ધ સ્કોર્પિયન પ્રકરણ-10 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધ સ્કોર્પિયન પ્રકરણ-10

પ્રકરણ-10

 

       સોફીયા વાનમાંથી પોતાની મરજીથી કોઇને જાણ કર્યા વિના ભરચક ધુમ્મસ અને અંધારામાં ઉતરી ગઇ અને ગાયબ થઇ ગઇ હતી. સૌથી વધારે ચિંતા દેવને હતી એણે બાઇકનો અવાજ સાંભળેલો ખીણ તરફ અને એ પણ ક્યાંક ઝાડીઓમાં ઓગળી ગઇ હતી. એણે દુબેન્દુને કહ્યું આ ટુર મેં કન્ડકટ કરી છે સોફીયાની જવાબદારી મારી બને છે. મારે એને કોઇપણ રીતે શોધવી પડશે.

       દુબેન્દુએ સલાહ આપી ઝ્રેબા સાથે એ ઘણી ભળેલી હતી એ બંન્ને વચ્ચે કંઇક વધારેજ નીકટતા છે બંન્ને જણાંએ સાથે ડ્રગ પણ લીધું છે મેં નજરે જોયું છે આપણે ઝ્રેબાની પૂછપરછ કરીએ.

       દેવે કહ્યું અડધીરાત્રે આવાં ભયાનક જંગલમાં આવી ઘટના બની ગઇ પોલીસને પણ ખબર કેવી રીતે આપવી ? મોબાઇલ તો રીસ્પોન્સ નથી કરતો એને અચાનક થઇ એણે કહ્યું દુદુ મારા બેગમાંથી સેટેલાઇટ ફોન લાવ હાંશ કદાચ એ કામ કરશે. દુદુએ કહ્યું રાઇટ હું હમણાં લાવ્યો એ દોડીને વાનમાંથી દેવની બેગમાંથી સેટેલાઇટ ફોન લઇ આવ્યો.

       દેવે સેટેલાઇટ ફોન ચાલુ કર્યો એક્ટીવ કર્યો એણે થોડી રાહ જોઇ અને ફોન ચાલુ થયો દેવ ખુશ થઇ ગયો એણે ક્લીમપોંગ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો એમાં રીંગ જઇ રહેલી પણ કોઇ રીસ્પોન્સ નહોતો એણે એ રીસ્ટવોચમાં જોયું તો સવારનાં પરોઢનાં 3.30 વાગ્યા હતાં કોઇ રીસ્પોન્સ નહોતું કરતું એ રોકાયો કંઇક વિચારી એનાં પાપાની ઓફીસમાં ફોન કર્યો ત્યાં તરતજ રીસ્પોન્સ મળ્યો.

       દેવે કહ્યું હું દેવ રોય બોલું છું મારે અરજન્ટ એક માહિતી આપવી છે અને કંમ્પલેઇન લખાવવી છે સામેથી ઓફીસરે કહ્યું દેવ રોય ? તમે ક્યાં છો ? અને કઇ કમ્પલેઇન લખાવવી છે ? દેવે અટકી અટકીને બધી માહિતી જણાવી અને કહ્યું અમે જંગલની મધ્યમાં છીએ ઊંચા પહાડી વિસ્તારમાં રોડ પર છીએ અને અમારી ટુરમાંથી એક સોફીયા નામની છોકરી ગૂમ છે ક્લીમપોંગ સ્ટેશને કોઇ ફોન ઉંચક્તું નથી અમારાં મોબાઇલ કામ કરતાં નથી તમે કંઇ મદદ કરો અને ક્લીમપોંગ સ્ટેશને જાણ કરો કે અમારો સંપર્ક કરે.

       સેટેલાઇટ ફોન વચ્ચે વચ્ચે સંપર્ક છોડી દેતો હતો દેવ ખૂબ મોટે મોટેથી વાતો કરી રહેલો એનાં અવાજનાં પડધાં સંભળાતાં હતાં. સામેથી ઓફીસરે કહ્યું થોડો સમય આપો હું ક્લીમપોંગ સંપર્ક કરીને જણાવું છું અને ફોન કપાયો.

       દેવે થોડો રાહતનો શ્વાસ ખાધો એણે દુબેન્દુની સામે જોયું અને બોલ્યો ચાલ અંદર એ લોકોનાં સાથીદાર સાથે ચર્ચા કરીએ. સોફીયાનાં ડેટા બધાં મારી પાસે છે એનાં અભ્યાસ પછી કરીશ. દુબેન્દુ અને દેવ વાનમાં ગયાં.

       વાનમાં જઇને દેવ જ્હોન અને ઝ્રેબાની સામે તરફ બેઠો અમે બોલ્યો. તમે લોકો સોફીયા અંગે શું જાણો છો ? આવાં જંગલમાં અડધી રાત્રે એ ક્યાં ગૂમ થાય ? અમારે માટે આષ્ચર્ય છે અને અમે દૂર ખીણમાં બાઇકનો પણ અવાજ સાંભળ્યો છે તમારી ટીમમાં એક સભ્ય આવી રીતે કેવી રીતે કરી શકે ? તમે લોકો ટુરીસ્ટજ છો કે કોઇ ગેમ કરવા આવ્યાં છો ? શું હકીક્ત છે ? દેવે કરડી આંખે ઝ્રેબા તરફ જોયું.

