ધ સ્કોર્પિયન પ્રકરણ-9 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન પ્રકરણ-9

પ્રકરણ-9

       વાન ધીમે ધીમે વળાંકવાળાં ઢોળાવો ઉપર ચાલી રહી હતી. ધીમે ધીમે અંધકારની સાથે સાથે ધુમ્મસ છવાઇ રહ્યું હતું. બે ફૂટ આગળનું જોસેફને દેખાતું નહોતું આવા સમયે આગળ ડ્રાઇવ કરવું શક્ય નહોતું એણે વાન ઉભી કરી દીધી ફુલ લાઇટ ચાલુ હતી પાછળની એલર્ટ લાઇટ બધુ ચાલુ હતું. હતું પણ કોહરાનો ધેરાવો એવો હતો કંઇ દેખાતું જ નહોતું ત્યાં વાનનો દરવાજો ખૂલવાનો અને બંધ થવાનો અવાજ આવ્યો. દેવનાં સરવા કાને એ સાંભળ્યું એણે કહ્યું કોણે દરવાજો ખોલ્યો ? કોણ છે ? પછી બંધ થવાનો પણ અવાજ આવ્યો. દેવે ટોર્ચ મારીને જોયું પણ કંઇ જ દેખાતું નહોતું એ સાવ બઘવાઇ ગયો અને ગભરાયો એણે દુબેન્દુને કહ્યું દરવાજા તરફ આવ અને જોસેફને સૂચના આપી તું વાનની હેન્ડબ્રેક ખેંચી લે. જોસેફ કહ્યું મેં ક્યારની ખેંચી લીધી છે બ્રેક પર મારો પગ છે.

       વાનની અંદર જહોને બૂમ પાડી દેવ વોટ હેપન્ડ ? દેવ કહ્યું કંઇ સમજાતું નથી ક્યાંય સુધી ટોર્ચ માર્યા કરી અને ધીમે ધીમે ધુમ્મસ આછુ થયું દેવે જોયું દરવાજો બંધ છે એણે વાનની અંદર નજર કરી એ ચક્તિ થઇ ગયો વાનમાં સોફીયા એની જગ્યાએ નહોતી એણે ઝ્રેબા તરફ ટોર્ચ મારીને પૂછ્યું વેર ઇઝ સોફીયા ? ગ્રેબાએ આર્શ્ચયથી કહ્યું આઇ ડોન્ટ નો ? દેવે બધા તરફ ટોર્ચ નાંખીને જોયુ બધાંનાં ચહેરાં પર ગભરાટ હતો. જ્હોને પૂછ્યું વેર ઇઝ સોફીયા ?

       દેવે દરવાજા તરફ દોડી જઇ દુબેન્દુને કહ્યું તું બીજી ટોર્ચ લે ચાલ બહાર નીકળીને જોઇએ આવા વાતાવરણમાં એ નીચે કેવી રીતે ઉતરી ?

       દુબેન્દુ અને દેવ બંન્ને હાઇપાવર ટોર્ચ સાથે ઉતર્યા હજી ધુમ્મસ સાવ ઓછું નહોતું એ લોકો વાનની ચારેબાજુ રોડ તરફ બધે ટોર્ચ નાંખી ક્યાંય સોફીયા જોવા મળતી નહોતી દેવે અને દુબેન્દુએ બૂમો પાડવા પાડી સોફીયા સોફીયા વેર આર યુ ? સોફીયા પ્લીઝ રીપ્લાય....

       દેવ અને દુબેન્દુનાં અવાજનાં પડધા પડી ઇકો થઇ પાછાં આવતાં હતાં પણ કોઇ જવાબ નહોતો. દેવે ટોર્ચ લઇને આગળ રોડ તરફ જવા માંડ્યુ દુબેન્દુને બીજી તરફ જવા કહ્યું બંન્ને સાવચેતીથી ધીમે ધીમે ચાલતાં ટોર્ચનાં અજવાળે સોફીયાને બૂમો પાડી બોલાવી રહેલાં પૂછી રહેલાં પણ કોઇ જવાબ નહોતો. બરોબર ઘનઘોર જંગલ હતું દેવ ગભરાયો એને ચિતાં થઇ ગઇ હવે શું કરવું ?

