ધ સ્કોર્પિયન પ્રકરણ-8 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન પ્રકરણ-8

પ્રકરણ-8

       દેવ જોસેફની સીટ પાછળથી બોટલ કાઢી બે ઘૂંટ માર્યા અને બોલ્યો વાહ આખા શરીરમાં ગરમાવો પ્રસરી ગયો. કોઇ વન્સપતિ કે એની છાલમાંથી ઘૂંટીને સડાવીને બનાવ્યો છે મસ્ત.... મજા આવી ગઇ અને ત્યાંજ વાન ઢોળાવ ઉપર કોઇ ખાડામાં ખાબકી, ખોટવાઇ અને જોરદાર આંચકો આવ્યો. દેવ માંડ માંડ બચ્યો. એણે જોસેફ સામે જોયું જોસેફનું માથું સ્ટીયરીંગ સાથે ભટકાયેલું પણ બચી ગયેલો એણે ઓહ સાથે માથા ઉપર હાથ દબાવ્યો.

       અંદરથી દુબેન્દુ આગળ આવી ગયો શું થયું જોસેફ શું થયું ? એણે દેવ અને જોસેફને જોયા. દેવ દુબેન્દુને કહ્યું દુદુ ટોર્ચ લાવ અને બહાર જઇને જો શું સ્થિતિ છે ? ટાયર ખાડામાં ભરાયા છે કેવો મોટો ખાડો છે હું પણ બહાર આવું છું ટોર્ચ લાવ.

       ઠંડી ખૂબ હતી ગાત્રો ઠરી જાય એવી ઠંડીમાં દુબેન્દુ અને દેવ નીચે ઉતર્યા. વાનમાં બધાં ઉઠી ગયાં હતાં વોટ હેપન્ડ વોટ હેપન્ડ.. એ લોકો આગળ આવી જોવા લાગ્યા. દુબેન્દુએ કહ્યું દેવ એક ટાયર આખું ખાડામાં છે બીજુ ઊંચુ થઇ ગયું છે બધાને નીચે ઉતારીને સાચવીને ધક્કો મારી બહાર કાઢવી પડશે એન્જીન સ્ટાર્ટ કરી એ બહાર નહીં નીકળી શકો.

       દેવે સીચ્યુંએસન જોઇ… બહાર ચીલ્ડ ઠંડી હતી આછુ આછુ અજવાળું હતું એણે જોસેફને સ્ટીયરીંગ પર રહેવા કહ્યું અને દુબેન્દુએ કહ્યું બધાને નીચે ઉતરવા કહી દે ધક્કો મારીને પ્રયત્ન કરીએ છીએ ખાડામાંથી નીકળી જાય તો ઠીક છે નહીંતર કોઇ વાહન આવે એની રાહ જોવી પડશે ચેઇનથી ખેંચવી પડશે.

       દેવે બધાને કહ્યું વાન ફસાઇ છે ખાડામાં બધાં નીચે ઉતરી જાઓ અને ધક્કો મારવામાં મદદ કરવી પડશે પ્લીઝ કમ આઉટ. અને બધાં ધીમે ધીમે નીચે ઉતરી બહાર આવી ગયાં. ઢોળાવ પરનો પથરીલો રસ્તો હતો વાન રોડની કિનારે ખાડામાં ફસાઇ હતી આછુ આછુ ચંદ્રમાંનુ અજવાળું હતું ત્યાં દેવે એની રીસ્ટવોચમાં જોયું રાત્રીનાં બરાબર 2.00 વાગી ચૂક્યા હતાં બરાબર અડધી રાત હતી એણે જોસેફને કહ્યું જોસેફ આપણે જલપાઇ ગુડી અને કલીંગપોંગની કેટલે વચ્ચે છીએ ? કંઇ અંદાજ છે ?

       જોસેફે કહ્યું સર કલીંગપોંગ લગભગ 2 થી 3 કલાકજ દૂર છીએ આપણે લગભગ મધ્યમમાં છીએ રસ્તાનાં ઢોળાવ અને ખાડાં ખૈયાને કારણે ખૂબ ધીમે ડ્રાઇવ થાય છે.

       દુબેન્દુએ દેવને બોલાવીને કહ્યું દેવ એક મીનીટ અહીં આવ. દેવે એની નજીક જઇને પૂછ્યું બોલ શું થયું ?

       દુબેન્દુએ જે ખાડામાં વાનનું ટાયર ફસાયુ હતું એ બતાવી કહ્યું આ ખાડો કુદરતી નથી ખાડો બનાવવામાં આવ્યો છે વાહન ખોટકાઇને ઉભું રહે માટે જો ટર્નીંગ પછી તરતજ ખાડો છે જેથી ડ્રાઇવરને એનો અંદાજ જ ના આવે બીજુ અહીં ખડકો ધોવાતી નથી સીધા આખા પત્થરની ખડકો છે માટીયાળ ભાગ નથી અને ખાડો પણ કોઇ સાધનથી કર્યો હોય એવાં શેપનો છે.. દેવ મને કંઇક ગરબડ લાગે છે અત્યારે મધ્યરાત્રી છે નજીકમાં કોઇ ગામ કસ્બુ નથી ચારેબાજુ જંગલ છે આપણે કોઇ ઘટનામાં ફસાયાતો નથીને આપણી સાથે વિદેશી મહેમાન છે એમાંય 3 છોકરીઓ છે.

       દેવ બે મીનીટ વિચારમાં પડી ગયો એ દુબેન્દુની સામે જોવા લાગ્યો એણે દુબેન્દુને કહ્યું તારી વાતમાં પણ દમ છે કદાચ હોઇ પણ શકે એણે કહ્યું સમય ના બગાડો એણે તરતજ જોસેફને ઓર્ડર કર્યો તું વાન સ્ટાર્ટ કર અને ફુલ એક્સીડેલર રાખજે હું કહું પછી આંચકા સાથે સેકન્ડ ગીયરમાં લેજે એણે રોડ પરથી પત્થર ઉઠાવીને વાનનાં ટાયરની નીચે ખાડામાં નાંખ્યા અને આજુબાજુ અંધારામાં જે જાડા પાતળા લાકડા હાથમાં આવ્યા એ ટાયર નીચે ફસાવ્યાં.

       દેવે જ્હોન- માર્લો બધાને કહ્યું પ્લીઝ વાનની પાછળનાં ભાગમાં મારી સાથે રહો અને વાનનો એક સાથે ધક્કો મારો એણે જોસેફને તૈયાર રહેવા કહ્યું બધાં વાનની પાછળનાં ભાગમાં ગયાં બધાએ એક સાથે ધક્કો માર્યો દેવે જોસેફને ચીસ જેવા અવાજે કહ્યું જોસેફ સ્ટાર્ટ.. અને જોસેફે આંચકા સાથે ફુલ એક્સીલેટરમાં વાન ચાલુ કરીને ગીયરમાં નાંખી આ લોકોએ એક સાથે ધક્કો માર્યો અને વાન ખાડામાંથી બહાર નીકળી ગઇ અને જોસેફે વળાંક ઉપર પણ સ્ટીયરીંગ કાબુમાં રાખી વાનની આગળ ઉભી રાખી. પછી જોસેફ ચાલુ વાન રાખીને નીચે ઉતર્યો નીચેની તરફ જોવા લાગ્યો વાનનું ડીફરન્સીયલ અને જોઇન્ટ ચેક કર્યા એણે જોયું જોઇન્ટનો એક બોલ્ટ ડેમેજ થઇને અડધો ફસાયેલો છે એનો અવાજ આવે છે.

       જોસેફે ક્હ્યું સર પહેલું જે સ્ટેન્ડ આવે ડિફરન્સીયલ જોઇન્ટ રીપેર કરવું પડશે જો એ તૂટી ગયું તો વાન ચાલશેજ નહીં હવે ખૂબ ધીમે ધીમે જવું પડશે ખૂબ રીસ્ક છે.

       દેવે કહ્યું ઓહ નો.. દેવે કહ્યું તું ધીમે ધીમે ચલાવ ઇશ્વરને પ્રાર્થના કરીએ હેમખેમ પહોંચીએ એણે ટુરીસ્ટ ગ્રુપને કહ્યું કે આવી રીતે બ્રેકઅપ થયુ છે વાન ધીમે ચાલશે પહોંચવામાં પણ સમય લાગશે. અત્યારે મધ્યરાત્રી છે અહીં ચારેબાજુ જંગલ છે અને ભય પણ છે હું ડરાવતો નથી પણ સાવચેતી રાખવી જરૂરી છે બધાં વાનમાં બેસી જાવ અને પેશન્સ રાખજો. બધાં એક પછી એક વાનમાં બેસવા લાગ્યાં સોફીયા દેવની સાવ નજીક આવી અને બોલી “ધ સ્કોરપીયન” અને ખડખડાટ હસવા લાગી એની આંખો અને હાવભાવ ખૂબ વિચિત્ર અને ડરામણાં હતાં. દેવે એ વખતે કંઇ ધ્યાનમાં ના લીધું બધાં વાનમાં બેઠાં પછી દેવને કંઇક લાઇટ થઇ ઝબકારો થયો એને થયુ સોફીયા ફીલ્મનું નામ બોલી ? હું બોલેલો એને યાદ રહી ગયું હશે ?

       જોસેફે વાન ધીમે ધીમે ચલાવવાની શરૂ કરી અને ડીફરન્શીયલ જોઇન્ટનો અવાજ રીતસર સંભળાતો હતો. દેવે જોસેફને કહ્યું ક્લીંમપોંગ સુધીતો પહોચી જવાશેને ? જોસેફ કહ્યું સર ચિંતાનાં કરો બોલ્ટ કપાઇને તૂટી પણ જશે તો હું રીપેર કરી દઇશ બસ આ અંધારુ અને ઠંડી નડે છે.

       દેવે કહ્યું ઓકે એમ કહી એણે ફરીથી જોસેફની બોટલ કાઢી બે ઘૂટ માર્યા. દુબેન્દુએ કહ્યું લાવ મને આપ હું પણ બે ઘૂંટ મારું. બંન્નેએ પીધાં પછી જોસેફે બોટલ લીધી અને એક સાથે પા બોટલ પી ગયો અને પછી બોટલ દુબેન્દુને આપતાં કહ્યું હવે મારે નહીં જોઇએ ગરમાટો થઇ ગયો પછી ટર્નીંગ વાળો ભાગ આવ્યો વાતાવરણમાં ધુમ્મસ ધુમ્મસ છવાઇ રહ્યું હતું જોસેફને આગળ કંઇ સ્પષ્ટ દેખાતું નહોતું એ ખૂબ ધીમે ધીમે ચલાવી રહેલો એણે જોયું કે આગળ કંઇ દેખાતુંજ નથી એણે ફુલ લાઇટ કરી પણ સામે ધોળાં ધોળાં વાદળજ હતાં કંઇ દેખાઇ નહોતું રહ્યું.

       બધાં એકબીજાને જાણે જોઇજ રહ્યાં નહોતાં ત્યાં વાનનો દરવાજો ખૂલ્યો હોય એવું લાગ્યું દેવે દુબેન્દુ ને પૂછ્યું. દુબેન્દુ દરવાજો કેમ ખોલે ? દુબેન્દુએ કહ્યું. દેવ મેં નથી ખોલ્યો... હું તો અંદર છું મને કંઇ દેખાતું નથી. ત્યાં દરવાજો પાછો બંધ થવાનો અવાજ આવ્યો દેવે કહ્યું કોણ ખોલે છે બંધ કરે છે ? એણે બૂમ પાડી કોણ છે ? કોણ છે ?

       પણ કોઇનો અવાજ નહોતો દેવે ટોર્ચથી બધે પ્રકાશ પાડી જોવા પ્રયત્ન કર્યો પણ ખૂબ ઘાટુ ધુમ્મસ હતું વાનમાં પણ જોઇ શકાતું નહોતું અને ધીમે ધીમે ફોગ ઓછું થયું અને દેવે જોયું તો ચક્તિ થઇ ગયો એ...

 

વધુ આવતા અંકે ---- પ્રકરણ-9