       જ્હોને ગભરાઇને કહ્યું નો નો વી આર ટુરીસ્ટ અમને સોફીયા વિષે કંઇ ખબર નથી એ છેક છેલ્લી ઘડીએ અમારી સાથે જોડાઇ હતી એ અને ઝ્રેબા સાથેજ અમારી સાથે આવ્યાં છે. ઝ્રેબા માર્લોની ફ્રેન્ડ છે અને ઝ્રેબાની ફ્રેન્ડ સોફીયા હું કંઇ વિશેષ જાણતો નથી.

       દેવે ઝ્રેબાને કહ્યું તું અને સોફીયા ખાસ ફ્રેન્ડ છો એ મેં જોયું છે. સોફીયા તમારી સાથે શા માટે જોડાઇ ? એનો શું પ્લાન હતો ? એણે બર્ડ સેન્યુરી જવાનો પણ વિરોધ કરેલો હવે મને સમજાય છે એનો ટાર્ગેટ અહીં જંગલમાં આવવાનો હતો. પણ સરપ્રાઇઝ એ છે કે આવાં જંગલમાં એને શું કનેકશન હોય ? તું શું જાણે છે ? એને અહીંજ આવવું હતું તો એની રીતે એક્લી પણ આવી શકી હોત ટુરમાં આવવાની શી જરૂર હતી ? એ ખોવાઇ નથી પોતાની મરજીથી બાઇકવાળા સાથે ગઇ છે એમાં ચોક્કસ સસપેન્સ છે.

       ઝ્રેબાએ કહ્યું શી ઇઝ માય ફ્રેન્ડ બટ ડોન્ટ નો એનીથીંગ એબાઉટ હર એની કનેકશન. હું તો માત્ર માર્લો સાથે ફરવા અને મજા કરવાજ આવી છું મોરીન અને ડેનીશ ઝ્રેબા અને માર્લોની સામે  જોઇ રહેલાં. દેવની નજર ફરતી ફરતી બધાં ઉપર હતી.

       દેવે કહ્યું તમે લોકો સાચું કહેશો તો રસ્તો નીકળશે નહીંતર બધાંજ ફસાઇ જઇશું અને આખી ટુર સ્પોઇલ થશે ફરવાનું બાજુમાં રહેશે અને ક્રાઇમનો કેસ બની જશે. મેં ક્લીમપોંગ અને કોલકત્તા પોલીસને જાણ કરી દીધી છે. સવાર સુધીમાં ક્લીગપોંગ પોલીસ પણ આવી જશે. કમ્પ્લેઇન ક્લીમપોંગ લખાવ્યા પછીજ હવે આગળ જવાશે. તમે જે કંઇ જાણતાં હોવ જણાવી દો.

       માર્લોએ ઝ્રેબા સામે જોયું એણે ઝ્રેબાએ દેવને કહ્યું સોફીયા ખૂબ મહત્વકાંક્ષી છે એને ખૂબ પૈસો કમાવવો છે અને એને ડ્રગનું એડીક્શન છે એ ડ્રગ માટે કંઇ પણ કરી શકે છે મને લાગે છે એનાં લોકલ કનેકશન પણ છે એ કોઇ મોટી ડીલ કરવાજ આવી છે પણ એ એકલી આવે તો એનાં પર વોચ રહે એટલે અમારી સાથે ટૂરમાં આવી એટલે કોઇની નજરે ના ચઢે એનું ગ્રુપ ખૂબ મોટું છે અને ખૂંખાર માણસો છે એ સતત બધાનાં સંપર્કમાં રહે છે મેં એને ઘણીવાર સલાહ આપી કે મોજ મજા કર આવાં બધામાં ના પડ પણ એને મીલીયોનર થવું છે મારું કંઇ સાંભળતી નથી એટલે મેં કામથી કામજ રાખ્યું છે.

       દેવે કહ્યું તું આટલું જાણતી હતી તો પહેલેથી અમને એલર્ટ કરવા જોઇએ આતો તેં છૂપાવીને પણ ગુનો કર્યો છે અને અમને પણ મુશ્કેલીમાં મૂક્યાં છે.

       ઝ્રેબાએ કહ્યું મારામાં એટલી હિંમત ક્યાંથી ? એ જાણે તો હું જીવતીજ  ના રહું પણ એ બીજા દેશનાં અને અહીનાં કોલકત્તાથી માંડી જંગલમાં રહેતાં ડ્રગ માફીયાઓનાં સંપર્કમાં છે એમાંથીજ કોઇને એણે જાણ કરી હશે આ ટુરની આ રૂટની અને તક મળે એ લોકો એને લઇ ગયાં હશે.

       દેવ તો ઝ્રેબાની મોઢેથી કોઇ ફીલ્મી સ્ટોરી સાંભળતો હોય એમ સાંભળી રહ્યો. એણે કહ્યું તું જે કંઇ બોલી છે એ પોલીસને જણાવજે. પછી નક્કી થશે આગળ શું કરવું ?

       ત્યાં વાન પર પત્થર ફેંકાવાનાં અવાજ આવ્યા અને દેવ અને દુબેન્દુ સજાગ થઇ ગયાં દેવે દરવાજો ખોલી બહાર નીકળ્યો તો કોઇ દેખાયું નહીં પણ સામેથી દૂરથી કોઇ વાહન આવતું દેખાયું અને....

વધુ આવતા અંકે ---- પ્રકરણ-11

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 3 માસ પહેલા

Patel Vijay

Patel Vijay 3 માસ પહેલા

Hemal nisar

Hemal nisar 4 માસ પહેલા

milind barot

milind barot 4 માસ પહેલા

name

name 5 માસ પહેલા