The Scorpion - 89 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ-89

વલો અને રોહીણી બ્રહ્મમૂહૂર્તમાં કુળદેવતાની પૂજા કરવા માટે ટેકરી (ડુંગર) નજીક પહોંચ્યાં બંન્ને ખૂબ ઉત્સાહમાં હતાં સાથે સશસ્ત્ર સિપાહીઓની ટુકડી પણ હતી. એ લોકો ડુંગર નજીક પહોચ્યાં ત્યાંથી હવે ઉપર ચઢાણ કરવાનું હતું સેવકોનાં હાથમાં પૂજા સામગ્રી ત્થા દેવને ચઢાવવાનાં ભોગ સાથે એમને ખુશ કરવા ભૂંડનો વધ કરવા તગડું ભૂંડ સાથે લીધુ હતું આગળ વધી રહ્યાં હતાં ત્યાં ચઢાણની કેડી પર મોટાં દૈવી નાગની જોડી બેઠી હતી.

ચઢાણની કેડી ઉપર વચ્ચો વચ્ચ આ નાગ નાગણની જોડી એમનાં પ્રણયમાં મસ્ત હતી. સૌથી આગળ ચાલતો રાવલો એમને જોઇ ગયો એણે બધાને રોકાઈ જવા કહ્યું... કોઇ અવાજ અવરોધ ના થાય એની કાળજી લીધી.

રાવલાએ રોહીણીને આછા અજવાળામાં દેખાયેલા નાગ નાગણને બતાવીને કહ્યું “રુહી અહીં ખુદ નાગ નાગણ દૈવી સ્વરૂપે હાજર છે તેઓ પ્રણયક્રીડામાં મસ્ત છે જો તો ખરી એ બંન્નેનાં માથે ચળકતાં અદભૂત મણી છે એ મણીનું અજવાળું બધે પ્રકાશમાન છે એમને કોઇ રીતે વિઘ્ન ના થવું જોઇએ” એમ કહીને એ નીચે બેસી ગયો. રોહીણીને નીચે બેસવા ઇશારો કર્યો.

બંન્ને જણાં નીચે બેસીને હાથ જોડીને શેષનારાયણતું સ્તવન કરવા લાગ્યાં. બંન્નેની આંખો બંધ હતી તેઓ એમની સ્તુતિ કરી રહ્યાં હતાં. થોડીવાર પછી આંખો ખોલી બંન્ને નાગ નાગણ ધરતી પર આખાં ઉભા રહી ગયાં. રોહીણી અને રાવલાનાં કપાળ પર બંન્ને જણાંએ દંશ દીધો. અને ઝાડીમાં અદશ્ય થઇ ગયાં.

રોહીણી અને રાવલો મૂર્છીત થઇ ગયાં. ત્યાં સેનાની ટુકડી અને સેવકો ગભરાઇ ગયાં. મશાલીયા આગળ આવ્યા. મશાલનાં અજવાળામાં જોયુ કે રાવલો અને રોહીણી બેભાન થયાં છે. ત્યાં એક વૃધ્ધ સેવક આગળ આવ્યો એ એમની પાસે નીચે બેઠો બંન્નેનાં કપાળમાં દંશનાં નિશાન જોયાં એ ગભરાવવાની જગ્યાએ આશ્ચર્ય પામ્યો.

ત્યાં નવલાએ એ વૃધ્ધ સેવકને પૂછ્યું દાદા આ શુ છે આ લોકોને તો નાગ દંપતીએ દંશ દીધો છે એમને તાત્કાલીક સારવારની જરૂર છે. પેલાં અનુભવી વૃધ્ધ સેવકે કહ્યું ના આ ઝેરી દંશ નથી ભલે બંન્ને મૂર્છીત જરૂર થયાં છે પણ કોઇ હાની નહી પહોંચે. આ કંઇક અદભૂત આશીર્વાદ છે. હમણાં આ...’ બંન્ને પેલો વૃધ્ધ આગળ કંઇ બોલે એ પહેલાં રાવલો અને રોહીણે આંખો ખોલી.. બંન્ને સંપૂર્ણ સ્વસ્થ અને આનંદીત હતાં. રાવલો અને રોહીણી એકબીજાની સામે જોઇ રહેલાં.

રાવલાએ કહ્યું “રુહી આપણને સાચેજ આશીર્વાદ મળ્યાં છે આં દંશમાં પણ દાન મળ્યું છે વરદાન મળ્યું છે આ અદભૂત ચમત્કાર છે આપણે હજી કુળદેવતા પાસે જઇએ એ પહેલાંજ આશીર્વાદ ?”

પેલો વૃધ્ધ સેવક બે હાથ જોડીને બોલ્યો... “રાજા રાવલા અને રાણી રોહીણી તમે ઇષ્ટ દેવતા કુળદેવતાથી પુષ્ટ થયાં છો આશીર્વાદ મળી ગયાં છે તમારામાં ઇશ્વરે કોઇ શક્તિ પરોવી છે.. આવું અગાઉ પણ થઇ ચૂક્યુ છે રાજા ધ્રુમન સાથે.. એમણે ..” આમ કહી આગળ ચૂપ થઇ ગયો પછી બોલ્યો “એનો પણ હું સાક્ષી છું આજે પણ સાક્ષી ભાવે તમારી સાથે છું.”

