અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૯)
આગળ આપણે જોયું તેમ, રીતીકા અને દિવ્યેશની સગાઇની આવતા મહિનાની તારીખ ઘરના સભ્યો દ્વારા નકકી કરવામાં આવેલ. રીતીકા અને દિવ્યેશના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા. અચાનક જ રીતીકાની મુલાકાત રીતેષ જોડે થાય છે. તે ફકત આંખોની મુલાકાત હોય છે રૂબરૂ મુલાકાત નહિ. એ પછી દિવ્યેશ અને રીતીકા બહાર જમવા ગયા ત્યારથી જ દિવ્યેશ કોઇ વાતને લઇને ચિંતામાં હતો. દિવ્યેશને રીતીકા અને રીતેષની ઇશારાથી કરેલ વાતચીતની જાણ થઇ જાય છે. તે પછી તે રીતીકા અને રીતેષ વચ્ચે થનાર વાતચીતને જાણવા માટે ઘણો ચિંતામાં હોય છે. અચાનક જ રીતેષનો રીતીકા પર ફોન આવે છે. થોડી વાતચીત પછી રીતેષને એમ લાગે છે કે, રીતીકા હજી પણ તેને પ્રમે કરે છે. આ સાંભળીને દિવ્યેશના કાન બંધ થઇ ગયા. તે ચિંતામાં આવી ગયો કે રીતીકા તેને પ્રેમ કરતી નથી. એ જ વખતમાં દિવ્યેશનો ગંભીર અકસ્માત થાય છે. તે પછી દિવ્યેશની સારવાર માટે રીતીકા રાત-દિવસ એક કરી નાખે છે. પણ દિવ્યેશના મનમાં રીતીકા હવે ફકત એક પત્ની તરીકેની ફરજો નીભાવે છે તેમ જ હતું. એક રાતે દિવ્યેશ રીતીકા અને રીતેષ વચ્ચે જે વાતચીત થઇ તેનું રેકોર્ડીંગ પોતાના ફોનમાં સાંભળવા લાગ્યો. એ સાંભળીને દિવ્યેશની તો આંખો જ ફાટી ગઇ. હવે આગળ.....................
રીતીકાના સૂઇ ગયા પછી દિવ્યેશ ફોનમાં રીતીકા અને દિવ્યેશનું રેકોર્ડીંગ સાંભળે છે.
રીતેષ : હાય, રીતીકા....
રીતીકા : હેલો......
રીતેષ : તું કેમ છે ? તે મને મોલમાં જોયો પણ મારી સાથે તને વાત કરવી પણ યોગ્ય ના લાગી !!!
રીતીકા : હું મજામાં છું અને જો હવે હું પરિણિત છું. હું અને દિવ્યેશ બંને મોલમાં આવ્યા હતા પણ મને એ વખતે તારી સાથે વાત કરવી યોગ્ય ના લાગી.
રીતેષ : ઓ.કે. તો એમ વાત છે ? તારા પતિ ત્યાં હાજર હતા એટલે તે મારી સાથે વાત ના કરી ? મને વિશ્વાસ હતો કે હજી પણ તારા મનમાં હું છું જ. આજે વિશ્વાસ થઇ ગયો. તું આજે પણ મને પ્રેમ કરે છે.
રીતીકા : હું એમ કહેતી હતી કે, આટલા સમય બાદ મે તને જોયો એટલે મને તારા માટેનો પ્રેમ યાદ આવી ગયો હતો. માટે મારી આંખો લાગણીથી છલકાઇ ગઇ. પણ હું હવે તને પ્રેમ કરતી નથી.
રીતેષ : આ શું કહે છે તું?
રીતીકા : હું સાચું કહું છું. મારા લગ્ન પહેલા જ મે દીવ્યેશને આપણા વિશે વાત કરી દીધી હતી. હું અને દિવ્યેશ બધી વાતોને ભુલીને આગળ વધ્યા છે અને એ વખતે દિવ્યેશ મોલમાં હતા પણ તે બીજી શોપમાં હતી ને હું હવે મારો ભૂતકાળ વાગોળવા નહોતી માંગતી. એટલે જ તને મોલમાં રૂબરૂ મળી પણ નહી. પણ હા ફોનમાં વાત એટલા માટે કરી કે જો કદાચ તે લગ્ન ન કર્યા હોય તો તું પણ લગ્ન કરી લે. તારી જીંદગીમાં આગળ વધે એ જ હું ઇચ્છું છું. બીજું મારા મનમાં તારા માટે હવે કઇ જ નથી. હું ફકત ને ફકત દિવ્યેશને જ પ્રેમ કરું છું.
રીતેષ : રીતીકા, તું તો તારી જીંદગીમાં બહુ જ આગળ વધી ગઇ છે. પણ હું તો તારી યાદમાં ત્યાંનો ત્યાં જ છું.
રીતીકા : તને હું એ જ સમજાવું છું કે તું તારી જીંદગી બરબાદ ના કર. નવી જીંદગીની શરૂઆત કર.
રીતેષ : હમમમમમમમ.............હું જરૂરથી પ્રયત્ન કરીશ.
રીતીકા : સરસ........તારા નવા જીવન માટે તને ખૂબ-ખૂબ અભિનંદન અને હા આજ પછી હું તારી સાથે સંપર્કમાં રહેવા માંગતી નથી. તું તારી જીંદગીમાં ખુશ રહે. બસ મને મારા જીવનમાં ફકત ને ફકત દિવ્યેશ જ જોઇએ.
રીતેષ : કંઇ વાંધો નહિ. હું તારી જીંદગીમાં દખલ નઇ કરું. તું સુખેથી રહેજે અને હું તારા માટે પણ બહુ જ ખુશ છું.
રીતીકા : (વાત કરવા જાય છે ત્યાં જ દિવ્યેશનો ફોન આવે છે) રીતેષ, ઓ.કે.ચલ. તું મને સમજ્યો એ બદલ તારો આભાર. દિવ્યેશનો ફોન આવે છે હું વાત કરી લઉં.
રીતેષ : ઓ.કે...........બાય........
દિવ્યેશ તો આ બધું સાંભળીને આઘાતમાં આવી જાય છે કે આ તેણે શું કરી નાખ્યું ? તેણે રીતીકાની જાસૂસી કરી ? પણ રીતીકા તો ફકત ને ફકત તેને જ પ્રેમ કરે છે. પછી વિચારે છે કે તે સવારે સરસ સરપ્રાઇઝ આપીને પછી રીતીકાની માફી માંગી લેશે. પણ તેને સત્ય હકીકતથી વાકેફ કઇ રીતે કરવી તે વિશે તે મૂંઝવણમાં હતો.......
દિવ્યેશની વાતની જાણ થતાં રીતીકા શું પ્રતિક્રિયા આપશે ? અને શું રીતીકા દિવ્યેશને માફ કરી દેશે કે બંને વચ્ચેનું અંતર વધશે ?
(વધુ આવતા પ્રકરણે ભાગ-૧૦ માં)
- પાયલ ચાવડા પાલોદરા