ધ સ્કોર્પિયન પ્રકરણ-5 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધ સ્કોર્પિયન પ્રકરણ-5

ધ સ્કોપીર્યન

પ્રકરણ-5

       સોફીયાએ બૂમ પાડીને કહ્યું સ્ટોપ ધ વાન પ્લીઝ.. અને દેવે એની તરફ જોયું. સોફીયાએ દેવને કહ્યું પ્લીઝ સ્ટોપ ધ વાન.. મારે... દેવ સમજી ગયો એણે કહ્યું હવે માલ્દા નજીકજ છે જો તને વાંધો ના હોય તો... આપણે માલ્દાથી સાવ નજીક છીએ.. પણ સોફીઆએ કહ્યું નો નો સ્ટોપ ઇમીજીએટલી પ્લીઝ.. દૂબેન્દુને કહ્યું જોસેફને કહે આગળ ઉભી રાખે. દૂબેન્દુએ આગળ જઇને જોસેફને વાન રોકવા કહ્યું જોસેફે ઓકે કહીને થોડે આગળ જગ્યા જોઇને વાન ઉભી રાખી. વાન ઉભી રહી એવી સોફીયા ઉભી થઇ એટલે ઝેબા તરફ જોયું ઝેબા પણ ઉભી થઇ ગઇ.

       સોફીયાએ સાથે એનું પર્સ લીધું અને એ વાનમાંથી દેવની સાવ નજીકથી પસાર થઇ અને એણે ત્રાંસી નજરે એની સામે જોયું. દેવે કહ્યું મે આઇ હેલ્પ યુ ? સોફીયાએ કહ્યું નો થેંક્સ એની પાછળ ઝ્રેબા પણ નીચે ઉતરી...

       દેવે બીજા બધાં સામે જોયું અને બોલ્યો ઇફ એનીબડી વોન્ટ યુ રીલેક્ષ થઇ શકો છો. જ્હોને હસીને ના પાડી દૂબેન્દુ વાનનાં ફ્રન્ટ મીરરમાંથી સોફીયા અને ઝ્રેબાને જોઇ રહેલો. એ બંન્ને જણાં વાન થી થોડાં દૂર ગયાં અને ઝાડીની પાછળ છુપાઇ ગયાં. દૂબેન્દુ એ પછી નજર હટાવી દીધી એણે બાકી રહેલો પેગ પૂરો કર્યો.

       લગભગ 15-20 મીનીટ થઇ ગઇ હજી પેલી બે જણી આવી નહોતી ધીમે ધીમે અંધારુ થવા લાગેલું દેવે દૂબેન્દુ ની સામે જોયું અને તપાસ કરવા ઇશારો કર્યો. દૂબેન્દુ વાનથી નીચે ઉતર્યો એ સોફીયા ઝ્રેબા ગયેલાં એ તરફ ગયો પછી આગળ જઇ બૂમો પાડી સોફીયા ઝ્રેબા.. ક્યાંય સુધી રીસ્પોન્સ ના આપ્યો એ આગળ ગયો... એ સાવ નજીક ગયો તો જોઇને સડક થઇ ગયો સોફીયા અને ઝ્રેબા હથેળીમાં પાવડર રાખીને કરન્સીથી ડ્રગ્સ ખેંચી રહી હતી અને એ પાછો વળી ગયો અને દેવને વાત કરી. દેવ ચમક્યો એણે દૂબેન્દુને ચૂપ રહેવા કહ્યું એણે નીચે ઉતરી સોફીયાને બૂમ પાડી ત્યાં સોફીયા અને ઝ્રેબા સામેથી આવી રહેલાં અને દેવે કહ્યું તમે લોકો શું કરો છો ? લેટ્સ ગો આપણને લેટ થાય છે... દેવ સમજીને કંઇ બોલ્યો નહીં પણ સોફીયા ઝ્રેબાને જોઇને બધુ સમજી ગયેલો એ વાન પાસે આવ્યો સોફીયા - ઝ્રેબા ચઢી ગયાં પછી દેવ અંદર આવ્યો દુબેન્દુએ ડોર બંધ કર્યો.

