ભક્તિ કવિ સુરદાસ Vivek Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભક્તિ કવિ સુરદાસ

૧૫ મી સદીની આ વાત છે. દિલ્હી પાસેના સિહરી ગામમાં એક ગરીબ સારસ્વત દંપતી રહેતા હતું. તેને ત્યાં ચોથા પુત્રનો જન્મ થયેલ. પુત્રના જન્મથી બધાને ખુશી હોય પણ અહી તો વાતાવરણ અલગ જ હતું. માબાપ અને અજુ બાજુના લોકો દુઃખી દુઃખી હતા. કારણ કે બાળક જન્માંધ હતું. આથી નામ પડ્યું “સુરદાસ”

નાનપણથી જ ઘરના લોકોને તેના પ્રત્યે ઉદાસીનતા હતી. આથી ધીરે ધીરે બાળક સુરદાસનાં મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો. આથી એક દિવસ તેણે ઘરનો ત્યાગ કરી દીધો અને બાજુના એક ગામમાં તળાવનાં કિનારે એક ઝાડ નીચે સુરદાસ રહેવા લાગ્યા.

સુરદાસ લોકોના પૂછવાથી ક્યારેક ક્યારેક અંતસ્ફૂરણાથી ભવિષ્ય કથક / “સુકન “ કહેતા.અને તે જે શુકન કહેતા તે મોટાભાગે સાચા પડતા આથી આજુબાજુના વિસ્તારના લોકોમાં તેની ખ્યાતી વધવા લાગી.

એક વાર એક ગાય ચરાવનાર ભરવાડની ૪-૫ ગાયો ચરતા ચરતા દૂર ચાલી ગઈ અને ભરવાડનાં શોધવાથી પણ તે મળી નહિ. આખરે થાકી હરિને તે ભરવાડ તળાવનાં કિનારે ઝાડની છાયામાં બેઠો અને રડવા લાગ્યો કર “ હવે મારા માલિકને હું શું જવાબ આપીશ ? હે ભગવાન મારુ શું થશે ?”

સુરદાસ તો ત્યાં જ રહેતા હતા. તેણે કોઈના રડવાનો અવાજ સંભાળ્યો એટલે તરત પૂછ્યું કે “ભાઈ શું થયું ? શા માટે રડે છે ? ત્યારે પેલા ભરવાડે ગાયો ખોવાઈ ગયાની આખી વાત કહી. આથી સુરદાસે પોતાની અંતસ્ફૂરણાથી તે ગાયો અત્યારે ક્યાં ચારી રહી છે તે જ્યાં બતાવી ભરવાડ તો દોડતો અને સાચે જ તે જગ્યા પર ગાયો હતી. ભરવાડ એકદમ ખૂશ ખુશ થઇ ગયો. ભરવાડે આઘી ઘટના પોતાના માલિકને કહી ત્યારે તેના માલિક આશ્ચર્ય સાથે બીજા દિવસે સુરદાસને મળવા આવ્યા અને તેણે સુરદાસને રહેવા માટે એક ઝુંપડી બનાવી દીધી.

આ ઘટના બાદ સુરદાસને રોજે રોજ “શુકન પૂછવા “ માટે મળવા આવનાર લોકોની સંખ્યા વધવા લાગી. સુરદાસનાં માન, પ્રતિષ્ઠા, વૈભવમાં વધારો થવા લાગ્યો. પણ એક દિવસ સુરદાસને વિચાર આવ્યો કે “ આ સંસારની મોહમાયા માંથી જ તો હું ભાગીને અહી આવ્યો હતો અને હવે અહી જ એક મોટો સંસાર ઉભો કરી દિધો છે. ભગવાનનાં ભજનમાં હવે ભીડના કારણે ખુબ જ વિક્ષેપ થવા લાગ્યો છે”

બીજા જ દિવસે તમામ વૈભવ છોડીને સુરદાસ વ્રજ તરફ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તે મથુરા પહોંચ્યા. પણ મથુરા નગરમાં પણ લોકોનો શોરબકોર ખુબ હતો આથી તેઓ શાંત જગ્યાની શોધમાં ફરતા ફરતા યમુના નદીના કિનારે આવેલ “ગઉ ઘાટ” પર આવ્યા. ત્યાંની શાંતિ જોઇને તેઓ ત્યાં જ રહી ગયા. ત્યારે તેમની ઉમર આશરે ૧૮ વર્ષની હતી. ત્યાં તેમણે કાવ્ય અને સંગીતનો અભ્યાસ પણ કરેલ. અહી “ગઉ ઘાટ“ પર રહીને ભજન કરતા કરતા સુરદાસે અનેક કવિતાઓ લખી છે. પણ ત્યારે સુરદાસ મોટા ભાગે દાસ્ય ભાવે દીનતા અને વૈરાગ્યનાં જ પદોની રચના કરતા અને ગાતા. ઘણા લોકો વૈરાગ્ય ઉપદેશ માટે તેમની પાસે આવતા. ત્યારે તેઓ “સ્વામી સુરદાસ “ તરીકે ઓળખાતા.

એ સમયે પુષ્ટિ સંપ્રદાયનાં પ્રણેતા વલ્લભાચાર્યજી વ્રજ યાત્રા પર નીકળેલા. મથુરામાં વિશ્રામ માટે તેઓ “ગઉ ઘાટ” પર રોકાયેલા. સુરદાસે વલ્લભાચાર્ય વિષે ઘણું સંભાળેલ હતું. અને આજે તો તે અહી જ “ગઉ ઘાટ” પર આવેલ છે, આથી સુરદાસ તેમના દર્શન માટે પહોંચી ગયા. આચાર્યને મળીને તેના પગમાં પડવા જતા હતા ત્યાં જ આચાર્યએ તેમણે પોતાની પાસે બેસાડી દીધા અને કહ્યું “ સાંભળ્યું છે તમે પદ બહુ સારા ગાવ છો “તો કૈક સંભળાવો”
ત્યારે સુરદાસે દિન ભાવે વિનય પદ ગાયું. ત્યારે વાલ્લાભાર્યએ કહ્યું “ શા માટે માત્ર દીનતાનાં જ પદો ? ભગવાનનાં યશ અને લીલાનાં પદો ગાવ.
ત્યારે સુરદાસે નમ્રતાથી કરુંણ સ્વરે કહ્યું “આચાર્ય, હું ભગવાનની લીલાનું રહસ્ય નથી જાણતો “ ત્યારે આચાર્યએ તેમણે ભાગવદની લીલાનું પાન કરાવ્યું અને ભક્તિમાં રસમય કર્યા. સુરદાસ કૃષ્ણ ભક્તિમાં તરબોળ થઇ ગયા....

વલ્લભાચાર્ય થી પ્રભાવિત થઈને સુરદાસે ત્યારે જ તેમની પાસે દીક્ષા લીધી. અને પોતાના ગુરુની આજ્ઞા મુજબ હવે દીનતાનાં પદોને બદલે ભગવાનકૃષ્ણની લીલા અને ભાવનાં પદો ગાવા લાગ્યા. જ્યારે વલ્લભાચાર્ય યમુના કિનારેથી ગોવર્ધન જવા નીકળ્યા ત્યારે તેમણે સુરદાસને પણ સાથે લઇ લીધા અને ગોવર્ધનમાં શ્રીનાથજી મંદિરના મુખ્ય કીર્તનકાર બનાવી દીધા.

સુરદાસ ગોવર્ધન થી નજીક પરસોલીમાં રહેતા અને ત્યાંથી રોજે રોજ શ્રીનાથજીના મંદિરે જતા અને કૃષ્ણ માટે નવા નવા પદોની રચના કરતા.

સુરદાસ અંધ હતા પણ દિવ્ય દર્ષ્ટિથી તેઓ ભગવાને આજે કેવા કપડા પહેર્યા છે ? કેવી માળા પહેરી છે ? એ મુજબ જાણે તે ખુદ સ્થૂળ આંખે કૃષ્ણને જોતા હોય તે મુજબ જ શૃંગારના વર્ણન કરતા પદોની રચના કરતા. એક વાર મંદિરના પુજારીનાં છોકરાઓએ સુરદાસની પરીક્ષા લેવાનું વિચાર્યું, આથી તેણે ભગવાનને કોઈ વસ્ત્રો જ નાં પહેરાવ્યા. પણ સાવ એવું કેમ રાખવાં? એટલે મોતીની માત્ર એક માલા ખાલી ભગવાનને પહેરાવી. સુરદાસે મંદિરે આવ્યા ત્યારે ત્યાં લોકોએ અને પુજારીએ કહ્યું સુરદાસજી આજે ભગવાનનાં શૃંગારનું વર્ણન કેમ નથી કરતા ? બોલો બોલો...ત્યારે સુરદાસે કહ્યું આજનો શૃંગાર તો માતા યશોદા જ બાળપણમાં કનૈયાને કરતી. અને પછી તેણે પદ છેડ્યું

"आज हरि देखे नंगम नंगा।
जलसुत भूषन (મોતીની માલા ) अंग बिराजत,
बसन हीन छबि उठत तरंगा।।
देखे री हरि नंगम नंगा।

પદ સાંભળતા જ પુજારી અને બધા લોકો આશ્ચર્ય સાથે લજ્જિત થઇ ગયા. ધન્ય સુરદાસજી...ધન્ય તેની દિવ્ય દ્રષ્ટિ....

એક વારની વાત છે. સુરદાસની સેવામાં ગોપાલ નામનો એક છોકરો રહેતો હતો. ઉનાળાની બપોરે સુરદાસજી જમવા બેઠા. ત્યારે ગોપાલને એક કામ આવી જતા તે તરત તેના ઘર તરફ ગયો. આ બાજુ જમતા જમતા કોળીયો સુરદાસજીના ગળે અટકી ગયેલ. અને ગરમીના કારણે ખૂબ શોષ પડતો હતો એટલે તેણે ગોપાલને પાણી માટે બૂમ પાડી "ગોપાલ પાણી આપ " " ગોપાલ પાણી આપ " પણ એ ગોપાલ તો ત્યાં હતો જ નહીં...
ફરી ગોપાલ ...ગોપાલ...એવી બૂમ પાડી....અને થોડી વારમાં ખુદ કૃષ્ણ ઉનાળાના તડકામાં દોડતા દોડતા આવી પહોંચ્યા. અંધ સુરદાસને પાણીનો ગ્લાસ આપ્યો. પાણી પીને સુરદાસ થોડીવારમાં જમીને ઉભા થયા....
ત્યાં જ પેલો ગોપાલ આવ્યો અને સુરદાસજી ને કહેવા લાગ્યો “ બાબા, મારે અચાનક એક કામ આવી ગયું એટલે આપ જમતા હતા ત્યારે જ મારે ઘરે જવું પડેલ. આપને કોઈ તકલીફ તો નથી પડી ને ???
આટલું સાંભળતા જ સુરદાસ આખી ઘટના સમજી ગયા કે પાણીનો ગ્લાસ આપનાર કોણ હતું ? અને તેની આંખો માંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા....અરે પ્રભુ ! આ ધોમધખતા તાપમાં મારે માટે આપ હેરાન થયા ??? પ્રભુ મને માફ કરશો....અને પેલા ગ્લાસને ચૂમીને...છાતીએ વળગાળીને ખૂબ રોયા....

સુરદાસ રોજે શ્રીનાથજીની ઝાંખીમાં જતા. પણ એક દિવસ સુરદાસને ન જોતા ગોસાઈજીની શંકા ગઈ કે “ આજે પુષ્ટિ માર્ગનું જહાજ જવાનું છે “ તે તરત જ આરતી પૂર્ણ કરીને ભક્તો સાથે સુરદાસજીના ઘરે પહોંચ્યા ત્યારે સુરદાસ વ્રજરજ પર મંદિર તરફ નજર રાખીને પડેલ હતા. અને ગોસાઈજી તેમને પોતાના ખોળામાં લેતા પૂછ્યું “બાબા, આપનું મન ક્યાં છે ?
ત્યારે સુરદાસ બોલ્યા “ રાધા કૃષ્ણમાં “
અને સુરદાસજી બ્રહ્મમાં વિલીન થઇ ગયા.

प्रभुजी मोरे अवगुण चित ना धरो,
समदर्शी प्रभु नाम तिहारो,
चाहो तो पार करो ।