       દેવની ચિંતા વધી ગઇ એણે ખીસામાંથી મોબાઇલ કાઢ્યો પણ એમાં ટાવર નહોતો એ સાવ વિવશ હતો એ રોડ પરથી નીચેની તરફ જતી પગદંડીઓ ઉપર ટોર્ચ મારી જોઇ રહેલો બૂમો પાડી રહેલો ત્યાં દુબેન્દુ આવ્યો એણે કહ્યું દેવ એ ક્યાંય દેખાતી નથી આમ આટલાં ઓછા સમયમાં ક્યાં ગઇ ? એ શા માટે ઉતરી ? આવા અંધકાર અને ફોગ માં ? એ યુરીનલ માટે ઉતરી હોય તો અવાજ કરે જવાબ આપે તો એ જવાબ કેમ ના આપે ? કોઇ જંગલી જાનવરનાં હથ્થે ચઢી ગઇ ? શું થયું હશે ?

       ધીમે ધીમે વાનમાંથી બધા નીચે ઉતર્યા. બધાએ સોફીયા સોફીયાનાં નામની બૂમો પાડી આજુબાજુ જ્યાં જોઇ શકાય ત્યાં જોયુ. આટલી બૂમો પાડી કોઇ અર્થ નહોતો સોફીયાનો કોઇ જ જવાબ કે રીસ્પોન્સ નહોતો.

       દેવે દેબેન્દુ તરફ ગભરાયેલાં ચહેરે જોયું અને બોલ્યો શું કરીશું ? ફોન પણ બંધ છે ટાવર નથી આવતું જંગલમાં કેવી રીતે કોઇને મદદ લેવી ? અડધી રાત છે ધનધોર જંગલ છે આ સોફીયાએ આ શું કર્યું ? એણે બધાને કહ્યું પ્લીઝ અંદર બેસો અત્યારે સમય સારો નથી અહીં જ ઉભા રહી અજવાળું થવાની રાહ જોઇએ છીએ હું અને દુબેન્દુ બહાર છીએ.

       બધાં ચિંતાગ્રસ્ત ચહેરે અંદર ગયા મોરીન અને ઝ્રેબા સોફીયાનાં નામની બૂમો પાડીને રડી રહી હતી જ્હોન એ લોકોને સમજાવી રહેલો કે શાંત રહો એ અત્યારે બહાર કેમ ગઇ ? નથી સમજાતું અને નીચે ઉતરવુ હતું તો રાહ જોવી હતી અથવા કોઇને સાથે લઇને ઉતરવાનું હતું હવે શું થશે ? બધાં ગભરાઇ ગયાં હતાં.

       દેવ અને દુબેન્દુ બહાર હજી ટોર્ચ મારી ચારેબાજુ જોઇ રહેલાં. દેવે જોસેફને કહ્યું તું ડીપરને મોટી લાઇટો બંધ કરી દે ઝીણી લાઇટ જ ચાલુ રાખ. જોસેફે દેવે કહ્યું એમ મોટી લાઇટ બંધ કરી. દેવે દુબેન્દુને કહ્યું હવે ટોર્ચથી સરખુ દેખાય છે. બંન્ને જણાં સાથે મેઇન રોડથી નીચે ઉતરતી એક કેડી તરફ ગયાં. દુબેન્દુએ કહું દેવ આ કેડી રસ્તો છેક નીચે તરફ જાય છે. પણ ખૂબ ઝાડી છે અને ભયાનક છે આમાં સોફીયા એકલી નીચે ના જઇ શકે આતો આપણાં માટે પણ અજાણ્યો રસ્તો છે એનાં માટે શક્ય જ નથી.