“પણ રાજા ધ્રુમનની પાત્રતા નંદવાઇ હતી તેથી એમની શક્તિ ચાલી ગઇ હતી તમે પાત્રતા જાળવી રાખજો તો આગળ અદભૂત પરચા થશે.”

નવલો અને સૈનિકોની ટુકડી બધુ આશ્ચર્યથી સાંભળી રહી હતી. રાવલાએ ઉભા થઇને કહ્યું “દાદા તમે સાક્ષી છો આ કુળદેવતામાં આશીર્વાદ છે પણ શું શક્તિ મળી ? શું ખબર પડે ? કેવી રીતે ખબર પડે ?”

વૃધ્ધ સેવકે કહ્યું “રાજા તમને બંન્નેને કોઇ ઝેરી જાનવર, સર્પ, નાગ, અજગર, તથા વીંછી કંઇ પણ ડસી નહીં શકે નહીં ઝેર ચઢે પણ તમે તમારી સ્વરક્ષા માટે કોઇને ઝેર ચઢાવી શકો આ કંઇક અદભૂત છે બીજી વાત ખાસ છે અત્યારે હાજર બધાં આ જોઇ સાંભળી રહ્યાં છે ઉપર દર્શન કર્યા પછી કોઇને કઈ યાદ નહીં રહે આ ઘટનાં સ્મૃતિ ભ્રંશ થઇ જશે.”

બધાં આશ્ચર્યથી સાંભળી રહ્યાં હતાં, રાવલાએ વૃધ્ધને પગે લાગી આશીર્વાદ લીધાં રોહીણીએ પણ નમસ્કાર કર્યાં. આટલું બોલી પેલો વૃધ્ધ સેવક ચૂપ થઇ ગયો.

રાવલો અને રોહીણી સ્તબ્ધ થઇને બધું સાંભલી રહેલાં. રાવલાએ કહ્યું “હવે આપણે ડુંગર ઉપર કુળદેવ ભગવાનની શરણમાં જઇએ અને વિધીપૂર્વક બધાં પાઠ પૂજા અને ભોગ ધરાવીએ.”

રોહીણી અને રાવલો ઉત્સાહ અને નવા જોમ સાથે ડુંગર ચઢવા લાગ્યાં. ધીરે ધીરે ચઢતાં બધાંજ ઉપર ડુંગર ઉપર આવેલાં કુળદેવતાનાં સ્થાનીક આવી ગયાં. ડુંગરનાં ઉચ્ચ શિખરે સપાટ મેદાન જેવું હતું ત્યાં મોટાં મોટાં વૃક્ષો હતાં. મોટી શિલા જેવી પહાડી પત્થરની કળાકૃતી હતી જે કુદરતી હતી કોઇ શિલ્પ ઘડેલું નહોતું.

શિલાજ એક મોટાં નાગ જેવી આકૃતિની હતી ત્યાં નીચે બીજી આડી શિલાઓ હતી ત્યાં પહોચીને સેવકોએ બધાં દ્રવ્ય, પૂજા સામાન ઘીનાં દીવા, હાથી દાંત, શંખ-રુદ્રાક્ષની માળાઓ બધુ ત્યાં મૂકીને તેઓ દૂર જઇને ઉભા રહ્યાં.

રાવલો અને રોહણી એ શિલા પાસે પહોચી દડંવત પ્રણામ કરવા જમીન પર હાથ જોડી સૂઇ ગયાં ઇશ્વરનો ખૂબ આભાર માન્યો. રાવલાએ ઉભા થઇને કહ્યું “પેલાં દાદાને બોલાવો એજ પૂજા કરાવે.”

સેવકોએ વૃધ્ધ દાદાને જોવા બધે નજર કરી પણ ક્યાંય નજરે ના ચઢ્યાં. રાવલાએ આશ્ચર્યથી કહ્યું “આપણે 20-25 જણાં છીએ ઉપર બધાં સાથે આવેલાં તો એ દાદા ક્યાં અદ્રશ્ય થયાં ?”

ઘણી શોધખોળ પછી પણ દાદા ના મળ્યાં ત્યારે રોહીણીએ કહ્યું “રાવલા કંઇક અદભૂત થઇ રહ્યું છે આ દાદા વૃધ્ધ સેવકનાં રૂપમાં કોણ હતાં ?” તેઓ શેષનારાયણનાં ચરણે પડી ગયાં.

રાવલા અને રોહીણીએ બધાં દ્રવ્યો ચઢાવ્યાં દીવાઓ કર્યાં. પૂજા કરી ચાંલ્લા કરી ફૂલો ચઢાવ્યાં ભોગ ધરાવવા માટે જાત જાતની વાનગીઓ સુગંધી દ્રવ્યો. જડીબુટ્ટી બધુ ધરાવ્યું અને વધેરવા માટે શ્રીફળ લીધાં પણ સાથે લાવેલ ભૂંડ નો ક્યાંય પત્તો નહોતો. કંઇક અજાયબ અને અગોચર થઇ રહ્યું હતું હવે રાવલો સમજી ગયો એણે એનાં જમણાં હાથનાં અંગૂઠાને...વધુ આવતા અંકે ---- પ્રકરણ-90
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED