જાનકી - 4 HeemaShree “Radhe" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જાનકી - 4

અલ્કા પૂરી

હવે તે ઘર માંથી જૂના ગીતો નો અવાજ બંધ થઈ ગયો હતો.. એક નીરવ શાંતિ છવાયેલી હતી, કોને ખબર હતી કે તે ઘર માં રેહતા યુવાન માટે આ તોફાન પેહલા ની શાંતિ હતી...
તે યુવાન જમી ને આડો પડ્યો અને ફોન પર ગેમ રમી રહ્યો હતો... થોડી વાર પછી તેનું ધ્યાન 2 કલાક પહેલા આવેલ એક notification પર પડી, તેને એમ જ હતું કે કોઈ વસ્તુ ની add છે... એટલે તેને તે notification પર પેહલા થી જ એટલું ધ્યાન આપ્યું ન હતું... પણ અત્યારે તેની નજર તે notification પર આવેલ ન્યૂઝ પર પડી, તેમાં દેખાડવામાં આવેલ ગાડી પર પડી, તેને જરા પણ સમય ના લાગ્યો એ વાત ની ખબર પડતાં કે તે ગાડી જાનકી ની છે... તેને પૂરા સમાચાર વાંચ્યા, આગળ વાંચતા વાંચતા તેને જાનકી નો ઈજા પહોંચી તે વાળો ફોટો પણ જોયો... તેના પગ નીચે થી જમીન જ નીકળી ગઈ હોય તેવો અહેસાસ થવા લાગ્યો... તેના ધબકારા કોઈ બુલેટ ટ્રેન ની ગતિ એ ચાલવા લાગ્યા, તેને એવું લાગતું હતું કે તેનું દિલ છાતી ચીરીને બહાર આવી જશે.. પોતાની જાતને સમજાવા માટે તેને ફરી એક વાર તે ફોટો જોયો કે તેની ઓળખવા માં કોઈ ભૂલ નથી થતી ને.. બની શકે ગાડી તેની જ હોય પણ કોઈ બીજી વ્યક્તિ લઈ ગઈ હોય.... તેના કોઈ પરિવાર વાળા કે કોઈ જાણીતા બની શકે તેમનું એકસીડન્ટ થયું હોય, તે યુવાન ગમે તે કરીને પોતાની જાતને એ વાત મનાવવાની કોશિશ કરી રહ્યો હતો કે ફોટામાં દેખાઈ રહેલી યુવતી જાનકી નથી... પણ તેના મનમાં રહેલો ડર તે સાબિત કરી રહ્યો હતો કે તે યુવાન જાણી ગયો છે કે આ યુવતી તેની ખુદની જાનકી જ છે...
તે યુવાને તે ન્યુઝ માં આપેલા નંબર પર કોલ કરી પૂરી વાત જાણવાનું નક્કી કર્યું... પણ જો સામે થી પૂછવામાં આવેલ સવાલ ના જવાબ તે ની પાસે નહિ હોય તો..? આવાં વિચારો તેને સતાવી રહ્યા હતા... તે હીંમત કરી ને તે વિચારે છે કે તે ગાડી નંબર ખોટા બોલી ને કોઈ બીજી વ્યક્તિ નું નામ લઈ ને જાણકારી મેળવવા માટે ફોન કરે.. અને વાત વાત તે વ્યક્તિ કોણ છે તે જાણી લે... તેને આ વિચાર બરાબર લાગ્યો..
તેને આપેલ નંબર માં ફોન લગાવ્યો... રિંગ વાગી રહી હતી.. જેમ જેમ રિંગ તેમ તેના ધબકારા પણ વધી રહ્યા હતા... સામે ની તરફ થી ફોન ઉપાડવામાં આવ્યો...
" હેલો, બરોડા પોલીસ સ્ટેશન અમે આપની શું મદદ કરી શકીએ..?"
તે યુવાન જરા ગભરાતા ગભરાતા બોલ્યો
" આજ જે એકસીડન્ટ થયું એની જાણકારી મળી શકે...?"
સામે તરફ થી એટલું જ બોલવા માં આવ્યું કે
"આપને શું કામ જાણવું છે..? તે ગુપ્ત જાણકારી કેહવાય આમ નહીં મળે..."
તે યુવાન ને આ જ વાત ની બીક હતી કે જાણકારી નહીં મળે તે જરા વિચારી ને ફરી બોલ્યો...
" તે ફોટો દેખાતી યુવતી અમારા દૂર ના પરિવાર જન જેવી દેખાય છે એટલે જરા ચિંતા થઈ , આપ ખાલી નામ અને હાલ ક્યાં રાખવા આવેલ છે તે કહી શકો તો ખૂબ મેહબાની રહશે આપની..."
પોલીસ સ્ટેશન પર થી જે વ્યક્તિ વાત કરી રહ્યો હતો તે બોલ્યો
"કોઈ જાનકી અહુજા છે તે હાલ સરકરી હોસ્પિટલમાં છે... બીજી કોઈ જાણકારી આપી ના શકાય.." અને તે તરફ થી ફોન ને મૂકી દેવા માં આવ્યો...
આ તરફ જાનકી અહુજા નામ સાંભળી ને તેના ધબકારા અટકી ગયા.. તે બે પળ માટે તો ભાન જ ભૂલી ગયો...
જાનકી આ નામ સાથે તે યુવતી ની ચેહરો તેની નજર સામે જાણે તે યુવતી પોતે ઊભી હોય તેમ આવી ગયો... તેનો ચેહરો પકડવા માટે તે સહજ જ હાથ લંબાવી દે છે.. પણ , તે ચેહરો અદ્રશ્ય થઈ જાય છે અને તે યુવાન નિરાશ થઈ ને એક ઊંડો શ્વાસ લે છે.. એક નિરાશા વ્યાપી જાય છે આખા ઘર માં... તે યુવાન ગાડી ની ચાવી લઈ ને ઉતાવળા પગલે ઘર ની બાહર જવા નીકળી પડે છે... બાર આવી ને લિફ્ટ નું બટન ક્લિક કરીને લિફ્ટ ની રાહ જોવા લાગ્યો.. પણ તેની બેચેની વધી રહી હતી.. તે હવે લિફ્ટ આવે તેની રાહ પણ જોવા માટે ટાઇમ બગાડવા માગતો ના હતો... તે સીડી દ્વારા નીચે જવા લાગ્યો....

રેટ કરો અને રિવ્યુ આપો

Parash Dhulia

Parash Dhulia 3 અઠવાડિયા પહેલા

milind barot

milind barot 3 અઠવાડિયા પહેલા

Jigisha Shah

Jigisha Shah 1 માસ પહેલા

Varsha Prajapati

Varsha Prajapati 2 માસ પહેલા

Bhimji Rabadia

Bhimji Rabadia 2 માસ પહેલા