       દેવે દુબેન્દુને અટકાવ્યો એણે કહ્યું એ કેડી તરફ જા નહીં ઉપર રોડ પર આવી જા અહીં જોખમ જ છે ચારે બાજુ ત્યાં જોસેફે બૂમ પાડી દેવ સર સંભળો સંભળો અને દેવ ચમક્યો એનાંથી થોડે દૂર મોટો ક્રોબ્રા પસાર થઇ રહેલો. દેવ અને દુબેન્દુ તો એવું કદ અને લંબાઇ જોઇ ત્યાંજ ઠરી ગયાં એમની માંડ 3 ફૂટ દૂર રહી કોબ્રા પસાર થઇ ગયો. દુબેન્દુએ કહ્યું દેવ ચલ આપણે અંદર જઇએ અહીં જોખમ જ છે આવામાં સોફીયા ક્યાં ગઇ ? બંન્ન જણાં વાનમાં બેસવા જઇ રહ્યાં હતાં.

       વાતાવરણ ખૂબ ભયાનક હતું માત્ર નિશાચર પક્ષી-પ્રાણીનાં અવાજો આવતાં હતાં. તે વાતાવરણને વધુ ભયાનક બનાવી રહેલાં. દુબેન્દુ વાનનો દરવાજો ખોલી અંદર ગયો અને દેવ હજી એક પગથીયું અંદર જવાં ચઢે છે અને એને બાઇકનો અવાજ આવ્યો હમણાંજ બાઇક સ્ટાર્ટ થઇ હોય એવું લાગ્યું એ પાછો ઝડપથી નીચે ઉતરી ગયો અને ખીણમાં નીચેની તરફ અવાજ આવી રહેલો તે તરફ ઝડપથી ટોર્ચ મારી અને એણે જોયું ઝાડીઓની વચ્ચેથી અંધારામાં કોઇક બાઇક પસાર થઇ ગઇ દેવે એ તરફ સતત ટોર્ચ મારી પણ ઝાડીઓમાં ક્યાં અલોપ થઇ ગઇ ખબર જ ના પડી.

       દુબેન્દુ પણ દોડી આવ્યો એણે દેવને પૂછ્યું બાઇકનો અવાજ હતો ? સોફીયા  એ બાઇક ને કંઇક સંબંધ હશે ? દેવ ગંભીર થઇ ગયો એણે કહ્યું દુદુ કંઇક મોટી ગરબડ છે સોફીયા સલામત જ છે પણ એનું કંઇક ઘેરું રહસ્ય છે કંઇક કનેકશન છે આ જગ્યાની કેડી જે આપણને દેખાઇ એ વાનથી લગભગ 50 ફૂટ દૂર છે અને આ કેડી છેક નીચે ખીણ સુધી જાય છે વચ્ચે કોઇ એવાં છૂપા રસ્તા હોવા જોઇએ. પણ સોફીયા સાથે શું કનેક્શન ? સોફીયા આવા જંગલમાં કોની સાથે સંપર્ક રાખીને આવી ? અહીં કોણ લોકો છે કે આવા. જંગલમાં સક્રીય છે ?

       દુબેન્દુએ કહ્યું દેવ ઝ્રેબા અને સોફીયા સૌથી વધુ નીકટ છે એ લોકો સાથે ને સાથે હોય છે વાતચીત કરતાં હતાં. આપણે અત્યારે સાવ બ્લેન્ક છીએ ઝ્રેબાને પૂછીએ.

       દેવે કહ્યું એ બધું કરીશું પણ ટુર મેં કનડક્ટ કરી છે જવાબદારી મારાં શીરે છે અને ફોન બંધ છે અરે પણ પેલો ફોન...

વધુ આવતા અંકે ---- પ્રકરણ-10