પોહચી જાય છે... આજ તે બારી વારી બેન્ચ પર નહીં પણ તેની પાછળ વાળી બેન્ચ પર બેશે છે અને કંઈક બુક માં લખતી હતી.. લગભગ ગઈ કાલે જે લેક્ચર મીસ કયરો હતો તેની નોટ્સ.. તેનું ધ્યાન તેની બુક માં હતું અને નિહાન તેને જ જોઈ રહ્યો હતો... અને જરા વિચારી ને તેની પાસે ગયો... અને બોલ્યો..
" મિસ, આપ અહીં આવી જાઓ.. આ બેન્ચ પર... હું ત્યાં પાછળ બેસી જઈશ..."
જાનકી અવાજ સાંભળી ને જરા ઊંચું જોવે છે.. અને બોલી...
" નહીં, હું અહીં ઠીક છું.. કાલ મને ખ્યાલ ના હતો કે તે આપની જગ્યા છે... એટલે હું ત્યાં બેઠી હતી.. તેના માટે હજું એક વાર sorry... આપ બેસો.."
ક્લાસ ચાલુ થઈ ગયો.. કૉલેજ ના થોડા વધુ સ્ટ્રિક એવા હરીન મેડમ ક્લાસ માં પોહચવા આવી રહ્યા હતા... અહીં નિહાન અને જાનકી બંને તે બેન્ચ પર કોણ બેસે તેની વાતો કરી રહ્યા હતા..
નિહાન બોલ્યો...
" પ્લીઝ આપ અહીં આવી જાઓ... કાલ થી તમે હાલ જ્યાં બેઠા છોવ તે મારી સીટ છે... એટલે આપ આપની સીટ પર આવી જાઓ.." સાથે થોડી હસ્યો...
જાનકી પણ હસી ને પોતાની બેગ લઈ ને તે આગલી, બારી બેન્ચ પર બેસવા આગળ આવે છે...
એટલી વાર માં મેડમ ક્લાસ માં આવે છે...
અને બધા પોત પોતાની જગ્યા પર ફાટફાટ જવા લાગ્યા... જાનકી આગલી બેન્ચ પાસે પોહચી ગઈ... અને જ્યાં નિહાન બેસવા માટે કહી રહ્યો હતો, તે બેન્ચ પાસે એક છોકરો અને એક છોકરી આવી ગયા.. મેડમ ને good morning બોલી ને બધા પોતાની સીટ પર બેઠા સિવાય નિહાન... તે ઉભો હતો.. અને જોઈ રહયો હતો કે હવે ક્યાં બેસવું.. તે પોતાના વિચાર માં હતો અને હરીન મેડમ બોલ્યા... થોડા કટાક્ષ સાથે...
"બેટા , કોઈ સ્પેશ્યલ બેન્ચ આવે છે આપના માટે...? "
નિહાન બોલ્યો.. નીચે જોઈ ને
" નહીં મેડમ, પણ જગ્યા નથી..."
મેડમ બોલ્યા... જરા રોપદાર અવાજ સાથે...
" કદાચ આપ જ્યાં ઊભા છોવ ત્યાં એક સીટ ખાલી છે...."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED