રાયબહાદુર અને રુદરસેલ બંન્નેની ફેમીલી ખૂબ આનંદમાં હતી. ત્યાં રાયબહાદુરને મળવા કોઇ સાહેબ આવ્યાં છે સેવકે એવાં સમાચાર આપ્યાં અને રુદરસેલે કહ્યું “એમને મુલાકાત ખંડમાં બેસાડો રાયબહાદુરજી આવે છે”. સેવક ભલે કહીને ગયો.
રુદરસેલજીએ કહ્યું “રાયજી તમારાં સ્ટાફમાંથીજ હશે અથવા... કઈ નહી તમે મળી લો જ્યાં મારી જરૂર જણાય મને બોલાવજો હું આ છોકરાઓને મઠમાં જવાનું છે એની તૈયારી કરાવું”.
રાયબહાદુર ભલે કહી ઉભાં થયાં અને એમની ફેમીલીને કહ્યું “આનંદમંગળ સમાચાર જાણીને મન ભાવ વિભોર અને આનંદ વિભોર થઇ ગયું. હું આવું છું” કહીને તેઓ મુલાકાત ખંડ તરફ ગયાં.
રાયબહાદુર મુલાકાતખંડમાં પ્રવેશ્યા અને સામે સિદ્ધાર્થને જોઇને આનંદીત થયાં. આજે એમને એવો ઉમળકો આવ્યો કે સિધ્ધાર્થને ભેટી પડ્યાં. કાયમ શિસ્ત અને અનુશાષનમાં રહેતાં રાયજી સિધ્ધાર્થને ભેટી પડ્યાં એને પણ આનંદ આશ્ચર્ય થયું એ પણ ભેટી પડ્યો. રાયજીએ કહ્યું “કોન્ગ્રેચ્યુલેશન આજે હું મારી લાગણી ભાવ રોકી ના શક્યો.”
“સિધ્ધાર્થ તારી અત્યાર સુધીની શિસ્ત, મહેનત, વફાદારી અને હિંમત હોંશિયારીનો બદલો મળ્યો છે તને કોલકાત્તાનાં DGP બનાવી મારું પણ તેં માન વધાર્યુ છે હું ખૂબ ખુશ છું સાથે સાથે જવાબદારી પણ વધી છે”.
સિધ્ધાર્થે કહ્યું “સર એ બધુ આપનાં કારણેજ મળ્યું છે તમારી તાલિમ, તમારાં આશીર્વાદ મને ફળ્યાં છે. અને જવાબદારી વધી છે જાણું છું પણ હું ખંતપૂર્વક અને વફાદારીથી નિભાવીશ. મારું કામ પહેલાં અસલી સ્કોર્પીયનને ઝબ્બે કરીને સળીયા પાછળ ધકેલવો છે અને એનાં અંગેનાં મને ઓર્ડર્સ પણ તમારાં થકીજ મળ્યાં છે”.
“બીજી એક ખાસ અંગત વાત પણ મારે આપને કરવાની છે.”. રાયબહાદુરે આશ્ચર્યથી પૂછ્યું “કહેને કોઇપણ વાત હોય. તારાંથી અંગત મારું બીજુ છે કોણ ? તું મને કંઇ પણ કહી શકે છે.”
સિદ્ધાર્થે કહ્યું “સર અંગત છે પણ ખૂબ આનંદ દાયક છે અને આ વાત કરવાનો જશ પણ હું લઇશ.” રાયબહાદુરે કહ્યું “બધાં જસ તને આપ્યાં બસ ? તું એનો હકદારજ છું બોલ શું વાત છે ?@ સિધ્ધાર્થે કહ્યું “સર હું કોલકતા હતો ત્યારે મને પ્રમોશન અંગે ગૃહપ્રધાન સાથે મીટીંગ થઇ હતી અને પછી સી.એમ સરને મળવાનું પણ થયું બધી ખાતાકીય કામ પુરુ કર્યા પછી સી.એમ સરે મને પૂછ્યું કે રાયબહાદુરજીની દીકરી આકાંક્ષા માટે તારો શું અભિપ્રાય છે ?”
મેં આશ્ચર્યથી પૂછ્યુ “સર મને કેમ પૂછો છો ? અને એમની દીકરી આકાંક્ષા લાખોમાં એક છે ખૂબ સુશીલ સંસ્કારી અને ભણેલી ગણેલી છે રાયસરનાં કુટુંબમાં લાડથી ઉછરી છે”. એમણે કહ્યું “આર્યનને આકાંક્ષા પહેલી નજરે ગમી ગઇ છે તારે રાયબહાદુરનાં કાને આ વાત નાંખવાની છે હું તને અંગત રીતે આ કહી રહ્યો છું રાયજીની તું ખૂબ નજીક છે એટલે વાત કરી છે.”
“હું ધારુ તો રાયજીને સીધી વાત કરી શકું છું. અથવા રુદરસેલ પાસે કહેવડાવી શકું છું પણ તું રાયબહાદુરનાં કુટુંબથી જેટલો નજીક છે એટલું કોઇ નથી દેવ અને આકાંક્ષા તારી નજર સામે ઉછર્યા મોટાં થયાં છે એ બધુ હું જાણુ છું તું વાત કરજો”.
રાયબહાદુરે કહ્યું ”સિદ્ધાર્થ તે આ વાત કહીને મને સુખદ આર્શ્ચયમાં નાંખ્યો છે સી.એમ.નાં દીકરો આર્યન દેખાવડો અને યુ.એસ. ભણીને આવ્યો છે અને હવે કોઇ પ્રોજેક્ટમાં CEO છે એટલી જાણ છે એ અહીં પૂજામાં આવ્યો હતો ત્યારે...”
સિધ્ધાર્થે કહ્યું “હાં મને CM સરે કહ્યું પૂજામાં અહીં આકાંક્ષાને જોઇનેજ પસંદ કરી છે આગળ હવે તમે વાત કરી લેજો મારી દ્રષ્ટિએ આ બંન્ને જણાં એકબીજા માટે ખૂબ યોગ્ય છે.”
રાયબહાદુરે કહ્યું “તું પરણ્યો નથી પણ વ્યવહાર બધાં જાણે છે.” સિદ્ધાર્થે કહ્યું “સર લગ્ન નથી કર્યા પણ જાનમાં તો ગયો છું” એમ કહી હસી પડ્યો.
રાયબહાદુરે કહ્યું “સિધ્ધાર્થ બીજી અગત્યની વાત મેજર અમન ગુપ્તા પણ અહીં આવશે એમની ટીમ સાથે ત્યારે બીજી અગત્યની વાતો કરવાની છે. તું અહીં જ રોકા જે.” સિધ્ધાર્થે કહ્યું “યસ સર રાયબહાદુરે કહ્યું હું આ સમાચાર દેવ મઠ જવા નીકળી જાય એ પહેલાં બધાને આપી દઊં મને લાગે છે ઋષિ કંદર્પજીની ભવિષ્યવાણી અત્યારેજ ખરી પડી ગઇ છે.” સિધ્ધાર્થ પ્રશ્નાર્થ નજરે જોઇ રહ્યો એમણે રાયબહાદુરે કહ્યું “તને પછી શાંતિથી વાત કરીશ. તું અહીં રોકાઇ જા અમન ગુપ્તા આવી જાય પછી બીજી મીટીંગ કરીશું. હું હમણાં બધાની પાસે જઊં.” એમ કહી નીકળી ગયાં.
**************
બ્રહ્મમૂહૂર્તે રોહીણી અને રાવલો નાહી ધોઇ પવિત્ર થઇ રેશ્મી કપડાં એમનાં કબીલાનાં રીત રીવાજ પ્રમાણે પહેરી તૈયાર થયા. માથે પીંછાનો મુગટ અને ઘરેણાં પહેર્યા. રાવલાએ મંદિરે એની સાથ આવનારી સૈનિકોની ટુકડીને તૈયાર રહેવાં જણાવ્યું એમનાં કબીલાથી 3 કિમી દૂર ડુંગર ઉપર કુળદેવતાનું મંદિર હતું ત્યાં જવાનું હતું.
મંદિર જતાં પહેલાં રાવલો એનાં પિતા રાજા ધ્રુમન પાસે આવ્યો એમને ઘા માં રાહત હતી થોડું ભાન આવી ગયું હતું એમને ઘાનું દર્દ હતું પણ રાવલાને અને રોહીણીને તૈયાર થઇને આવેલ જોઇ એમને આનંદ થયો આંખમાંથી આનંદનાં આંસુ સરી પડ્યાં અને ઉદાસી દૂર થઇ એમણે બંન્નેનાં માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યાં અને કહ્યું “તું કુળદેવતાની રસમ પુરી કરીને આવ પછી શાંતિથી વાત કરીશું તું નવલાને સાથે રાખજો અહીં બીજા વફાદાર માણસો છેજ.”
રાવલાએ અને રોહિણીએ આશીર્વાદ લીધાં અને સિપાહીઓની ટુકડી સાથે કુળદેવતાનાં મંદિર તરફ પગપાળા નીકળ્યાં. ટુકડી શસ્ત્રસરંજામથી યુક્તી હતી આજનો દિવસ ખૂબ શુભ હતો આજે કોઇ વિધ્ન ન થાય એનાં માટે બધાં પ્રાર્થના કરી રહ્યાં હતાં.
રાવલો અને રોહીણી ખૂબ ઉત્સાહ અને આનંદમાં હતાં. કબીલાની ટુકડી એમની રીત રસમ અને દેવ માટે બોલતાં નામનો મોટેથી ઉચ્ચાર કરતાં કરતાં આગળ વધી રહ્યાં હતાં. મશાલ સળગી રહી હતી રાવલો પણ નાગ નાગેશ્વર શેષનારાયણાયનું નામ લેતો આગળ વધી રહેલો લગભગ ટેકરીની નજીક પહોંચ્યા ત્યાં...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-89