       જોસેફ વાન સ્ટાર્ટ કરી અને દેવ જોસેફની નજીક ગયો અને એને કાનમાં કંઇક સૂચના આપી. દેવે એની રીસ્ટ વોચમાં સમય જોયો અને જોસેફે કહ્યું યસ ઓકે બોસ...

       વાન ગતિ પકડી રહી હતી બહાર અંધારુ છવાઇ રહ્યું હતું અને દેવે જ્હોન અને એનાં મિત્રોને કહ્યું હવે અંધારુ થવા લાગ્યું આપણે માલ્દા રોકાયા વિના સીધા જલપાઇ ગુડી જઇ રહ્યાં છીએ જેથી સમયનો બચાવ થઇ જાય એટલે આખી રાત ટ્રાવેલીંગમાં પસાર થઇ જાય વચ્ચે જમવા માટે ઉભા રહીશું. તમે લોકો કન્ફરટેબલ છો ને ? તો સવાર સુધીમાં આપણે ઘણો રસ્તો કાપી ચૂક્યા હોઇશું.

       જ્હોને એનાં ફ્રેન્ડસ તરફ જોયું બધાએ થમ્બ બતાવી સંમતિ દર્શાવી ઝ્રેબા અને સોફીયા એમની મસ્તીમાં હતાં. જોસેફે વાનની અંદરની લાઇટ સાવ આછી કરી નાંખી અને મ્યુઝીક ચાલુ કરી દીધું. દૂબેન્દુ એની સીટ પર રીલેક્ષ થયો કાનમાં ઇયર ફોન નાંખી એનાં ગમતાં ગીતો સાંભળવા લાગ્યો.

       દેવે જોયું બધાં એકદમ રીલેક્ષ છે ઘણાં ધીમે ધીમે નીંદરમાં સરકવા લાગેલાં દેવ ઉભો થઇને પોતાની બેગ લઇને વાનની છેલ્લી સીટ પર જઇને બેઠો અને કાનમાં ઇયર ફોન નાંખી લેપટોપ ચાલુ કર્યું અને બરૂદાએ મોકલેલ મેઇલ શાંતિથી વાંચી રહેલો. એણે એ પ્રમાણેની સાઇટ ખોલી લોકેશન ચેક કરવા માંડ્યો. એ એનાં સ્ક્રીન પર નજર રાખી અભ્યાસ કરવામાં મગ્ન હતો એણે થોડાં લોકેશન ચેક કર્યા અને સીલેક્ટ કરી અલગ ફોલ્ડરમાં સેવ કરવા માંડ્યા. લગભગ કલાક સુધી એણે કામ કર્યુ પછી થાક્યો એટલે લેપટોપ બંધ કરીને એણે એની બેગમાં મૂક્યું અને રીલેક્ષ થયો.

       એણે ફરી વાનમાં નજર કરી તો બધાની બેઠક જાણે બદલાઇ ગઇ હતી ઝ્રેબા ડેનીસની બાજુમાં જઇને બેસી ગઇ હતી આખાં ગ્રુપમાં ડેનીશ એકદમ શાંત હતો ખાસ વાતો નહોતો કરતો દેવે જોયું ડેનીશ અને ઝ્રેબા એકબીજાને વળગીને બેઠાં હતાં. સોફીયા એની સીટ પરજ હતી પણ ધસઘસાટ ઊંઘતી હતી. જ્હોન અને માર્લો એકબીજાનાં ખભે માથુ રાખી સૂઇ રહેલાં અને મોરીન એની સીટ પર લંબાઇ સૂઇ ગઇ હતી.

       દેવે ફોન કાઢી અને દૂબેન્દુને ખૂબ ધીમેથી કંઇક વાત કરી દૂબેન્દુ પાછળ જોયાં વિના વાત કરતો હતો એણે કહ્યું ઓકે. થોડી ધીરજ રાખજે પણ હું કામ પતાવીશ. ઓકે કહી ફોન મૂકાયો. હવે દેવ રીલેક્ષ થઇ આંખો બંધ કરીને બેસી રહેલો. દુબેન્દુએ આગળ કેબીનમાં જઇને વાનની લાઇટ સાવ ધીમી કરી નાંખી રોડ પણ સૂમસામ હતો વચ્ચે વચ્ચે સામેથી આવતી ટ્રક કે ટેમ્પો, પ્રાઇવેટ કાર પસાર થઇ જતી હતી વાનમાં બધાં નીંદરમાં સરકી ગયાં હતાં.

**************

           લગભગ કલાક વીત્યો હશે અને દુબેન્દુ દેવ પાસે આવ્યો અને અવાજ કર્યા વિના દેવ ઉઠ્યો દુબેન્દુ એ એનાં હાથમાં ડીવાઇસ મૂક્યું દેવ જોઇને પ્રસન્ન થઇ ગયો એણે કહ્યું હમણાં અહીંજ બેસ. એણે ધીમેથી લેપટોપ ચાલુ કર્યું પેલા ડીવાઇસમાંથી બધી માહિતી લીધી ફોન મોડલ સીમ કાર્ડ નંબર અંદર રહેલાં ફોટા બધુજ જેટલુ લેવાય એટલુ લેપટોપમાં લઇ લીધું અને દુબેન્દુને ડીવાઇસ પાછું આપી કહ્યું હવે જ્યાં હતું ત્યાં મૂકી દે. અને હવે તુ આગળ બેસજે. લગભગ 15-20 મીનીટમાં બધુ જ કામ નીપટાવી દીધું. દુબેન્દુએ કહ્યું બીજાનાં મોબાઇલ માટે હવે બીજી તક લેવી પડશે હમણાં આનું કામ પતાવી દે. દેવે ઇશારાથી હા પાડી અને એને પાછા જવા કહ્યું અને દેવ લેપટોપમાં કામે વળગ્યો.

       સોફીયાનાં મોબાઇલમાંથી જરૂરી બધીજ માહીતી લઇ લીધાં પછી એણે એક પછી એક માહીતી એનાં લેપટોપમાં સોફટવેરમાંથી કાઢી ચકાસવા માંડી એનું સીમ ક્યાંનું છે કેટલો સમય થયો ? એનો પાસપોર્ટ વીઝા બધીજ માહીતી મેચ કરી રહેલો. સોફીયાનાં ફોટા જોઇ રહેલો એનાં કલીક કરેલાં અને બીજા વોટસઅપ આવેલાં બધાં. એક પછી એક જોઇ રહેલો એણે વોલ્યુમ સાયલન્ટ પર કરી દીધો અને એક ક્લીક કરતાં એને જે માહિતી મળી એ વાંચી આધાત આર્શ્ચયથી જોઇ રહેલો વિચારમાં પડી ગયો.

       ત્યાં વાન ઉભી રહી એણે લેપટોપમાંથી નજર ઉંચી કરી જોયુ દુબેન્દુ પણ ઉભો થઇ ગયો. દુબેન્દુએ એને બોલાવ્યો. દેવ એની બેગ ત્યાંજ મૂકીને આગળ ગયો જોસેફ કહ્યું સર અહીં ડીનર પતાવીએ પછી આગળ જંગલ શરૂ થશે કંઇ નહીં મળે અને દેવે...

વધુ આવતા અંકે ---- પ્રકરણ-6

રેટ કરો અને રિવ્યુ આપો

name

name 1 માસ પહેલા

Dharmesh Bhatt

Dharmesh Bhatt 3 માસ પહેલા

RUTVIK DANIDHARIYA

RUTVIK DANIDHARIYA 4 માસ પહેલા

nikhil

nikhil 4 માસ પહેલા

Khyati Pathak

Khyati Pathak 5 માસ પહેલા